વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 316 ) હ્યુસ્ટનમાં યોજાએલ “પ્રમુખ ટાઇપ પેડ” ના સર્જક વિશાલ મોણપરાના સન્માન કાર્યક્રમની કેટલીક ઝલક

Vishal Monpara

Vishal Monpara

 ગઈકાલે ૨૨ મી સપ્ટેમબર , ૨૦૧૩ ના રવિવારે વેબ ગુર્જરી અને ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન પરિવાર દ્વારા હ્યુસ્ટનમાં જ રહેતા Vishal On Net થી જાણીતા ગુજરાતી યુવાન તકનિકજ્ઞ શ્રી વિશાલ મોણપરાનું  સાહિત્ય સરિતાની બેઠક નંબર ૧૩૭માં સન્માન કરવામાં આવ્યું હતું એ આખો કાર્યક્રમ ગુગલ હેંગ આઉટ અન્વયે જોવાનો લ્હાવો મળ્યો .

હ્યુસ્ટનના સાહિત્યકાર મિત્ર શ્રી વિજયભાઈ શાહએ આ આખો પ્રોગ્રામ ગુગલ હેંગ આઉટ અન્વયે લાઈવ પ્રસારિત થવાના ખબર ફોનમાં મને આગલા દિવસે શનિવારે આપેલા એટલે રવિવારે નિયત સમયે આ આખો પ્રોગ્રામ પુરેપુરો લાઈવ નિહાળવાનો આનંદ લઇ શક્યો હતો .

શ્રી વિશાલભાઈ હ્યુસ્ટનની BAPS  સંસ્થામાં ખુબ આસ્થા ધરાવે છે અને એની પ્રવૃતિઓમાં આગળ પડતો ભાગ લે છે .

ધાર્મિક પ્રકૃતિ ધરાવતા યુવાન વયના શ્રી મોણપરાએ  એટલે જ પૂજ્ય પ્રમુખ સ્વામીના નામ ઉપરથી એમણે જે ગુજરાતી પેડની

શોધ કરી એનું “પ્રમુખ પેડ” એવું નામ આપ્યું જે એમની ભક્તિની ભાવનાનું દ્યોતક છે .

શ્રી વિશાલભાઈ તકનીકી વિદ્યાના તો માહિર છે જ પણ એની સાથે તેઓ એક સાહિત્ય રસિક જીવ પણ છે .

એનો પુરાવો જોઈતો હોય તો વાંચો અને કરો એમના મનોભાવો વ્યક્ત કરતી નીચેની રચનાઓની થોડી પ્રસાદીનો આસ્વાદ .

સેતુ બંધાયા,

શહેરો જોડ્યા; ક્યાં છે

હૃદયસેતુ ?

***

સારથિ છો જીવનરથના, એટલે ચિંતા નથી,

સામી છાતીએ લડી લઈશ પહાડો જેવડી આફત આપ ને

***

થોડી મુશ્કેલી પડે અને ખરી પડે નાજુક સિતારા,

અમે એ સૂર્ય છીએ જે સંધ્યા સમયે પણ ઢળતા નથી.

***

અમે તો છીએ પ્રત્યંચા ધુરંધારી પાર્થના ગાંડિવની,

નથી કંઈ પતંગની દોર, ઢીલ કોને જોઈએ છે ?

વેબ ગુર્જરીના મુખ્ય ઉત્સાહી સંપાદક શ્રી જુગલ કિશોરભાઈએ શ્રી વિશાલનો સુંદર શબ્દોમાં પરિચય આપ્યો છે એને

વેબ ગુર્જરીની આ લીંક ઉપર વાંચો . 

 

વિશાલ મોણપરા : ગુજરાતી નેટ જગતનું ગૌરવ  

 

જુ’ભાઈના આ લેખમાં શ્રી વિશાલને આ પ્રસંગે આપવામાં આવેલ સન્માન -પત્રનો આખો પાઠ પણ પીડીએફ ફાઈલમાં વાંચી શકાશે .

વિશાલ મોણપરાની ગુજરાતી ગઝલો એમના બ્લોગની આ લીંક ઉપર આસ્વાદ માણો . 

આ પ્રસંગે ગુ.સા.સ .પરિવારના , કવિઓ ,ગઝલકારોએ પોત પોતાની વાર્તાઓ, કાવ્ય રચનાઓનું પઠન કર્યું હતું .

ભારતમાં અને વિશ્વભરમાં ફેલાયેલા ગુજરાતી પ્રેમીઓ આવી વૈશ્વિક વેબ મહેફિલ માણી  શકે એ આધુનિક ટેકનોલોજીનો પ્રતાપ છે .

આ પ્રોગ્રામમાં કેટલાંક લેખકો અને કવિઓ જેવા કે નીલમબેન દોશી ,વિજય શાહ ,સરયુબેન પરીખ ,નીતાબેન કોટેચા , ચીમનભાઈ પટેલ ,

પ્રવિણાબેન કડકીયા વગેરે કે જેમનું સાહિત્ય નેટ ઉપર વાચ્યું હતું તેઓને પ્રોગ્રામમાં પોતાની કૃતિઓ રજુ કરતાં નજરે જોઈને આનદ  થયો હતો .

હ્યુસ્ટનમાં આવેલી નાસા સંસ્થાના વર્ષોથી એક અવકાશ વૈજ્ઞાનિક તરીકે સેવાધારી ગુજરાતના ગૌરવ સમા શ્રી કમલેશ લુલાને

આ સભાનું સંચાલન કરતા જોયા એથી પણ આનદ થયો .

ભારતમાં રહેતા લેખકો -કવિઓ રાતનો ઉજાગરો વેઠીને પણ આ પ્રોગ્રામમાં ભાગ લે  એ એમનો ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો ઊંડો પ્રેમ બતાવે છે .

આ સાહિત્ય સભામાં રજુ કરવાની કૃતિઓ માટેનો વિષય ” પાનખર અને મજદુરી ” હતો  . ઘણાઓ આ વિષય ઉપર પોતાની

રચનાઓ રજુ કરી હતી ,જ્યારે કેટલાંક સભ્યોએ અન્ય વિષયની પણ રચનાઓ, ગઝલો  પેશ કરી હતી .

” સાહિત્યમાં રસ લીધાં વિના જીવનમાં કસ આવતો નથી ” એવું માનનાર અને ૯૨ વર્ષની ઉંમરે પણ ઉત્સાહી એવા શ્રી ધીરુભાઈ શાહ

( ધીરુકાકા) એ જીવનની પાનખર અને વસંત એ વિષય ઉપર રસ પડે એવાં હાયકુ અને મુક્તકો રજુ કરી પોતાનો સાહિત્ય પ્રેમ બતાવ્યો હતો .

સભામાં સૌથી વૃદ્ધ ૯૨ વર્ષના ધીરુભાઈએ સૌથી યુવાન એવા વિશાલને ગુજરાતી સાહિત્યની પ્રતિક જ્યોત આપી હતું એ દ્રશ્ય અનેરુ હતું .

ગુજરાતી ભાષા માટે ” જ્યોત સે જ્યોત જગાતે ચલો ” નો એમાં જાણે કે મુક સંદેશ ન હોય !

ગુજરાતી સાહિત્ય સરિતા માટે પ્રસારણ માટેનો પહેલો પ્રયોગ હતો આમ છતાં થોડી નાની ટેકનીકલ મુશ્કેલીઓને બાદ કરતાં

એકંદરે આખો પ્રોગ્રામ સફળ રહ્યો હતો એમ કહી શકાય .

વેબ ગુર્જરી અને ગુજરાતી સાહિત્ય સરિતાએ સંયુક્ત રીતે ગુજરાતી ભાષાના પ્રસાર માટે યુવાન વયે અગત્યનો ફાળો

આપનાર એક સંનિષ્ઠ અને નમ્રતાના પ્રતિક એવા શ્રી વિશાલ મોણપરાનું જે સન્માન કર્યું છે એ એક રીતે

ગુજરાતી ભાષાનું સન્માન છે . અભિનંદન …અભિનંદન…

 

હ્યુસ્ટનની સાહિત્ય સરિતાની રવિવારની આ બેઠક નંબર ૧૩૭નો મિનીટે મિનિટનો અહેવાલ

નીચેના વિડીયોમાં થોડી ધીરજ રાખીને નજરે નિહાળો .

 Gujarati Sahitya Sarita Bethak 137

 

અંતે શ્રી વિશાલ મોણપરાની મને ગમતી એક ગઝલ નીચે રજુ કરી આ યુવા તકનિકજ્ઞ કવિની

સાહિત્યની ભક્તિને પણ સલામ કરીએ .

કોને જોઈએ છે ?

છે ડૂબવાની મજા મજધારે, સાહિલ કોને જોઇએ છે?

ફના થઇ જવું છે કેડી પર, મંઝિલ કોને જોઇએ છે?

શું સાથે લાવ્યા હતા? શું સાથે લઇ જવાના?

બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?

અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની,

નથી કંઇ પતંગની દોર, ઢીલ કોને જોઇએ છે?

થોડી લાગણી બતાવી અમારે મન અહો-અહો

 જિંદગી આરામથી પસાર થશે, દિલ કોને જોઇએ છે?

ફેફસામાં પુરી રાખી છે, કોઇની યાદોને અકબંધ  

નથી કંઇ અનલ, હવે અનિલ કોને જોઇએ છે?

જિંદગીથી કંટાળી જઇશું ત્યારે ચોક્કસ યાદ કરીશું  

એક નજર કરી લેજો, વિષ કાતિલ કોને જોઇએ છે?

–વિશાલ મોંણપરા

 

10 responses to “( 316 ) હ્યુસ્ટનમાં યોજાએલ “પ્રમુખ ટાઇપ પેડ” ના સર્જક વિશાલ મોણપરાના સન્માન કાર્યક્રમની કેટલીક ઝલક

  1. pragnaju સપ્ટેમ્બર 24, 2013 પર 10:03 એ એમ (AM)

    સેતુ બંધાયા,
    શહેરો જોડ્યા; ક્યાં છે
    હૃદયસેતુ ?

    Like

  2. P.K.Davda સપ્ટેમ્બર 24, 2013 પર 10:09 એ એમ (AM)

    વિશાલે નાની ઉંમરમાં મોટું કામ કર્યું છે. અભિનંદન શબ્દ નાનો પડસે.

    Like

  3. dhavalrajgeera સપ્ટેમ્બર 24, 2013 પર 10:25 એ એમ (AM)

    વિશાલે મોટું કામ કર્યું છે. અભિનંદન.

    Like

  4. Dr.Chandravadan Mistry સપ્ટેમ્બર 24, 2013 પર 10:54 એ એમ (AM)

    Award to Vishal Monpara at Houston Texas on 22nd September 2013.
    A Memorable Day !
    I had a Post on Vishal & one can read it @

    વિશાલ મોણપરા, એક માનવી !


    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Inviting ALL to Chandrapukar !

    Like

  5. pravinshastri સપ્ટેમ્બર 24, 2013 પર 11:01 એ એમ (AM)

    બસ એક જ રંજ છે…..હું ટેક્સાસમાં નથી….વિડિયો ઝડપથી જોયો…હવે નિરાંતે માણીશ સાહિત્યકૃતિઓ અને ઓળખીશ સાહિત્ય સર્જકોને. અભિનંદન સાહિત્યકારોને અને આભાર વિનોદભાઈનો…

    Like

  6. nabhakashdeep સપ્ટેમ્બર 24, 2013 પર 11:53 એ એમ (AM)

    જ્યોત સે જ્યોત જગાતે ચલો…વિશાલભાઈએ આપણને કેટલા વિશાળ કરી દીધા! ગુર્જર ભાષાને વિશ્વપટાંગણ રમવા મળી ગયું.ખૂબ જ ગૌરવપ્રદ સમારંભને ..આયોજકોને અંતરથી અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  7. pravina સપ્ટેમ્બર 24, 2013 પર 1:16 પી એમ(PM)

    નામ એનું વિશાલ છે.

    કાર્યની ક્યાં મિસાલ છે

    ભારતની એ ફસલ છે.

    વાણી જેની રસાળ છે.

    આભાર.. સહુને આ કાર્યક્રમ ગમ્યો.એ બતાવે છે. ‘નવિન પ્રયોગ’ સ્ફળ થાય જ્યારે સહુનો સાથ , સહકાર અને

    શુભેચ્છા હોય. આની સફળતા પાછળ અગણિત પરિશ્રમ દેખાય છે..હરએકનો આભાર.

    પ્રવીણા અવિનાશ ( સંચાલક ગુ,સા,સ.)

    Like

  8. mdgandhi21, U.S.A. સપ્ટેમ્બર 24, 2013 પર 1:43 પી એમ(PM)

    ખુબ ખુબ ધન્યવાદ વિશાલભાઈને! યોગ્ય વ્યક્તિને યોગ્ય સન્માન મળતું જોઈ વિશેષ આનંદ થાય છે. વિશાલભાઈનું “ગુજરાતી પેડ” હું વર્ષોથી વાપરું છું. અને આ સંદેશો અણ એમના “પેડ” દ્વારાજ લખી રહ્યો છું. વિશાલભાઈનો “ગુજરાતી” સમાજ ઉપર તો ઘણો ઉપકાર છેજ, પણ ભારતની બીજી ૨૧ ભાષામાં પણ આજ “પેડ’ ઉપયોગી છે. આપણો ગુજરાતી સમાજ પણ કદરદાન છે તેવી પ્રતીતી આવા લોકો થકી થાય છે.. વિતંડાવાદથી દૂર રહીને કાર્ય કરનારા આવા મુ્ઠ્ઠીભર લોકો નવોદિતોમાં આશાનો સંચાર કરનારા સાબિત થાય છે. ભવિષ્યમાં, “વર્ડ પ્રેસ”ના સભ્યો જે બ્લોગ લખે છે, તે માટે જે અભિપ્રાય, પ્રતિભાવ અપાય તે માટે પણ જો તે બ્લોગમાંજ “ગુજરાતી” લખવાની સગવડ થાય તો તે બહુજ ઉપયોગી થશે.

    વિશાલભાઈને ફરીથી લાખ લાખ અભિનંદન.

    Like

  9. vkvora Atheist Rationalist સપ્ટેમ્બર 25, 2013 પર 6:54 પી એમ(PM)

    પ્રમુખ ટાઈપ પેડ, ટાઈપીંગ ઈન ઈન્ડીઅન લેન્ગવેજીસ ઈઝ સો ઈઝી !!!

    ખરેખર સહેલું છે.

    ગુજરાતી લખાંણ માટે અફલાતુન સગવડ

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.