વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 783 ) મારું સુખ દુખ — શરીફા વીજળીવાળા/અંકિત ત્રિવેદી (સંકલિત)

મારું સુખ દુખ 

સુખની પરિભાષા શું ? દુખની વ્યાખ્યા શું ? સુખ અને દુખ સિક્કાની બે બાજુ જેવા છે. સુખ-દુખ અથવા આનંદ-વ્યથા જેવી અનુભૂતિઓ માણસ-માણસમાં ફરક નથી જોતી. દુનિયામાં આજ સુધી એવો એક પણ માણસ નથી જન્મ્યો, જે આ બે અનુભૂતિઓથી પર રહી શક્યો હોય. માણસ જન્મે ત્યારથી લઈ મરે ત્યાં સુધી તેના જીવનમાં અનેક એવા પડાવો આવતા હોય છે, જ્યારે માણસ આનંદ-પીડા કે સુખ-દુખની લાગણી અનુભવતો હોય છે. ‘મારું સુખ-દુખ’ નામના આ વિભાગમાં અમે વિવિધ ક્ષેત્રની નામી વ્યક્તિઓને સુખ-દુખ કે આનંદ-પીડા વિશે કેટલાક પ્રશ્નો કર્યા છે. અને તેમની પાસે એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે ખરેખર સુખ કોને કહેવાય? દુખ કોને કહેવાય ? કઈ પરિસ્થિતિમાં તેમને આનંદ કે પીડા થાય છે? તો ચાલો જાણીએ કે વ્યક્તિગત સુખ-દુખ વિશે શું કહે છે આ બે જાણીતી હસ્તીઓ.

ખભા પરથી ઈતિહાસને ખંખેરવાની મથામણ

શરીફા વીજળીવાળા

Maru Sukh-dukh-1

‘khabarchhe.com’ના વાચકો શરીફા વીજળીવાળાના નામથી હવે અજાણ નથી. કારણ કે આ પહેલા ‘સુદામા ઉત્સવ મૈત્રીનો’ વિભાગમાં આપણે એમનો એક ભાવાત્મક લેખ માણ્યો છે. અહીં તેમણે તેમના અંગત સુખ દુખની કથાની માંડણી કરી છે. જોકે અહીં આલેખાયેલા શબ્દોમાંથી પસાર થતાં તમને એ વાતનો અહેસાસ થશે કે આપણી ભાષાના આ ઉત્તમ સંપાદક- સંશોધકની સુખ-દુખની લાગણીઓ માત્ર સ્વ પૂરતી સીમિત નહીં રહેતા સમષ્ટિ સુધી વિસ્તરેલી છે.

આમ તો સુખ કે દુઃખની કોઈ વ્યાખ્યા હોઈ ના શકે કારણ કે દરેક વ્યક્તિ માટે સુખ અને દુઃખ બિલકુલ જ પોતીકા હોવાના. આ બંને એવી લાગણી છે કે વ્યક્તિએ વ્યક્તિએ એ જુદો અર્થ ધારણ કરવાની. મારા માટે સુખ એટલે ગમતા મિત્રોનું આસપાસ હોવું, ગમતા વિષયો પર ગપ્પા મારવા, ત્રીજે ઘેર સંભળાય એવું ફેફસાંફાડ હસવું, ધાર્યા પ્રમાણે કામનો ઉકેલ આવવો. અને એમાંય કંઈપણ જાણવા આતુર વિદ્યાર્થીઓ પાસે આખાને આખા ઠલવાઈ જવામાં જે સુખ મળે તે બીજા કશામાં ન મળે. જોકે આજકાલ છેલ્લા બે સુખ ભાગ્યે જ મળે છે. આનાથી ઝાઝું કદી ઈચ્છ્યું નથી ને માગવાની મને ટેવ નથી.

આ આખો લેખ આ લીંક પર ક્લિક કરીને વાંચો.

 

ખુમારી અને ખાનદાનીથી જીવન ઉત્સવ ઉજવવાની વાત..અંકિત ત્રિવેદી

Maru Sukh-dukh -2

અંકિત ત્રિવેદી આપણી ભાષાના જાણીતા કવિ છે. ઓછાબોલા કવિઓ જ્યારે મુશાયરામાં કાવ્ય પઠન સુધી જ સીમિત રહે છે ત્યારે આ યુવાન કવિ સંચાલન સુધી વિસ્તરેલા છે. હવે તો એવી પરિસ્થિતિ થઈ છે કે ગુજરાતી સુગમ સંગીત કે કવિતાના ભાગ્યે જ કોઈ કાર્યક્રમ હશે, જે અંકિત ત્રિવેદીના સંચાલન વિના પૂરા થતા હશે. આ ઉપરાંત તેઓ વિવિધ અખબારોમાં કૉલમ લેખન સાથે પણ સંકળાયેલા છે. અહીં તેમણે એમના અંગત સુખ દુખની વાતોની કરી છે.

સુખ અને દુખ આ બંને એવી બાબતો છે, જેની કોઈ એક યુનિર્સલ વ્યાખ્યા હોતી નથી. આ બંને બાબતો વ્યક્તિગત દૃષ્ટિકોણ પર આધાર રાખે છે. અને એટલે જ જેમ દરેક માણસનું સત્ય જુદું હોઈ શકે એમ તેનું સુખ કે દુખ પણ અલગ જ હોવાનું. મારા માટે મારું સુખ એટલે નિતાંત એકાંત. એટલે જે વસ્તુમાંથી, જે વ્યક્તિમાંથી કે કોઈના સાનિધ્યમાં રહેવાથી હું મારા એકાંતનો અનુભવ કરી શકું એ મારું સુખ. મારા આનંદની વાત કરું ત્યારે સૌથી પહેલો ક્રમ સ્વાભાવિકપણે જ કવિતાનો આવે, જેનાથી મને અદમ્ય આનંદ મળે છે. આ ઉપરાંત મને મૌન રહેવાથી અને મૌન બાદ અનાયાસે પ્રકટ થતાં શબ્દમાંથી પણ આનંદ મળે છે.

આખો લેખ  આ લીંક પર ક્લિક કરીને વાંચો.

(સાભાર/સૌજન્ય– http://www.khabarchhe.com/)

========================================

દરેક શુભ કાર્યની પ્રારંભે જેનું સ્મરણ કરાય છે  એ વિઘ્ન હર્તા દેવ શ્રી ગણેશજીની ચતુર્થીનું આજે પાવન પર્વ છે. 

સૌ મિત્રોને ગણેશ ચતુર્થીનાં અભિનંદન અને શુભેચ્છાઓ 

Ganesh Chaturthi-2

 

1 responses to “( 783 ) મારું સુખ દુખ — શરીફા વીજળીવાળા/અંકિત ત્રિવેદી (સંકલિત)

  1. pragnaju સપ્ટેમ્બર 18, 2015 પર 3:57 એ એમ (AM)

    ગણેશ ચતુર્થીનાં અભિનંદન અને શુભેચ્છાઓ

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.