વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(67) ૨૧મી સદીનું આશ્ચર્ય — મહાશતાવધાની જૈન મુનિશ્રી અજિતચંદ્રસાગરજી મહારાજ

Maha Shat-Avdhani Munishri Ajitchandra Sagarji

સામાન્ય રીતે કોઇ વ્યક્તિ પાંચ, સાત કે વધુમાં વધુ ૧૦ પ્રશ્નો કે વસ્તુઓ એકી સાથે યાદ રાખી શકે.પરંતુ મહા શતાવધાની જૈન મુનિશ્રી અજિતચંદ્રસાગરજી મહારાજ એકી સાથે શતાવધાન એટલે કે ૧૦૦ કરતાં વધુ પ્રશ્નો કે વસ્તુઓ યાદ રાખી શકે છે.વિશિષ્ટ શક્તિ ધરાવે છે.

એકવીસમી સદીના એક આશ્ચર્યસમ મહાશતાવધાની જૈન મુનિનું ગૌરવપ્રદ બિરુદ ધરાવનાર માત્ર ૨૨ વર્ષના જૈન મુનિશ્રી અજિતચંદ્રસાગરજી મહારાજ જગતના સેકન્ડ ફાસ્ટેસ્ટ ટૉકર પણ છે, તેઓ એક જ સેકન્ડમાં ૧૦થી ૧૧ થી યે વધુ શબ્દ બોલી શકે છે.

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં તાજેતરમાં જ પુરવાર થયા પ્રમાણે એક મિનિટમાં ૧૬૩૪ એટલે કે એક સેકન્ડમાં ૨૬ થી ૨૭ અક્ષરો બોલવાની વિશિષ્ટ શક્તિ આ મુનિશ્રી ધરાવે છે.

શતાવધાન સિધ્ધિ

તેઓશ્રી એક સાથે ૧૦૦ પ્રશ્નોને યાદ કરીને ક્રમાનુસાર કે ઊલટા ક્રમમાં યાદ રાખી શકે છે.આવી વિરલ સિધ્ધિ એક યા બે સદીમાં કોઇ એક જ મહાપુરૂષને પ્રાપ્ત થતી હોય છે. જુદા જુદા ૧૦૦ વ્યક્તિઓ દ્વારા ૧૦૦ પ્રશ્નો પૂછવામાં આવે, તેને પાંચ મિનિટના વિરામ બાદ તમામ ૧૦૦ પ્રશ્નો ક્રમાનુસાર યાદ રાખી શકે છે.

તપ અને સંયમથી પ્રાપ્ત થયેલ સિદ્ધિ…

મુનિશ્રી અજિતચંદ્રસાગરજી મહારાજ મોટા ભાગે મૌનવ્રત પાળે છે. માત્ર ૧૨ વર્ષની ઉંમરે પૂજ્ય પંન્યાસશ્રી નયચંદ્રસાગરજી મહારાજ પાસે દીક્ષા લીધા બાદ ૧૦ વર્ષની સાધના તેમણે કરી છે. જૈન ધર્મના સાધુજીવનમાં આવતાં ધ્યાન, તપ, સંયમ અને ગુરુકૃપાને કારણે તેમણે આ સિદ્ધિ મેળવી છે.

જૈન ધર્મના ૪૫ આગમ પૈકી ૨૨ આગમના ૨૨,૦૦૦ શ્લોક જેમને કંઠસ્થ છે અને જેઓ આ શ્લોક ખૂબ જ ઝડપથી કડકડાટ બોલી શકે છે તેવા માત્ર બાવીસ વર્ષના શતાવધાની જૈન મુનિશ્રી અજિતચંદ્રસાગરજી મહારાજને ગિનેસ વલ્ર્ડ રેકૉર્ડ્સમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયું છે. આ પ્રકારનું બહુમાન મેળવનારા તેઓ પહેલા જ જૈન મુનિ છે અને ગિનેસ વલ્ર્ડ રેકૉર્ડ્સમાં વિશ્વના ‘સેકન્ડ ફાસ્ટેસ્ટ ટૉકર’ તરીકે તેમને સ્થાન આપવામાં આવ્યું છે. ‘સેકન્ડ ફાસ્ટેસ્ટ ટૉકર’ તરીકે ગિનેસ બુકમાં સ્થાન મેળવનારા મુનિશ્રી અજિતચંદ્રસાગરજી મહારાજસાહેબ એશિયામાં પહેલા સ્થાને છે, કારણ કે વિશ્વના ‘ફસ્ર્ટ ફાસ્ટેસ્ટ ટૉકર’ કૅનેડાના વતની છે.

અમેરિકામાં જૈના (જૈન અસોસિએશન્સ ઇન નૉર્થ અમેરિકા) નામની સંસ્થા છે એણે આ શતાવધાની મુનિશ્રીની આગમના ઝડપથી બોલાતા શ્લોકની ડી.વી.ડી. બનાવીને ગિનેસ વલ્ર્ડ રેકૉર્ડ્સને મોકલી હતી. એક કલાકની આ ડી.વી.ડી.માં મુનિશ્રી જે શ્લોક બોલ્યા હતા એની ગણતરી કરવામાં આવી હતી અને અમેરિકામાં રહેતા જૈન ધર્મના જાણકારોને બોલાવીને આ ડી.વી.ડી. વેરિફાય કરાવી હતી અને મુનિશ્રી જે બોલે છે એ સંસ્કૃતના શ્લોક છે કે નહીં એની ચકાસણી કરાવી હતી. છ મહિના સુધી ચાલેલી આ પ્રક્રિયા બાદ ગુરુવારે ગિનેસ બુકે આ સર્ટિફિકેટ તેમને આપ્યું હતું.

ઝડપથી બોલવાનો વિક્રમ પણ તેમના નામે અંકિત થઇ ગયો છે. ઝડપથી બોલવામાં વિશ્વમાં બીજા ક્રમે અને એશિયામાં પ્રથમ ક્રમ મેળવી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં તાજેતરમાં જ સ્થાન મેળવ્યું છે. તેઓ એક મિનિટમાં ૧૬૩૪ એટલે કે એક સેકન્ડમાં ૨૬ થી ૨૭ અક્ષરો બોલી શકે છે.

મહાશતાવધાન સિધ્ધિ એ એક એવી વિરલ સિધ્ધિ છે જે સદી, બે સદીમાં કોઇ એક મહાપુરૂષને મળતી હોય છે. પાછલી સદીની શરૂઆતમાં ૧૨૫ વર્ષ પહેલાં મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજીએ શતાવધાન કર્યા હતાં. આ સિધ્ધિ શ્રીમદ રાજચંદ્ર મ.સા.ને મળેલ હતી. ચાલુ સદીમાં આ વિરલ સિધ્ધિ મુનિશ્રી અજીતચંદ્ર સાગરજી મ.સા. ધરાવે છે.

મુનિશ્રીએ ૧૨ વર્ષની વયે દિક્ષા ગ્રહણ કરી ત્યારબાદ ૭ વર્ષના મૌન અને ધ્યાન, યોગ, મંત્ર દ્વારા સતઆવધાન સિધ્ધિની સાધનાની શરૂઆત કરી.ત્રણ વર્ષ અગાઉ મુનિશ્રી અજિતચંદ્રસાગરજી મહારાજ દ્વારા ૨૦૦૯માં અમદાવાદના ટાઉન હૉલમાં ૨૦૦૦ લોકોની ઉપસ્થિતિમાં પ્રથમ વખત સતઆવધાન સિધ્ધિનો પ્રયોગ કરવામાં આવ્યો હતો જેમાં એમણે તેમની સ્મરણશક્તિનો પ્રભાવ દર્શાવ્યો હતો.આવા પ્રયોગમાં અલગ અલગ ૧૦૦ વ્યક્તિઓ દ્વારા ૧૦૦ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેને પાંચ મિનિટના વિરામ બાદ મુનિશ્રી દ્વારા ક્રમાનુસાર યાદ રાખી બતાવવામાં આવ્યા હતા. તેઓ ઉલટા ક્રમમાં પણ યાદ રાખી શકે છે. અને વચ્ચેથી પૂછો તો પણ યાદ રાખી શકે છે. એટલું જ નહીં પરંતુ એ પૂછાયેલા પ્રશ્નો એમ ને એમ છ મહિના સુધી યાદ રાખી શકે છે.આ પ્રયોગ પછી એમને શતાવધાનીના બિરુદથી નવાજવામાં આવ્યા હતા.

ત્યારબાદ મુનિશ્રીએ ૪થી માર્ચ ૨૦૧૨ના રોજ મુંબઇમાં માટુંગામાં આવેલા સન્મુખાનંદ હોલમાં દેશના ટોચના વૈજ્ઞાનિકો, રિલાયન્સ, હિન્દુજા, ટોરેન્ટ, બિરલા જેવા કોર્પોરેટ મહારાથીઓ, ન્યુરોસર્જનો સહિત ૩૦૦૦ લોકોની હાજરીમાં બીજો પ્રયોગ કર્યો હતો.આ પ્રયોગમાં શ્રોતાઓમાંથી ૨૦૦ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.. જેને મુનિશ્રીએ બધાના આશ્ચર્ય વચ્ચે અક્ષરશઃ યાદ કરી બતાવ્યા એટલું જ નહીં, મુનિશ્રી ઝડપથી બોલવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી ચૂક્યા છે. તેઓ એક મિનિટમાં ૧૬૩૪ અને એક સેકન્ડમાં ૨૬ થી ૨૭ અક્ષરો બોલી શકે છે. ઝડપથી બોલવામાં તેઓ વિશ્વમાં બીજા ક્રમે અને એશિયામાં પ્રથમ ક્રમ મેળવીને તાજેતરમાં જ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન મેળવીને ભારતનું ગૌરવ વધાર્યું છે.

૧૨૫ વર્ષ પહેલાં મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજીએ શતાવધાન કર્યા પછી મુંબઈમાં પહેલી વાર મહાશતાવધાન થયું હતું.આ કાર્યક્રમ બાદ મુનિશ્રી અજીતચંદ્ર સાગરજી મ.સા.ને મહાશતાવધાની તરીકે ઓળખવામાં આવે છે.

આવતા પાંચ વર્ષમાં વિશ્વભરમાં તેઓ આ પ્રકારના સતઆવધાન કાર્યક્રમના આયોજનની પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે. આ મહાજ્ઞાન પોતા પૂરતું સીમિત ન રાખીને વિદ્યાર્થીઓમાં વ્હેંચવાના ભાગરૂપે તેઓ શિબિરોનું આયોજન કરે છે. વિદ્યાર્થીઓમાં એકાગ્રતા અને ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ (આઇ.ક્યુ.) વધે,યુવાનોને નવી દિશા મળે અને અભ્યાસમાં રૂચિ આવે તે માટે તેઓ સાધના શિબિરોનું આયોજન કરે છે.તેઓશ્રીની સાધના શિબિરોમાં વિદ્યાર્થીઓ ખુબ જ ઉમંગથી ભાગ લેતા હોય છે.આજ સુધીમાં તેઓશ્રીએ ૮૦૦૦ વિદ્યાર્થીઓને સાધના કરાવી છે.

__________________________________

મુનિશ્રીના મુંબઈના મહાશતાવધાન પ્રયોગનું વિડીયો દર્શન

તા.૪થી માર્ચ,૨૦૧૨ના રોજ મુંબઈમાં શન્મુખાનંદ હોલમાં યોજાએલ મુનિશ્રી અજીતચંદ્ર સાગરજી મ.સા.ના મહાશતાવધાનના પ્રયોગને આવરી લેતા યુ-ટ્યુબ વિડીયોની લીંક જૈન ધર્મના ઊંડા અભ્યાસી હ્યુસ્ટનના મારા મિત્ર શ્રી હસમુખભાઈ દોશીએ એમના ઈ-મેલમાં મને મોકલેલ એને એમના આભાર સાથે નીચે મુકેલ છે.

ધીરજપૂર્વક અને ધ્યાનથી તમે આ થોડા લાંબા પ્રયોગને વિડીયોમાં બતાવેલ એમની સાધના શક્તિને નજરે જોઈને તમો મન્ત્રમુગ્ધ થઇ જશો.તમોને મુનિશ્રી અજીતચંદ્ર સાગરજી મ.સાએ પ્રાપ્ત કરેલ મહાશતાવધાનની અપૂર્વ સિદ્ધિ માટે એમના પ્રત્યે માન અને અહોભાવની લાગણી થશે.

વિડીયોના અંતે મુનિશ્રીએ આપેલ પ્રવચન પણ મનનીય છે.

Maha Shat-Avdhan by Munishri Ajitchandra Sagar-ji on 4th March, 2012 at Shanmukhanand Hall, Mumbai

______________________________________

What Does Shatavdhan Mean?

SHATAVDHAN (shat-100 + avdhan) is a power to cover 100 different activities in a single act of attention.

One who reaches the stage of SHATAVDHAN is called SHATAVDHANI. A SHATAVDHANI can remember 100 different things in a 100 different orders, spoken by 100 different people. This unbelievable power has been attained by a handful of people over the human history.

This is possible only when one is able to have self control in order to experience the power of soul. According to the modern scientific belief,a normal human being utilizes hardly 2 % to 3 % of his total mental potential.

A SHATAVDHANI can uilize maximum of mental potential which demands immense concentration.

That is the reason that history can name only countable SHATAVDHANIS.

A common man can hear and remember serially 3 or 4 times at a time. This is based on conscious mind.

Anyone with exceptional intellect can extend this number from 3-4 to 10-11. However , taking this number to 100 is beyond the power of most of the people. SHATAVDHAN is the ability to receive, retain and retrieve 100 activities accrued through eyes or ears during one period of attention and carried from the conscious to the subconscious and further to PRAGNA and perhaps even to ATMA.

PRESENTING YOU A SINGLE PROGRAMME BASED ON SHATAVDHAN CONTAINING NOT 100 BUT 200 VARIOUS AVDHANS-VIZ

1) SAMYUNKTA AVADHAN

In this type of avadhan 8 different tasks are performed simultaneously (all together).

The task may include counting the ringing bells, solving two mathematical questions ,also detecting the throwing balls on the body on a particular bell, showing 4 different things. And to distract the SHATAVDHANI’s attention music is played in loud voice during the tasks are performed.

Here is the beauty THE SHATAVDHANI is liable to attend all these tasks with correct figure.

2) VYUTKRAMA AVADHAN

In this avadhan, any person from the audience quotes his desired things on a particular number which he wishes.These is carried on with many questionaries. AVDHANKAR has to arrange them in serial and reproduce in front of the audience.

3) SHIGRA AVADHAN

In this avadhan, 5 different things or 5 different pictures are presented before the AVDHANKAR for a second. And AVDHANKAR is bounded to answer all these in a correct order.

FEW IMPORTANT HIGHLIGHTS

1) Very few peoples are able to perform 200 avadhans.

2) First time in recent history in Mumbai.

3) Without training (re-incarnation) only with guru kripa.

4) Earlier are through training in certain co-relation tricks of mind power.

5)100 is done earlier.

6)200-in ascending,decending or randam order.(number-question/question-number)

7)30 avadhans-random order of questions. Avadhani will recite all questions in proper serial order.

These and many more varities are shown in a single programme of 200 AVADHANS based on SHATAVDHAN.

In this programme audience plays a fruitful role.

(Source:  www.shatavdhan.com blog )

5 responses to “(67) ૨૧મી સદીનું આશ્ચર્ય — મહાશતાવધાની જૈન મુનિશ્રી અજિતચંદ્રસાગરજી મહારાજ

  1. pragnaju જુલાઇ 11, 2012 પર 10:07 એ એમ (AM)

    સાધુ સાધુ
    મુનિશ્રી અજિતચંદ્રસાગરજી મહારાજ લાખ લાખ પ્રણામ

    Like

  2. mdgandhi21 જુલાઇ 11, 2012 પર 3:06 પી એમ(PM)

    મહાશતાવધાની મુનિશ્રી અજિતચંદ્રસાગરજી મહારાજને કોટી કોટી પ્રણામ અને જુગ જુગ જીવો.

    Like

  3. સુરેશ જુલાઇ 12, 2012 પર 1:00 એ એમ (AM)

    અદભૂત.
    યુ ટ્યુબ નો વિડિયો બ્લોગ પર એમ્બેડ કરી શકાય છે.

    Like

  4. chandravadan જુલાઇ 12, 2012 પર 1:10 એ એમ (AM)

    Munishree Ajitchandrasagarji…..My Vandan to this Divya Atma !
    Read the Post…Very interesting inormation.
    Thanks for sharing as a Post.
    Let Munji remain near the ALMIGHTY and away from the SANSARI attractions !
    One thing to learn….The HUMANS have the POTENTIAL to gain UNIMAGINABLE POWERS !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Vinodbhai, Nice of you to publish this as a Post !

    Like

  5. nabhakashdeep જુલાઇ 14, 2012 પર 4:46 પી એમ(PM)

    આ કાળમાં આવી વિરલ સાધના કરનાર જૈનમુનિશ્રી મહાશતાવધાની અજિતચંદ્રસાગરજી મહારાજ એ ભારતભૂમિનું ગૌરવ છે.
    તેમના ચરણોમાં કોટિકોટિ વંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.