વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 839 ) કાગળના માવાના ….મહોરાં દુનિયાની સફરે ફરી આવ્યાં!….(રી-બ્લોગ )

…….ઈ.સ. ૧૯૦૮ ( આશરે)

ગુજરાતના કલાગુરૂ સ્વ. રવિશંકર રાવળના જીવનની આ અદભૂત વાત છે.

Mask_RV_2

અને એ આખો પ્રસંગ આ રહ્યો ( તેમની જીવનકથામાંથી એક પાનું)

Mask_RV

‘કુમાર’ના સ્થાપક અને ગુજરાતમાં કળાના શ્રી ગણેશ કરાવનાર,  ગુજરાતના આવી અપૂર્વ વિભૂતિની તસ્વીર આ રહી.

આ ફોટા પર 'ક્લિક' કરી, તેમનો પરિચય વાંચો.

આ ફોટા પર ‘ક્લિક’ કરી, તેમનો પરિચય વાંચો.

આવા હતા ગુજરાતમાં લલિત કળાના પ્રથમ પ્રવાસી.

તેમના પુત્ર ડો. કનક રાવળ પર પણ પિતાના આવા સંસ્કારોની અસર રહી હતી. તેમના જીવનનો એક પ્રસંગ – તેમના જ શબ્દોમાં ….

     1949માં હું ફાર્મસિના પહેલાં વર્ષમાં હતો ત્યારે એકાએક  સ્વ.ડો.વિક્રમભાઈ સારાભાઈના સેક્રેટરીનો મારા પર સંદેશો આવ્યો કે મારે તેમને મળવું.વધારે પુછ તાછ  કરત્તાં જાણવા મળ્યું કે શ્રીમતિ.મ્રુણાલિનીબેન તેમની નૃત્ય મંડળીને પરદેશ લઈ જવાના હતાં અને તેમને તે માટે કથકલીના ન્રુત્યકારો માટે મ્હોરાંની જરુર હતી.
      . જુની પ્રથા પ્રમાણેતો દરેક નટને બે ત્રણ  કલાક બેસવું પડે અને મેકપમેન તેમના ચહેરા પર ચોખાની લુગદી વડે પાત્ર ઉપજાવે. પરદેશમાંતો આવો સમય ના ફાળવાય પણ મ્હોરાં હોયતો ફટાફટ બદલી શકાય.. તે માટે તમણે તપાસ કરતાં જસવંતભાઈ ઠાકર પાસેથી  મારી હોબીની ખબર પડી.. આ માટે મારે નટોના ચહેરાના માપ લેવા પડે તેમજ મ્હોરાંના રંગરોગાન માટે ફોટા જોઈએ.. મારે માટે તેમને મળવા મારા ઘરથી શાહિબાગ સુધી સાઈકલ પર જવું મુશ્કેલ હતું એટલે તેઓ શહેરમાં  માભાઈ હોલ આવે અને હું તેમને ત્યાં લોબીમાં મળું તેમ નક્કી કર્યું.ઠરાવેલા સમયે  હું ત્યાં પહોંચ્યો ત્યારે મૃણાલિનીબેન,વિક્રમભાઈ અને તેમની આખી નટ મંડળી આવી પહોંચી. તે સૌને જોઈને  અને હુંતો આભો જ  થઈ ગયો. થોડી પળો સ્વસ્થ  થતાં લાગી. ર, મેં નટોના ચહેરાં માપ્યા અને તેમણે મને કથકલીના ચોટી મેકઅપની કોડાક્રોમ સ્લાઈડ રંગ સજાવટ    માટે આપી અને અમે છુટા પડ્યાં.
      બેએક  અઠવાડિયામાં મ્હોરાં તૈયાર થયા. તેમને રંગી આપવા, મારા પ્રિય બાપુએ તે કામ ઉપાડી લીધું. રવિભાઈતો ભુતકાળમાં સારાભાઈ પરિવારના કલાગુરુ એટલે સારાભાઈ દંપતિ જાતે અમારે ઘેર ‘ચિત્રકુટ’ ખુબ ગુરુભક્તિ ભાવ  સાથે આવ્યાં અને બાપુએ બેએક કલાકમાં મ્હોરાં રંગી આપ્યાં.
      પછી સાંભળ્યું હતું કે તે મ્હોરાં દુનિયાની સફરે ફરી આવ્યાં

આવાં મહોરાં...

આવાં મહોરાં…

અને હવે કેમેરાની નજર અત્યારના વિશ્વ પર ફેરવીએ તો.
આવાં જ એક મહાન ડેનિશ કલાકાર મહિલા -ગગ્ગર પેટરની આવી કળા માણો….

અને તેમના વિશે વિશેષ – તેમની વેબ સાઈટ પર…… અહીં.

આ વિષય તરફ અંગુલિનિર્દેશ કરવા માટે મુંબાઈના નેટ મિત્ર અને હોબીકાર(!) શ્રી મહેન્દ્ર ઠાકરનો દિલી આભાર

આ જ લેખ ….

નિરવ રવે  અને ઈ-વિદ્યાલય માં પણ રી-બ્લોગ થયો છે.

2 responses to “( 839 ) કાગળના માવાના ….મહોરાં દુનિયાની સફરે ફરી આવ્યાં!….(રી-બ્લોગ )

  1. મનસુખલાલ ગાંધી, યુ.એસ.એ. જાન્યુઆરી 23, 2016 પર 3:42 પી એમ(PM)

    તમે તો સુંદર મજાની કહેવાય તેવી અદભુત માહિતી આપી છે. શ્રી રવિશંકરની સાથે શ્રીમતી મૃણાલિનીબેનની વાત પણ સંજોગોવશાત વણી લેવાઈ.

    સરસ લેખ છે.

    Like

  2. Ramesh Patel જાન્યુઆરી 25, 2016 પર 12:46 પી એમ(PM)

    ગરવી ગુજરાતનાં આ રત્નો થકી જ સાચો ઝગમગાટ છે, આપની ને શ્રી સુરેશભાઈની ચીંતનાત્મક લેખ પ્રસાદી સદા વાંચી આનંદ ઉપજાવે છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.