વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 731 ) જિંદગી જીન્દાદીલી કા નામ હૈ …. પ્રેરણા લેખ

સાન ડિયેગો ,31 મે 2015

કેન્સર ગ્રસ્ત લોકો પ્રત્યે હમદર્દી વ્યક્ત કરવા અને કેન્સરના રોગ માટે લોકોમાં જાગૃતિ લાવવા, હું જે શહેરમાં રહું છું એ અમેરિકાના સુન્દરતમ શહેર સાન ડીયેગોમાં તાંજેતરમાં Rock ‘n’ Roll Marathon -મેરેથોન દોડ -નું આયોજન કરવામાં આવ્યું હતું ,જેમાં લગભગ ૨૫૦૦૦ માણસોએ ઉત્સાહથી ભાગ લીધો હતો.

આ મેરેથોન દોડમાં નોર્થ કેરોલીનાનાં ૯૨ વર્ષીય Harriette Thompson પણ કેન્સર ગ્રસ્ત લોકો પ્રત્યે સહાનુભુતિ વ્યક્ત કરવા આ Rock ‘n’ Roll Marathon -દોડની રેસમાં અંત સુધી સતત દોડી પૂરી કરી એક નવો વિક્રમ નોધાવ્યો હતો.

Harriette Thompson પોતે એક કેન્સરમાંથી મુક્ત થયેલ મહિલા છે.એના કુટુંબમાં ઘણી વ્યક્તિઓ કેન્સર ગ્રસ્ત બની મૃત્યુ પામી છે.હાલ એનો પુત્ર કેન્સરની બીમારી ભોગવી રહ્યો છે.

At 92, Harriette Thompson became the oldest woman to finish a marathon.

આ પ્રસંગના બે વિડીયોમાં એને નિહાળો .

Harriette Thompson finishes San Diego Rock ‘n’ Roll Marathon

San Diego’s News Source – 10 News, KGTV

હેરીયતની આ જીન્દાદીલી અને અથાક સક્રિયતા સૌને માટે બોધ દાયક નથી શું ?

યાદ આવે છે આ મુક્તક …

જિંદગી જીન્દાદીલી કા નામ હૈ ,

મુર્દાદીલ ક્યાં ખાક જીયા કરતે હૈ ?”

૯૨ વર્ષીય Harriette Thompson ની જવાંમર્દી અને જીંદાદિલીને સલામ

આપણા હાલના સુપર સ્ટાર અમિતાભ બચ્ચનના પિતાશ્રી અને હિન્દી સાહિત્યના પ્રખ્યાત કવિ હરિવંશરાય બચ્ચનની આ જાણીતી કાવ્ય રચના “કોશિશ કરનેવાલો કી હાર નહી હોતી ” નું સ્મરણ થાય છે .આ રહ્યું એ કાવ્ય …..

આ કાવ્યમાં “કોશિશ ” શબ્દને બદલે “હિંમત ” શબ્દ લખાયો છે , એ શબ્દ પણ બરાબર બંધ બેસતો છે .  

Harivanshraay

આ કાવ્યને આ વિડીયોમાં અમિતાભ બચ્ચનના મુખે ગવાતું સાંભળો અને માણો.
Koshish Karne walon ki haar nahi hoti by

Amitabh Bachchan

3 responses to “( 731 ) જિંદગી જીન્દાદીલી કા નામ હૈ …. પ્રેરણા લેખ

  1. pragnaju જૂન 6, 2015 પર 1:35 પી એમ(PM)

    મેરેથોન દોડમાં નોર્થ કેરોલીનાનાં ૯૨ વર્ષીય Harriette Thompson પણ કેન્સર ગ્રસ્ત લોકો પ્રત્યે સહાનુભુતિ વ્યક્ત કરવા આ Rock ‘n’ Roll Marathon -દોડની રેસમાં અંત સુધી સતત દોડી પૂરી કરી એક નવો વિક્રમ નોધાવ્યો હતો.ના સમાચાર જોયા હતા આજે વીડીયો જોયો
    ધન્ય ધન્ય

    સાથે હરિવંશરાય બચ્ચનની રચનાનું અમિતાભ બચ્ચનના પઠનમા મઝા આવી

    Like

  2. dee35(USA) જૂન 6, 2015 પર 6:06 પી એમ(PM)

    ૯૨ વર્ષના માજી અમારા જેવાને પાઠ ભણાવી ગયાં! કાલથી આળસ છોડીને જીમમાં જવાનો નિશ્ચય કરેજ છુટકો.આભાર.આ જાતના વિડીયો ફેસબુક અને વોટસ એપ ઉપર કઈ રીતે મોકલી શકાય તે બાબત જણાવવા વિનંતી.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.