વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓગસ્ટ 6, 2015

( 762 ) ઘર એટલે ઘર …… વિનોદ પટેલ

સહિયારું સર્જન – ગદ્ય અને શબ્દોનું સર્જન બ્લોગ દર મહીને એક વિષય આપીને લેખકોને એના ઉપર નિબંધ, વાર્તા કે કાવ્ય રચનાઓ મોકલવા માટે આમંત્રે છે.

ઓગસ્ટ મહિના માટે એમણે “ઘર એટલે ઘર ” વિષય નક્કી કરી એના પર લેખ લખી મોકલવા જણાવ્યું હતું.

એના જવાબમાં મેં પણ આ વિષય ઉપર લેખ લખી સહિયારું સર્જન – ગદ્ય ના શ્રી વિજય શાહ અને શબ્દોનું સર્જનનાં સુ.શ્રી પ્રજ્ઞાબેન દાદભાવાલાને “ઘર એટલે ઘર ” નામે મારો લેખ મોકલ્યો હતો.

આ લેખ જે સહિયારું સર્જન –ગદ્ય બ્લોગમાં પ્રસિદ્ધ થયો છે એને વિનોદ વિહારનાવાચકોને વાંચવા સારું આજની પોસ્ટમાં નીચે પ્રસ્તુત છે.આશા છે આપને એ વાંચવો ગમશે .

ઘર એટલે ઘર …… વિનોદ પટેલ

ghar-etleghar

દરેક મનુષ્યને એના જીવનમાં મનમાં એક સ્વપ્ન રમતું હોય છે કે મારે પણ મારું પોતાનું ઘર હોય . આ સ્વપ્નને જેમ બને એમ જલ્દી સાકાર કરવા માટે એ પ્રયત્નશીલ બને છે. છેવટે જ્યારે એ પોતાના ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે એને સ્વર્ગ માત્ર એક હાથ જ છેટું લાગે છે. એને મનથી એમ લાગે છે કે મારું ઘર એ જ મારા માટે મારું સ્વર્ગ છે .મિત્રો સાથે એ જ્યારે એના ઘરના ઘરની વાત કરતો હોય છે ત્યારે એના હૃદયનો ઉમળકો ઉડીને આંખે વળગે એવો સ્પષ્ટ દેખાય છે.

આમ જોવા જઈએ તો ઘર એટલે સિમેન્ટ, લોખંડ, લાકડું ,રંગ રોગાન વિગેરેભૌતિક ચીજ વસ્તુઓથી બનાવેલું એક મકાન.દરેક ઘર એક મકાન છે પણ દરેક મકાન એ કઈ ઘર નથી.દરેક મકાનમાં એક ઘર રહેતું હોય છે.

દરેક ઘર એમાં રહેતાં માણસોના જીવનની વાતો જાણતું હોય છે.દરેક ઘરમાં જીવન ધબકતું રહેતું હોય છે.મકાનનાં સરનામાં બદલાતાં રહે છે,એમાં અવાર નવાર રાચ રચીલું બદલાયા કરે છે, મકાનમાં તોડ ફોડ થતી રહે છે,પરંતુ એમાં વસતા માણસોના ઈતિહાસ સાથેનો ઘરનો આત્મા કદી બદલાતો નથી એનો એજ રહે છે.

આ આખો લેખ અહીં ક્લિક કરીને વાચો.

આ આખો લેખ અહીં ક્લિક કરીને વાચો. 

 

ઘર એક મંદિર 

જે ઘર સાથે જીવનનાં ૩૦ વરસો ની ખટ મીઠી યાદો જોડાઈ ગઈ હતી એ અમારું નારણપુરા અમદાવાદનું ઘર “શિવ કૃપા ”  હવે અમારું નથી રહ્યું, ઘણાં વરસો થયાં એ વેચાઈ ગયું છે.

એ કોઈ મકાન ન હતું પણ જે અનેક સામાજિક પ્રસંગોનું સાક્ષી બન્યું હતું એવું એક અમારું ઘર મંદિર હતું. આ  ઘરની એક યાદગાર તસ્વીર આ રહી …..

WP_20150401_029