વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1170- ગુજરાતી ઉદ્યોગપતિ સ્વ.ધીરુભાઈ અંબાણીની પ્રેરક જીવન કથા      

 

“ધીરુભાઈ એક દિવસ જતા રહેશે. પરંતુ રીલાયન્સના કર્મચારીઓ અને શેરધારકો તેને આગળ વધારશે. રીલાયન્સ હવે એક વિચારધારા છે કે જેમાં અંબાણીઓ હોય કે ના હોય તેનું બહુ મહત્વ નથી.”-ધીરુભાઈ અંબાણી   

ધીરુભાઈ અંબાણીની પ્રેરક જીવન ઝરમર 

કેટલાક લોકો જન્મે છે સિલ્વર સ્પૂન સાથે, તો કેટલાક મહેનતથી પોતાના જીવનને આદર્શ બનાવે છે. 

ધીરજલાલ હિરાચંદ અંબાણી કે જેમને મોટાભાગે ધીરુભાઈ તરીકે ઓળખવામાં આવે છે, તેઓ ૨૮ ડિસેમ્બર, ૧૯૩૨ માં ચોરવાડ ખાતે જનમ્યા હતા.સંઘર્ષ કરીને ધનવાન બનેલા ભારતીય હતા કે જેમણે મુંબઈમાં પોતાના પિતરાઈ સાથે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries) ની સ્થાપના કરી હતી.

1977માં અંબાણી તેમની કંપની રિલાયન્સને જાહેરમાં લઈ ગયા અને 2007 સુધીમાં તેમના પરિવાર (દીકરાઓ અનિલ અને મુકેશની સંયુક્ત સંપત્તિ 60 અબજ ડોલર હતી, જેને પગલે અંબાણીઓ વિશ્વના સૌથી વધુ ધનવાન પરિવારોમાં સ્થાન પામ્યા હતા.

16 વર્ષની ઉંમરે તેઓ યેમનમાં આવેલા એડન ખાતે ગયા હતા. તેમણે 300 રૂપિયાના પગારથી એ.બીસ એન્ડ કું. (A. Besse & Co.) માં ક્લાર્ક તરીકે કામ કર્યું. બે વર્ષ બાદ કંપની શેલ(Shell) ઉત્પાદનોની ડિસ્ટ્રીબ્યુટર બની અને ધીરુભાઈને બઢતી સાથે કંપનીના એડનના બંદર ખાતેના ફિલિંગ સ્ટેશનના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી. 

કોકિલાબેન સાથે તેમના લગ્ન થયા અને બે દીકરા મુકેશ અને અનિલ તથા બે દીકરીઓ નિતા કોઠારી અને રિના સલગાંવકર થયા.1962માં ધીરુભાઈ ભારત પાછા આવ્યા અને રીલાયન્સ (Reliance)ની શરૂઆત કરી.

રીલાયન્સ (Reliance) પોલિયસ્ટર યાર્નની આયાત અને મસાલાની નિકાસ કરતી હતી.ચંપકલાલ દામાણી, તેમના બીજા પિતરાઈ કે જેઓ એડન, યમનમાં તેમની સાથે હતા,એમની સાથે ભાગીદારીમાં કારોબાર શરૂ કર્યો.

રીલાયન્સ કમર્શિયલ કોર્પોરેશન (Reliance Commercial Corporation) ની પ્રથમ ઓફિસ મસ્જિદ બંદરની નરસિનાથ ગલી ખાતે શરૂ કરવામાં આવી. જેમાં ૩૫૦ ચો ફુટ (૩૩ મીટ૨). એક ટેલિફોન, એક ટેબલ અને ત્રણ ખુરશી સાથેનો ઓરડો હતો. શરૂઆતમાં કારોબારમાં મદદ કરવા તેમના પાસે બે સહાયક હતા. 1965 માં, ચંપકલાલ દામાણી અને ધીરુભાઈ અંબાણી વચ્ચેની ભાગીદારીનો અંત આવ્યો અને ધીરુભાઈએ પોતાની રીતે શરૂઆત કરી. બંનેની પ્રકૃતિ અને કારોબારની કામગીરીમાં અલગ પદ્ધતિ હોવાનું માનવામાં આવે છે.

શ્રી દામાણી સાવધ વેપારી હતા અને યાર્નના માલ-સામાનના નિર્માણમાં રોકાણ માટે અસંમત હતા, જ્યારે  ધીરુભાઈ સાહસવૃત્તિ માટે જાણીતા હતા અને તેઓ માનતા હતા કે ભવિષ્યમાં કિંમતો વધશે અને તેથી નફો મેળવવા માટે માલ-સામાનનું નિર્માણ જરૂરી હતું. 1968 માં તેઓ દક્ષિણ મુંબઈના અલ્ટમાઉન્ટ રોડ ખાતેના વૈભવી એપાર્ટમેન્ટમાં રહેવા ગયા. 1970 ના દસકાના અંત સુધીમાં અંબાણીની અંદાજિત સંપત્તિ રૂપિયા 10 લાખ હતી.

Dhirubhai himself visited jamnagar for site inspection

એશિયા ટાઈમ્સ ( Asia Times ) ના કહેવા પ્રમાણે : “તેમની લોકો સાથે કામ કરવાની આવડત દંતકથા સમાન હતી. એક પૂર્વ સચિવે જણાવ્યું હતું : “તેઓ અત્યંત સહાયકારી હતા. તેઓ ‘મોકળા દરવાજા’ની નીતિને અનુસરતા. કર્મચારીઓ સરળતાથી તેમની કેબિનમાં જઈને પોતાની સમસ્યાઓની ચર્ચા કરી શકતા હતા.” કર્મચારીઓ, શેરધારકો, પત્રકારો કે પછી સરકારી અધિકારીઓ જેવા વિવિધ વર્ગો સાથે કામ કરવાની ચેરમેનની પોતાની આગવી પદ્ધતિ હતી. અંબાણીએ અધિકારીઓને ખરીદીને પોતાને અનુકૂળ કાયદા બનાવડાવ્યા હોવાનો આરોપ તેમના પ્રતિસ્પર્ધીઓએ મૂક્યો છે. તેમના પ્રારંભિક દિવસો અને ભારતની તત્કાલિન તુમારશાહીની ગૂંચવાડાભરી અને જડ પદ્ધતિનો પોતાના લાભમાં ઉપયોગ કરવાની અંબાણીની કુનેહનો તેઓ સંદર્ભ આપે છે. તેઓ ખોટ સહન કરીને પણ ઘણી વાર મસાલાની નિકાસ કરતા અને રેયોનની આયાત માટે રેપ્લેનિશમેન્ટ લાઈસન્સનો ઉપયોગ કરતા.બાદમાં જ્યારે ભારતમાં રેયોનનું ઉત્પાદન શરૂ થયું ત્યારે તેમણે રેયોનની નિકાસ શરૂ કરી અને આ નિકાસ પણ તેઓ ખોટ ભોગવીને જ કરતા અને નાયલોનની આયાત કરતા. સ્પર્ધકો કરતાં અંબાણી હંમેશા એક ડગલુ આગળ રહેતા. આયાતી વસ્તુઓની ભારે માંગ રહેતી હોવાથી તેમનો નફો ભાગ્યે જ 300 ટકાથી ઓછો રહેતો.”

રીલાયન્સ ટેક્સટાઈલ્સ (Reliance Textiles)

ટેક્સટાઈલના વ્યવસાયમાં ઉજળી તકો હોવાનું લાગતાં ધીરુભાઈએ પોતાની પ્રથમ ટેક્સટાઈલ મિલ 1977 માં અમદાવાદના નરોડા વિસ્તારમાં શરૂ કરી.પોલિયસ્ટર ફાઈબર યાર્નના ઉપયોગથી ટેક્સટાઈલનું ઉત્પાદન થતુ હતું. ૨૦૦૬ માં ધીરુભાઈએ “વિમલ”‘ (Vimal) બ્રાન્ડ શરૂ કરી. પોતાના મોટાભાઈ રમણિકભાઈ અંબાણીના દીકરા વિમલ અંબાણીના નામ પરથી તેમણે આ નામ રાખ્યુ હતું. ભારતના અંતરિયાળ ગામડાઓમાં સઘન માર્કેટિંગના કારણે “વિમલ” (Vimal) નામ ઘરે-ઘરે જાણીતુ નામ બન્યું. ફ્રેન્ચાઈઝી રીટેઈલ આઉટલેટ્સ શરૂ કરવામાં આવ્યા અને તેઓ “ઓન્લી વિમલ” (“only Vimal”) બ્રાન્ડના કાપડ વેચતા.

1975 ના વર્ષમાં વિશ્વ બેન્કની (World Bank) ટેકનિકલ ટીમે વિમલના ઉત્પાદન એકમની મુલાકાત લીધી હતી. તે સમયે આ એકમને “વિકસિત દેશના ધોરણો મુજબ પણ શ્રેષ્ઠ” હોવાનું પ્રમાણપત્ર અપાયુ હતું.”ભારતમાં ઈક્વિટિ કલ્ટ (શેરમાં રોકાણના પ્રવાહ) ની શરૂઆતનું શ્રેય ધીરુભાઈ અંબાણીને આપવામાં આવે છે. 1977 માં દેશના વિવિધ ભાગોમાંથી 58,000 થી વધુ રોકાણકારોએ રીલાયન્સનો (Reliance) આઈપીઓ ભર્યો હતો. ગ્રામીણ ગુજરાતના નાના રોકાણકારોને એવું સમજાવવામાં ધીરુભાઈ સફળ રહ્યા હતા કે કંપનીના શેરધારક બનવાથી તેમને લાભ થશે.

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries) ખાનગી ક્ષેત્રની પ્રથમ એવી કંપની હતી કે જેની વાર્ષિક સાધારણ સભાઓ સ્ટેડિયમોમાં યોજાતી હોય. 1986માં, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance Industries)ની વાર્ષિક સાધારણ સભા મુંબઈના ક્રોસ મેદાનમાં યોજાઈ હતી અને રીલાયન્સ પરિવારના 35,000 શેરધારકો અને રીલાયન્સ કુટુંબે તેમાં ભાગ લીધો હતો.પ્રથમ વખત રોકાણ કરી રહેલા રીટેલ રોકાણકારોને રીલાયન્સમાં રોકાણ કરવા માટે સંમત કરવામાં ધીરુભાઈ સફળ રહ્યા હતા.

1980 ના દસકાની શરૂઆતમાં અંબાણી પરિવારની અંદાજિત ચોખ્ખી સંપત્તિ એક અબજ રૂપિયા જેટલી હતી.સમય વીતતા ધીરુભાઈ પોતાના કારોબારમાં વૈવિધ્યકરણ લાવ્યા અને પેટ્રોકેમિકલ્સમાં નિપુણતા હાસલ કરવાની સાથે ટેલિકમ્યુનિકેશન્સ, ઈન્ફર્મેશન ટેકનોલોજી, એનર્જી, પાવર, રીટેલ, ટેક્સટાઈલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓમાં, મૂડી બજારો, અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે પણ કારોબરનો વિસ્તાર કર્યો.બીબીસી (BBC) માં કંપનીનું સમગ્રતયા વર્ણન આ મુજબનું હતું- “12 અબજ ડોલરના અંદાજિત ટર્નઓવર સાથે 85,000નું મજબૂત શ્રમબળ ધરાવનાર ઉદ્યોગ સામ્રાજ્ય”.બોમ્બે ડાઈંગ (Bombay Dyeing) ના નુસ્લી વાડિયા એક સમયે ધીરુભાઈ અંબાણી અને રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries) ના સૌથી મોટા હરિફ હતા.

નુસ્લી વાડિયા અને ધીરુભાઈ અંબાણી બંને રાજકીય વર્તુળોમાં પોતાના પ્રભાવ માટે તથા મુક્ત-અર્થતંત્ર પહેલાના સમયમાં અઘરામાં અઘરા લાઈસન્સ મેળવવાની ક્ષમતા માટે જાણીતા હતા.1977 – 1979 દરમિયાન જનતા પાર્ટીના શાસનમાં નુસ્લી વાડિયાએ 60,000 ટનની વાર્ષિક ક્ષમતા ધરાવતા ડાઈ-મિથાઈલ ટેરિફ્થેલેટ (ડીએમટી) પ્લાન્ટની મંજૂરી મેળવી હતી.

ઈરાદાપત્રને લાઈસન્સની મંજૂરી મળે તે પહેલા તેમના માર્ગમાં અનેક અડચણો આવી હતી. આખરે 1981 માં નુસ્લી વાડિયાને પ્લાન્ટ માટે લાઈસન્સ આપવામાં આવ્યું.આ ઘટનાએ બે પક્ષો વચ્ચે ઉત્પ્રેરકનું કામ કર્યું અને સ્પર્ધાએ વરવા વળાંકો લીધા.મોટા હદય રોગના હુમલાના કારણે 24 જૂન 2002ના રોજ ધીરુભાઈ અંબાણીને મુંબઈ ખાતેની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ તેમનો બીજો હુમલો હતો, પ્રથમ હુમલો ફેબ્રુઆરી 1986માં આવ્યો હતો અને તેમના જમણા હાથે લકવો થયો હતો. એક અઠવાડિયા કરતાં વધારે સમય સુધી તેઓ બેભાન અવસ્થામાં રહ્યા. તબીબોની ટૂકડી તેમનું જીવન બચાવવામાં નિષ્ફળ રહી.તેઓ 6 જુલાઈ, 2002,ના રોજ રાત્રે 11:50 ની આસપાસ મૃત્યુ પામ્યા.

ભૂતપૂર્વ વડા પ્રધાન શ્રી અટલ બિહારી બાજપાઈએ ધીરુભાઈને અંજલિ આપતાં આ વચનો કહ્યાં હતાં.

” The country has lost iconic proof of what an ordinary Indian fired by the spirit of enterprise and driven by determination can achieve in his own lifetime. ”

—Atal Bihari Vajpayee, Former Prime Minister of India

Source-https://www.justgujjuthings.com/dhirubhai-ambani-life-story-in-gujarati/

ધીરુભાઈ અંબાણી.. જીવન ઝરમર ….વિકિપીડિયા 

ધીરુભાઈ ના જીવન અને કાર્યો વિશે કેટલાક પસદગીના વિડીયોનું દર્શન …

ધીરુભાઈનું જીવન Rags to Rich નું જીવન હતું .

Dhirubhai Ambani Success Story In Hindi | Reliance Industries Founder Biography | Motivational Video

Big B Amitabh Bachchan Became Emotional While Remembering Dhirubhai Ambani

Watch this powerful motivational success story in Hindi of Dhirubhai Ambani which has 5 life lessons from Dhirubhai Ambani speech. This video is a small tribute on his birthday celebrations.

શ્રી  મુકેશ અંબાણી …

ધીરુભાઈ ના અવસાન પછી રિલાયન્સ ગ્રુપની બાગડોર સંભાળી રહેલા એમના સુપુત્ર શ્રી  મુકેશ અંબાણી વિષે આ વિડીયોમાં માહિતી આપી છે.આજે  એમની ભારતના પ્રથમ અને દુનિયાના પ્રથમ પાંચ ધનિકોમાં ગણના થાય છે. કહેવાય છે ને કે ”બાપ એવા બેટા અને વડ એવા ટેટા”  

Biography – Story of Mukesh Ambani – India TV
Watch biography of India’s most richest man Mukesh Dhirubhai Ambani.

He is the Managing Director and largest shareholder of Reliance Industries Limited.

હિન્દી ફિલ્મ-ચલચિત્ર ”ગુરુ ”

આ હિન્દી ફિલ્મ ”ગુરુ” ધીરુભાઈ અંબાણીના જીવન પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવી હોવાનું મનાય છે.

ભારતના ઉદ્યોગજગતમાં પોતાનું સ્થાન જમાવવા માટે સંઘર્ષ કરતા વ્યક્તિની અને એના કાલ્પનિક ઔદ્યોગિક” શક્તિ ગ્રુપ ”ની કથા વર્ણવતી આ હિન્દી ફિલ્મ ”ગુરુ” જાન્યુઆરી ૨૦૦૭ માં પ્રદર્શિત થઇ હતી.

આ હિન્દી ફિલ્મ ” ગુરુ” માં ગુરુ કાંત દેસાઈનું પાત્ર અભિષેક બચ્ચન ભજવે છે.એનું નામ “ગુરુભાઈ” પણ “ધીરુભાઈ”ના મૂળ નામ સાથે સમાનતા ધરાવે છે. 

ફિલ્મના મુખ્ય કલાકારોં અભિષેક બચ્ચન, મિથુન ચક્રવર્તી, ઐશ્વર્યા રાય, માધવન અને વિદ્યા બાલન છે.

 ગુરુ ફિલ્મનાં નીચેનાં બે દ્રશ્યોમાં ગુરુભાઈ-અભિષેક-ના પાત્ર મારફતે ધીરુભાઈ અંબાણીની આંતરિક શક્તિઓનું નિરૂપણ કરવાનો પ્રયત્ન કરેલો જોઈ શકાય છે.

 Motivational speech of Gurubhai in hindi movie Guru.

 

Guru hindi film- full movie

A villager, Gurukant Desai, arrives in Bombay 1958, and rises from its streets to become the GURU, the biggest tycoon in Indian history.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.