વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 948 ) શ્રી રીતેશ મોકાસણા અને એમની ગુજરાતી ફિલ્મ “ઓલ્વેઝ રહીશું સાથે ” – એક પરિચય

 કૈંક નવું કરવાનાં સ્વપ્ન જેને બરાબર સુવા ના દે એનું  નામ જ યુવાની. આવા એક સ્વપ્ન દ્રષ્ટા ગુજરાતી યુવાન શ્રી રીતેશ મોકાસણાનો અલ્પ ઝલપ પરિચય વિનોદ વિહારની કોઈ પોસ્ટમાં એમના પ્રતિભાવથી હતો પણ એમની દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ”ઓલ્વેઝ રહીશું સાથે ” વિષે એમના ઈ-મેલ મારફતે જાણી એમનો વધુ પરિચય મેળવીને ખુબ આનંદ થયો.

રીતેશ જણાવે છે એમ આ ફિલ્મના મૂળમાં એમના બ્લોગને લીધે બે ગુજરાતી બ્લોગરોનો અનાયાસે થયેલ પરિચય છે એમાં જરા પણ અતિશયોક્તિ નથી. આ ફિલ્મના ડીરેક્ટર યુવરાજ જાડેજા અને નિર્માતા રીતેશ બંને એમના બ્લોગને લીધે મિત્રો બન્યા અને પહેલી જ મુલાકાતમાં એમણે સાથે ફિલ્મ બનાવવાનું નક્કી  કર્યું.આમ બે નવ લોહિયા સ્વપ્નશીલ બ્લોગર મિત્રોનો અનાયાસે થયેલ પરિચય એક નવતર અર્બન ગુજરાતી ફિલ્મ”ઓલ્વેઝ રહીશું સાથે “ના સર્જનમાં પરિણમ્યો.

આ ગુજરાતી ફિલ્મ શ્રી રીતેશ મોકાસણા લિખિત પુસ્તક “મારી ઉમ્મર તને મળી જાય “થી પ્રેરિત છે.આ ફિલ્મનું નિર્દેશન એમના બ્લોગર મિત્ર શ્રી યુવરાજ જાડેજા દ્વારા કરવામાં આવ્યું છે.

FILM : Always Rahishu Saathe

Producer-Writer : Ritesh Mokasana

Director : Yuvraj Jadeja

Star cast : Bharat Thakkar, Sonali Nanavati, Umang acharya, Tillana desai Harsh Vyas etc.

All stars belong to Theatre/Drama. 

આ ફિલ્મનું મ્યુઝીકલ  લોન્ચ થયું એ વખતનો અખબારી અહેવાલ નીચે પ્રસ્તુત છે જેમાં આ ફિલ્મની વિગતે માહિતી આપવામાં આવી છે .

Ritesh mokaana- Press news

આ ફિલ્મને અમેરિકા રહેતા ગુજરાતીઓ પણ જુએ એ માટે શ્રી રીતેશભાઈ ખુબ ઉત્સુક છે.આ  વિષે એમના ઈ-મેલમાં તેઓએ લખ્યું છે કે …

મુરબ્બી શ્રી
કુશળ હશો !
રમેશભાઈએ, મારા વિષે તમને લખેલું તે સંદર્ભે આપને ઇ-મેઇલ કરું છું.

ફિલ્મ વિષે જણાવું તો ફિલ્મ ઓલવેયઝ રહીશુ સાથે એક મેડિકલ ડ્રોપ બ્રેક વાળી પ્રથમ ગુજરાતી ફિલ્મ છે.જેમાં સ્કૂલમાં સાથે ભણતા બે પ્રેમીનો અધૂરો પ્યાર હોસ્પિટલમાં ફરી જીવંત બને છે. દર્દી ને ડોક્ટર સાજી કરવા ચેલેન્જ ઉપાડે છે અને ફરી દર્દી-ડોક્ટરને સારો કરવા પ્રેમિકા ચેલેન્જ ઉપાડે છે.

ફિલ્મને સિનેમા હોલમાં રિલીઝ કરવા માટે ઘણી મહેનત માંગે છે. મેં અહીંયાં કતારમાં ટ્રાય કરેલો પણ પછી અમે એક ક્લબના સિનેમા હોલમાં મુવી બતાવેલું. ફિલ્મ ને મોટા હોલમાં પ્રોજેક્ટર પર પણ બતાવી શકાય,જે એકદમ સરળ રસ્તો છે. ગુજરાતીઓએ પહેલી વાર ગુજરાતી મુવી જોયેલું. મિત્રો બહુ ખુશ થઇ ગયેલા.

બીજું એ પણ હતું કે આ ફિલ્મ નીટ એન્ડ ક્લીન ઇમેજ વાળી એક પારિવારિક ફિલ્મ છે. ઘણા નોન ગુજરાતી મિત્રોએ પણ આ ફિલ્મ જોયેલી અને ગમેલી.

તમે જે રીતે પણ ફિલ્મને ત્યાં રજુ કરશો તેમાં હું ખુશ છું. મારો ધ્યેય એટલો જ કે ત્યાંના બધા મિત્રો ફિલ્મ જુએ, વળતર રૂપે મને જે મળશે એમાં હું સંતોષ માનીશ.

એમના એક બીજા ઈ-મેલમાં યુ ટ્યુબમાં ફિલ્મનું ટ્રેલર,ટીઝર અને સોન્ગ્સ છે તથા ફેસબુક પર મુકેલા ચિત્રોની લિંક એમણે આપી હતી એ પણ નીચે સૌની જાણ માટે આપેલ છે જેના ઉપરથી આ ગુજરાતી ફિલ્મની  ગુણવતાનો પરિચય મળી રહેશે.

6 responses to “( 948 ) શ્રી રીતેશ મોકાસણા અને એમની ગુજરાતી ફિલ્મ “ઓલ્વેઝ રહીશું સાથે ” – એક પરિચય

  1. રીતેશ મોકાસણા સપ્ટેમ્બર 2, 2016 પર 12:02 પી એમ(PM)

    શ્રી વિનોદભાઈ,
    પોસ્ટ વાંચીને ખુબ આનંદ સાથે ગૌરવ ની લાગણી થઇ. આપ જેવા વડીલોના સાથ સહકારે મારી લખવાની અને બીજી જોમ એવા જ જળવાઈ રહે.

    Like

  2. pragnaju સપ્ટેમ્બર 2, 2016 પર 3:11 પી એમ(PM)

    ગુજરાતી ફિલ્મ”ઓલ્વેઝ રહીશું સાથે …માટે ઇ મૅઇલ કર્યા છે આવશે તો અમે પણ જોવા જશુ
    દોહા, કતારમા તો અમારા જેઠ સ્વ એન સી વ્યાસ ત્યાર બાદ તેમનો દીકરો મહેશ -હાલ અમેરીકામા છે
    તેની દીકરી મુંબાઇ,દોહા અને અહીં અમેરીકામા ભણેલી તેને પૂછ્યું કે તેને ક્યાં વધુ સેફ્ટી લાગેલી ?
    તો તેણે તરત કહ્યું-દોહામા -રાત્રે ભણીને બે ધડક રસ્તા પર ચાલી શકો !

    Like

    • રીતેશ મોકાસણા સપ્ટેમ્બર 3, 2016 પર 12:29 એ એમ (AM)

      એકદમ સાચી વાત છે, અમે લોકો ભારત કરતા અહીંયા વધુ સુરક્ષા અનુભવીએ છીએ. અત્યારે જ જે વિચાર આવ્યો તેનો અમલ કરું છું. ઘણી બધી ફલાઇટો અમેરિકાથી ઇન્ડિયા જાય તેનો હોલ્ટ ( ટ્રાન્જીટ) દોહા હોય છે, તો આપ સર્વે ને હું અમારી મુલાકાત લેવા હાર્દિક આમંત્રણ આપું છું.

      Like

  3. aataawaani સપ્ટેમ્બર 2, 2016 પર 5:14 પી એમ(PM)

    પ્રિય વિનોદ ભાઈ
    મને રિતેશે ફિલ્મ બનાવવા વિષે વાત કરી ત્યારે મેં એને કીધું કે તુને ખર્ચો થશે ,હું તુને અલ્પ મદદ કારા તૈયાર છું , તો રિતેશે મને કીધું કે આતા તમે રિટાયર્ડ માણસ તમને મારે મદદ કરવી જોઈએ એને બદલે તમારી પાસેથી પૈસા લેવા એ મને વ્યાજબી ન થી લાગતું . મેં એને એક સંસ્કૃત શ્લોક મુવીમાં મુકવા માટે આપ્યો જે શ્લોક મુવીમાં મુકશે એવું કહેતો હતો . હું એના નામ પાછળ ભાઈ શબ્દ મૂકીને લખતો ત્યારે મને રિતેશે કીધું કે આતા તમે મને ભાઈ ન કહો ફક્ત નામથીજ બોલાવો એવી રીતે મને યુવરાજ જાડેજાએ પણ કીધેલું ;

    Like

  4. nabhakashdeep સપ્ટેમ્બર 2, 2016 પર 5:35 પી એમ(PM)

    આ.વિનોદભાઈ…

    સાથે જ રહીશું..શ્રી રીતેશભાઈ સાથે..ખૂબ જ સુંદર સંકલન…હવે રીલીઝ કરવા જોર કરીશું.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  5. P.K.Davda સપ્ટેમ્બર 3, 2016 પર 7:18 એ એમ (AM)

    વિનોદભાઈ, આ પોસ્ટ મૂકીને તમે તમારા સ્વભાવ પ્રમાણે સારૂં કામ કર્યું છે. આમ તમારો બ્લોગ પણ પ્રતિભા પરિચય બ્લોગ જ છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: