વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 965 ) કાજલ ઓઝા વૈદ્ય અને જય વસાવડાનાં પ્રેરક પ્રવચનો

શ્રીમતી કાજલ ઓઝા વૈદ્ય અને શ્રી જય વસાવડા એ આધુનિક યુગના યુવકો-યુવતીઓના લોક પ્રિય લેખકો અને વક્તાઓ છે.આ બન્ને ય ગુજરાતી પ્રતિભાઓનાં આધુનિક વિચારો ધરાવતાં પ્રેરક પ્રવચનો સાંભળવાની વિદેશોમાં પણ ખુબ માગ હોય છે.

અખાતી દેશ મસ્કતમાં ઘણાં વર્ષોથી અનેક ગુજરાતીઓ વસ્યા છે અને ત્યાં જઈને ખુબ નામ અને દામ કમાયા છે.મસ્કત ગુજરાતી સમાજ-ઓમાન યોજિત એક અમારંભ પ્રસંગે આમંત્રિત આ બન્ને વક્તાઓ કાજલ ઓઝા વૈદ્ય અને જય વસાવડાએ જે પ્રેરક પ્રવચન કર્યું હતું એના યુ-ટ્યુબ પર ઓક્ટોબર ૭,૨૦૧૬ ના રોજ મુકેલ વિડીયો સાંભળ્યા અને મને એ ખુબ જ ગમી ગયા.

આ વિડીયોની લીંક મોકલવા માટે યુ.કે.નિવાસી બેન હિરલનો હું આભારી છું.વિનોદ વિહારના વાચકો માટે આ ચારેય રસસ્પદ વિડીયો  શેર કરતાં આનંદ થાય છે.

કાજલ ઓઝા વૈદ્યએ એમના પ્રવચનમાં સ્ત્રી-પુરુષો વચ્ચેના લગ્ન જીવનના પ્રશ્નો વિષે સુંદર ચર્ચા કરી છે અને દાખલા દલીલો સાથે લગ્ન જીવનની વાસ્તવિક વાતો ખુબ જ પ્રભાવિત કરે એવી એમની રમુજી જબાનમાં રજુ કરી છે. એવી જ રીતે જય વસાવડાએ પણ એમની પ્રભાવિત કરે એવી કાઠીયાવાડી રસીલી જબાનમાં જીવન માટે પોષક અને પ્રેરક વાતો કરી છે જે માણવા જેવી છે.

દરેક પરિણીત યુગલે સાથે બેસીને કાજલ ઓઝા-વૈદ્ય અને જય વસાવડાના પ્રેરક વક્તવ્યોના આ ચારેય પ્રેરક વિડીયો આરંભ થી અંત સુધી માણવા જેવા છે .

Kajal Oza Vaidya  At Oman Part 1

Kajal Oza Vaidya  At Oman Part 2

Jay Vasavda At Oman … Part -1

Jay Vasavda at Oman Part -2

કાજલ ઓઝા-વૈદ્ય ના ઉપરના વિડીયો જો તમોને ગમ્યા હોય તો નીચેની લીંક ઉપર ક્લિક કરીને આવા બીજા ઘણા રસિક અને પ્રેરક વિડીયો સાંભળવાની મજા માણો.
https://www.youtube.com/channel/UCavDtqy5q1bTKEBPPFcW14w

કાજલ ઓઝા-વૈદ્ય અને જય વસાવડા નો પરિચય

( નીચે ક્લિક  કરીને વાંચો )

કાજલ ઓઝા-વૈદ્ય  (સૌજન્ય- ગુજરાતી પ્રતિભા પરિચય )

જય વસાવડા … (સૌજન્ય-વીકીપીડીયા )

3 responses to “( 965 ) કાજલ ઓઝા વૈદ્ય અને જય વસાવડાનાં પ્રેરક પ્રવચનો

  1. pragnaju ઓક્ટોબર 21, 2016 પર 7:34 પી એમ(PM)

    કાજલ ઓઝા વૈદ્ય અને જય વસાવડાનાં પ્રેરક પ્રવચનો ફરી સાંભળવાની મઝા આવી
    રીબ્લોગ કરશું
    ધન્યવાદ

    Like

  2. MERA TUFAN ઓક્ટોબર 23, 2016 પર 7:02 પી એમ(PM)

    Very good information on all videos. Thanks.
    Thanks for additional link also.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.