વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(68) રેતીમાંથી બનાવેલ અદભુત શિલ્પકલા કૃતિઓનું દર્શન અને પરિચય

 

Amazing Sand Art – Sand Mahel

રેતમાંથી બનેલ અદ્ભુત શિલ્પની અનેક કલાકૃતિઓનો પરિચય મને અનાયાસે  આ રીતે થયો.

મારાં એક ફેસ બુક મિત્ર અનેં સંબંધી યેશા પોમલે મને ઈ-મેલમાં સમુદ્ર કીનારેની રેતીમાંથી બનાવેલ સુંદર મહેલની આ કલાકૃતિનું ચિત્ર મને મોકલી આપ્યું હતું .

Sand Sculpture-Castle--.Photo Courtesy Yesha Pomal

આ ચિત્ર જોઈને મારા મનમાં થયું વાહ,માણસની કળા પાછળની દોટનો કોઈ આરો કે ઓવારો હશે ખરો ?માણસો જમીન ઉપર પડેલી રેતી કે ધૂળમાંથી પણ કેવી નયન રમ્ય કલાકૃતિઓનું નિર્માણ કરી શકે છે! 

આ ચિત્ર મને એટલું ગમી ગયું કે મે મારા મિત્ર શ્રી સુરેશભાઈ  જાનીને ઈ-મેલથી એમને જોવા માટે મોકલી આપ્યું એમ ધારીને કે એ ચિત્ર જોઈને એમને જરૂર આશ્ચર્ય થશે અને ગમશે.

મારા ઈમેલના જવાબમાં આવી શિલ્પ કલાથી પહેલેથી જ વાકેફ સુરેશભાઈએ રેતીના શિલ્પ અંગેની નીચેની વેબ સાઈટ મને જોવા માટે મોકલી આપી.

 

http://socialcafemag.com/amazing-sand-art/

 

આ વેબ સાઈટમાં બતાવેલા રેતીના શિલ્પોની કલાકૃતિઓ જોઈને મારું આશ્ચર્ય ઓર જ વધી ગયું.સમુદ્રના દરિયા કીનારે પડેલી રેતીમાંથી રચેલી આવી અદભુત અને યાદગાર કલાકૃતિઓના રચયિતાઓની કળાદ્રષ્ટિ ઉપર હું વારી ગયો.

વાચક મિત્રો  તમો પણ આ વેબ સાઈટ ઉપર બતાવેલા શિલ્પો જોઈને જરૂર દંગ થઇ જશો.

મિત્ર સુરેશભાઈ જાનીને આટલેથી સંતોષ ન થયો.એમની તા-૭-૧૩-૧૨ની ઈ-મેલમાં એમણે રેતીની શિલ્પ કલાકૃતિઓ દર્શાવતો એક સુંદર વિડીયો અને Sand Art and Play નામની અંગ્રેજીમાં મબલખ માહિતી પૂરી પાડતી વિકિપીડીયાની નીચેની લીંક મોકલી આપી.

વિડીયો

Portugal world biggest sand sculpture park

http://www.youtube.com/v/rcQqI4VlbHc?version=3&feature=player_detailpage 

 

વિકિપીડીયાની લીંક

http://en.wikipedia.org/wiki/Sand_art_and_play

 

વિડીયો અને આ લીંક ઉપરથી આ રેતીની શિલ્પકલા વિષે વાચકોને મારી જેમ ઘણું જાણવાનું મળશે.

આજથી બાસઠ વર્ષ પહેલાં હાઈસ્કુલ્માં હતો ત્યારે સંસ્કૃતમાંએક સરસ શ્લોક ભણવામાં આવતો જેનો ગુજરાતીમાં અર્થ એ થાય છે કે સાહિત્ય,સંગીત અને કળા(કોઈ પણ પ્રકારની કળા) ન જાણનાર મનુષ્ય, પૂંછડા વગરના પશુ સમાન છે.કોઈ પણ પ્રકારની હોબી જીવન સંધ્યાના આખરી સમયે મનને હર્યું ભર્યું રાખવા માટે ખુબ કામ લાગતી હોય છે.

પશ્ચિમના લોકોની ખાસિયત એ છે કે તેઓ જીન્ગીભર કોઈ ને કોઈ પ્રકારની હોબીનો શોખ ધરાવતાં હોય છે અને જિંદગીને હળવા ફૂલ થઈને ભરપુર રીતે માણે છે,આપણા સુરેશભાઈની જેમ.સુરેશભાઈ છેલ્લા દશેક વર્ષથી એમના વિવિધ બ્લોગોના સંચાલન ઉપરાંત ઘણી હોબીમાં રસ ધરાવે  છે.સુરેશભાઈની વિવિધ પ્રકારની હોબીનો પરિચય

એમના  બ્લોગ http://hobbygurjari.wordpress.com/  ની મુલાકાત લેવાથી તમને મળી શકશે.

એમના ઈ-મેલમાં સુરેશભાઈ જાની આ પ્રમાણે લખે છે.

In western countries living with hobbies is very popular – a way of life.

We in India- esp. in Gujarat – have to learn this amazingly refreshing way.

I am glad , I have its taste since 11 years.

 

ભારતમાં રેતની શિલ્પકલાનો વિકાસ અને ઇતિહાસ

 

ભારતમાં રેતીની શિલ્પ કળા ઓરિસ્સા રાજ્યના દરિયા કિનારા પર જોવા મળે છે.ઓરિસ્સાના આ શિલ્પો જોવા માટે ભારતીયો તો ઠીક પણ વિદેશી નાગરીકો પણ આવે છે.આ શિલ્પ કેવી રીતે બને છે તે પણ અહીં શીખવાય છે.આવા શિલ્પોની ખૂબી એ છે કે તે થોડા સમયમાં તૈયાર થાય છે. સરળતાથી તેનો નાશ પણ થઇ શકે છે.આ કારણે તે શીખીને મૂર્ત સ્વરૂપ આપવા માટે માટે ખુબ જ ધગશ અને ધીરજની જરૂર પડે છે.ઓરિસ્સાની આ કળા માત્ર ભારતમાં જ નહિ પણ વિદેશમાં પણ વખણાય છે. આ કારણે ઓરિસ્સામાં વિકસેલ આ કળાનું આંતરરાષ્ટ્રીય ધોરણે પણ નામ થયું છે.

આ કળાના શિલ્પી તરીકે, ઓરિસ્સાના સુદર્શન પટનાયક, આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવે છે.

કોપનહેગન,હોલેન્ડમાં યોજાએલ આંતરરાષ્ટ્રીય રેતીના શિલ્પની હરીફાઈમાં સુદર્શન પટનાયકે પ્રથમ ઇનામ પ્રાપ્ત કરવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

  તેમના કેટલાક શિલ્પના સુંદર નમુના નીચેની લીંક ઉપર જોવાનો આનંદ માણો. 

SAND SCULPTURE OF SUDARSHAN PATNAIK  

આ રેતીની શિલ્પ કળા બીજાં રાજ્યોમાં નહિ ને ઓરિસ્સામાં જ કેમ વિકસી એની પાછળ આજથી લગભગ ૭૦૦ વર્ષ પૂર્વેની એક ઘટના છે.જોકે આ રસપ્રદ કથાનો કોઈ મજબુત આધાર જોવા મળતો નથી, પરંતુ કહેવાય છે કે આ શિલ્પ બનાવવાની કળા ઓરિસ્સામાં ત્યારથી ચાલી આવે છે. આ કથા કઈક આવી છે.

ઓરિસ્સાના કવિ શ્રી બલરામ દાસ ભગવાન જગન્નાથના મહાન ભક્ત હતા. એકવાર રથયાત્રાના સમયે તેઓ ભગવાન જગન્નાથના દર્શનાર્થે તેમના રથ પર ચડવા માંગતા હતા.પરંતુ તેમ કરતા તેમને રોકવામાં આવ્યા અને તેમનું અપમાન પણ કરવામાં આવ્યું.ત્યારે તેઓ આમ અપમાનિત થઈને જગન્નાથપુરીના દરિયા કિનારે જે મહોદધિ તરીકે ઓળખાય છે ત્યાં ગયા અને ત્યાંની રેતમાંથી ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રા ના શિલ્પો તૈયાર કર્યા. ત્યારબાદ તેમણે ત્યાજ પૂજા અર્ચના કરવાનું શરુ કર્યું.તેમની ભક્તિથી પ્રભાવિત થઇને ભગવાન રથ છોડીને બલરામ દાસની પાસે આવ્યા હતા.ઇતિહાસમાં બલરામ દાસનો સમય ૧૪ મી સદી ગણાય છે.”

Sudarshn-Patnaik-giving-final-touch-to-his-sand-creation

:
DECEMBER 02, 2006: DOHA: RENOWNED INDIAN SAND ARTIST SUDARSHAN PATNAIK ADDS FINAL TOUCH TO THE SAND SCULPTURE OF TAJ MAHAL, IN DOHA . PTI PHOTO

આજની આ પોસ્ટ માટે પ્રેરણા પૂરી પાડવા માટે બેન યેષા પોમલ અને શ્રી સુરેશભાઈ જાનીનો હું આભારી છું.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

વિનોદ વિહારના વાચકોને એક વિનંતી

સપ્ટેમ્બર ૨૦૧૧થી મેં મારો બ્લોગ- વિનોદ વિહાર- શરુ કર્યો ત્યારથી મારા બ્લોગમાં મુકાતી દરેક નવી પોસ્ટની જાણ હું મારા મિત્રો અને સ્નેહીઓને ઈ-મેલથી કરું છું.હવે હું ઈ-મેલથી ખબર આપવાનું બંધ કરવા વિચારું છું.

મારા બ્લોગના કોલમમાં ઈ-મેલથી તરત નવી પોસ્ટની માહિતી મેળવવા માટેની નીચે પ્રમાણે એક નવી ફેસીલીટી ઉમેરી છે.

_____________________________________________________________

ઈ-મેલથી તરત નવી પોસ્ટની માહિતી મેળવવા

Click to follow this blog and receive notifications of new posts by email.

Join 28 other followers

>>>>>>>>>>>>>>અહીં ક્લિક કરો.

________________________________________________________________

આપને મારા બ્લોગમાં મુકાતી પોસ્ટ વાંચવી ગમતી હોય અને નવી પોસ્ટ પ્રસિદ્ધ થાય કે તરત જ એની માહિતી આપોઆપ ઈ-મેલથી આપને મળી જાય  એમ આપ ઈચ્છતા હો તો મારા બ્લોગના કોલમમાં ઉપર મુજબ  “અહીં ક્લિક કરો” ના ખાના પર ક્લિક કરી આ બ્લોગને FOLLOW કરતા અન્ય મિત્રો સાથે જોડાવા માટે આપને મારી વિનંતી છે.

સપ્ટેમ્બર ૨૦૧૧થી મારો બ્લોગ વિનોદ વિહાર ચાલુ કર્યો ત્યારથી આજ દિન સુધી એમાં ૬૮ વિવિધ વિષયોને આવરી લેતી પોસ્ટ મુકવામાં આવી છે.વાચકો તરફથી પ્રતિભાવ અને મુલાકાતીઓની દ્રષ્ટીએ જે સુંદર સહકાર મને મળ્યો છે એ માટે આપ સૌનો આભારી છું

આ બ્લોગના   FOLLOWER તરીકે જોડાઈને સહકાર આપશો એવી આશા છે.

                                                                                                                      —– વિનોદ આર. પટેલ

 

 

8 responses to “(68) રેતીમાંથી બનાવેલ અદભુત શિલ્પકલા કૃતિઓનું દર્શન અને પરિચય

  1. pravina જુલાઇ 19, 2012 પર 5:57 એ એમ (AM)

    This art is very old. You will be amazed in Bombay ‘Juhu Chowpaty and Chawpaty near Band stand

    always have this kind of things done.

    Congretulations to Mr. Sudarshan Patnayak.

    Like

  2. સુરેશ જાની જુલાઇ 19, 2012 પર 1:31 પી એમ(PM)

    આવા પ્રયત્નોથી ગુજરાતીઓ વધુ હોબી રસિક બને તેવી આશા રાખીએ.

    Like

  3. aataawaani જુલાઇ 19, 2012 પર 1:37 પી એમ(PM)

    બહુજ સુંદર રેતીમાંથી બનાવેલી આકૃતિઓ તમે જોવા મોકલી તમોને અને રેતીમાં થી મહેલો માણસો બનાવનારને મારા અભિનંદન સાથે ખુબ પ્રગતિ કરતો રહે એવી શુભેચ્છાઓ અને તમને વિનોદ ભાઈ તમને આવું બધું બતાવવા બદલ ખુબ ખુબ આભાર આતા

    Like

  4. Vinod R. Patel જુલાઇ 19, 2012 પર 5:06 પી એમ(PM)

    જાણીતા હાસ્ય લેખક શ્રી હરનીશભાઈ જાનીએ ઈ-મેલથી નીચેનો પ્રતિભાવ મોકલી આપ્યો છે.

    બહુ સરસ ઈન્ફર્મેશનવાળો લેખ બન્યો છે. અભિનંદન.

    ++++++++++++======================

    હરનીશભાઈ,પ્રતિભાવ માટે આપનો આભાર.-વિનોદ પટેલ

    Like

  5. પરાર્થે સમર્પણ જુલાઇ 19, 2012 પર 6:47 પી એમ(PM)

    આદરણીય વડીલ શ્રી વિનોદભાઈ,
    રેતીમાંથી બનાવેલ કલાકૃતિઓ આબેહુબ અને અજાયબ છે.
    આવી સુંદર પ્રતિકૃતિ પ્રદર્શિત કરી સહુને વહેચવા બદલ અભિનંદન.

    Like

  6. jjkishor જુલાઇ 19, 2012 પર 10:39 પી એમ(PM)

    બહુરત્ના વસુંધરા !!

    નેટજગત પર આવ્યા પછી આ બધા ખજાનાઓ હાથવગા બની રહ્યા છે. અમારા જેવા કાંઠે બેઠેલાંઓ માટે તો આ બધું મોટી જાત્રા જેવું જ ગણાય…..ધન્યવાદ.

    તમારા બ્લૉગના સાવ ઉપરના ડાબે ખૂણે ( + Follow ) છે ત્યાં ક્લિક કરીને આજે જ મેમ્બર બની જવાયું !

    Like

  7. nabhakashdeep જુલાઇ 20, 2012 પર 6:19 એ એમ (AM)

    ખૂબ જ સુંદર અને વૈવિધ્ય સભર અને આટલા વિશાળ ફલક પરનું સર્જન સાચેજ દાદ માગી લે તેવું છે. ખૂબ ખૂબ અભિનંદન આ મહા કલાકારને.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.