વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 915 ) મોદી સરકારના બે વર્ષના વહીવટનાં લેખાં જોખાં …

Modi govt-2 years

આજથી બરાબર બે વર્ષ પહેલાં ૨૬ મી મે ૨૦૧૪ ના રોજ દેશ વિદેશથી પધારેલ અનેક મહાનુભાવો અને હજારોની સંખ્યામાં હાજર આમંત્રિત મહેમાનોની હાજરીમાં રાષ્ટ્રપતિ ભવનના પટાંગણમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ લોકપ્રિય લોક નેતા નરેન્દ્ર મોદી અને એમના પ્રધાનમંડળના સાથીઓને હોદ્દાના શપથ લેવડાવ્યાં હતા. “સબકા સાથ સબકા વિકાસ “ના સૂત્ર સાથે અને જનતાની આશાઓની પૂર્તિ કરવાના મજબુત ઈરાદા સાથે નવી ભાજપની સરકારે આ દિવસે શુભારંભ કર્યો હતો.

2014ની લોકસભાની ચૂંટણીમાં “અબકી બાર મોદી સરકાર”ના નારા સાથે સદી કરતાંય જૂની કોંગ્રેસ પાર્ટીને બુરી રીતે સત્તા પરથી હઠાવીને નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ નેશનલ ડેમોક્રેટિક અલાયન્સની સરકારે સત્તાનાં સૂત્રો સંભાળ્યા હતા.

મોદી સરકારના બે વર્ષના વહીવટનો ટૂંકો અહેવાલ ..

સોનિયા-મનમોહનની આગેવાની હેઠળના કોંગ્રેસી શાશન ના દસ વર્ષ દરમ્યાનના કુવહીવટ અને ભ્રષ્ટાચાર-ગોટાળાઓથી પ્રજામાં ભારે રોષ હતો એવા સમયે “અચ્છે દિન આનેવાલે હૈ “ની આશાઓ અને અપેક્ષાઓ સાથે જનતાએ શ્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે અને ભાજપને સત્તાધારી પક્ષ તરીકે દેશના સુવહીવટ માટે બે વર્ષ પહેલાં દેશનું સુકાન સોપ્યું હતું

બે વર્ષ દરમ્યાન મોદીએ વિશ્વમાં ઘણા દેશોમાં પ્રવાસો યોજીને દેશના વિકાસ માટે ભારતમાં વિદેશી મૂડીના રોકાણ માટેનું ગજબનું માર્કેટિંગ કરીને વિશ્વમાં ભારતની પહેચાન બનાવી છે અને વિશ્વ નેતાઓની વાહ વાહ મેળવી છે.

બે વર્ષની સમાપ્તિ પછી દેશના ફલકમાં પણ અનેક યોજનાઓ મારફતે વિકાસ માટે ઘણું સારું કામ થયું છે એ હકીકત છે.આમ છતાં હજુ દેશના સર્વાંગી વિકાસ માટે ઘણા પ્રશ્નોનું નિરાકણ કરવાનું ઘણું કામ બાકી છે.

બે વર્ષના મોદી સરકારના વહીવટ પછી મોદી સરકારની  વહીવટી સિધ્ધિઓની ખૂબીઓ અને ખામીઓની સમીક્ષા કરતો એક સરસ લેખ ચિત્રલેખા સામયિકના સૌજન્યથી અહીં ક્લિક કરીને વાંચો .

मेरा देश बदल रहा है, आगे बढ़ रहा है -વિડીઓ દર્શન 

2 Years of Modi Sarkaar

મોદી સરકારના શાસનના બે વર્ષની સિદ્ધિ માટે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને અને એમના સાથીઓને અભિનંદન અને હવે પછીના વર્ષોમાં મોદી સરકાર જનતાની આશાઓ અને અપેક્ષાઓને ત્વરિત પૂરી કરે એ માટે વિનોદ વિહારની અનેક શુભકામનાઓ.

Report card of PM Modi’s top 5 performing ministers

Modi is scheduled to address a joint meeting of the US Congress on June 8 at the invitation of Paul Ryan , Speaker of the US House of Representatives.

Read more at:
http://economictimes.indiatimes.com/articleshow/52444721.cms?utm_source=contentofinterest&utm_medium=text&utm_campaign=cppst

1 responses to “( 915 ) મોદી સરકારના બે વર્ષના વહીવટનાં લેખાં જોખાં …

  1. pravinshastri મે 26, 2016 પર 12:17 પી એમ(PM)

    ચાલો આ પોસ્ટ હું ફેસબુક પર શેર કરું છું. ઘણાંને બંધકોશ થશે તો કોઈ એમોડિયમ શોધવા જશે. હું હમણાં ફેસબુક પર વધારે સમય ગાળતો નથી. મોદી વિરોધીઓ જે કોમેન્ટ કરે તેનો જવાબ આપવાની જવાબદારી તમારી. તો હો જાય જોરદાર અફડા તફડી.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.