વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(58) ભગવદ ગીતાનો દિવ્ય સંદેશ સંક્ષેપમાં – મૂળ અંગ્રેજી ઉપરથી કાવ્યાનુવાદ

 

ગીતા તમામ વેદો અને ઉપનિષદોનો સાર છે.સમગ્ર મહાભારતનું નવનીત મહર્ષિ વેદ વ્યાસે ગીતાના કુલ સાતસો શ્લોકો દ્વારા અર્જુનને નિમિત્ત બનાવીને વિશ્વને પીરસ્યું છે.ગીતા એ જીવન યોગ છે.જીવનના મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ ગીતાના સંદેશમાંથી મળી રહે છે.જીવન કેમ જીવવું એની કળા ગીતા આપણને શીખવે છે.

દરેક મનુષ્યની અંદર એક શંકાશીલ અર્જુન છુપાઈને બેઠેલો હોય છે.જ્યારે અર્જુન તત્વમાં યોગેશ્વર કૃષ્ણનું તત્વ ભળે એટલે જે જીવન સંગીતનું ગાન પ્રગટે એ જ ગીતા.કુરુક્ષેત્રના મેદાનની વચ્ચે રથ ઉભો રાખીને સારથી બનેલા શ્રી કૃષ્ણે સખા અર્જુનની શંકાઓનું નિવારણ કરતાં કરતાં અર્જુનને નિમિત્ત બનાવીને વિશ્વની માનવ જાતને જીવન જીવવા માટેની કળા માટેનો એક અણમોલ અને પ્રેરક સંદેશ આપ્યો છે.આવી રત્નાકર જેવી ગીતાની અંદર ડૂબકી મારી ઊંડેથી રત્નો પ્રાપ્ત કરીને એનું ગાન કરીએ અને જીવન સંગીત પ્રગટાવીએ.     

શ્રીમદ ભગવદ ગીતા ઉપર આજ દિન સુધીમાં એનો અર્થ અને ભાવ સમજાવતાં ઘણાં ભાષ્યો,નિબંધો અને પુસ્તકો લખાયા છે અને પ્રવચનો થયાં છે અને થતાં રહેશે.સામાન્ય માણસ માટે આ બધું વિવેચન વાંચવું અને સમજવું સહેલું નથી. એટલા માટે ગીતાના મુખ્ય સંદેશનો સાર આપવાના પ્રયત્ન અવારનવાર થતા જોવા મળે છે.શ્રી રામ કૃષ્ણ પરમહંસે તો આવા પ્રયત્નની હદ કરતાં કહ્યું છે કે “ગીતા શબ્દના અક્ષરો ઉલટાવો એટલે તાગી-એટલે કે ત્યાગી થઇ જાય,ત્યાગ કરતાં શીખો એટલે તમારી ઉન્નતી થઇ જશે.ગીતામાં જે લખ્યું એ આમાં આવી ગયું.”

થોડા દિવસ પહેલાં કોઈએ અંગ્રેજીમાં કરેલ ગીતાના સાર રૂપ લેખ મારા વાંચવામાં આવ્યો.મને એ વાંચતા જ મનને જચી ગયો.આ લેખનો ગુજરાતીમાં કાવ્યાત્મક અનુવાદ કર્યો હોય તો કેવું એવો મનમાં વિચાર આવ્યો.

આ વિચારની પરિપૂર્તિ રૂપે આ મૂળ અંગ્રેજી લેખનો ભાવ કાયમ રાખી આજની પોસ્ટમાં એનો ગુજરાતી કાવ્યમાં અનુવાદ કરવાનો મેં પ્રયત્ન કર્યો છે.ગુજરાતી કાવ્ય-અનુવાદની નીચે મૂળ અંગ્રેજી લેખ પણ મુક્યો છે એને પણ વાચકો વાંચી શકશે.મને આશા છે મારો આ કાવ્યાનુવાદનો આ પ્રથમ પ્રયત્ન આપને ગમશે.

   સાન ડીયેગો                                                                                                               વિનોદ આર.પટેલ

_____________________________________________________________

 શ્રીમદ ભગવદ ગીતાનો સંદેશ સંક્ષેપમાં

 

ચિંતા માથે લઇ કેમ વ્યર્થ ફરી રહ્યો છે તું. 

 

કોની લાગી રહી છે બીક બિન કારણ તને. 

 

કોઈ તને મારી નાખશે એવી બીક છે તને? 

 

આત્મા નથી મરતો કે નથી જન્મ લેતો કદી.  

 

ભૂતકાળે જે થયું એ બધું થયું સારા માટે  

 

જે બની રહ્યું વર્તમાને એ છે સારા માટે  

 

જે થશે ભાવિમાં પણ હશે એ સારા જ માટે  

 

બન્યું જે ભૂતકાળે એનો અફસોસ કરવો નહીં  

 

ભાવિની ચિંતા કરવાની પણ તારે શી જરૂર?

 

વર્તમાને થઇ રહ્યું જે એનું જ તું રાખ ધ્યાન. 

 

શું ગુમાવ્યું છે તેં કે રડી રહ્યો છું તું. 

 

શું લાવ્યો હતો સાથે જે છે તેં ગુમાવ્યું હવે, 

 

શું પેદા કર્યું જે નાશ પામ્યું એમ માની રહ્યો  

 

ખાલી હાથે જ આવ્યો તું જગમાં હતો 

 

જે કંઇ છે બધું તારી પાસે, પ્રાપ્ત કર્યું છે અહીં. 

 

દાન જે કર્યું એ બધું, અહીંથી જ તો છે આપ્યું  

 

તારું પ્રાપ્ત કર્યું એ બધું પરમેશ્વરની દેન છે 

 

જે તેં આપ્યું હશે એ, એને જ અર્પણ છે બધું. 

 

ખાલી જ હાથે આવ્યો હતો જગમાં તું  

 

ખાલી હાથે જ વિદાય થવાનો છે તું. 

 

જે કંઇ આજ છે તારું,કાલે કોઈ અન્યનું હતું  

 

થાશે એ બીજાનું આવતી કાલે અને પછી. 

 

બધું તારું જ છે એમ વ્યર્થ મનમાં રાચી રહ્યો  

 

સુખના જુઠ્ઠા ખ્યાલો તારી ચિંતાઓનું મૂળ છે. 

 

જે પ્રાપ્ત થયું વિશ્વે,પ્રભુ એ જ આપ્યું છે તને  

 

જે તેં આપ્યું એ બધું,પ્રભુ ને જ અર્પણ છે કર્યું. 

 

ખાલી હાથે આવ્યો હતો,જવાનો છે ખાલી હાથે. 

 

પરિવર્તન એ જ જગતનો અચલ નિયમ છે  

 

માને છે તું મોત જેને,વાસ્તવમાં એક જીવન છે. 

 

એક ક્ષણે ભલે બને તું લાખોપતિ કે કરોડપતિ 

 

બીજી ક્ષણે પડવાનો છે તું ગરીબાઈની ખીણમાં. 

 

મારું, તારું,મોટું,નાનું, વ્યર્થ છે એ ખ્યાલો બધા 

 

ભૂસી જ નાખ એ ખ્યાલો તારા મનમાંથી સદા 

 

એમ માને તો,બધું છે તારું,ને તું બધાનો પછી. 

 

આ દેહ તારો જે કહે છે એ તારો કદી છે જ નહીં 

 

અને “તું” છે એમ કહે છે,એ તારો દેહ કદી નથી. 

 

દેહ બન્યો અગ્નિ,પાણી,હવા,જમીન અને આકાશથી 

 

દેહ જ્યારે પડશે ત્યારે આ પંચ તત્વમાં જશે ભળી. 

 

કિન્તુ આત્મા અવિનાશી છે , તો પછી “તું” કોણ છું ? 

 

સમજી આ સત્યને,ન્યોછાવર કર પ્રભુને તારી જાતને 

 

અંતેતો એ જ છે એક વિભૂતિ જે વિશ્વાસને પાત્ર છે. 

 

પ્રભુની અપાર કૃપા અને સહાયની જે લોકોને જાણ છે 

 

શોક, ભય અને ચિંતાઓથી તેઓ,સદાને માટે મુક્ત છે. 

 

જે કરે તું એ બધું,કર પ્રભુચરણે અર્પણ ધરવાને કાજ  

 

જો પછી કેવી સદાને માટે—-  

 

આનંદ અને જીવન-મુક્તિની અજબ અનુભૂતિ થાય છે .

 

કાવ્યાનુવાદ – વિનોદ આર. પટેલ  

 

BHAGAVAD GITA SUMMARY

– Why do you worry without cause? whom

do you fear without reason? Who can kill 

you? The soul is neither born, nor does it

die.

– Whatever happened, happened for the

good; whatever is happening, is happenng

for the good; whatever will happen, will

also happen for the good only.

You need not have any regrets for the

past. You need not worry for the future

The present is happening…

– What did you lose that you cry about?

What did you bring with you, which you

think you have lost?

what did you produce, which you think got

destroyed?You did not bring anything

-whatever you have, you received from

here.

Whatever you have given, you have given

only here. Whatever you took, you took

from God. Whatever you gave, you gave

to Him. You came empty handed, you will

leave empty handed.

What is yours today, belonged to someone

else yesterday, and will belong to

someone else the day after tomorrow. You

are mistakenly enjoying the thought that

this is yours. It is this false happiness that

is the cause of your sorrows.

– Whatever you took, you took from God.

Whatever you gave, you gave to him. You

came empty handed, you will leave empty

handed.

– Change is the law of the universe. What

you think of as death, is indeed life.

In one instance you can be a millionaire,

and in the other instance you can be

steeped in poverty.

Yours and mine, big and small – erase

these ideas from your mind.

Then everything is yours and you belong to

everyone. This body is not yours, neither

are you of the body. The body is made of

fire, water, air, earth and ether, and will

disappear into these elements. But the

soul is permanent – so who are you?

– Dedicate your being to God. He is the one

to be ultimately relied upon. Those who

know of his support are forever free from

fear, worry and sorrow.

– Whatever you do, do it as a dedication to

God. This will bring you the tremendous

experience of joy and life-freedom for

ever.

________________________________

 ધર્મ સંકટ આવે ત્યારે ,ગીતાનું શરણ

મને તો કોઈ સંકટ આવે,એટલે હું ગીતા માતાનું શરણ લઉં છું અને શરણાગત મને એણે સદાય પથદર્શન કર્યું છે.ગીતામૃત પાન કરવું હોય ,તો ગીતાપાઠ શ્રદ્ધાપૂર્વક કરવો જોઈએ.ગીતામાના ખોળામાં જે માથું રાખે એ કદાપી નિરાશ ન થાય અને એ પરમાનંદનો ભોક્તા બને.ગીતા એના ભક્તને ક્ષણે ક્ષણે નવ જ્ઞાન, આશા, અને શક્તિ આપે છે.નિત્ય પ્રભાતના પ્રહરમાં ગીતા તમે વાંચી જુઓ અને એનો ચમત્કાર પોતે અનુભવો.શાસ્ત્રાલાપની વચ્ચે ગીતા એક શાત્ર નથી પણ એતો શાસ્ત્ર માત્રનું દોહન છે.અને હું તો એમ પણ કહેવાની હિમ્મત કરું છું કે,ગીતાર્થ ગ્રાહીને બીજાં શાસ્ત્ર વાંચવાનું કોઈ પ્રયોજન નથી.

                                                                                                     —મહાત્મા ગાંધીજી  

ગીતા સાથે સરખાવતાં જગતનું હાલનું બીજું બધું જ્ઞાન મને તુચ્છ જણાય છે.પ્રાચીન યુગની સર્વ સ્મરણીય વસ્તુઓમાં ભગવદ ગીતાથી શ્રેષ્ઠ કોઈપણ વસ્તુ નથી. હું રોજ પ્રાતઃકાળે મારા હૃદય અને બુદ્ધિને ગીતારૂપી પવિત્ર જળમાં સ્નાન કરાવું છું.

                                                                                                                —મહાત્મા થોરો

_______________________________________________

धृतो न योगो ममता हता न समताहृता

न च जिग्नासितम तत्वम गतं जन्म निरर्थकम

અર્થ – જીવનમાં જેણે યોગ ધારણ કર્યો નહી અને મમતા છોડી નહીં ,

સમતા પ્રાપ્ત કરી નહીં અને જેણે જીવનમાં તત્વની જીજ્ઞાશા પણ

થઇ નહીં, તેનો મનુષ્ય જન્મ નિરર્થક ગયો.

____________________________________________________________

11 responses to “(58) ભગવદ ગીતાનો દિવ્ય સંદેશ સંક્ષેપમાં – મૂળ અંગ્રેજી ઉપરથી કાવ્યાનુવાદ

  1. pragnaju જૂન 10, 2012 પર 6:14 એ એમ (AM)

    હિન્દુ ધર્મ યુગે યુગે ભગવત ગીતા અને ઉપનિષદની કવિતામાંથી નવો અવતાર પામે છે. જો સંયુક્ત કુટુંબ રહેશે તો જ આ ગીતા-ઉપનિષદના થોડાક શ્લોકો પણ ૨૧મી સદીનાં બાળકોને કંઠસ્થ રહેશે. કાકા કાલેલકર કહી ગયા છે કે માણસે માત્ર વ્યક્તિગત સ્વાર્થમાં પોતાનું જીવન વેડફવું ન જોઈએ.
    જે સમાજમાં ઉછરીને સમાજનો લાભ લીધો છે તે તમામ સગાં, પાડોશીઓનું ઋણ ચઢેલું છે. પશ્ચિમના લોકો પાસે ગીતા નથી. ગીતા માત્ર કુટુંબવત્સલતા જ નહીં આ સૃષ્ટિનાં તમામ પશુપક્ષી, કીટ-પતંગિયા જેવા સૂક્ષ્મ જંતુ પ્રત્યે પ્રેમભાવ-દયાભાવ રાખવા કહે છે. આ ધર્મ જૈનો સૌથી વધુ પાળે છે તેથી ધનિક છે.

    Like

  2. Vinod R. Patel જૂન 10, 2012 પર 8:37 એ એમ (AM)

    This is from the e-mail received from a friend from Houston,Mr.Hasmukh Doshi

    Vinodbhai:

    Good effort in putting in poem form. Who is the author who have summarized in

    English? M. K. Gandhi’s Gita have called the title ” Anasakati Yog” which is

    very appropriate. Thanks and Best Regards.

    Hasmukhbhai,

    Thank you for your comments.The english version was received by an e-mail

    from a friend like you,without mention of the author.–Vinodbhai

    Like

  3. dhavalrajgeera જૂન 11, 2012 પર 2:22 એ એમ (AM)

    ચિંતા માથે લઇ કેમ વ્યર્થ ફરી રહ્યો છે તું ?

    Like it is said….

    ” જીવનમાં જેણે યોગ ધારણ કર્યો નહી

    મમતા છોડી નહીં ,

    સમતા પ્રાપ્ત કરી નહીં,

    જેણે જીવનમાં તત્વની જીજ્ઞાશા પણ થઇ નહીં,

    તેનો મનુષ્ય જન્મ નિરર્થક ગયો……

    Tulsidal

    Dhavalrajgeera

    http://www.bpaindia.org

    Like

  4. Vinod R. Patel જૂન 11, 2012 પર 4:01 પી એમ(PM)

    From E-mail from Shri Himatlal Joshi (Ataai)

    ગીતા તારા જ્ઞાન થી પામર પડછંદ થયો
    ઉદાસીન અર્જુન પણ મેદાન મારી ગયો
    Ataai
    ~sacha hai dost hagiz juta ho nahi sakta
    jal jaega sona firbhi kaalaa ho nahi sakta
    Teachers open door, But you must enter by yourself.

    Like

  5. aataawaani ડિસેમ્બર 19, 2012 પર 5:52 એ એમ (AM)

    પ્રિય વિનોદભાઈ

    તમે ગીતાના અંગ્રેઝી લખાણ નો અનુવાદ કાવ્ય મય કર્યો એ મને ઘણું ગમ્યું . તમારો ઘણો આભાર

    Like

  6. Prashant ડિસેમ્બર 21, 2012 પર 8:18 એ એમ (AM)

    વિનોદ દાદા અંગ્રેજી કાવ્ય નો એક્દમ સુવ્યવસ્થિત અનુવાદ ….. અનુવાદન ચોક્કાસાય માગી લે એવો વિષય છે ….

    ભગવદ ગીતા જન્મી છે ભારત માં પણ હું માનું ત્યાં સુધી એનો અન્ય દેશો માં ખુબ જ સરસ રીતે પાલન થયુ છે …. મહાન તત્વ ચિંતક થોરો તથા આલબર્ટ આઈનસ્ટાઈન જેવા અનેક મહાન પુરુષો એ જીવન માં ઉતારી છે ….તથા એ બ્રિટન જેવા દેશ ના બંધારણ ના પાયા માં રહેલી છે ….. પરંતુ ભગવદ ગીતા ની જન્મ ભૂમિ – આપના દેશ ની પ્રજા ની કરુણતા એ છે કે હજુ પણ આપને એને ભગવા વસ્ત્રો પેહરાવી રાખ્યા છે ને દીવા અગરબત્તી થી આગળ લાવ્યા નથી …

    આશા રાખીએ કે આપનો આ સરસ ભગવદ ગીતા માટે નો લેખ વાંચી ને એનું ફરી થી કોઈના જીવન કે ઘર માં પુનઃજન્મ થાય ….

    આહિયા હું એક link મુકું છે કે જેમાં કેટલાક મહાન વ્યક્તિઓ ના ભગવદ ગીતા પ્રત્યે ના પ્રતિભાવો રજુ કર્યા છે ….રખે ને કોઈને એ વાંચી ને ગીતા વાંચવાની ઈચ્છા થઇ જાય તો …આ લેખનું તથા દાદા આપનું કર્મ ફળ્યું કેહવાય …..

    http://hinduism.about.com/od/thegita/a/famousquotes.htm

    ને અંતે :

    न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते। (8-34)

    ભાવાર્થ :- આ સૃષ્ટી માં જ્ઞાન થી પવિત્ર બીજું કઈ નથી ..

    -ભગવદ ગીતા

    Like

  7. જગદીશ એમ રાવળ ફેબ્રુવારી 13, 2013 પર 4:13 એ એમ (AM)

    The best philosophy of the world is THE BHAGAVAD GEETA
    we learn live life after the death

    Like

  8. P.K.Davda જાન્યુઆરી 4, 2016 પર 11:18 એ એમ (AM)

    સરસ અનુવાદ કર્યો છે.

    Like

  9. aataawaani ડિસેમ્બર 13, 2016 પર 6:49 એ એમ (AM)

    ગીતાનો કાવ્યાનુવાદ ગમ્યો .
    તમને ધન્ય વાળ વ્હાલા વિનોદ ભાઈ

    Like

  10. aataawaani ડિસેમ્બર 21, 2016 પર 6:21 પી એમ(PM)

    ગીતા નો અનુવાદ મને ગમ્યો .

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.