વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

”સીનીયર સીટીઝન તો તેને રે કહીએ …” – એક પેરડી કાવ્ય રચના …. સંકલિત

” ગોદ્ડીયો ચોરો”બ્લોગથી જાણીતા મિત્ર શ્રી ગોવિંદભાઈ પટેલ -જેસરવાકર એ એમને વોટ્સેપ પર મળેલ ”સીનીયર સીટીઝન તો એને રે કહીએ ” એ નામનું પેરડી કાવ્ય મને વોટ્સેપ પર ફોરવર્ડ કર્યું એ મને ગમી ગયું.

દરેક સીનીયર સિટીઝનને ગમી જાય એવી આ કાવ્ય રચના આજની પોસ્ટમાં સાભાર પ્રસ્તુત છે.

ગાંધીજીના પ્રિય ભજન ”વૈષ્ણવ જનનો તેને રે કહીએ ” એના પરથી રચિત આ પેરડી કાવ્ય વિ.વિ.ના વાચકોને પણ જરૂર વાંચવી ગમશે.

આ કાવ્યને એક રીતે જોઈએ તો એમાં સીનીયરો માટેની આચાર સંહિતા -Dos & Don’ts – જોવા મળે છે.

આ પેરડી કાવ્યને આગળ વધારી એમાં મેં મારી થોડી પંક્તિઓ એમાં ઉમેરી છે. શ્રી ગોવિંદભાઈ પટેલ જેવા સીનીયર શીઘ્ર કવિ મિત્રોને પ્રતિભાવ પેટીમાં આ કાવ્યને હજુ પણ આગળ વધારવા આમન્ત્રણ છે.

વિનોદ પટેલ

અજ્ઞાત કવિની સીનીયર સિટીજનની આચાર સંહિતા સમી પેરડી કાવ્ય રચના 

 આ પેરડી કાવ્યમાં મારો ઉમેરો….

શરીર વ્યાધિગ્રસ્ત હોય ત્યારે, એનાથી ના ડરતો રે
મજબુત મનોબળથી દુખોનો સદા સામનો કરતો રે

તન-મનને સ્વસ્થ રાખી,પ્રભુનું સ્મરણ સદા કરતો રે,
ખોટા વ્યસનોને ત્યજી,યોગથી શરીરને સાચવતો રે

પરિવર્તનના આ યુગમાં,જુના બધા આગ્રહો ત્યજતો રે
નવી પેઢીને સમજી લઇને,સંપી હળી મળીને રહેતો રે

જીવનના આ સુવર્ણ કાળમાં,સદા પ્રવૃતિમય રહેતો રે
બાકી જીવનમાં બનતી જન સેવાથી,નામ મૂકી જતો રે.

વિનોદ પટેલ

સિનીયર સીટીઝનોએ ખાસ વાંચવા જેવો લેખ/કાવ્યો
સૌજન્ય- વાત્સલ્ય

સીનીયર સીટીઝનનું સ્વરાજગુણવંત શાહ

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.