વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓગસ્ટ 25, 2015

( 773 ) અનામત અને એ અંગે કેટલાંક પ્રાસંગિક હાઈકુ

આજે દેશમાં અનામતના  લાભો મેળવવા માટે પછાત ગણાવા માટેની પડાપડી થઇ રહી છે.બધાંને અનામત જોઈએ છે. આજકાલ પાટીદારો-પટેલો પણ એ મેળવવા માટે આંદોલન ચલાવી રહ્યા છે, મોટી સભાઓ ગજાવી સંખ્યા બળનો પરચો બતાવી રહ્યા છે.બ્રાહ્મણો અને જૈનો પણ એ પગલે જવા માગે છે.

દુનિયામાં ફક્ત ભારત જ એક એવો દેશ હશે જ્યાં લોકોને પછાત રહેવામાં સુખ જણાય છે. રાજકારણીયોની ચુંટણીમાં મત મેળવવા માટેની એક રાજરમત જેવી આ અનામત પ્રથાએ દેશમાં ખોટું ઝેર ફેલાવ્યું છે.દેશ રૂપી સાપે છછુંદર ગળ્યું છે એ ગળાતું એ નથી અને મુકાતું એ નથી . અનામતના આ વણ જોઈતા બખંડ જંતર એ દેશને વેર વિખેર કરી દીધો છે.

દેશમાંથી આ અનામત પ્રથા જેમ બને એમ જલ્દી દુર થવી જ જોઈએ. શિક્ષણ ક્ષેત્રે કે બીજે જે યોગ્ય હોય ,બૌધિક રીતે સમર્થ હોય એને જ ગુણવત્તા પ્રમાણે જ લાભ અપાવો જોઈએ પછી એ કોઈ પણ જાતિનો કેમ ન હોય ! બહુ જ સીધું સાદું આ ગણિત છે એ આ એકવીસમી સદીમાં પણ આટલાં બધાં વર્ષો બાદ પણ દેશના વહીવટદારોને  સમજાતું નથી એ દેશ માટેની એક કમનશીબી છે.

અનામત વિષેના આવા મનોમંથનો – વિચારોમાંથી પ્રેરિત કેટલીક પ્રાસંગિક હાઈકુ રચનાઓ અત્રે પ્રસ્તુત છે.

Reservation cartoon

અનામત અંગે કેટલાંક પ્રાસંગિક હાઈકુ

ભારતમાં જ

પછાત રહેવું એ

આશીર્વાદ છે !

========

અનામતનું

પૂછડું પકડાયું 

છૂટતું નથી !

========

પટેલો અને

બ્રાહ્મણો ઈચ્છે હવે

અનામતને !

=========

દેશમાંથી આ  

અનામતનું ભૂત

ક્યારે ભાગશે ?

========

મન કી બાત 

નેતાની સૌ સાંભળે    

પ્રજાની કોણ ?

વિનોદ પટેલ. ૮-૨૫-૨૦૧૫