વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 769 ) શ્રી પી.કે. દાવડા સાથે સાન ડીયેગોમાં થયું રૂબરૂ સ્નેહ મિલન

મળ્યા મને સાન ડિયેગોમાં મળવા જેવા માણસ- શ્રી પી.કે.દાવડા  

જીવન સફરમાં સંઘર્ષ કરી સિધ્ધિઓને વરેલ ૫૦ મહાનુભાવોનો પરિચય એમની મળવા જેવા માણસની પરિચય શ્રેણીમાં કરાવનાર લેખક શ્રી. પી.કે.દાવડા તારીખ ૮-૧૯-૨૦૧૫ ના રોજ સાન ડિયેગોમાં એમની સુપુત્રી સાથે ટૂંકી મુલાકાત લઈને મને મળવા આવ્યા હતા.આ માટે એમનો આભારી છું.જો કે મુલાકાત થોડા સમય માટે હતી પણ અમે બન્ને સ્નેહી મિત્રો માટે તો એ એક અવિસ્મરણીય પ્રસંગ બની ગયો.

શ્રી દાવડાની સુપુત્રી જાસ્મીનને સાન ડિયેગોની જાણીતી કંપની ફાઈઝરમાં જુન મહિનાથી સારા હોદ્દા અને પગાર સાથેની જોબ મળી છે એને મળવા માટે તેઓ પ્રથમ વાર જ સાન ડિયેગોની ખુબ ટૂંકી એક વીકની મુલાકાતે આવ્યા છે. ગયા રવિવારે આવ્યા અને આ શનિવારે તો સાન ફ્રાંસીસ્કો ,ફ્રીમોન્ટ એમના પુત્રને ત્યાં પરત જશે.

શ્રી દાવડાજીને પહેલાં એમની સ્થિર છબીઓમાં જોએલા, એમણે યુ-ટ્યુબ પર અપલોડ કરેલા વિડીયોમાં સત્સંગ કરતા એમને હાલતા અને બોલતા સાંભળેલા , એમના વૈવિધ્ય સભર લેખોથી એમને માનસિક રીતે પ્રમાણ્યા હતા. પરંતુ જ્યારે સન્મુખ  પ્રેમથી રૂબરૂ મળ્યા એનો આનંદ ખુબ અનેરો હતો .

આ પ્રસંગે મારા નિવાસ સ્થાને ઝડપેલ કેટલીક યાદગાર તસ્વીરો અને થોડી આત્મીય વાતચીતનો વિડીયો સૌ મિત્રોને શેર કરતાં આનંદ થાય છે.

આ મુલાકાતને ઉજાગર કરતી લગભગ ૮૦ ની ઉમરે આવી પુગેલા બે હમ સફર , સહૃદયી સાહિત્ય મિત્રો ની આ રહી થોડી યાદગાર તસ્વીરો

આ બે તસ્વીરો શ્રી દાવડાજીની પુત્રી જાસ્મીનએ મારા સેલ ફોન કેમેરા પર ઝડપી છે. આભાર જાસ્મીન.

WP_20150819_001

WP_20150819_003 1
શ્રી દાવડાની સુપુત્રી સાથેની અમારા બન્નેની આ તસ્વીર મારી રૂમમાં મારા કોમ્પ્યુટર ના વેબ કેમેરા પર લીધી હતી.

Jasmin,davda,vinodbhai

શ્રી દાવડા સાથે મારી રૂમમાં બેસીને કરેલ વાતચીતના થોડા અંશો આ પ્રસંગની યાદગીરી રૂપે મારા કોમ્પ્યુટરના વિડીયોમાં રેકોર્ડ કરી લીધી હતી એ પણ નીચે પ્રસ્તુત છે.આ વિડીયોની વાતચીતમાં બન્ને મિત્રોના મુખ પર ઘણા વખત પછી રૂબરૂ મેળાપનો આનંદ ચોખ્ખો જોઈ શકાય છે.

એમના અનેક મિત્રો સાથે સંપર્ક અને સંબંધ તાજો રાખવાની કળા તો શ્રી દાવડાજી પાસેથી જ શીખવી રહી. આ વિડીયોમાં વાતચીત ચાલતી હતી ત્યાં એમના પર બે ફોન આવી ગયા.ગોદ્ડીયો ચોરો ફેઈમ સન્મિત્ર શ્રી ગોવિંદભાઈ સાથે ફોનમાં થતી વાત પણ આ વિડીયોમાં આવી ગઈ છે.

છુટા પડતાં મને પ્રેમથી ભેટી રહેલ શ્રી દાવડાજીએ મને ધરપત આપી હતી કે હવે પછીની સાન ડિયેગોની મુલાકાત વખતે તેઓ લાંબા સમય સુધી મારી સાથે બેસીને વાતો કરશે. એમની પુત્રી જાસ્મીને પણ કહ્યું કે પપ્પા હવે જ્યારે સાન ડિયેગો ફરી આવશે ત્યારે હું જાતે આવીને તમોને લઇ જઈશ . આખરે તો દીકરીનો જીવ છે ને !

10 responses to “( 769 ) શ્રી પી.કે. દાવડા સાથે સાન ડીયેગોમાં થયું રૂબરૂ સ્નેહ મિલન

  1. pragnaju ઓગસ્ટ 20, 2015 પર 3:48 એ એમ (AM)

    જ્યાં જ્યાં સમર્થ ત્યાં ત્યાં ધન્ય. અને જ્યાં જ્યાં ધન્ય ત્યાં ત્યાં સમર્થ. ધન્ય મિત્રતા
    આ પોયરી તો ક્યાંક મળેલી હોય તેમ લાગે છે !

    Like

  2. સુરેશ ઓગસ્ટ 20, 2015 પર 5:05 એ એમ (AM)

    વાહ! રૂબરૂ મળ્યા જેવું લાગ્યું.

    Like

  3. Dhanesh Bhavsar (Toronto) ઓગસ્ટ 20, 2015 પર 6:29 એ એમ (AM)

    विनोदभाई अने दावडाजीनी मुलाकातनो विडियो जोवानो बहु गम्यो. विनोद विहारथी ज बन्नेथी परिचित छुं.

    Like

  4. pravinshastri ઓગસ્ટ 20, 2015 પર 6:52 એ એમ (AM)

    મને જ ના બોલાવ્યો. ભલે મને તામારી સાથે સોફા પર ન બેસાડો પણ ફોટા ખેંચવા તો બોલાવવો હતો. હવે બધ્ધા સાથે કિટ્ટા.
    વડીલ મિત્રોને સાદર વંદન.

    Like

  5. dee35(USA) ઓગસ્ટ 20, 2015 પર 7:43 એ એમ (AM)

    વાહ ભાઈ વાહ,બુઝર્ગોને પણ ફીલમ ઉતરાવતાં કેવો આનંદ આવે છે? આ દેશમાં ભાગ્યસાળીને જ મિત્રોનું સુખ મળે છે.અાભાર.

    Like

  6. Vinod R. Patel ઓગસ્ટ 20, 2015 પર 11:14 એ એમ (AM)

    E-mail message from Mr. Navin Banker -Houston –

    Navin Banker
    To P.K.Davda Vinodbhai Patel

    કાશ ! હમ ભી ઐસે મીલે હોતે ઔર હમારા ભી વીડીઓ બનતા ઔર લોગ હમેં ભી દેખતે !

    Navin Banker

    Like

  7. nabhakashdeep ઓગસ્ટ 20, 2015 પર 11:43 એ એમ (AM)

    ધન્ય ઘડી!

    સ્નેહથી સભર વ્યક્તિત્ત્વવાળા…આદરણીયશ્રી વિનોદભાઈ ને શ્રી પી.કે.દાવડા સાહેબ….આપની આ સેન્ડીયાગોની મુલાકાતના ફોટા જૉઇ, ખૂબ જ આનંદ થયો..અમે સંજોગોવસાત, બીજે છેડે જ્યોર્જીઆમાં હોવાથી ..ત્રીજા પક્ષકારનો લાભ ગુમાવી બેઠા!આપ પ્રેરણાને જોમ પૂરતા મિત્રમંડળના સેનાપતિ જેવા છો..સૈનિકો જેવા અમે સૌ સહભાગી થઈ આનંદ ઝિલીયે છીએ. સંતાનોની પ્રગતિ જોઈ ખુશી અનુભવી.

    સરસ ફોટો ને ભાવ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  8. Anila patel ઓગસ્ટ 20, 2015 પર 3:04 પી એમ(PM)

    Aam achanak malavathi ketalo anand thayo e kalpanathij bhav vibhor bani javay baki Americamato varsho sudhi raheta nikatana svajanoe bhagyej mali shakata hoy chhe.

    Like

  9. Kirit ઓગસ્ટ 20, 2015 પર 6:03 પી એમ(PM)

    Very Nice. two of the current excellent writers of America Together. God bless you both.
    – Kirit Mehta

    Like

  10. Pingback: ( 828 ) પી.કે.દાવડાના બે લેખ….. (૧) રાષ્ટ્ર, રાજ્ય અને રાજ્યસંઘ..(૨) હીપ્પી ચળવળની આડ અસરો | વિનોદ વિહાર

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.