વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 837) ૮૦ મા જન્મદિને એક નવું પ્રસ્થાન-વાર્તાઓ અને ચિંતન લેખોના ઈ-પુસ્તકોનું વિમોચન

૧૫મી જાન્યુઆરી, ૨૦૧૬ એ મારો ૮૦ મો  જન્મ દિવસ છે. આ દિવસે મારી જીવન યાત્રાનાં ૭૯ વર્ષ પૂરાં કરીને હું ૮૦ ના દસકામાં પ્રવેશ કરી રહ્યો છું.આ દિવસે ભૂતકાળમાં અમદાવાદમાં માણેલ પતંગોત્સવના આનંદ અને જન્મોત્સવના આનંદની એ મધુર યાદો તાજી થઇ જાય છે. “માણ્યું એનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણુ “

સમય સમયનું કામ કર્યે જાય છે . દર વર્ષે ઉંમરના સરવાળામાં એક વર્ષ ઉમેરાતું જાય છે એની સાથે નિયતિએ જે આવરદા નક્કી કર્યો હશે એમાંથી એક વર્ષ ઓછું થતું જાય છે. જીવનનો દરેક સૂર્યોદય નિશ્ચિત આવરદામાંથી એક દિવસ ઓછો કરીને અસ્ત પામતો હોય છે.

જોશ મલીદાબાદીનો એક સરસ શેર છે:

”જીતની બઢતી,ઉતની ઘટતી, જિંદગી આપ હી આપ કટતી “

જિંદગીની મુસાફરી માટે આપણી આ શરીર અને આત્માની ગાડી જન્મ નામના સ્ટેશનેથી ઉપડે છે અને ઉંમરના જુદા જુદા સ્ટેશનોએ વિવિધ અનુભવો કરાવતી છેવટે મૃત્યુના અંતિમ સ્ટેશને જઈને અટકી જાય છે.

૧૯૩૭ ના જાન્યુઆરીમાં એ વખતે વિદેશ ગણાતા રંગુન,બ્રહ્મ દેશમાં થયેલ જન્મ પછી ઉપડેલો મારો જીવન રથ વતન ડાંગરવા,કડી,  અમદાવાદ-કઠવાડા- અમદાવાદની ૫૮ વર્ષની લાંબી મુસાફરી કરીને હાલ ૮૦ વરસે છેલ્લા ૨૨ વર્ષથી અમેરિકામાં, સાન ડિયેગોમાં આવીને અટક્યો છે.શારીરીક રીતે હજી કાર્યરત રહેવાય છે એને હું પ્રભુની  કૃપા માનું છું.

ગયા વરસે મારા ૭૯મા જન્મ દિવસે ગત જીવન-ફલક પર એક નજર કરી થોડું આત્મ મંથન અને ચિંતન કરેલું એને અહીં ક્લિક કરીને વાંચી શકાશે.

એ પોસ્ટમાં રજુ કરેલ મારી જીવન કિતાબનાં પૃષ્ઠો મુજબ જીવનના તપતા લોખંડ ઉપર સંજોગોના હથોડા પડતા ગયા એમ જિંદગી આકાર લેતી ગઈ છે.

જે કોઈ પણ પરિસ્થિતિ આવી પડે એની સાથે સમજુતી કરી લેવાની ટેવ અને વિપત્તિ ને સંપત્તિ માની મજબુત મનોબળથી આગળ વધી દરેક પળને આનંદથી માણવાના ધ્યેય સાથે જીવવા માટે હું ઘડાયો અને ટેવાયો છું .અને એટલા માટે જ શારીરીક મર્યાદાઓ હોવા છતાં બ્લોગના  મહાસાગરમાં  સેલારા મારતો સૌને વિનોદ વિહાર કરાવી રહ્યો છું.

પ્રભુને હું પ્રાર્થના કરું છું કે હે પ્રભુ તારી કૃપાના પુસ્તકની પ્રસ્તાવનાનું એક પાનું બની શકું એ માટે મને એવી શક્તિ પ્રદાન કર કે જેથી જે કઈ શેષ જીવન બાકી છે એને વિવિધતાઓથી ભરી મારો જીવન માર્ગ સફળતાથી  કાપતો રહું.  

મારા ૮૦ મા જન્મ દિવસે સાહિત્ય ક્ષેત્રે એક નવું પ્રસ્થાન

બે નવાં ઈ-પુસ્તકો- “સફળ સફર “ અને “ જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ “ નું

પ્રકાશન અને વિમોચન

સપ્ટેમ્બર ૨૦૧૧ થી વિનોદ વિહાર બ્લોગના માધ્યમથી ખરા અર્થમાં મારી ગુજરાતી સાહિત્યમાં લેખન અને સંપાદનની યાત્રા શરુ થઇ છે. આજ સુધીમાં આ બ્લોગમાં મુકાએલી મારી સ્વ-રચિત વાર્તાઓ અને ચિંતન લેખોમાંથી ચયન કરીને ૨૧ વાર્તાઓ અને ૨૧ ચિંતન લેખોને આવરી લઈને ૮૦ મી જન્મ જયંતીએ બે ઈ-પુસ્તકોનું પ્રકાશન કરવાનો મને એક વિક પહેલાં જ વિચાર આવ્યો .

જો કે આ પહેલાં  “સહિયારું સર્જન “ના રેકોર્ડ સંખ્યામાં પુસ્તક પ્રકાશનથી જાણીતા હ્યુસ્ટન નિવાસી શ્રી વિજય શાહએ  “સંવર્ધન માતૃભાષા”નામના ૧૨૦૦૦ કરતાં વધુ પાનાના બહાર પડેલ મહા ગ્રંથમાં સમાવેશ કરવામાં આવેલી મારા બ્લોગમાં પ્રગટ આવી જ સાહિત્ય સામગ્રીનું સંકલન કરી બે પુસ્તકો એમની રીતે તૈયાર કરીને એમેઝોન પર વેચાણ માટે મુક્યાં છે .પરંતુ મને લાગ્યું કે સુજ્ઞ વાચકો મારા એ સાહિત્યનો વિના મુલ્ય લાભ લઇ શકે એટલા માટે મારા બ્લોગમાં એ પુસ્તકોની મારી સાહિત્ય સામગ્રીને મારી રીતે મઠારીને અને જોડણીની રહી ગયેલી ભૂલો સુધારીને મારા બ્લોગમાં ઈ-બુકથી પ્રસિદ્ધ કરવાં જોઈએ.

આજે મારા ૮૦મા જન્મ દિવસની પોસ્ટમાં મને ઈ-બુક તૈયાર કરવાનો પ્રથમ જ અનુભવ હોવા છતાં એ લક્ષ્ય થોડા દિવસોમાં સંભવિત બની શક્યું એનો મને ખુબ આનંદ અને સંતોષ છે. આથી વાચકો એ જ સાહિત્યને વિના મુલ્યે વાંચી શકશે એનો મને આનંદ છે.

મારા બ્લોગની શરૂઆતથી જ મિત્ર, ફિલસૂફ અને માર્ગદર્શક બની સહ સંપાદક શ્રી સુરેશભાઈએ ખુલ્લા દિલે હમેશાં બ્લોગીંગ માટે જરૂરી માર્ગ દર્શન અને ટેકનીકલ સહાય મને પૂરી પાડી છે એના માટે હું એમનો આભારી છું. 

આજના મંગલ દિને આવા સહૃદયી મિત્ર શ્રી સુરેશભાઈ જાનીના વરદ હસ્તે આ બે ઈ-પુસ્તકોનું વિમોચન થયેલું જાહેર કરતાં હું આનંદ અનુભવું છું. 

આ બે ઇ-પુસ્તકો માટે આવકાર અને શુભેચ્છા સંદેશ મોકલવા માટે શ્રી સુરેશ જાની ,શ્રી રમેશ પટેલ (આકાશ દીપ ) અને શ્રી વિજય શાહનો આભારી છું.જે વાચકોએ આ બુકોમાં સમાવિષ્ટ વાર્તાઓ અને લેખો પર એમના પ્રતિભાવો આપ્યા છે એ સૌનો પણ આભાર માનું છું.

આ બે ઈ-પુસ્તકોનાં મુખ પૃષ્ઠોનાં નીચેનાં ચિત્રો પર ક્લિક કરીને એમાંની સચિત્ર સાહિત્ય સામગ્રીને માણો.  

safal safar- cover-SBJ

 

Jevi drashti

 

 આપની અનુકુળતાએ આ ઈ-બુકો જોઈ અને એમાંની સાહિત્ય સામગ્રી વાંચી મારો ઈ-બુક પ્રકાશનનો આ પ્રથમ પ્રયાસ આપને કેવો લાગ્યો એના પર આપનો પ્રતિભાવ જરૂર લખશો . 

અંતમાં,આજ દિન સુધીની મારી જીવન સફરને  આહલાદક બનાવનાર તથા અમેરિકામાં નિવૃતિના જીવન સંધ્યાના આ સોનેરી કાળને રસિક અને આનંદમય બનાવવામાં અગત્યનો ફાળો આપનાર મારાં સંતાનો ,ભાઈઓ ,બહેનો ,અન્ય કુટુંબીજનો,મુરબ્બીઓ, અને મિત્રો,બ્લોગર મિત્રો સહીત, સૌનો આજે મારા ૮૦ મા જન્મ દિવસે હૃદયથી આભાર માનું છું.

વિનોદ પટેલ ,

જાન્યુઆરી ૧૫,૨૦૧૬

૮૦ મો જન્મ દિવસ

આજની જન્મ દિવસની પોસ્ટને અનુરૂપ જિંદગીની ફિલસુફી રજુ કરતાં મને ગમતાં કિશોર કુમારનાં આ બે ગીતો આ વિડીયોમાં માણી દિલને બહેલાવીએ . 

Kishor Live Zindagi ka safar 

Kishore Kumar Live: Zindagi Ek Safar (BBC)

 

59 responses to “( 837) ૮૦ મા જન્મદિને એક નવું પ્રસ્થાન-વાર્તાઓ અને ચિંતન લેખોના ઈ-પુસ્તકોનું વિમોચન

 1. pravinshastri જાન્યુઆરી 15, 2016 પર 8:10 એ એમ (AM)

  માનનીય સ્નેહાળ વડીલ મિત્ર વિનોદભાઈને જન્મદિનના વધામણાંની સાથે સાથે પુસ્તક પ્રકાશિત ઈ-પુસ્તકના વિમોચન માટે ખૂબ ખૂબ અભિનંદન અને સાદર પ્રણામ.
  અજાતશત્રુ વિનોદભાઈનું સમગ્ર જીવન સંઘર્ષ, પુરુષાર્થ અને જીવનના અનેક સુખદ-દુઃખદ પ્રસંગોથી ભરપૂર છે. મારી સમજ પ્રમાણે તો એમનું જીવન જ સાહિત્યનો મહાગ્રંથ છે. એમણે એમની જીવન દ્ર્ષ્ટિ કમેશાં હકારાત્મક બનાવીને હસતે ચહેરે સુખદ સૃષ્ટિ સર્જી છે.
  પ્રમાણિકપણે કહું તો એમનુ તમામ સર્જન હજું મેં વાંચ્યું નથી. છતાં છેલ્લા ત્રણ વર્ષમાં જેટલું વાંચ્યું છે તે બધું ઉત્તમ લાગ્યું છે. એઓ ગજબના સંકલનકાર છે. મારી વાર્તા ઉપરાંત મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી શરૂ કરવાની પ્રેરણા મને વિનોદ વિહારમાંથી જ મળી છે.
  આગામી બીજા એકવીશ વર્ષ સુધી એઓ તંદુરસ્તી જાળવીને વાચકોને ઉત્તમ સાહિત્ય પીરસતા રહે એજ પ્રભુ પ્રાર્થના. હું જાણું છું કે મારા બ્લોગના બધા જ વાચકો વિનોદ વિહારથી અજાણ્યા નથી. તેમ છતાં એમના પ્રત્યેનો આદરભાવ એમની જીવન યાત્રાનો આ લેખ રીબ્લોગ કરવા પ્રેરે છે. HAPPY BIRTHDAY VINODBHAI

  Like

 2. P.K.Davda જાન્યુઆરી 15, 2016 પર 8:15 એ એમ (AM)

  જન્મ દિવસની લાખ લાખ વધાઈ.
  શેષ જીવન સુખ, શાંતિ અને આનંદમય હો, એવી પ્રભુને પ્રાર્થના.

  Like

 3. pravinshastri જાન્યુઆરી 15, 2016 પર 8:23 એ એમ (AM)

  માફ કરજો વિનોદભાઈ ક્યાં કશીક ગરબડ છે. રીબ્લોગ થતું જ નથી. ચક્કર ફર્યા કરે છે. આ પહેલાં પણ મને આવો અનુભવ થતો હતો. મારે ચેક કરવું પડશે.

  Like

  • Vinod R. Patel જાન્યુઆરી 15, 2016 પર 10:11 એ એમ (AM)

   પ્રિય પ્રવીણભાઈ ,

   આપના મારા માટેના સ્નેહાળ શબ્દો મારા હૃદયને આદ્ર બનાવી ગયા. આપના જેવા મિત્રોનો પ્રેમ જ મને હું જે કઈ પણ અને જેવું પણ કઈ કરી રહ્યો છું એને બહેતર બનાવવાની સદા પ્રેરણા આપતા રહે છે.

   આપની શુભેચ્છાઓ અને પ્રેમ માટે આપનો ખુબ ખુબ આભાર

   Liked by 1 person

 4. Pingback: ( 837) ૮૦ મા જન્મદિને એક નવું પ્રસ્થાન-વાર્તાઓ અને ચિંતન લેખોના ઈ-પુસ્તકોનું વિમોચન | પ્રવીણ શાસ્ત્ર

 5. સુરેશ જાન્યુઆરી 15, 2016 પર 8:47 એ એમ (AM)

  જન્મદિનની વધામણી.
  મારું ગમતીલું ગીત ‘ મધુર ગીત ગાવાની ઝંખના ઉરે’ નો ઈબુકમાં સમાવેશ કરવા માટે ખુબ ખુબ આભાર.

  Like

 6. Narendra જાન્યુઆરી 15, 2016 પર 9:07 એ એમ (AM)

  Vinodbhai,
  Happy birth day.
  Narendra Mehta (not Modi).
  follower

  Like

 7. Vimala Gohil જાન્યુઆરી 15, 2016 પર 9:19 એ એમ (AM)

  આજના શુભદિવસે પ્રણામસહ અભિનંદન.
  આપના જીવનના નિચોડ સરીખા લેખથી જીવનના પડ્કારો,સંઘર્ષ,ચડાવ-ઉતાર સામે અડગ રહી, પરિસ્થિતિનો સામનો કરવાની પ્રેરણા પ્રાપ્ત થઈ. આજના શુભદિને પ્રભુને પ્રર્થનાકે આવી પ્રેરણા પ્રસાદી આપતા રહો.

  આપના જન્મ દિવસે અમને ઈ-પુસ્તક્ની ભેટ મળી તે બદલ આભાર.
  છેલ્લે કિશોરદાના અલગ-અલગ ભાવના પણ જિંદગીના બે પાસા દર્શાવતા ગીતો માણ્યા.

  ફરી એક્વાર ઉમંગભર્યા અભિનંદન.

  Like

 8. chaman જાન્યુઆરી 15, 2016 પર 10:40 એ એમ (AM)

  વિનોદભાઈ, જન્મદિન મુબારક. વેબજગતને વળગી રહી, મન સાથે તનની શુભેચ્છા સાથે-ચમન

  Like

 9. Pragnaji જાન્યુઆરી 15, 2016 પર 12:40 પી એમ(PM)

  વિનોદભાઈ, સાદર પ્રણામ.જન્મદિન મુબારક. ઈ-પુસ્તકના વિમોચન માટે ખૂબ ખૂબ અભિનંદન અને મન સાથે તનની શુભેચ્છા, શેષ જીવનશાંતિ અને આનંદમય હો, એવી પ્રભુને પ્રાર્થના.

  Like

 10. nabhakashdeep જાન્યુઆરી 15, 2016 પર 12:56 પી એમ(PM)

  આપના ઉરના મીઠડા ભાવોને ઝીલી અમે તો સદા વિનોદભરી ખુશી માણી છે. આજે ૮૦મી જન્મ જયંતીએ શુભેચ્છાઓનો ધોધ અંતરે વહે છે….આપ પર પ્રભુજીનો રાજીપો સદા છલકાતો રહે..એવી પ્રભુ પ્રાર્થના.
  ………

  ખુશીની વધામણી…
  બે કવિ મિત્રોને અભિનંદનથી શુભેચ્છા પાઠવવાનું ટાણું…….. કેલિફોર્નીઆ નિવાસી, આદરણીય શ્રી વિનોદભાઈ પટેલ..૮૦મી જન્મ જયંતિ…બે સુંદર ઈ-બુકથકી ,સાહિત્યના સૌરભથી સૌને સહભાગી બનાવી રહ્યા છે, તો શ્રી પંચમભાઈ શુક્લ(યુ.કે.)થી વતન આંગણે માતૃભાષાની મધુરી સરવાણી, પરદેશ સ્થિત સાહિત્યકારોને ખુશી ધરશે.

  આદરણીય શ્રી વિનોદભાઈની, તન-મનની તંદુરસ્તી ને ઉમળકો આમ આપણી વચ્ચે આજ રીતે લહેરાતો રહે..એવી શુભેચ્છા સાથે વંદન…આવો માણીએ તેમના સાહિત્યનો રસથાળ…વિનોદ વિહારે.

  બે કવિ મિત્રો..શ્રી પંચમભાઈ શુક્લ(યુ.કે.)ને શ્રી વિનોદભાઈ પટેલ(USA) ને અભિનંદન….. સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

  January 15, 2016 by nabhakashdeep

  સુંદર બે ઈ-પુસ્તકો એ આપનો ચિંતન વૈભવ છે..જે નિરાળો છે…અમને આવકાર દેવાનું સૌભાગ્ય મળ્યું એની પણ ખૂબ જ ખુશી છે. શ્રી સુરેશભાઈ જાની..ભુદેવના સ્વસ્તિ વચનો અમે પણ આપની સાથે સદા યાદ રાખીશું…ખૂબ જ ઉમદા સંકલન.

  -રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 11. Anila Patel જાન્યુઆરી 15, 2016 પર 1:48 પી એમ(PM)

  Janm divasni ohoob khoob shubhechchhao. Khob khoob abhinandan.

  Like

 12. Pingback: બે કવિ મિત્રો..શ્રી પંચમભાઈ શુક્લ(યુ.કે.)ને શ્રી વિનોદભાઈ પટેલ(USA) ને અભિનંદન….. સંકલન-રમેશ પટેલ(આકા

 13. Devika Dhruva જાન્યુઆરી 15, 2016 પર 2:03 પી એમ(PM)

  જન્મદિનની ખુબ ખુબ શુભેચ્છાઓ અને સાદર પ્રણામ. સોનામાં સુગંધ સમી, સારા દિવસે જ ઈબૂક બની તે માટે પણ દિલથી અભિનંદન. આપના તન-મનનું સ્વાસ્થ્ય સદા કુશળ રહે એ જ પ્રાર્થના.

  Like

 14. hirals જાન્યુઆરી 15, 2016 પર 2:10 પી એમ(PM)

  કાકા, સંક્રાતિના પાવન પર્વ પર આપને જન્મદિવસની અનેક શુભેચ્છાઓ.

  Like

 15. aataawaani જાન્યુઆરી 15, 2016 પર 6:39 પી એમ(PM)

  પ્રિય વિનોદભાઈ
  તમને તમારા 80 માં જન્મ દિવસની હાર્દિક વધાઈ
  તમારી પરીસ્થીને અનુકુળ થવાની આવડત ની ટેવ તમને શારીરિક મર્યાદા હોવા છતાં વિનોદ વિહાર કરી રહ્યા છો . અને અમ જેવાને વિનોદ વિહારના મહાસાગરમાં સેલારા કરાવો છો . પરમેશ્વર તમારી જીવન નૌકા બરાબર ચલાવશે . તંદુરસ્તી સાથે ઘણું જીવો એવી શુભેચ્છાઓ આતાના જય સ્વામીનારાયણ

  Like

 16. Vinod R. Patel જાન્યુઆરી 15, 2016 પર 7:03 પી એમ(PM)

  A nice message in Hindi via e-mail

  From: Jitendra Padh
  Date: 2016-01-15
  Subject: happy brith day
  To: Vinod Patel

  आदरणीय वडिल बंधु vinod patel को
  मेरा लाख लाख अभिनंदन
  —————————————-
  मुबारकबादी /सालग्रिरह
  ************************
  हँसी की सौगात मुबारक
  खुशीओ भरा लम्हा मुबारक
  दर्दोगम न आए पास
  महोबते खज़ाना मुबारक
  आंखोमें छूपे ख़्वाब मुबारक
  ताज़गीए नज़ारा मुबारक !
  नयी ज़िंदगी ,नया सबेरा
  अरमानो का आस्मां मुबारक़
  क़ामयाबी छुए कदमों
  फतेहमंदी की मंज़िल मुबारक
  धन दौलत का करना क्या ?
  हमारी दुवा सलाम मुबारक
  अरमानों का साँस मुबारक
  रिश्तोंकी झंकार मुबारक
  हौशले की उड्डाण मुबारक
  ताकतवर हो पंख मुबारक
  हरा भरा हो साथ मुबारक
  हिमते अहसास मुबारक
  मुरादों की सजे मेहफ़िल
  चाहत गुंजन निवास मुबारक
  सालगिराह पे गुलदस्ता नहीं
  मेहकता हुवा बाग मुबारक
  जितेंद्र पाढ़ /रिले सिटी /नॉर्थ केरोलिना /अमेरिका /१५ /१ / २०१६ /

  Like

 17. Vinod R. Patel જાન્યુઆરી 15, 2016 પર 9:54 પી એમ(PM)

  E-mail message from

  Jagdish Joshi
  To vinodbhai patel

  વિનોદભાઈ,
  જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.
  વર્ષોવર્ષ આવા જન્મદિવસ આવતા રહે અને આપના તરફથી ઇ-બુકની પ્રસાદી મળતી રહે તેવી પ્રભુપ્રાર્થના.
  જયશ્રી કૃષ્ણ
  જગદીશ જોશી

  Like

 18. pragnaju જાન્યુઆરી 16, 2016 પર 6:43 એ એમ (AM)

  મુ શ્રી વિનોદભાઇ
  જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ
  તમારા પારદર્શક જીવન અને તમારા લેખોમાંથી ઘણી પ્રેરણા મળે.
  ચિંતન લેખોના ઈ-પુસ્તકોનું વિમોચન ખૂબ સુંદર વિચાર
  લગભગ બધાં જ લેખો માણ્યા છે બધા ફરી માણતા અભિનંદન આપવાનું વિસરાઇ ગયું.!
  તમારી સૌથી ગમતી વાતમા તમારા વિચાર,વાક્યો કે આખો લેખ રી બ્લોગ કર્યો હોય અને તમારું સૌજન્ય લખવાનું રહી ગયું હોય તો કીડી પર કટક જેમ તુટી પડે તેમ તમને વિચાર પણ નથી આવ્યો.હવે ના શેષ જીવનમા આવી જ ઉદારતા રહે તેવી ઇશને પ્રાર્થના

  Like

  • Vinod R. Patel જાન્યુઆરી 16, 2016 પર 8:22 એ એમ (AM)

   પ્રિય પ્રજ્ઞાબેન,

   મારા બ્લોગમાં પોસ્ટ થતા મારા લેખોના સૌ પ્રથમ આપના તરફથી પ્રતિભાવ પ્રાપ્ત થતા હોય છે એ ખુબ ઉત્સાહિત કરે છે .ઘણીવાર એ પ્રતિભાવો
   ખુબ અભ્યાસુ અને પોસ્ટની પૂર્તિરૂપ બને એવા હોય છે. આપનો આવો પ્રેમ મને સતત મળ્યા કર્યો છે એ મારું સદભાગ્ય છે.આપની શુભેચ્છાઓ એ મારા માટે આશીર્વાદ રૂપ છે. એના માટે આપનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. આવો જ પ્રેમ મળ્યા કરશે એવી આશા રાખું છું.

   Like

 19. Kalpana Raghu જાન્યુઆરી 16, 2016 પર 7:51 એ એમ (AM)

  મુ.વિનોદ કાકા,
  જન્મ દિવસની ખૂબ ખૂબ વધાઈ. આપના આશીર્વાદની અમારા જેવા ઉગતા લેખકોને અને સાહિત્ય ક્ષેત્રને ખૂબ જરૂર છે. હમેશા સ્વસ્થ રહો તેવી ઈશ્વરને પ્રાર્થના
  કલ્પના રઘુ.

  Like

 20. Vinod R. Patel જાન્યુઆરી 16, 2016 પર 11:15 એ એમ (AM)

  E-mail message from

  Jagdish Joshi <jtj1948@gmail.com

  Friday, January 15, 2016

  વિનોદભાઈ,
  જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.
  વર્ષોવર્ષ આવા જન્મદિવસ આવતા રહે અને આપના તરફથી ઇ-બુકની પ્રસાદી મળતી રહે તેવી પ્રભુપ્રાર્થના.
  જયશ્રી કૃષ્ણ

  જગદીશ જોશી

  Like

 21. Vinod R. Patel જાન્યુઆરી 16, 2016 પર 11:21 એ એમ (AM)

  E-MAIL Message from

  Nilam Doshi <nilamhdoshi@gmail.com

  Happy Birthday Vinod bhai..
  shatam jivam shardam

  મારો ગુજરાતી બ્લોગ..
  http://paramujas.wordpress.com

  Like

 22. Vinod R. Patel જાન્યુઆરી 16, 2016 પર 12:08 પી એમ(PM)

  E-mail message from Shri Anand Rao Lingayat- a Renowned Gujrati Story Writer and Editor of Gunjan

  Anand rao
  To vinodbhai patel Jan 15

  A Very Happy Birth Day ….
  Vinodbhai.

  – Anand Rao

  Like

 23. Vinod R. Patel જાન્યુઆરી 16, 2016 પર 12:13 પી એમ(PM)

  E-mail message from –

  Uttam Gajjar
  1-16-2016
  To vinodbhai patel

  જન્મદીવસની ખુબ ખુબ મુબારકબાદી..
  વીનોદભાઈ,
  તંદુરસ્ત રહો અને ભાષાસેવા કરતા રહો..

  Like

 24. Vinod R. Patel જાન્યુઆરી 16, 2016 પર 12:45 પી એમ(PM)

  E-MAIL Message from —

  SARYU PARIKH
  To vinodbhai patel
  Jan 15,2016

  વિનોદભાઈ,
  જન્મદિવસ મુબારક.
  ઘણા વર્ષોથી સાહિત્ય રસથી વાતચીત ચાલુ છે. તમારી ઈબુકો માટે શુભેચ્છા.
  લખતા રહીએ અને મળતા રહીએ.
  Saryu Parikh.
  http://www.saryu.wordpress.com

  Like

 25. Vinod R. Patel જાન્યુઆરી 16, 2016 પર 1:06 પી એમ(PM)

  E-mail message from-

  Dr.Kanak Ravel
  To vinodbhai patel Jan 15

  અનેક ધન્યવાદો અને શુભેચ્છાઓ,વિનોદભાઈ – કનકભાઈ

  Like

 26. धनेशचंद्र भावसार (टोरोन्टो) જાન્યુઆરી 16, 2016 પર 8:33 પી એમ(PM)

  विनोदभाई, आपके जन्मदिन पे आपको लाख लाख बधाई ।

  Like

 27. ગોવીન્દ મારુ જાન્યુઆરી 17, 2016 પર 7:40 એ એમ (AM)

  જન્મદીવસની ખુબ ખુબ શુભેચ્છાઓ…

  Like

 28. Vinod R. Patel જાન્યુઆરી 17, 2016 પર 11:12 એ એમ (AM)

  ૯૪ વર્ષના સદા બહાર મિત્ર અને વડીલ આતાજીનો મારા માટે એક આશીર્વાદ જેવો ઈ-મેલ સંદેશ.

  himatlal joshi
  To vinodbhai patel
  Jan 15

  પ્રિય વિનોદભાઈ

  તમને તમારા 80 માં જન્મ દિવસની હાર્દિક વધાઈ

  તમારી પરીસ્થીને અનુકુળ થવાની આવડત ની ટેવ તમને શારીરિક મર્યાદા હોવા છતાં વિનોદ વિહાર કરી રહ્યા છો . અને અમ જેવાને વિનોદ વિહારના મહાસાગરમાં સેલારા કરાવો છો . પરમેશ્વર તમારી જીવન નૌકા બરાબર ચલાવશે . તંદુરસ્તી સાથે ઘણું જીવો એવી શુભેચ્છાઓ આતાના જય સ્વામીનારાયણ

  શ્રી હિમતલાલ જોશી -આતાજી
  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.

  Like

 29. Vinod R. Patel જાન્યુઆરી 17, 2016 પર 12:32 પી એમ(PM)

  Rajul Kaushik January 17, 2016 at 12:23 PM સંપાદન કરો
  મુરબ્બી શ્રી વિનોદભાઇ,
  જન્મ દિનથી શરૂ થતા આપના અગામી વર્ષો માટે ખુબ ખુબ શુભકામના.આપનું જીવન પ્રેરણાદાયી છે. એકલતામાં અનુભવાતા એકાકીપણાને વળોટીને આપના સર્જનનો પરિચય આપે કરાવ્યો છે….. અભિનંદન

  Like

 30. Vinod R. Patel જાન્યુઆરી 19, 2016 પર 9:34 એ એમ (AM)

  E-mail message from my old friend since 1961-62 Mr. Hashmikh Doshi, Huston ,Tx.

  H. H. Doshi
  To vinodpatel63@yahoo.com

  Vinodbhai:

  First of all I am little late to respond to your E mail. Please accept my 80th Birthday good wishes from me and many more to come. We all are Century batsmen! Thanks for the your two E books and certainly appreciate you taking time and publishing the same. I certainly will take time to read it. Again, my best wishes on your 80th Birthday and Have healthy, Happy and spiritual long life. Hasmukh Doshi

  Like

 31. La' Kant " કંઈક " જાન્યુઆરી 19, 2016 પર 11:01 પી એમ(PM)

  “ગમતીલું ગીત ‘ મધુર ગીત ગાવાની ઝંખના ઉરે’ “…. ભીતરથી જે ઉકલ્યું તે, ઉલટથી ગાઈ જવામાં લિજ્જત છે . આનંદ …. અભિનંદન સુચારુ અભિવ્યક્તિ માટે …

  Like

 32. Pingback: ( 1001 ) અમદાવાદની ઉત્તરાણ /વાસી ઉતરાણ – જન્મ દિવસનાં સંસ્મરણો | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: