વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 917 ) સ્પેલિંગ બી સ્પર્ધામાં ભારતીય મૂળના બાળકોનું પ્રભુત્વ-અમેરિકનો માટે મોટું આશ્ચર્ય !

spellingbee2016.jpg-1તારીખ ૨૪-૨૫ મે,૨૦૧૬ ના રોજ કન્વેન્શન સેન્ટર, નેશનલ હાર્બર,મેરી લેન્ડ ખાતે 89th Scripps National Spelling Bee સ્પર્ધા યોજાઈ હતી. 

આ સ્પર્ધામાં પણ ભારતીય મૂળના બે વિદ્યાર્થીઓ, ઓસ્ટીન,ટેક્સાસ નો ૧૧ વર્ષીય નિહાર જંગ (Nihar Janga)અને કોર્નીંગ,ન્યુયોર્કનો જયરામ હથવાર (Jairam Hathwar) પ્રથમ નંબરે રહીને સંયુક્ત ચેમ્પિયન બન્યા હતા. 

આ વર્ષની સ્પેલિંગ બી સ્પર્ધામાં ૨૮૫ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. 

આ પ્રસંગનો વિડીયો… 

 

સ્પેલિંગ બી સ્પર્ધામાં ભારતીય મૂળના બાળકોનું પ્રભુત્વ

…..અમેરિકનો માટે એક મોટું આશ્ચર્ય ! 

આ સ્પર્ધાની એક આશ્ચર્ય જનક હકીકત એ છે કે અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકોની વસ્તી અમેરિકાની કુલ વસ્તીના એક ટકાથી પણ ઓછી હોવા છતાં નેશનલ સ્પેલ્લીંગ બી સ્પર્ધાઓમાં છેલ્લા ઘણા વષોથી દર વર્ષે ભારતીય મૂળના જ બાળકો જ પ્રથમ સ્થાને રહી ચેમ્પિયન બને છે.

૧૯૯૯ થી ૨૦૧૬ દરમ્યાનની સ્પેલ્લીંગ બી સ્પર્ધાઓના ૨૧ વિજેતાઓમાંથી ૧૭ વિજેતાઓ ભારતીય મૂળના વિજેતાઓ હતા તો ૨૦૦૮ થી ૨૦૧૬ દરમ્યાન આઠ વર્ષના ગાળાના ૧૨ વિજેતાઓમાંથી બધા જ ભારતીય મૂળના હતા.( છેલ્લા ત્રણ વર્ષથી પ્રથમ સ્થાન માટે ટાઈ થાય છે એટલે બે વિજેતાઓ સંયુક્ત રીતે ચેમ્પિયન જાહેર કરાય છે.)

છેલ્લા આઠ વર્ષના વિજેતા ભારતીય મૂળના વિજેતાઓનાં નામ ….
List of Scripps National Spelling Bee champions -2008 to 2016-All winners are of Indian Origin

Year    Word                   Name                           Location 
2008  guerdon        Sameer Mishra               Indiana
2009 Laodicean     Kavya Shivashankar     Kansas
2010 stromuhr      Anamika Veeramani      Ohio
2011  cymotrichous    Sukanya Roy        Pennsylvania
2012 guetapens      Snigdha Nandipati   San Diego,Ca
2013 knaidel           Arvind Mahankali     New York 
2014 stichomythia  Sriram J. Hathwar[I]  New York
          feuilleton           Ansun Sujoe[I]         Texas
2015 scherenschnitteVanyaShivashankar[I] Kansas
          nunatak        Gokul Venkatachalam[I]  Missouri
2016 Feldenkrais     Jairam Hathwar[I]      New York
           gesellschaft     Nihar Janga[I]    Houston,Texas

(Source-wikipedia.org)

ભારતીય મૂળના બાળકોની આવી સિદ્ધિ અમેરિકનો માટે એક મોટું આશ્ચર્ય રહ્યું છે.એનું મુખ્ય રહસ્ય એ છે કે અમેરિકન બાળકોની સરખામણીમાં ભારતીય મૂળનાં બાળકો એમના અભ્યાસ માટે ગંભીર અને ખુબ મહેનતુ હોય છે.અમેરિકામાં આજે ઘણા સફળ ભારતીય ઈજનેરો અને ડોકટરોએ ભારતને ગૌરવ અપાવ્યું છે એ એમની મહેનત અને ધગશને લીધે છે. 

માત્ર ૬ વર્ષના ભારતીય મુળના સ્પર્ધક આકાશ વુકોટી (Akash Vukoti) ને ઓળખો . …. 

આ વર્ષની સ્પેલિંગ બી સ્પર્ધામાં ભાગ લેનાર ૨૮૫ સ્પર્ધકોમાં મધ્ય ટેક્સાસનો આકાશ વુકોટી (Akash Vukoti)સૌથી નાનો -માત્ર ૬ વર્ષનો સ્પર્ધક હતો જે આજકાલ બધાં જ સમાચાર માધ્યમોમાં છવાઈ ગયો છે.

આકાશનો એક ગમતીલો શબ્દ છે

pneumonoultramicroscopicsilicovolcanoconiosis

આ શબ્દ એ કડકડાટ બોલી જાય છે.

આવા લાંબા શબ્દના અર્થની તો કેટલાક ડોકટરો સિવાય કોઈને ખબર નહિ હોય. એ એક મેડીકલ વિજ્ઞાનનો શબ્દ છે અને જે એક પ્રકારનો લંગનો રોગ( type of lung disease)છે.મેડીકલ ડીક્ષનેરીમાં એનો અર્થ આ પ્રમાણે લખ્યો છે.A  pneumoconiosis caused by inhalation of very fine silicate or quartz dust.૬ વર્ષના આકાશ સામે મોટાઓએ પણ હાર માની લેવી પડે ને ! આકાશ અંગ્રેજી, તામિલ અને હિન્દી ભાષામાં સરસ રીતે વાત કરી શકે છે. 

આ બે વિડીયોમાં તમે આકાશને જોશો અને સાંભળશો તો તમે આ ટેણીયાના પ્રેમમાં પડી જશો !

Meet this year’s youngest Spelling Bee competitor 

 

 Spellebrity Akash Vukoti Takes Over

as BeeTV Reporter 

આકાશનો વધુ વિગતે અંગ્રેજીમાં પરિચય

આ લીંક પર ક્લિક કરી વાંચો.

2 responses to “( 917 ) સ્પેલિંગ બી સ્પર્ધામાં ભારતીય મૂળના બાળકોનું પ્રભુત્વ-અમેરિકનો માટે મોટું આશ્ચર્ય !

 1. pravinshastri મે 28, 2016 પર 7:43 પી એમ(PM)

  વિનોદભાઈ, આ પોસ્ટ મેં ના વાછી હોત તો મારું સુખ જળવાઈ રહ્યું હોત. તમારે ત્યા કાણી કો્ચલી હોય તો એમાં પાણી ભરીને મને પારસલ કરજો. મને ડૂબી મરવાનું મનથાય છે. હું અસલ્લ ભારતનો પણ હું ભાષામાં નાપાસ ર્હતો આવ્યો છું મારીતમામ જોડણીઓ ખોટી એટલે સદંતર ખોટ્ટી જ હાય છે.

  Like

 2. pragnaju મે 30, 2016 પર 6:16 એ એમ (AM)

  સ્પેલિંગ બી સ્પર્ધામાં ભારતીય મૂળના બાળકોનું પ્રભુત્વ…
  જય હો

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: