વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 505 ) સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ વચ્ચેનો એક રસસ્પદ અને પ્રેરક સંવાદ

 

યુગ પુરુષ સ્વામી વિવેકાનંદ એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસના પાવન પગલે ચાલીને એમની ટૂંકી જિંદગીમાં ખુબ વિશાળ ધાર્મિક અને સામાજિક કાર્ય કરી બતાવી વિશ્વભરમાં એમનું નામ કરી ગયા છે . 

વિનોદ વિહારના વાચક અને મારા મિત્ર શ્રી યોગેશભાઈએ ઈ-મેલમાં અંગ્રેજીમાં આ ગુરુ -શિષ્ય વચ્ચેનો સંવાદ મને મોકલ્યો હતો એ વાંચતા જ મારા મન અને દીલ ને ખુબ સ્પર્શી ગયો.આ બન્ને દિવ્ય મહા પુરુષો વચ્ચેની પ્રશ્નોત્તરી જેટલી રસસ્પદ છે એટલી જ પ્રેરક છે. 

અંગ્રેજી ના જાણતા વાચકો પણ આ સુંદર પ્રશ્નોત્તરી ( Q & A )ને ગુજરાતી ભાષામાં વાંચી શકે એ હેતુથી એનો ગુજરાતીમાં અનુવાદ કરીને આજની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં ખુબ આનંદ થાય છે .મૂળ અંગ્રેજી પાઠ પણ ગુજરાતી અનુવાદની નીચે મેં મુક્યો છે જેથી સૌને સમજવામાં સરળતા રહે . 

રામકૃષ્ણ પરમહંસએ એમના પરમ શિષ્ય સ્વામીવિવેકાનંદના મુઝવતા પ્રશ્નોનું ખુબીથી નિરાકરણ કર્યું છે.આ જવાબો આપણને એમના ઊંડા જ્ઞાનની પ્રતીતિ કરાવે છે .તેઓ એક સીધા સાદા અશિક્ષિત વ્યક્તિ હતા પરંતુ એમના શુશીક્ષિત શિષ્યના પ્રશ્નોના તેઓએ આપેલા જવાબો કોઈ મોટા વિદ્વાન ફીલસુફની યાદ અપાવે એવા જ્ઞાનપ્રચુર છે એની આ પ્રશ્નોત્તરી વાંચ્યા પછી તમને જરૂર અનુભૂતિ થશે . 

રામકૃષ્ણ પરમહંસે  એમના શિષ્ય સ્વામી વિવેકાનંદને એમના પ્રશ્નોના જવાબમાં જે ઉપદેશ આપ્યો છે એ આપણને બધાને પણ એટલો જ લાગુ પડે એવો છે અને સૌ એ ગાંઠે બાંધવા જેવો પ્રેરણાદાયી છે . 

વિનોદ પટેલ   

====================================

સ્વામી વિવેકાનંદની રામ કૃષ્ણ પરમહંસ સાથેની

રસસ્પદ પ્રશ્નોત્તરી ( Q & A )

———————————————————————–

Vivekanand -Ram Krishna

સ્વામી વિવેકાનંદ – મને ફાજલ સમય બિલકુલ મળતો નથી . મારું જીવન ભાગ દોડ વાળું ખુબ જ વ્યસ્ત રહે છે .

 

રામ કૃષ્ણ પરમહંસ –  તારૂ દૈનિક કામકાજ તને વ્યસ્ત રાખે છે .પરંતુ  તારી  ક્રિયાઓ બાદ  જે ફળ તને મળશે એ તારા કામના કંટાળામાંથી તને મુક્ત કરશે . 

 

સ્વામી વિવેકાનંદ – ગુરુજી, આજકાલ મારું જીવન ન સમજાય એવું આંટીઘૂંટીવાળું બની ગયું હોય એમ મને કેમ લાગ્યા કરે છે ?

 

રામ કૃષ્ણ પરમહંસ – વત્સ, જીવનનું પૃથ્થકરણ કરવાનું છોડી દે. એમ કરવાથી ગુંચવાણો પેદા થતી હોય છે .તું તો માત્ર જીવન  જીવવાનું શરુ કરી દે.  

 

સ્વામી વિવેકાનંદ –  તો પછી આપણને સતત એક જાતનું અસુખ-દુખ કેમ વર્તાય છે ?

 

રામ કૃષ્ણ પરમહંસ – કેમ કે ચિંતાઓ  કરવાની તને ટેવ પડી ગઈ છે .તને જીવનમાં કોઈ સુખ જણાતું નથી એનું કારણ એ જ છે .

સ્વામી વિવેકાનંદ- આ જગતમાં હમ્મેશાં સારા  અને ભલા માણસોને જ શા માટે સહન કરવું પડે  છે ?

 

રામકૃષ્ણ પરમહંસ – હીરાને- મણીને બરાબર ચમકાવવો હોય તો એને બરાબર ઘસવો પડે છે . અગ્નિમાં બરાબર તપાવ્યા વિના સોનું શુદ્ધ બની શકતું નથી .એવી જ રીતે સારા માણસો જીવનની વિપદાઓ -મુશ્કેલીઓમાંથી પસાર થતા હોવા છતાં એમનામાં કોઈ પણ જાતની કડવાશ પેદા નથી પણ ઉલટું એમનું જીવન બહેતર બન્યું છે એવો અનુભવ કરે છે .

 

સ્વામી વિવેકાનંદ- તો ગુરુજી તમે એમ કહેવા માગો છો કે આવો અનુભવ મેળવવો ઉપયોગી હોય છે ?

 

રામ કૃષ્ણ પરમહંસ- હા જરૂરી છે ,દરેક દ્રષ્ટીએ જોવા જઈએ તો જીવનનો અનુભવ એ એક કડક શિક્ષક જેવો હોય છે.આ શિક્ષક શિષ્યને કોઈ પાઠ ભણાવે એ પહેલાં એની બરાબર કસોટી કરી લેતો હોય છે.

 

સ્વામી વિવેકાનંદ – ગુરુજી,  જીવનમાં એટલા બધા કોયડાઓ વચ્ચે ઘેરાયો છું કે મને ખબર જ નથી પડતી કે હું કઈ દિશા તરફ જઈ રહ્યો છું ?

રામકૃષ્ણ પરમહંસ –  વત્સ, એમ તું બહાર જ જોયા કરીશ તો તું કઈ તરફ જાય છે એની ખબર નહિ પડે.  તારી ભીતરમાં દ્રષ્ટિ કર. તારી દૈહિક આંખોથી તો તું  બાહ્ય  દ્રશ્યો જોઈ શકીશ પણ તારું હૃદય- તારી આત્મિક આંખો-  જ તને સાચો માર્ગ બતાવશે .

સ્વામી વિવેકાનંદ – ગુરુજી મને એ કહો કે સાચી દિશામાં પ્રયાણ કરવું એ વધુ દુખ આપે છે ( ડંખે છે ) કે જીવનમાં નિષ્ફળ થવું એ વધુ દુખ આપે છે ?

 

રામ કૃષ્ણ પરમહંસ  – વત્સ,  તારી સફળતાનો માપદંડ બીજા લોકો નક્કી કરે  એને આધીન છે પરંતુ એક સંતોષ જ એક એવી ચીજ છે જેનું માપ તો તું પોતે જ નક્કી કરી શકે. 

 

સ્વામી વિવેકાનંદ – ગુરુજી, જીવનના કઠીન સમયમાં પણ નવું નવું સત્કર્મ કરવાનો ઉત્સાહ કેવી રીતે ટકાવી રાખવો એ મને કહેશો ?

 

રામ કૃષ્ણ પરમહંસ  –  વત્સ ,  તું આજે ક્યાં સુધી આવી પહોંચ્યો છે એની તરફ હંમેશાં નજર રાખ નહિ કે તારે ક્યાં સુધી જવાનું છે એની તરફ. જીવનમાં તને જે કંઇક સારું પ્રાપ્ત થયું છે એ તને ભગવાન કૃપાએ મળ્યું છે એમ માની એનો પાડ માન અને જે કઈ ખૂટે છે અને મેળવવાની ઇચ્છા છે એની ચિંતા છોડ.

સ્વામી વિવેકાનંદ- માણસો વિષેની એવી કઈ વાત છે કે જેનું તમને આશ્ચર્ય થતું હોય .

રામકૃષ્ણ પરમહંસ – માણસોને જ્યારે કોઈ પણ જાતનું દુખ સહન કરવાનું આવે ત્યારે પ્રશ્ન  કરે છે “ આવું મને જ કેમ ?” પરંતુ જ્યારે તેઓ જીવનમાં પ્રગતી કરીને સમૃદ્ધ બને છે  ત્યારે કદી એવો પ્રશ્ન કરતા નથી કે ” આવું મને જ કેમ ? “આ જ વાતનું મને મોટું આશ્ચર્ય છે .

સ્વામી વિવેકાનંદ :  હું મારી આ જિંદગીમાં કેવી રીતે મહત્તમ ફળની પ્રાપ્તિ કરી શકું ?

 

રામ કૃષ્ણ પરમહંસ –  જે પસાર થઇ ગયો એ ભૂતકાળ વિષેની  ચિંતા કે શોક છોડી દે . તારી પાસે હાલ જે છે એ વર્તમાન કાળનો મનમાં વિશ્વાસ રાખી સામનો કરી તારું કાર્ય કર્યે જા .  જે હજુ આવવાનો છે એ ભવિષ્યકાળ માટે મનમાં કોઈ પણ જાતની ચિંતા રાખ્યા સિવાય તારી જાતને એ માટે તૈયાર કર.

 

સ્વામી વિવેકાનંદ : ગુરુજી ,હવે આ મારો આ છેલ્લો પ્રશ્ન છે . મને કોઈ કોઈ વાર એમ લાગ્યા કરે છે કે મારી પ્રાર્થનાઓનો  મને કોઈ જવાબ મળતો નથી ,એવું કેમ હશે ?

 

રામકૃષ્ણ પરમહંસ- વત્સ, તું આ વાત જાણી  લે કે એવી કોઈ પ્રાર્થના નથી કે જેનો જવાબ ના હોય.મનમાં શ્રધ્ધા -વિશ્વાસ રાખીને તારા ભયને ખંખેરી નાખ. આ જીવન  અગમ અને અગોચર છે એનો તારે તાગ મેળવવાનો છે.જીવન કઈ એવો મોટો કોયડો નથી કે જેને ઉકેલી ના શકાય. .મારા આ કથન ઉપર વિશ્વાસ રાખ કે જો તને સાચી રીતે જીવતાં આવડતું હોય તો જિંદગી કુદરતની બક્ષેલી એક અદભુત ભેટ છે .

 

મૂળ અંગ્રેજી ઉપરથી અનુવાદ –  વિનોદ પટેલ

 

————————————————

A rare conversation between

Ramkrishna Paramahansa and  Swami Vivekanand

 

Swami Vivekanand-

I can’t find free time .Life has become hectic .

Ramkrishna Paramahans-

Activity gets you busy .But productivity gets you free.

Swami Vivekanand-

Why has life become complicated now?

Ramkrishna Paramahansa

Stop analyzing life.. It makes it complicated. Just live it.

Swami Vivekanand-

Why are we then constantly unhappy?

Ramkrishna Paramahansa-

Worrying has become yourhabit. That’s why you are not happy.

Swami Vivekanand-

Why do good people always suffer?

Ramkrishna Paramahansa-

Diamond cannot be polished without friction.Gold cannot be purified without fire .Good people go through trials ,don’t suffer.With that experience their life becomes better, not bitter.

Swami Vivekanand-

You mean to say such experience is useful?

Ramkrishna Paramahansa-

 Yes ,yes, .In every term.Experience is a hard teather .He gives the first and lesson afterwards.

Swami Vivekanand-

Because of so many problems, we don’t know where we are heading

Ramkrishna Paramahansa-

If you look outside you will not know where you are heading. Look inside. Eyes provide sight. Heart provides the way.

Swami Vivekanand-

Does failure hurt more than moving in the right direction?

Ramkrishna Paramahansa-

 Success is a measure as decided by others. Satisfaction is a measure as decided by you.

Swami Vivekanand-

In tough times, how do you stay motivated?

Ramkrishna Paramahansa-

 Always look at how far you have come rather than how far you have to go. Always countyour blessing, not what you are missing.

Swami Vivekanand-

What surprises you about people?

Ramkrishna Paramahansa-

 When they suffer they ask, “why me?” When they prosper, they never ask “Why me?”

Swami Vivekanand-

How can I get the best out of life?

Ramkrishna Paramahansa-

 Face your past without regret. Handle your present with confidence. Prepare for the future without fear.

Swami Vivekanand-

One last question. Sometimes I feel my prayers are not answered.

Ramkrishna Paramahansa-

 There are no unanswered prayers.  Keep the faith and drop the fear.  Life is a mystery to solve, not a problem to resolve. Trust me. Life is wonderful if you know how to live.

=============================== 

Take each day as it comes, and 

live each day to the fullest.

 

Thanks -Mr. Yogesh Kanakia

 

10 responses to “( 505 ) સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ વચ્ચેનો એક રસસ્પદ અને પ્રેરક સંવાદ

  1. dee35 ઓગસ્ટ 17, 2014 પર 6:43 એ એમ (AM)

    વાહ,શ્રીવિનોદભાઇ વાહ,બહુ સરસ માહીતી છે.આભાર તથા ૬૮માં સ્વાતંત્ર દિવસ મુબારક.વડાપ્રધાનશ્રી મોદી સાહેબનું ભાષણ પણ યુ ટયુબ ઉપર સાંભળવાની ખૂબ મઝા આવી.

    Like

  2. P.K.Davda ઓગસ્ટ 17, 2014 પર 11:49 એ એમ (AM)

    આ આપણૉ અણમોલ ખજાનો છે.

    Like

  3. ushapatel ઓગસ્ટ 17, 2014 પર 5:03 પી એમ(PM)

    ओमशांति। वहुत बहुत धन्यवाद।धन्यवाद।आपको विनोदभाईजी इसे शेयर करनेके लिये। और इसे अपने ब्लोग पर आपकी ओरसे रीब्लोग करना चाहूंगी । क्या कर सकती हूँ?

    Like

  4. aataawaani ઓગસ્ટ 17, 2014 પર 10:49 પી એમ(PM)

    પ્રિય વિનોદભાઈ
    તમે બહુ સુંદર રીતે રામકૃષ્ણ પરમ હંસ અને સ્વામી વિવેકાનંદનો વાર્તાલાપ રજો કર્યો છે .
    બહુ અસર કારક છે .

    Like

  5. kamaljitahih n parmar ઓગસ્ટ 18, 2014 પર 12:26 એ એમ (AM)

    vah vah vinod bhai khare khara guru sisya no adbhut vartalap bahu gamyo.dhanya vad.

    Like

  6. chandravadan ઓગસ્ટ 18, 2014 પર 5:07 એ એમ (AM)

    રામકૃષ્ણ પરમહંસ- વત્સ, તું આ વાત જાણી લે કે એવી કોઈ પ્રાર્થના નથી કે જેનો જવાબ ના હોય.મનમાં શ્રધ્ધા -વિશ્વાસ રાખીને તારા ભયને ખંખેરી નાખ. આ જીવન અગમ અને અગોચર છે એનો તારે તાગ મેળવવાનો છે.જીવન કઈ એવો મોટો કોયડો નથી કે જેને ઉકેલી ના શકાય. .મારા આ કથન ઉપર વિશ્વાસ રાખ કે જો તને સાચી રીતે જીવતાં આવડતું હોય તો જિંદગી કુદરતની બક્ષેલી એક અદભુત ભેટ છે .
    The last Reply of the GURU to the SHISHYA.
    It’s the Nectar !
    Chandravadan
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

    Like

  7. pragnaju જુલાઇ 16, 2016 પર 5:48 એ એમ (AM)

    અધ્યાત્મ અને વ્યવહાર અંગે સાચી પ્રેરણાદાયી સમજ

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.