વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 846 ) કવિ રમેશ પટેલ(આકાશદીપ) રચિત ગરબાવલિ …. ઓડિયો / વિડીયોમાં

     રમેશ પટેલ “આકાશ દીપ ”                                  રમેશ પટેલ- વિનોદ પટેલ 

ગરબો એ ગુજરાતની એક વૈશ્વિક પહેચાન છે, ગુજરાતના સંસ્કાર અને સંસ્કૃતિની ધરોહર છે. લોક હૃદયમાં ગુંજતી ભાવનાઓની અભિવ્યક્તિ છે.જ્યાં જ્યાં ગુજરાતી કુટુમ્બ વસે છે ત્યાં ત્યાં આ લોકકળા એની સાથેને સાથે વિચરે છે.નવરાત્રીના લોકોત્સવ પ્રસંગે ગુજરાતમાં કે દેશમાં જ નહિ પણ વિદેશોમાં પણ દરેક વ્યક્તિ, નાત-જાત, અમીર-ગરીબના કોઈ પણ જાતના ભેદ ભાવ વિના મન મુકીને ગરબે ઘૂમે છે અને એનો પોતિકો આનંદ માણે છે.વ્યક્તિ મટી સમષ્ટિ નો ભાગ બની જાય છે.

માતાજીના ગરબા એટલે એના માધ્યમથી પરમ શક્તિની ઉપાસના.ગરબો એટલે જ થનગનતા હૈયાઓનું પરમ શક્તિનું શરણું લેવા માટેનું એક લોકપ્રિય નજરાણું . 

આ સમગ્ર પ્રકૃતિને માના સ્વરુપે નીહાળીયે તો આ પૃથ્વી , ચન્દ્ર , સુર્ય , ગ્રહો, વગેરે જાણે કે મા ના ગરબા હોય એવું મનમાં ભાસે છે અને તારલીયાઓ જાણે કે માની આરતીના દીવડાઓ ના હોય તેવું લાગે છે. ગગનમાં સતત ઘુમતા આ બધા દિવ્ય જાજરમાન ગરબાઓ માના ઐશ્વર્યની, શક્તિ ક્ષમતાની પહેચાન કરાવે છે.એના બાળકોની સતત સંભાળ રાખતી આવી દિવ્ય માતાના વત્સલ્યની કીર્તિગાથા ગાયા કરે છે.

મારા કવિ મિત્ર શ્રી રમેશ પટેલ “આકાશ દીપ “ એ એમના વિવિધતા ધરાવતા કાવ્યોની સાથે સાથે સુંદર ગરબાઓનું સર્જન કર્યું છે જે એમના પ્રકાશિત પુસ્તકો  અને એમનાં કાવ્ય પુષ્પોથી મઘમઘતા બ્લોગ આકાશ દીપમાં જોવા મળે છે.

આવા ગરબાઓમાંથી નીચેના બે ગરબાઓની ઓડિયો/વિડીયો લીંક રમેશભાઈએ મને ઈ-મેલમાં મોકલી હતી એ મને ગમતાં એમના આભાર સાથે વાચકોનાં આસ્વાદ માટે આજની પોસ્ટમાં પ્રસ્તુત છે.

આ બે ગરબાના શબ્દો છે.

ઘૂમજો….ઘૂમજો ….રે….ગરબામાં ઘૂમજો— 

ઘૂમજો….ઘૂમજો ….રે….ગરબામાં ઘૂમજો

….રે નોરતાંની જામી છે રાત…ગરબામાં ઘૂમજો….ગરબામાં ઘૂમજો

 

લાલ ચટક રંગ છે

હૈયડે   ઉમંગ   છે

ઢમ ઢમ વાગ્યા છે ઢોલ…ગરબામાં ઘૂમ જો

ઘૂમજો….ઘૂમજો ….રે….ગરબામાં ઘૂમજો

 

હરખના  હીંચક    છે

ત્રણ તાલીના સાથ છે

સહિયર…ચીતરાવી છે રૂડી રે ભાત….ગરબામાં ઘૂમજો

ઘૂમજો….ઘૂમજો ….રે….ગરબામાં ઘૂમજો

 

માથે  રે   પાઘ   છે

મા અંબાનો વાઘ છે

…..રે મુખલડે મલકી છે રાત….ગરબામાં ઘૂમજો

ઘૂમજો….ઘૂમજો ….રે….ગરબામાં ઘૂમજો

 

ઝાંઝર ઝણકાર છે

રૂડા   શણગાર  છે

…..રે પાવાથી ઉતર્યા છે માત…ગરબામાં ઘૂમજો

ઘૂમજો….ઘૂમજો ….રે….ગરબામાં ઘૂમજો

દીવડાની હાર છે

કૂકડાની  જોડ છે

….રે મા બહુચરના માથે છે હાથ….ગરબામાં ઘૂમજો

ઘૂમજો….ઘૂમજો ….રે….ગરબામાં ઘૂમજો

ઝગમગતી જ્યોત છે

ગુલાલી  પોત   છે

….રે મા ઉમિયા ઘૂમે છે નોરતાની રાત…ગરબામાં ઘૂમજો

ઘૂમજો….ઘૂમજો ….રે….ગરબામાં ઘૂમજો

….રે નોરતાંની જામી છે રાત…ગરબામાં ઘૂમજો

ઘૂમજો….ઘૂમજો ….રે….ગરબામાં ઘૂમજો

…………………..

 

નવલાં નોરતાં  ને  નવલી છે રાત

ગરબે   ઘૂમે  આજ  ભવાની  માત

દઈ દઈ તાળી આજ ગાઓને રાજ

નવ નવ દેવીઓનાં દર્શનની રાત

 

આવ્યાં આવ્યાં માનાં નોરતાં રે લોલ

નવલે  નોરતે  ધબૂકિયાં   રે   ઢોલ

ઘૂમો ગરબે ને દો તાળી રે લોલ

કુમકુમ પગલે માડી પધારિયા રે લોલ…આવ્યાં આવ્યાં..

 

જામ્યા જામ્યા ગઢ પાવાએ તાલ

સૂણો  સૂણો  ઝાંઝરના   ઝણકાર

 

હોમ હવન ને ભક્તિના નાદ

માના દર્શને થયા સુખિયા રે લોલ…આવ્યાં આવ્યાં..

 

રમે  રમે લાલ કુકડાની જોડ

ચાચરના ચોકે મા બહુચરના બોલ

ઊડે ઊડે  લાલ  ગુલાલોની   છોળ

ગબ્બરે હીંચે માડી અંબિકા રે લોલ

ગઢ કાંગરે થી (૨) ટહુકિયા મોરલા રે લોલ …આવ્યાં આવ્યાં…

 

ચૂંદડીમાં ચમક્યા આભલા રે લોલ

મંગલ વરતે માને દીવડે રે લોલ

આવ્યાં આવ્યાં માનાં નોરતાં રે લોલ

નવલાં નોરતે ધબૂકિયાં રે ઢોલ…ધબૂકિયાં રે ઢોલ(૨)

 

રમેશભાઈએ એમના એક વિડીયોમાં આ બે ગરબાની  ઑડિયો લીંક ને પાશ્વસંગીતમાં મૂકી એક નવતર પ્રયોગ કર્યો છે.વિડીયોમાં રમેશભાઈ અને એમનાં ધર્મપત્ની એમની બે દોહીત્રીઓ સાથે એમના કરોનાના  નિવાસસ્થાન નજીકના બાળકોને રમવાના પાર્કમાં ખુલ્લી હવામાં કુદરતી વાતાવરણમાં વિહરે છે ,બાલિકાઓ સાથે રમે છે અને ઓડિયોમાં આ બે ગરબા સુંદર સ્વરમાં ગવાતા જાય છે .

રમેશભાઈને વિડીયોમાં નિહાળવા અને બે સુંદર ગરબાઓના શબ્દ, સંગીત અને સુર નો આનદ લેવા માટે નીચેના ચિત્ર પર ક્લિક કરશો.  

Ramesh-Garba-3

સૌજન્ય-શ્રી ચીરાગ પટેલ(મહિસા) અને મેનકા કે. પટેલ(આણંદ)

સંગીત-શ્રી રાજુભાઈ રાઠોડ/ શ્રી બલદેવ ચૌહાણ-માસ્ટર રેકોર્ડીંગ સ્ટુડીઓ(આણંદ)

ગાયક બેલડી..શ્રી ગીરીભાઈ અને સુશ્રી જીજ્ઞા પંડ્યા અને વૃન્દ.

 

4 responses to “( 846 ) કવિ રમેશ પટેલ(આકાશદીપ) રચિત ગરબાવલિ …. ઓડિયો / વિડીયોમાં

  1. Ramesh Patel ફેબ્રુવારી 8, 2016 પર 12:10 પી એમ(PM)

    આદરણીયશ્રી વિનોદભાઈ

    આપના સૌજન્ય બદલ આનંદ સહ આભાર.બ્લોગ પોષ્ટ દ્વારા અમારા નવલા સંગીત મઢ્યા ગરબાને સૌ મિત્રો સાથે સહભાગી થવાનું આપે , અમને ગૌરવ ભેટ દઈ દીધું…ચીનના નવા વર્ષના શુભારંભે, નેટ જગત થકી, વિશ્વસ્તરીય આપની આ શુભેચ્છા માટે ખૂબ ખૂબ આભાર. મિત્રો ,ગરબા કેવા લાગ્યા?..કહેજો.

    સાદર

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  2. pragnaju ફેબ્રુવારી 8, 2016 પર 3:03 પી એમ(PM)

    નવલા સંગીત મઢ્યા ગરબા

    Like

  3. Vimala Gohil ફેબ્રુવારી 9, 2016 પર 11:42 એ એમ (AM)

    “ગરબા કેવા લાગ્યા?”!!!!પુછો છો?!!
    અરે!, મોજ પડી ગઈ મોજ.

    Like

  4. Ramesh Patel ફેબ્રુવારી 9, 2016 પર 11:44 એ એમ (AM)

    A comment by my Daughter Sweta….
    ……………….
    Nice work!! Thank you Chirag and Menka

    Pappa, very good Garba

    Sweta

    Sent from my iPhone
    ……………….
    Thanks to all….sweta ..This vedio is recorded by you…hence a special thank to you..Enjoying our memberable moments.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.