વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 908 ) ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પ્રથમ ‘સાહિત્ય રત્ન’ એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ ડો. ગુણવંત શાહને અભિનંદન

Gunvant Shah- sahity ratna

ગત સોમવાર,તારીખ ૧૬ મી મેં,૨૦૧૬ ના રોજ અમદાવાદમાં ટાગોર હોલ,પાલડી ખાતે ગુજરાતના જાણીતા ચિંતક,લેખક અને સાહિત્યકાર શ્રી ગુણવંત શાહને આદરણીય શ્રી.મોરારિ બાપુના વરદ હસ્તે ગુજરાત સાહિત્ય અકાદમી નો પ્રથમ “સાહિત્ય રત્ન” એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.સમારંભના અધ્યક્ષ સ્થાને ગુજરાતના મુખ્ય શ્રીમતી આનંદીબેન ઉપસ્થિત રહ્યા હતા.

ચિંતક ડો.ગુણવંત શાહને સાહિત્ય ક્ષેત્રે તેમના પ્રદાન બદલ પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત થયો છે.આ અગાઉ એમને રણજિતરામ ચંદ્રક,ગુજરાત સાહિત્ય અકાદમીના પાંચ એવોર્ડ,ગુજરાતી સાહિત્ય પરિષદના ચાર એવોર્ડ પણ એનાયત થયેલા છે.

આપણા પુરાતન વારસા સમાં ઉપનિષદ,રામાયણ ,મહાભારત,બુદ્ધ ,મહાવીર કે શ્રીકૃષ્ણ પરના એમનાં પુસ્તકો મારફતે ડો.શાહે એમની ચિંતક તરીકેની પહેચાન કરાવી દીધી છે.

નાઈલને કિનારે કેરોમાં વસતા નેટ પરના વેપારી અને મૂળ અમદાવાદના વતની મિત્ર શ્રી મુર્તઝા પટેલ કે જેઓ હાલ અમદાવાદમાં હોઈ એમના પ્રિય મુ. ગુણવંતદાદાને સાહિત્ય અકાદમી તરફથી ‘સાહિત્ય રત્ન’નો પ્રથમ એવોર્ડ મળ્યો એ સમારંભમાં હાજર રહ્યા હતા.

સોમવારની સાંજ સુધારી દેનાર આ મહેફિલની યાદગાર મીનીટોની મિનીટ્સ (અહેવાલ) મુર્તઝાભાઈ એ એમની આગવી સ્ટાઈલમાં ફેસ બુક પેજ પર મૂકી છે એને સાભાર નીચે પ્રસ્તુત છે.

જે જગ્યા પર મુ. ગુણવંતભાઈ શાહ અને પૂ. અને પ્રિય મોરારિબાપુ એક મંચ પર ભેગા થાય અને એમાંય ભાગ્યેશભાઈ જ્હાનું ઈંટ્રો-વક્તવ્યથી શરૂઆત થાય, ને પછી એમાં મંત્રી નાનુભાઈ વાનાણી અને મુખ્ય-બા આનંદીબૂન સાથ પૂરાવે ત્યારે એ મહેફિલમાં મિનીટ્સ નહિ પણ મિઠાશ અને મહેક કેટલી મળે છે એ જોવું જરૂરી બની જાય.

ગઈકાલે મુ. ગુણવંતદાદાને સાહિત્ય અકાદમી તરફથી ‘સાહિત્ય રત્ન’નો જે પ્રથમ એવોર્ડ મળ્યો એ જોઈ દિલ ઝૂમ થઇ ઝૂમે એમાં કોઈ શક નથી.સોમવારની સાંજ સુધરી ગઈ.

‘ગુજરાતીના કોઈ પણ સુપર-ક્વોટની પાછળ ‘ગુણવંત શાહ’ લખી નાખો તોય લેખે લાગે એવું સ્ટેટસ બનાવનારા આ ગુણવંત વ્યક્તિનું યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ (ટાગોર હોલમાં) યોગ્ય વ્યક્તિ-સંત મોરારિબાપુ દ્વારા સન્માન મળવું એ મારી નજરે નેશનલ નોબેલ પુરસ્કાર જ લાગે છે.

કાર્યક્રમ ભલેને એક કલાક મોડો શરુ થયો છતાં પણ એ મોમેન્ટ્સને ભક્તિ-સૂરીલી બનાવી દેનાર દીપ્તિબેનના મસ્ત મજાનાં કંઠે ભર-ગરમીના માહોલમાં દિલ-દિમાગને ઠંડુ કરી નાખ્યું. Hardwar Goswami, Lata Hirani જેવાં કવિ-રત્નોએ પણ ગુણવંતદાદાના ગૂણોને થોડાંમાં પણ મસમોટી ગૂણમાં લાવી શબ્દોથી સૌને નવડાવી દીધાં રે !

“આ એવોર્ડ એટલીસ્ટ હું તો સરકારને પાછો નહિ જ આપું” કહી પ્રોગ્રામને પંચથી શરૂઆત કરી ગુણવંતદાદાએ એમના ‘વાઈબ્રન્ટ વક્તવ્ય’થી વાક્યે વાક્યે જલસો કરાવી દીધો.

અને પ્યારે મોરારિબાપુ તો કશુંયે ન બોલે ને ફક્ત પોડિયમ પાસે આવી ઉભા રહે તો પણ ચાલે. છતાં એમના દિલદારી વ્યક્તિત્વમાંથી નીકળેલા એક-એક ‘વેલ્વેટ વક્તવ્યએ’ સૌના દિલ પર વેક્યુમ-ક્લિનીંગ કરી નાખ્યું. ટૂંકમાં ‘હાર્ટ ગાર્ડન ગાર્ડન થઇ ગયું યાઆઆર !’

ક્યાંકથી પણ આ પ્રોગ્રામની વિડીયો DVD મળે તો જરૂર મેળવી લેજો. કારણકે “આવી મહેફિલ સાચે જ…નસીબદારોને મળે છે.” એમ હું છાતી ઠોકીને કહું છું.Amisha બેન, તમે મને ‘ઇન્વાઇટ્યો’ એ બદલ..સુપર-થેંક્યું.

આ પ્રોગ્રામનો વિડીયો આ રહ્યો…..

Morari Bapu, Gunvant Shah ‘s speeches in Sahitya Ratna award function on May 16, 2016 in Ahmedabad in presence of Gujarat Chief Minister Anandiben Patel as chief Guest.

4 responses to “( 908 ) ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પ્રથમ ‘સાહિત્ય રત્ન’ એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ ડો. ગુણવંત શાહને અભિનંદન

  1. pragnaju મે 18, 2016 પર 11:00 એ એમ (AM)

    સાહિત્ય રત્ન’ એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ ડો. ગુણવંત શાહને અભિનંદન

    Like

  2. Pingback: ( 910 ) સ્વામી આનંદ કહે છે: માયા તો કિરતારની કારભારણ છે ….પદ્મશ્રી ગુણવંત શાહ | વિનોદ વિહાર

  3. Vimala Gohil મે 20, 2016 પર 12:58 પી એમ(PM)

    માનન્ય શ્રી ગુણવંતભાઈ એ કહ્યું :”આ એવોર્ડ એટલીસ્ટ હું તો સરકારને પાછો નહિ જ આપું”
    તેમ આપ સર્વએ જે આનંદ/જલસો કરાવ્યો તે શબ્દો લખીને પાછો નહી વાળીએ…!!
    ક્ષમા કરકરજો..

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.