વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

અમેરિકા તરફના લોકોના આકર્ષણનું શું છે રહસ્ય ? લેખક- વિનોદ આર. પટેલ

દુનિયાના લગભગ બસો દેશોમાંથી દરેક ધર્મના લોકો અમેરિકામાં આવીને વસ્યા છે, એટલે તો અમેરિકાને વસાહતીઓનો દેશ કહેવામાં આવે છે.આ દરેક વસાહતીને પોતાનો ધર્મ અને પોતાની સંસ્કૃતિ પ્રમાણે, અહીના નિયમોનું પાલન કરીને રહેવાની છૂટ છે,અમેરિકા એક મેલ્ટિંગ પોટ સમાન છે જેમાં વિવિધ દેશની સંસ્કૃતિ, નીતિનિયમો અને સામાજિક સંસ્કારો ઓગળી જઈને એક નવી જ વૈશ્વિક અમેરિકન સંસ્કૃતિનું નિર્માણ  થયું છે .અમેરિકાએ એના ફક્ત ૨૩૫ વર્ષના ઇતિહાસમાં અજબ પ્રગતી સાધીને વિશ્વના ઇતિહાસમાં એક સમૃદ્ધ સુપર પાવર તરીકે ઉભરી આવ્યું છે.દુનિયાના મોટા ભાગના દેશોમાં એક યા બીજા સ્વરૂપે અમેરિકાની હાજરી છતી થાય છે.અમેરિકાની સમૃદ્ધિના પાયામાં એના  સ્વાતંત્ર્યનું ઘોષણા પત્ર છે જે અનુસાર આ દેશમાં  રહેતી દરેક વ્યક્તિને ઈશ્વર બક્ષેલ સુખની પ્રાપ્તિની શોધ (pursuit of happiness )નો હક્ક મંજુર કરેલો છે.આવા આ મોહક દેશ અમેરિકા આવવા માટે લોકો શા કારણથી આકર્ષાય છે એનાં અનેક કારણો છે.એમાંનાં કેટલાંક મુખ્ય કારણો અંગે મારો એક લેખ અમદાવાદથી પ્રકાશિત ધરતી માસિકના અપ્રિલ ૨૦૧૧ના અંકમાં છપાયો હતો .

આ લેખને તમે અહીં નીચેની લીંક પર વાંચી શકશો.

 અમેરિકા તરફના લોકોના આકર્ષણનું શું છે રહસ્ય ?  -લેખક -વિનોદ પટેલ 

મારા ઉપરના લેખના છેલ્લા ફકરામાં મેં જણાવ્યું છે એ પ્રમાણે અમેરિકાની ઘણી ખૂબીઓની સાથે  સામાજિક દ્રષ્ટીએ જોઈએ તો કેટલીક ખામીઓ પણ છે.આમાંની કેટલીક નજરે દેખાતી ત્રુટીઓ વિષે  વિચારીએ.ભારતથી અમેરિકા ફરવા આવતા ઘણા લેખકો પાછા જાય ત્યારે અમેરિકા વિષે અંજાઈ જઈને અમેરિકા કેટલું અદભુત છે જ્યારે આપણે અહીં ભારતમાં ….” એમ રોદણાં રડે છે.અમેરિકાની થુલીનો પણ કંસાર કરીને તેઓ અનજાન લોકોને પીરસીને પોરસાય છે. તેઓ અહીં વધારે રહે તો જ એમને અમેરિકાની બીજી બાજુની પણ પ્રતીતિ થાય .અમેરિકાના વર્તમાન પત્રો અને ઈલેક્ટ્રોનિક માધ્યમો અમેરિકન સમાજનું દર્પણ છે.એમાં જે સમાચારો આવે છે એ ગોળીબાર,ડ્રગ,ખુલ્લો વ્યભિચાર અને નષ્ટ થતી જતી કુટુંબ વ્યવસ્થા અને એના પ્રશ્નોથી  ભરપુર હોય છે.અમેરિકનો વાતવાતમાં કહેતા હોય છે કે “ધીસ ઇઝ એ ફ્રી કન્ટ્રી” પરંતુ સ્વતંત્રતાના નામે સ્વછંદતા અને નિરંકુશ વ્યવહાર પણ જોવા મળતો હોય છે.

અમેરિકનો સ્પર્ધામાં ઉતર્યા હોય એમ ડોલર માટેની ઉંદર દોડમાં ભાગમભાગ કરતા હોય છે અને એમની જીવનશૈલી ઉપરનો કાબુ ગુમાવે છે.આદમીનો પર્યાય અહીં ડોલર છે .માણસની બાહ્ય સમૃદ્ધિ એમને અંદરથી સમૃધ નથી બનાવતી.એટલે તો અમેરિકાનો મનની શાંતિ મેળવવા યોગ શીખવાડતી દુકાનોમાં ગીર્દી કરતાં હોય છે.અમેરિકામાં કુટુંબ વ્યવસ્થાના ઘણા પ્રશ્નો હોય છે.દુનિયામાં સૌથી વધારે સિંગલ પેરેન્ટ્સ અમેરિકામાં છે.રોજ જેટલાં બાળકો જન્મે છે એમાંનાં ચોથા ભાગનાં  બાળકોનો ઉછેર સિંગલ પેરન્ટ કરે છે.અહીં બાળકો પ્રેમનાં ભૂખ્યાં હોય છે .એ ન મળવાના પરિણામે બાળ ગુનેગારો ડ્રગનો આસરો લે છે અને ગેંગમાં  જોડાઈને ખુનના ગુના કરતાં હોય છે..દરેક માં-બાપને બાળક હોય છે પરંતુ દરેક બાળકને મા-બાપ નથી હોતાં , એ અહીં જોવા મળે છે. ભારત જેવી કુટુંબની હુંફ ઓછી જોવા જોવા મળે છે..અમેરિકામાં દર ત્રણ લગ્નમાંથી પચીસ વર્ષ સુધીમાં એક લગ્ન ટકે  છે જ્યારે બે લગ્ન છૂટાછેડામાં પરિણમે છે  એવું સમાજ શાસ્ત્રીઓનું તારણ છે.વિસરાતા જતાં જીવન મૂલ્યો એ અમેરિકાનો તાતો પ્રશ્ન છે.

અમેરિકા એક માયા નગરી છે. અનેક વિરોધાભાસોનો દેશ છે. જાહેર સ્થળોએ ધુમ્રપાનની સખ્ત મનાઈ પણ બંદુક લઈને બધે ફરવાની છૂટ.,અરે વિદ્યાર્થીઓ પણ ગન સાથે સ્કુલમાં જઈને શિક્ષક ઉપર ગોળીબાર કરવાના ગુનામાં પકડાય છે.!અહીં બધું ઔપચારિક છે.મહત્વાકાંક્ષા અને સ્પર્ધાને લીધે અમેરિકન સમાજ તમોને હાઈ-એચીવર જરૂર બનાવે છે પરંતુ એની સાથે માણસ માણસ વચ્ચેનો ભાવાત્મક સંબંધ ઘટતો જાય છે. ભારતની અને અમેરિકાની (પશ્ચિમની ) સંસ્કૃતિ ભિન્ન છે અને રહેવાની છે.ભારતે અમેરિકાની આંધળી નકલ કરવાની જરૂર નથી.અમેરિકાએ આર્થિક પ્રગતી કરવા માટે જે સારા ગુણો અપનાવીને આગળ વધ્યો છે એની ભારતે નકલ કરવી જોઈએ.એવી જ રીતે ભારતીય સંસ્કૃતીમાંથી અમેરિકાએ પણ ઘણું શીખવા જેવું છે અને એનો અમલ કરવાં જેવું છે..

છેલ્લે.,ગઝલકાર આદમ ટંકારવીના અમેરિકા અંગેના પુસ્તક “અમેરિકા રંગ ડોલરિયો” ના અંતે એમણે અમેરિકાના એમના અનુભવોને આધારિત કેટલીક સુંદર ગઝલો લખી છે એમાંથી કેટલા   અંશો એમના આભાર સાથે નીચે રજુ કરું છું,

પાસ છે તે પણ ન પાસ છે

આ અમેરિકા વિરોધાભાસ છે

ક્યાં ઠરીને બેસવાનું ભાગ્યમાં

આ અમેરિકાનો અધ્ધર શ્વાસ છે

એને અડકીને તું સોનું થઇ ગયો,

દોસ્ત,તારો દેશ પણ મિડાસ છે.

ઉપર ઉપરથી બધું ચકચકિત

કિન્તુ અંદરથી બધું બિસ્માર છે

એમની આંખોમાં ઉમળકો નથી

ને અહીં મારો હરખ માતો નથી

જ્યાં જુઓ ત્યાં બધે વન-વે જ  છે

ને નીકળવાનો કોઈ રસ્તો નથી

અહીનો પીઝા કે વતનનો રોટલો

એ બધી ચર્ચા હવે બેકાર છે

મારું હાળું એ જ સમજાતું નથી

આપણી આ જીત છે કે હાર છે.  

કોઈ કહે :માથાનો દુખાવો છે તું

કોઈ કહે : તું બામ છે અમેરિકા

દોડીને તને ભેટવામાં જોખમ છે

દુરથી તને પ્રણામ છે અમેરિકા!

જાણીતા હાસ્ય લેખક સ્વ.બકુલ ત્રિપાઠીએ સુંદર શબ્દોમાં લખ્યું છે કે- ”જોતા ખૂટે નહીં એટલું છે અમેરિકામાં.અહીં બધું છે પણ ભારત દેશ નથી .ક્યાં છે અહીં દાળના સબડકા અને તળાતાં ભજીયાંની સુગંધ, ક્યાં છે અહીં લોકો.લોકો,વાતો વાતો ,ટોળાં ટોળાં , કેમ છો ? સારું છે ,હળવું,મળવું,પંચાતો કરવી,સામાની આંખમાં મળ્યાનો ઉલ્લાસ ,પ્રેમની ચમક,છલકાતા ઉભરાતા સ્નેહ સાથે જીવવું ,એક બીજા વિના રહેવાય નહિ,જીવાય નહિ ,જીવી શકાય નહિ એવું જીવવું ….  એનું નામ ભારત.

કોણ ચઢે સંસ્કારમાં ,સંસ્કૃતિમાં ? અમેરિકા કે ભારત ?

આવું પ્રેમાળ ભારત છોડીને શા માટે બધા એ એકલવાયા અમેરિકા જવા ચાહે છે ?

અને અમેરિકાની મબલખ સમૃદ્ધિમાં ખુશખુશાલ છે એમને ય ત્યાં કેમ અચાનક ભારતની યાદે છાતીમાં સણકો ઉઠી આવે છે ?

શું સારું ? ભારત કે અમેરિકા ?

સદા અનુત્તર રહેવા સર્જાએલા છે આ પ્રશ્નો !”

21 responses to “અમેરિકા તરફના લોકોના આકર્ષણનું શું છે રહસ્ય ? લેખક- વિનોદ આર. પટેલ

  1. પરાર્થે સમર્પણ ડિસેમ્બર 13, 2011 પર 12:59 પી એમ(PM)

    આદરણીય શ્રી વિનોદભાઈ,
    અમેરિકાની મોહમાયાની છત્ર છાયામાં વિકસતી મનોવૃત્તિનું સચોટ
    નિરૂપણ આપના લેખમાં છલકે છે. સુંદર વિચારવંત કરી દે તેવી
    છણાવટ .
    ” મેળવ્યા વિઝા ને ખાધા પીઝા”
    “પીધી કોક ને મેલી છે પોક ”
    “પીવે બીયર તોજ પડે ગીયર”
    આ અમેરિકાનું વરવું સત્ય છે.

    Like

  2. સુરેશ જાની ડિસેમ્બર 13, 2011 પર 3:04 પી એમ(PM)

    એક બીજા વિના રહેવાય નહિ,જીવાય નહિ ,જીવી શકાય નહિ એવું જીવવું …. એનું નામ ભારત.
    ——————
    Old talk. 2011 India is not that. It is neither US nor India.
    US is melting pot. India is hotch potch .

    Like

  3. Vinod R. Patel ડિસેમ્બર 13, 2011 પર 3:19 પી એમ(PM)

    સુરેશભાઈ,
    આ બકુલ ત્રિપાઠીનું અવતરણ છે અને એમના વિચારો એમનાં વખતની પરીસ્થિતિ અંગે હશે.
    હાલ સ્થિતિ બદલાઈ છે એ સંજોગોમાં તમારી કોમેન્ટ સાચી હોઈ શકે.

    Like

  4. Rajul Shah ડિસેમ્બર 14, 2011 પર 12:25 એ એમ (AM)

    દરેક બાબતમાં સિક્કાની બે બાજુ હોય જ છે. કોના હાથમાં સિક્કાની કઈ બાજુ પડી છે એની પર આધાર છે.
    લેખમાં વિચારોની અભિવ્યક્તિ ગમી.

    Like

  5. nabhakashdeep ડિસેમ્બર 14, 2011 પર 5:27 પી એમ(PM)

    શ્રી વિનોદભાઈ
    અનુભવને આધારે જાણેલા અને માણેલા અમેરિકાની વાત અને ભારતની
    પરંપરા આપે સરસ રીતે આલેખી છે. પશ્ચિમના વાયરા હવે ભારતમાં
    પણ વહેવા લાગ્યા છે. નવો જમાનો પૈસાને પરમેશ્વર માને છે અને
    મહામૂલી જીંદગી સસ્તી થતી જાય છે.
    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    • Vinod R. Patel ડિસેમ્બર 15, 2011 પર 4:33 એ એમ (AM)

      શ્રી રમેશભાઈ,
      આપના પ્રતિભાવ માટે આપનો આભાર.
      હા,ભારતમાં પશ્ચિમની સસ્કૃતીની સમજ્યા વગરની નકલ થવા માડી છે.
      આપણાં પાયાના મુલ્યો વિસરાવા લાગ્યા છે.ધોબીનો કુતરો નહી ઘરનો કે ઘાટનો એવી
      સ્થિતિ થઇ છે.

      Like

  6. ushapatel ડિસેમ્બર 15, 2011 પર 12:47 એ એમ (AM)

    વિનોદભાઈ સરસ માહિતી બદલ આભાર..હજી મેં ક્યારેય અમેરિકાની મુલાકાત નથી લીધી..પણ હું એવું અવશ્ય સમજું છું કે ઈંસાનને ભગવાને ત્રણ ચીજ આપીને માલામાલ કરી દીધો છે…એ ખરેખર સાર્થક જ છે…તે છે હૈયુ..મષ્તક…અને હાથ…આ ત્રણ જેની પાસે છે તે માલામાલ છે તે પછી ભારત હોય કે અમેરિકા…અને એમાંથી જો હૈયાની જ બાદબાકી થઈ જાય તો પછે બાકી કશું જ રહેતું નથી..પૈસો મોંઘામાં મોંઘી પથારી ખરીદી શકે…નીંદ્રા નહિં…ભૌતિક સુવિધાઓ મેળવી શકાય.. પણ જે સુખ સંતોષમાં છે..તે તમામ સાધનોની ઉપલબ્ધિથી મેળવી શકાતી નથી…ભારત ભલે આર્થિક સમૃદ્ધિમાં પાછ્ળ હોય..પણ તે સંસ્કૃતિનો વારસાથી આજે પણ ગર્વથી ઉન્નત છે..મેરા ભારત સબસે મહાન હૈ.. એનો ગર્વ દરેક હિન્દુસ્તાની અવશ્ય હોવો જોઈએ..જે અમેરિકામાં છે તે ભારતમાં નથી અને જે ભારતમાં છે તે અમેરિકામાં નથી…દરેક્ની આગવી વિશેષતા હોય છે..ખરુંને?

    Like

    • Vinod Patel ડિસેમ્બર 18, 2011 પર 10:34 એ એમ (AM)

      આપની વાત બરાબર છે.ભારતની સંસ્કૃતિ અને ઈતિહાસ હજારો વર્ષ જુનો છે.
      અમેરિકાનો ઈતિહાસ ફક્ત ૨૫૦ વર્ષ જેટલો જ જુનો છે.બન્નેની સરખામણી ન થઇ શકે.
      આપના સુંદર પ્રતિભાવ માટે આપનો આભાર ઉષાબેન.આ રીતે પ્રોત્સાહિત કરતા રહેશો એવી આશા રાખું કે ?

      Like

  7. dhavalrajgeera ડિસેમ્બર 24, 2011 પર 1:50 પી એમ(PM)

    If West is West why one not return to East where all is Gold from rising sun to obedient son and or Daughter!
    We like to stay here and say good of India !!!
    what kind of thinking is this?

    Rajendra Trivedi, M.D.
    http://www.bpaindia.org

    Like

  8. Vinod Patel ડિસેમ્બર 24, 2011 પર 3:03 પી એમ(PM)

    શ્રી રાજેન્દ્રભાઈ ,
    મારા ઉપરના લેખ ઉપર આપના વિચારો દર્શાવવા માટે આપનો આભાર.
    તમારી ટીકાનો જવાબ કઇંક અંશે,મને ઈ-મેલમાં મળેલ શ્રી જયકાંત જાની રચિત
    ભારતની તરફેણ કરતા (અને અમેરિકાની ટીકા કરતા ) કરતા “સારી રીત
    નથી “ એ કાવ્ય અને એનાથી વિરુધ્દ્ધ અમેરિકાની તરફેણ કરતા (અને ભારતની
    ટીકા કરતા બીજા કાવ્ય “ મગરનાં આંસુ “ માંથી મળી જશે એમ હું માનું છું.
    વિનોદ પટેલ

    સારી રીત નથી
    એવુય નથી કે વતન માટે મને પ્રિત નથી
    હુ એય જાણૂ છુ કે અમેરીકા રહેવામા મારુ હીત નથી
    ઇચ્છા થાય છે અમેરીકાના અનુભવો લખુ તમને
    શુ લખુ ? અહીયા સ્ંસ્કાર કે સ્ંસ્ક્રુતિ સ્ંકલિત નથી.
    મને ઘણૉ થાય છે વતન છોડ્યાનો અફ્સોસ હવે,
    હિમાલય છોડીને સ્નોના ઢગલા મેળવામા કાઇ જીત નથી.
    અમેરીકન રેપ સોંગ સાંભળીને કાન ને એઠા કરવાના
    અહીંયા નરસિંહ મીરા ના પ્રભાતિયા કે ભજન સ્ંગિત નથી.
    સ્ંતાનો ના ઉછેરીકરણ નોય અહીંયા હોય છે હિસાબ કિતાબ
    અહીયા ભરતીય માબાપ જેવુ ઉદારીકરણ ગણિત નથી
    બદલાતી ફેશનના નખરા અહીંયા હોય છે નિત્ય નવા
    સ્ત્રીના બાહ્ય સૌદર્ય જેટ્લુ આંતરીક સૌદર્ય ચકચકીત નથી.
    પ્રેમ , વિસ્વાસ અને અનુકુલીન આઘરીત સ્ંબઘો નથી
    ઇન્ડીયન કલ્ચર જેવુ લગ્નજીવન અહીંયા વ્યવસ્થિત નથી
    દુઃખી થવાની ઘણીજ રીતો હશે દુનિયા મા હે પ્રભુ
    મનને મારીને જીવ્યાકરવુ એ સારી રીત નથી
    – જયકાંત જાની ( USA)
    મગરનાં આંસુ-
    જે દેશનો રોટલો ખાવો છે-તેને ગાળો ભાંડવી ઠીક નથી.
    વતનને તરછોડી આવ્યા છો જાતે,હવે રોદડાં રડવા ઠીક નથી.
    લો કટના બ્લાઉઝ અને ખુલ્લા પેટ ગુજરાતમાં જોયા પછી,
    અમેરિકાની સંસ્કૃતિની વાતો કરવી ઠીક નથી.
    સરસ્વતી મંદીરોમા, જયાં વિદ્યાર્થીનીઓ સેઇફ નથી,
    ત્યાં રોજે સંસ્કૃતિના બણગાં ફૂંકવા ઠીક નથી.
    બોલિવુડના બિભત્સ ન્રુત્યોને રોજ ટીવી પર જોયા પછી,
    મનમાં ગમતી-અમેરિકાની ફેશન વખોડવી ઠીક નથી.
    જયાં ઘરડાંઘર નીત નવા બંધાતા હોય ત્યાં,
    ભારતિય માબાપોની સેવા કરતાં શ્રવણોની વાતો ઠીક નથી.
    મહારાજો ,બાબાઓ,લાલુઓ, ઠાકરેઓ-અને “ભાઇ”ઓ નો.
    દેશ છોડી આવ્યા પછી ,હવે ઓબામાને ગાળો દેવી ઠીક નથી.
    જે માને તમે તરછોડીને આવ્યા છો તે હજુ ત્યાં જ છે.
    પાછા પહોંચી જાવ,કોઇ રોકે નહી, મગરના આ આંસુ ઠીક નથી.

    Like

  9. chandravadan ડિસેમ્બર 24, 2011 પર 3:17 પી એમ(PM)

    ગરૂડ છે જેનું દેશ પ્રતિક​, એ જ છે અમેરીકા,
    વિષ્ણુવાહનરૂપે નિહાળતા, એ જ છે વૈકુંઠધામ અમેરીકા,
    અન્ય વિષ્વપ્રજા સાથે ભારત​વાસીઓ પણ આવે અમેરીકા,
    સારૂં સારું શીખ​વું, ખોટું કાંઈ ના અપનાવ​વું, આ છે અમેરીકા,
    ભારતી સંસ્ક્રુતી ના ભુલ​વી, જીવન બાજી બદલાય તો ઉપકાર અમેરીકાનો,
    જે કાંઈ થાય ખોટું ભારતમાં, તો વિરોધ કરતા શીખજો જો હક્ક મળ્યો છે અમેરીકાનો,
    ભારત માતા છે હૈયે, તો ગણજો આ ભુમીને માતભુમી, આ હ​વે છે તમારી અમેરીકા,
    ચંદ્ર આટલું કહી, ગુણગાન ભારતના ગાતા, ગાતા, કહે આ જ છે મારી અમેરીકા !
    …………ચંદ્ર​
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Vinodbhai…Nice Post !

    Like

  10. Harnish Jani જાન્યુઆરી 4, 2012 પર 3:20 એ એમ (AM)

    ઉપર ,શ્રી જયકાંત જાનીના જવાબમાં લખાયેલું મારું કાવ્ય મારું હરનિશ જાનીનું છે. અહીં રહી વતનની જ વાતો કરનારા વિષે મેં પુરતું લખ્યું છે. સૌએ શ્રી સુબોધ શાહનું બહુ ચર્ચિત ઈંગ્લીઘમાં લખાયેલું પુસ્તક ‘કલ્ચર કેન કિલ‘ વાંચીને વિચારવું જોઈએ કે ૫૦૦૦ વરસ જુની સંસ્કૃતિના આપણને કેટલા ફાયદા થયા છે? અથવા આપણે કેટલો લાભ ઉઠાવ્યો છે.?

    Like

  11. Vinod Patel જાન્યુઆરી 4, 2012 પર 5:18 એ એમ (AM)

    શ્રી હરનીશભાઈ,

    અમેરિકાની બન્ને બાજુની દલીલો રજુ કરતા ઉપરના બે કાવ્યો મને ફોર્વર્ડેડ ઈ-મેલમાં મળેલ જેમાં એકમાં
    કર્તાનું નામ હતું જ્યારે બીજામાં ન હતું.

    બીજું કાવ્ય આપે લખ્યું છે એ જાણીને ખુશી થઇ અને એમાં તમોએ જે વિચારો રજુ કર્યા છે એમાં આ દેશમાં વર્ષોથી રહેતા ઘણા મૂળ ભારતીય લોકો સમ્મત થશે.

    પરંતુ આ મુદ્દો વિવાદાસ્પદ રહેવા સરજાએલો છે. મૂળ વતન સાથેનો રિસ્તો ભુસવો ભૂસી શકાય એમ નથી.હજુ પણ ઘણા લોકો પોતાના દેશની મુલાકાત લેવા,વતન માટે ધન ખર્ચવા ઈચ્છતા હોય છે.હજુ પણ અહી પ્રોગ્રામમાં મનહર ઉધાસનું વતન સે ચિઠ્ઠી આઈ હૈ એ ગીત ઘણા લોકોને આંખ પલાળતું હોય છે.નવી પેઢીની વાત જુદી છે.

    ખેર,આપે મારો લેખ વાંચીને આપનો અભિપ્રાય ઉપર મુજબ આપ્યો એ બદલ આપનો આભારી છું,
    હરનીશભાઈ . આવી રીતે મને પ્રોત્સાહિત કરતા રહેશો એવી આશા છે.

    વિનોદ પટેલ

    Like

  12. dhavalrajgeera જાન્યુઆરી 4, 2012 પર 1:59 પી એમ(PM)

    DEAR HARNISHBHAI’S POEM LIKE YOU PUT IT HERE
    HASYADARBAR PUT THIS TO READ FOR SURFERS….IN YOUR BLOG !

    ફોર્થ ઓફ જુલાઈ-હરનિશ જાની

    RAJENDRA TRIVEDI, M.D.
    http://WWW.BPAINDIA.ORG
    .

    Like

  13. Pingback: (368 )જન્મભૂમિ ભારત અને કર્મભૂમિ અમેરિકા વિષે કાવ્ય સંકલન | વિનોદ વિહાર

  14. Pingback: 1315 -”ફોર્થ ઓફ જુલાઈ ”૨૦૧૯…..અમેરિકાના ૨૪૩મા જન્મ દિવસનાં સૌને અભિનંદન અને શુભેચ્છાઓ | વિનોદ વ

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.