વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 1018 ) રાજકારણમાં રમુજની સરવાણી …. ( હાસ્ય યાત્રા )

humor-in-politics

રાજકારણીઓની રમૂજવૃત્તિ …..

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની રમૂજવૃત્તિ તીક્ષ્ણ અને માર્મિક હતી. ગાંધીજી ઇંગ્લૅન્ડ ગયા ત્યારે બકિંગહૅમ પૅલેસમાં કિંગ જ્યોર્જ પાંચમાને પોતડી પહેરીને મળવા ગયા એની ટીકા થઇ ત્યારે મંદ મંદ સ્મિત વેરીને ગાંધીજીએ કહ્યું હતું કે ‘રાજાએ અમે બેઉ પહેરી શકીએ એટલા કપડાં પહેર્યા હતા.’

વડા પ્રધાન બન્યા પછી સતત થયેલા મોદીના વિદેશ પ્રવાસો પણ જોકનું કેન્દ્ર બની ગયા હતા. એક જોકે એવી હતી કે ‘બ્રેકીંગ ન્યુઝ. સેશલ્સ, ઑસ્ટ્રેલિયા અને મોરિશ્યસની મુલાકાત લીધા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતની ટૂંકી મુલાકાતે આવ્યા છે અને દિલ્હી પહોંચ્યા છે.’

ચક્રવર્તી રાજગોપાલાચારી પશ્ર્ચિમ બંગાળના રાજ્યપાલ બન્યા ત્યારે એ સમયના ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ સરોજિની નાયડુ એમને મળવા કલકત્તાના રાજભવનમાં આવ્યા. રાજાજીની જરૂરિયાતો ઓછી અને સામાન્ય હતી. બંગાળનું રાજભવન આલીશાન છે. બેઉ નેતા આંટો મારતા મારતા ગવર્નરના બેડરૂમમાં આવ્યા જેમાં એક વિશાળ ડબલ બેડ હતો. રાજાજીએ કહ્યું, ‘સરોજિની, મારા જેવા માણસને આ લોકોએ કેવો મોટો ડબલ બેડ આપ્યો છે.’ મંદ મંદ સ્મિત કરીને સરોજિનીએ જવાબ આપ્યો, ‘રાજાજી, મેં જીવનમાં તમને ઘણી વાર તકલીફમાં મદદ કરી છે, પણ આમાં મદદરૂપ થવાય એમ નથી,’ અને બેઉ જણ ખડખડાટ હસી પડ્યા.

અમેરિકાને આંતરિક કટોકટીમાંથી ઉગારનાર પ્રેસિડન્ટ અબ્રાહમ લિંકન હાજરજવાબી હતા. એક વખત તેમને જૂતા પૉલિશ કરતા જોઇને એક દોઢડાહ્યા રજકારણીએ ટીખળ કરવાના આશયથી પૂછ્યું, ‘મિસ્ટર પ્રેસિડન્ટ, તમારા બૂટને તમે જાતે પૉલિશ કરો છો?’ લિંકને ક્ષણભર પણ અચકાયા વિના કહ્યું, ‘હા, તમે કોના જૂતાને પૉલિશ કરો છો?’ કહેવાની જરૂર ખરી કે પેલો માણસ ખો ભૂલી ગયો.

ઉપરના રાજકારણીઓના રમુજી પ્રસંગો મુંબઈ સમાચારમાં પ્રગટ લેખક શ્રી હેન્રી શાસ્ત્રીના લેખ-કવર સ્ટોરી ” રાજકારણમાં રસની સર: થોડી મૂંજી, ઝાઝી રમૂજી” માંથી સાભાર પ્રસ્તુત કર્યા છે.

જવાહરલાલ નહેરુ , રામમનોહર લોહિયા, ફિરોઝ ગાંધી, પીલુ મોદી, અટલ બિહારી વાજપેયી, ઇન્દિરા ગાંધી જેવા બીજા રાજકારણીઓના રમુજી પ્રસંગો વાંચવા માટે મુંબઈ.સમાચાર.કોમની નીચેની લીંક પર ક્લિક કરો.(સાભાર :મુંબઈ સમાચાર,કોમ, શ્રી હેન્રી શાસ્ત્રી )

રાજકારણમાં રસની સર …..હેન્રી શાસ્ત્રી

2 responses to “( 1018 ) રાજકારણમાં રમુજની સરવાણી …. ( હાસ્ય યાત્રા )

  1. pragnaju માર્ચ 7, 2017 પર 5:59 એ એમ (AM)

    વાહ ભારેખમ ચિંતામા જીવતા આ જીવોની રમુજી વાત માણી આનંદ
    તેમા આ વાત ‘અમેરિકાને આંતરિક કટોકટીમાંથી ઉગારનાર પ્રેસિડન્ટ અબ્રાહમ લિંકન હાજરજવાબી હતા. એક વખત તેમને જૂતા પૉલિશ કરતા જોઇને એક દોઢડાહ્યા રજકારણીએ ટીખળ કરવાના આશયથી પૂછ્યું, ‘મિસ્ટર પ્રેસિડન્ટ, તમારા બૂટને તમે જાતે પૉલિશ કરો છો?’ લિંકને ક્ષણભર પણ અચકાયા વિના કહ્યું, ‘હા, તમે કોના જૂતાને પૉલિશ કરો છો?’ કહેવાની જરૂર ખરી કે પેલો માણસ ખો ભૂલી ગયો.’
    આનંદ

  2. Pingback: રાજકારણીઓની રમૂજવૃત્તિ …. | હાસ્ય દરબાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: