વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(260 ) શ્રી ચીમન પટેલ (ચમન ) ના હાઈકુ અને તાન્કા – બે ચિત્ર હાઈકુ ( એક પરિચય )

શ્રી ચીમનભાઈ પટેલના હાઈકુઓનો આસ્વાદ માણીએ એ પહેલાં હાઈકુ એ શું ચીજ છે

એને થોડું સમજી લઈએ .

 

હાઇકુની સમજણ (જેને એની જાણ નથી એમને માટે )

 

•         હાઇકુ એ ત્રણ લીટીનું નાનકડું કાવ્ય છે.

•         પહેલી અને ત્રીજી લીટીમાં પાંચ અક્ષ્રર(letter) હોવા જોઈએ

•         અને બીજી લીટીમાં સાત અક્ષ્રર.

•         અડધો અક્ષ્રર ગણાતો નથી.

હાઈકુની આ ત્રણ લીટી એવો વિચાર તણખો મૂકી જવી જોઇએ કે કવિ જે વાત વાચક સુધી પહોંચાડવા માંગે

છે તે ખૂબ સચોટ છતાં સરળ રીતે કરી શકાય .

એક  નાનકડી પણ ચોટદાર રચના વાંચીને વાચક વિચારતો થઇ જાય. અને એટલે જ હાઈકુનું સર્જન એ

પોતાનામાં એક પડકાર પણ છે .

આમ હાઇકુંમાં  ૫,૭,૫ અક્ષરની સીમામાં રહીને કવિ થોડા શબ્દોમાં પોતાની અભિવ્યક્તિને સુંદર રીતે વ્યક્ત

કરે છે . હાઈકુનું વિશ્લેષ્ણ કરવા બેસો તો ઘણા શબ્દોમાં એ કરી શકાય .

હાઈકુ નામ સૂચવે છે એમ એ મૂળ જાપાનીઝ કાવ્ય પ્રકાર છે . એનું એવું નામકરણ ૧૯મી સદીમાં માશોકા

શીકી દ્વારા કરવામાં આવેલું એમ કહેવાય છે . .

જાપાનમાં હાઈકુ એક જ લીટીમાં લખાય છે .અંગ્રેજીમાં ત્રણ લીટીમાં લખાય છે .

હાઇકુમાં બે -સાત અક્ષ્રરની- લીટીઓ ઉમેરતાં એક બીજો કાવ્ય પ્રકાર બને છે અને તે છે તાન્કા.

પ્રયત્ન કરી જૂઓ-તમે પણ હાઈકુ કે તાન્કા લખતા થઇ જશો.

_______________________________

Chiman Patel -"Chaman"

Chiman Patel -“Chaman”


 

શ્રી ચીમનભાઈ “ચમન ” લગભગ ૪૦+ વરસોથી અમેરીકામાં હ્યુસ્ટન, ટેક્ષાસમાં સ્થાયી થયેલ છે .ઘણા

વરસોથી એમના હાસ્ય લેખો,ગઝલો અને કાવ્યો દ્વારા એમના ગુજરાતી સાહિત્યના પ્રેમને પ્રદર્શિત કરે છે

અને હાલ નિવૃતિના સમયમાં પણ ખુબ પ્રવૃત છે ..( એમનો પરિચય અહીં વાંચો )

 

શ્રી ચીમન પટેલ “ચમન” ની હાસ્ય રચનાઓ ,ગઝલો અને ઘણી  હાઈકુ રચનાઓ એમના બ્લોગ

चमन” के फूलમાં તમોને વાંચવા મળશે .

 

એમની આ હાઈકુ રચનાઓમાંથી મારી પસંદગીની કેટલીક આજની પોસ્ટમાં મૂકી છે .

 

એમની  હાઈકુ રચનાઓને વિનોદ વિહારમાં પ્રસિદ્ધ કરવાની સંમતિ આપવા બદલ શ્રી

ચીમનભાઈનો ખૂબ ખૂબ આભાર.

 

શ્રી ચીમન પટેલ “ચમન” ની હાઈકુ-તાન્કા  રચનાઓ

 

સીતા સમી તો

પત્ની મળી; કેમ એ

રાવણ બન્યો?!   

*******

જિંદગી ભર,

ચાહતો રહ્યો એને;

સમજ્યા વિના!          

********

 એક (હાસ્ય) હાઇકુઃ

પેટ ભરીને

ખાવા છે પકવાન-

દાંતતો નથી!

******

એક (ધાર્મિક) હાઇકુઃ

મંદિરે ગયો,

હું પહેલી જ વાર-

વિધુર થઈ!

*******

એક (માર્મિક) હાઇકુઃ

સમજ આવે

સૌને, માર્ગ ભૂલીને;

પહેલાં નહિ!

********

એમનાં પ્રિય જીવન સાથી નીયંતિકાબેનના દુખદ અવસાન પછી બે વર્ષથી એકલા પડી ગયેલ 

શ્રી ચીમન પટેલએ એમના દિલનું દર્દ નીચેના હાઈકુઓમાં વ્યક્ત કર્યું છે .

———————

સ્વ . નિયંતિકાબેન , બીજો ફોટો – શ્રી ચીમનભાઈએ ચાર્કોલથી બનાવેલ એમના સ્વ.પત્ની નિયંતિકાબેન ની આબેહુબ તસ્વીર

મારી પત્ની/પ્રિયાને (એક વર્ષની વિદાય પછી)

 

પોઢી ગઇ તું,

ખેંચી લાંબી ચાદર-

મૂકીને મને!!

 *****

ન માને મન,

ગઈ તું ઘણી દૂર-

પહોચું કેમ?

 *****

ઊડવું મારું,

એક પાંખનું હવે;

 ઊડવું રહ્યું !

*******

વિચારું છું તો-  

રડું છું અંદરથી;  

સુના ઘરમાં !

********  

શોધુ રેતીમાં,  

દરિયા કિનારાની-  

એના પગલાં !  

 

ચીમન પટેલ “ચમન” રચિત બે તાન્કાઃ

(હાઇકુમાં બે -સાત અક્ષ્રરની- લીટીઓ ઉમેરતાં બને છે તાન્કા)

કૂતરા ભસે,

જોઇ ને અજાણ્યાને,

બાકી તો નહિ.

ટિકા થાય મિત્રોની,

સત્ય જાણ્યા વગર!

    ***********

સાતે ભવમાં

પતિ એ જ મળેની

કરી માગણી-

પરણ્યા પહેલાં તો!

પરણી એ પસ્તાઈ !!

           * ચીમન પટેલ “ચમન“

 

 ચિત્ર -હાઈકુ-Picture Haiku-

 

આ  ચિત્ર -હાઈકુમાં આપેલ ચિત્રને જોઈને કવિ એના હાઈકુમાં આબાદ રીતે શબ્દોની ગોઠવણી કરીને

વાચકના મનમાં એક વિચાર તણખો  મૂકી જતો હોય છે .

ચિત્ર નંબર -૧

Picture Haiku- Cat

સુખ-દુઃખના

આંસુને ,જો અલગ

રંગ હોય તો? *

ચીમન પટેલ ‘ચમન’

 

ચિત્ર નંબર -૨ 

Picture Haiku -Bird and Rainbow

મેઘધનુષ્ય

રંગોથી સૌ ચકિત

મારા જ વિના !

 

ચીમન પટેલ ‘ચમન’

 

વિનોદ વિહારના વાચકોને ઉપરના ચિત્ર નબર -૧ અને ચિત્ર નબર-૨ જોઈને પોતાના મનમાં જાગેલ

વિચારોને હાઈકુની રચનામાં ઢાળીને કોમેન્ટ બોક્ષમાં લખીને આ અવનવી ચિત્ર હાઈકુની રમત રમવા

આમંત્રણ છે.

 

( શ્રી ચીમનભાઈ સંબંધે મારાં સ્વ. ક્કુમાસીના દીકરા-કઝીન ભાઈ થાય છે .આજની પોસ્ટ મારા પર અપાર

સ્નેહ વરસાવનાર મારાં પ્રેમાળ ભાભી સ્વ. નીયાન્તીકાબેનની સ્મૃતિમાં એમને સમર્પિત છે .—-

નીચેના  એક સ્મૃતિ હાયકુ સાથે –)

રામ સીતાનો

એ પ્રેમ નંદવાયો

દિલમાં દર્દ !

 

વિનોદ પટેલ

 

 

 

 

 

5 responses to “(260 ) શ્રી ચીમન પટેલ (ચમન ) ના હાઈકુ અને તાન્કા – બે ચિત્ર હાઈકુ ( એક પરિચય )

  1. Anila Patel જૂન 14, 2013 પર 8:50 એ એમ (AM)

    હાઇકુનુ હાઇકુ
    –_*************
    સત્તરાક્ષરી
    જાપાનની માધુરી
    ભારતે ઝરી.
    સત્તરાક્ષરનો જાપાનનો કાવ્યપ્રકાર અને એનુ સૌથી વધુ ખેડાણ ભારતે કર્યુ છે.

    Like

  2. dhavalrajgeera જૂન 15, 2013 પર 7:26 એ એમ (AM)

    કૂતરા ભસે,
    જોઇ ને અજાણ્યાને,
    બાકી તો નહિ.
    ટિકા થાય મિત્રોની,
    સત્ય જાણ્યા વગર!

    Like

  3. સુરેશ જૂન 15, 2013 પર 8:40 એ એમ (AM)

    જિંદગી ભર,
    ચાહતો રહ્યો એને;
    સમજ્યા વિના!
    ————

    આપ તો સમજીને કંઈ બોલ્યાંનહીં
    મેં જ બસ બોલ્યા કર્યું, સમજણ વિના.
    – વિનય ઘાસવાલા

    Like

  4. Ramesh Patel જૂન 15, 2013 પર 12:51 પી એમ(PM)

    આદરણીયશ્રી વિનોદભાઈ…શ્રી ચીમનભાઈની ભાવુકતા સાહિત્યકારના જીવની છે ને તેમના હૃય સ્પર્શી શબ્દોમાં એ નીતરે છે. એક ચિત્રકાર તરીકે પણ આપે પીછાણ દીધી. અમે દાદાની દાડમડીની છાયામાં મળેલા. ચીમનભાઈના હાઈકુ મૂઠી ઉંચેરાં છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    …………………..

    અમર આત્મા

    યાદોય ના ભૂલાય

    સાલે જુદાઈ

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  5. Pingback: ( 277 ) સોનાના દાગીના – ચીમન પટેલ ‘ચમન’નું એક ચિત્ર હાઈકુ | વિનોદ વિહાર

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.