વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(84) ચંદ્રની ધરતી ઉપર પ્રથમ પગ મુકનાર અમેરિકન નિલ આર્મસ્ટ્રોંગની ચીર વિદાય

તા. ૨૦ મી જુલાઈ ,૧૯૬૯નાં રોજ ચંદ્રના ગ્રહ ઉપર પર     પ્રથમ વખત પગ મૂકનાર અમેરિકાના દંતકથારૃપ અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગે   એમની ૮૨ વર્ષની ઉંમરે આ પૃથ્વીના ગ્રહ ઉપરથી ચીર વિદાય લઇ લીધી છે.

કેટલાક   સમય અગાઉ જ તેમના હૃદયનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આજ મહિને તેમણે  પો તાનો જન્મ દિન પણ મનાવ્યો હતો. તેમના મૃત્યું અંગે પરિવારજનોએ નિવેદન બહાર  પા ડ્યું હતું એમાં જણાવ્યું હતું કે હાર્ટસર્જરી બાદ ઉત્પન્ન થયેલી  જ ટી લતાઓથી એમની તબિયત બગડતાં તેમનું નિધન થયું હતું.  

ચન્દ્રની ધરતી ઉપર પગ  મુ કવાના આશયથી પૃથ્વી ઉપરથી ઉપડેલા અવકાશયાન  એપોલો-૧૧ નીલ આર્મસ્ટ્રોંગના સુકાનીપદે   બીજા બે અવકાશયાત્રીઓ બજ  એલ્ડ્રીન અને માઇકલ    કોલિન્સને લઇ સાથે ઉપડ્યું હતું .૨૦મી  જુલાઇ ૧૯૬૯નો દિવસ કે જે દિવસે  ની લ આર્મસ્ટ્રોંગે ચંદ્રની ધરતી પર પ્રથમ વખત પગ મૂક્યો હતો એ દિવસ આ અવકાશયાન   યાત્રીઓ માટે અને વિશ્વ માટે એક ગૌરવમય ઐતિહાસિક દિવસ બની ગયો.આ ૪,૦૦,૦૦૦ કિલોમીટરની ઐતિહાસિક યાત્રા  પૂર્ણ કરવામાં એમને ૪ દિવસ લાગ્યા હતા.

નીલ આર્મસ્ટ્રોંગ અને તેમની     સા થે તેમના સહયોગી એડવીન એલ્ડ્રીન   અવકાશ યાનમાંથી ઉતરીને ચંદ્ર પર લગભગ ૩    કલાક રોકાયા હતા .ઉતરીને ચંદ્ર પર અમેરિકાનો રાષ્ટ્ર ધ્વજ    ફરકાવ્યો હતો.ચંદ્રની સપાટી ઉપરથી ખડકોના અંશ અને ચન્દ્રના સંશોધન કાર્ય  માટે ખોદીને માટી એમની સાથે પરત થતાં લેતા આવ્યા હતા.

સામ્યવાદી દેશ રશિયાએ,  ઓક્ટોબર ૪,૧૯૫૭ના રોજ અવકાશમાં ૧૮૪ પાઉન્ડ વજનનું સ્પુટનિક-૧ અવકાશ યાન સફળતાથી  ઉડાડી બતાવ્યું એથી મૂડીવાદી દેશ અમેરિકા સફાળું બેઠું થઇ ગયું હતું.આ   બન્ને દેશોની ચંદ્ર ઉપર વહેલો કોણ પગ મુકે છે એની હરીફાઈમાં છેવટે આ ઐતિહાસિક વૈજ્ઞાનિક   સી ધ્ધિ મેળવીને અવકાશ વિજ્ઞાનમાં પણ અમેરિકાએ એક સુપર પાવર તરીકેનું   પો તાનું સ્થાન ઇતિહાસમાં જાળવી રાખ્યું છે ,જેના માટે દરેક   અમેરિકન આજે વ્યાજબી રીતે ગર્વ લઇ રહ્યો છે. 

એપોલો ૧૧ સ્પેસ ક્રાફ્ટના કમાન્ડર તરીકે  ૨૦મી જુલાઇ ૧૯૬૯ના રોજ નીલ આર્મસ્ટ્રોંગે આ અવકાશી સિધ્ધિનો ઈતિહાસ રચ્યો એ  વખતે અમેરિકાના ચોટના અખબાર ન્યુયોર્ક ટાઈમ્સમાં નીચે પ્રમાણે સમાચાર  ચમક્યા હતા.

નીલ આર્મ્સ્ત્રીંગનું જીવન   સમગ્ર અમેરિકા અને વિશ્વના યુવાનો કે જેઓ   અવકાશ સંશોધન માટે માટે  નાસા  ખાતે  દિન રાત  હાલ માટે કઠોર પરિશ્રમ  કરી  રહ્યા  છે,  એમને  માટે  નીલની  સિધ્ધિઓ  એક  ઉદાહરણરૃપ છે. અધ્યતન ટેકનોલોજીની મદદથી અવકાશી સંશોધનની યાત્રામાં ભારતનું  એક સ્ત્રી રત્ન કલ્પના ચાવલા પોતાનું મિશન કોલમ્બિયા પુરું કરે એ પહેલાં  જ એના અન્ય સાથીઓ સાથે  શહીદ  બની   ગઈ હતી એ આપને જાણીએ છીએ!

ભારતની  જ અને   ગુજરાતની એક બીજી બહાદુર મહિલા સુનિતા વિલિયમ્સ સ્પેશ મથકના નિર્માણકાર્યમાં  સહાયક બનવા માટે આ લખાય છે એ વખતે અત્યારે હાલ અવકાશમાં ઘૂમીરહી છે.ભારતને ગૌરવ અપાવનાર આ સ્ત્રી-રત્ન એના મિશનમાં સફળ  થાય એ માટે આપણે શુભેચ્છા આપીએ.

Neil Armstrong with President Obama

આ મહાન અવકાશ યાત્રી નીલ   આ ર્મસ્ટ્રોન્ગને શ્રદ્ધાંજલી આપતાં પ્રમુખ બરાક ઓબામાએ જણાવ્યું હતું કે   નીલની ગણના ફક્ત તેમના સમયમાં જ નહીં પરંતુ કાયમ માટે એક મહાન અમેરિકન   હીરો તરીકે થશે. તેમણે જણાવ્યું હતું કે મને અને મારી પત્નીને આ દુઃખદ  સમાચાર સાંભળીને ઘણો આઘાત લાગ્યો છે.

નીલ આર્મસ્ટ્રોંગ વિષે  અને  એના  એપોલો -11ના  ઐતિહાસિક  સાહસ  અંગે  અધિક   જાણકારી નીચેના

વિડીયોમાંથી મેળવો.   

Remembering Neil Armstrong: First Man on the Moon

આ મહાન અમેરિકન હીરો  અને અવકાશ યાત્રી 

નીલ  આર્મસ્ટ્રોંગને વિનોદ વિહારની હાર્દિક

શ્રધાંજલી

 

7 responses to “(84) ચંદ્રની ધરતી ઉપર પ્રથમ પગ મુકનાર અમેરિકન નિલ આર્મસ્ટ્રોંગની ચીર વિદાય

 1. pragnaju ઓગસ્ટ 28, 2012 પર 7:44 એ એમ (AM)

  અમારી ભાવભીની શ્રધ્ધાંજલી

  Like

 2. PRATAPSINH DARBAR ઓગસ્ટ 28, 2012 પર 9:09 એ એમ (AM)

  I CANNOT GET YOUR EMAIL IN ENGLISHFOND IS DIFFERENT SO PLEASE SEND ME IN ENGLISH OR IN GUJARATI FOND SO I CAN ENKJOY YOUR E MAIL

  Like

 3. સુરેશ ઓગસ્ટ 28, 2012 પર 10:01 એ એમ (AM)

  ચન્દ્ર ઉપર પહેલો માનવી: ભાગ -1
  http://gadyasoor.wordpress.com/2008/08/05/first_man_on_moon/

  ચન્દ્ર ઉપર પહેલો માનવી: ભાગ -2
  http://gadyasoor.wordpress.com/2008/08/06/firstman_moon_2/

  Like

 4. Sharad Shah ઓગસ્ટ 28, 2012 પર 7:44 પી એમ(PM)

  ચાંદ આજ રડ્યો તમારા મરણે
  પવિત્ર થયો જે તમારા ચરણે

  Like

 5. પરાર્થે સમર્પણ ઓગસ્ટ 29, 2012 પર 3:29 એ એમ (AM)

  આદરણીય વડીલ શ્રી વિનોદભાઈ,
  સરસ પેપર કટિંગ સાથે ફોટા સહીત અનોખી રજૂઆત દર્શાવતો લેખ.
  અમારી પણ શ્રદ્ધાંજલિ .
  હમણાં કોમ્પ્યુટરમાં પ્રોબ્લેમ હોવાથી બ્લોગ પર આવી શકાતું નહોતું.

  Like

 6. જીવન કલા વિકાસ ઓગસ્ટ 30, 2012 પર 3:12 પી એમ(PM)

  ભગવાન તેમની આત્માને શાંતિ આર્પે..
  જય સ્વામિનારાયણ…

  http://wp.me/p2tu75-7I

  Like

 7. aataawaani ઓગસ્ટ 31, 2012 પર 5:27 પી એમ(PM)

  ભગવાન આર્મ trong ના આત્માને ચંદ્ર લોકમાં સ્થાન આપજો

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: