વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(52)મારી સ્વ-રચિત અછાંદશ કાવ્ય રચના– ટર્મિનસ– વિનોદ પટેલ -મારી નોધ પોથીમાથી-નવનીત

હું હાઈસ્કુલમાં અભ્યાસ કરતો હતો એ વખતથી જ મને ઉમાશંકર જોશી,સુન્દરમ ,સ્નેહરશ્મિ જેવા કવિઓનો

અને એમના કાવ્યોનો પરિચય ગમવા માંડેલો .એ બધાની અસર નીચે એ વખતથી જ કાવ્ય રચવા માટે

હાથ અજમાવેલો.મને કાવ્ય માટે કોઈ કલ્પના આવે કે તરત જ હું નોટબુકમાં ટપકાવી લેતો .પરિણામે આજ

સુધીમાં આવા ઘણાં કાવ્યો મારી નોટબુકમાં સંગ્રહિત થઈને પડેલા છે.

આજે આ નોટ બુક નજરે પડતા એમાંની એક અછાંદશ કાવ્ય રચના-ટર્મિનસ આજની પોસ્ટમાં મેં મૂકી છે.

મને આશા છે આપને એ ગમશે. આ રીતે અવાર નવાર આ નોટ બુકમાંથી કાવ્ય રચનાઓ વિનોદ વિહાર

બ્લોગમાં રજુ કરવામાં આવશે.

                                                                                                             વિનોદ આર. પટેલ

___________________________________________________________

 ટર્મિનસ

 

ધસમસતી રેલ ગાડીની બારીમાંથી

 

નજરે પડી રહ્યાં અવનવાં દ્રશ્યો,

 

લીલી વનરાજી,મકાનો અને માનવો,

 

સૌ સૌની ધૂનમાં જ વ્યસ્ત,

 

દોડી રહ્યાં રોજી રોટી કમાવાના ચક્કરમાં.

 

 

રેલ ડબાની અંદર જનસમૂહ વચ્ચે,

અવનવા વિચારોમાં ખોવાયો હતો ત્યાં,

 

બારીમાંથી આવતી ઠંડા પવનની અસરે,

 

ક્યારે ઝોકે ચડી ગયો,કંઇ જ ખબર ન પડી.

 

બાજુ બેઠેલ સાથીએ ઢંઢોળી કહ્યું :

 

“ ઉઠ, મિત્ર આપણું ટર્મિનસ આવી ગયું ! 

 

 

આપણી આ જિંદગીની ગાડીમાં ,

 

જીવન પ્રવાસને અંતે,

 

ટર્મિનસ આવતાં આપણે પણ ,

રંગ બેરંગી દ્રશ્યોની વણઝારમાંથી પસાર થઈને,

 

ગાડીમાંથી ઉતરી જ જવું પડે છે ,

 

આગલા પ્રવાસ માટે !

 

અને નવા પ્રવાસીને જગા આપવા માટે !

 

સ્ટેશને સ્ટેશને ,

 

પ્રવાસીઓ ગાડીમાં ચડતા જ રહેવાના,

 

પ્રવાસીઓ ઉતરતા જ રહેવાના,

 

સંસારની ગાડી તો બસ ચાલતી જ રહેવાની.

 

રચના –  વિનોદ આર. પટેલ

________________________________

7 responses to “(52)મારી સ્વ-રચિત અછાંદશ કાવ્ય રચના– ટર્મિનસ– વિનોદ પટેલ -મારી નોધ પોથીમાથી-નવનીત

  1. pragnaju મે 22, 2012 પર 2:34 પી એમ(PM)

    Possibly the mother of all train songs(?), this one obviously influenced two other songs that I posted and talked about a couple of times before. Those two songs were the reason that, while in a hurry, I made up the YouTube user name “LifeIsaTrain” – because both songs were running through my head at the time. But sometime after that, this song started running through my head even more. (Though maybe the phrase would be more accurately stated as “TheWorldIsaTrain”?)

    Toofan mail, duniya yeh duniya toofan mail (This world is a toofan(storm) train – signifying fast changing place)
    Iske pahiye zor se chalte (Its wheels run very fast)
    Aur apna rasta taye karte (And complete their journey)
    Sayane is-se kaam nikalen (Smart people use it for their work)
    Bacche samjhen khel (While the kids think its fun)
    Toofan mail…

    Koi kahan ka ticket kataata (Everyone takes tickets for different stops)
    Ek hai aata ek hai jaata (One passenger comes and another one goes)
    Sabhi musafir bichhad jayenge (All passengers will get separated)
    Pal bhar ka hai mel (The meeting is but momentary)
    Toofan Mail…

    Jo jitni poonji hai rakhta (According to their monetary capacity)
    Woh utna safar hai karta (People travel)
    Jeevan ka hai bhed batati (The secret of life is revealed)
    Gyani ko yeh rail (To the wise by this train)
    Toofan mail…

    Like

    • Vinod R. Patel મે 22, 2012 પર 3:17 પી એમ(PM)

      પ્રજ્ઞાબેન,આપના સુંદર અને અભ્યાસુ પ્રતિભાવ માટે આભાર.

      આપે Toofan mail, duniya yeh duniya toofan mail ગીત અને એનો અંગ્રેજી અનુવાદ કર્યો છે એ ખુબ જ સુંદર અને પ્રેરક છે.આપનો ખુબ જ આભાર.

      આ ગીત મૂળ 1942માં બનેલી હિન્દી ફિલ્મ જવાબ નું છે .આ ગીત એ વખતની મશહુર
      ગાયિકા કાનન દેવી એ ગાયું હતું.લતા મંગેશકરે કાનન દેવીને શ્રધાંજલિ આપવા માટે ગાયેલ આ ગીતને યુ-ટ્યુબના વિડીયોની નીચેની લિંક ઉપર માણો .ખુબ જ પ્રેરક અને ગમી જાય એવું ગીત છે,

      Toofan mail-Lata mangeshkar(shradhanjali)

      Like

  2. chandravadan મે 22, 2012 પર 2:50 પી એમ(PM)

    પ્રવાસીઓ ગાડીમાં ચડતા જ રહેવાના,

    પ્રવાસીઓ ઉતરતા જ રહેવાના,

    સંસારની ગાડી તો બસ ચાલતી જ રહેવાની.

    રચના – વિનોદ આર. પટેલ
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Vinodbhai,
    Rachana…..Nice one !
    Enjoyed the Post.
    May be more from old notebook !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

    Like

  3. Vinod R. Patel મે 23, 2012 પર 4:13 એ એમ (AM)

    ગુજરાતના જાણીતા લેખક અને મારા મિત્ર શ્રી રજનીકુમાર પંડ્યાએ મારી કાવ્ય રચના વાંચીને ઈ-મેલથી

    મને એમનો નીચેનો પ્રતિભાવ પાઠવ્યો છે.

    From: Rajnikumar Pandya
    To: vinodbhai patel
    Sent: Monday, May 21, 2012
    Subject: Re: New Post No.52 – મારી સ્વ રચિત અછાંદસ કાવ્ય રચના -ટર્મિનસ

    બહુ માર્મિક છે. અભિનંદન-રજનીકુમાર પંડ્યા

    આ પ્રતિભાવ મોકલીને મને પ્રોત્સાહિત કરવા માટે શ્રી રજનીકુમારભાઈનો ખુબ આભારી છું.

    શ્રી રજનીકુમાર પંડ્યાના બ્લોગ ઝબકારની નીચેની લીંક ઉપર મુલાકાત લઈને અને એમના

    લેખો વાંચીને એમનો પરિચય મેળવવા માટે વાચકોને ભલામણ છે .

    http://zabkar9.blogspot.com/search?updated-min=2012-01-01T00:00:00%2B05:30&updated-max=2013-01-01T00:00:00%2B05:30&max-results=3

    Like

  4. Hasmukh Doshi મે 24, 2012 પર 1:28 એ એમ (AM)

    Thanks for both Terminas and Gunvantbhai’s artical. I disagree about view of Sati. Today, we are enjoying good health and long life, because of our forfathers have knowledge of how to protect the gene. And it was that reason the tredition of sati was part of the life. If a widow women remarries than her body when she receives seminual fluid from her second husband craetes abnornality and if she conceives another child than the child will have lower quality of mixed genes. Also, the reason why we have brest cancers and other caacers are the cauess of such remarriages. It is also this reason why we called ” Pati Parmeshwer”.. Woman shall have only one husband/person in their lives. Thanks.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.