વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: જુલાઇ 2013

( 283 ) પિતા -પુત્રીના અદભૂત પ્રેમ સંબંધની એક સંવેદનશીલ કથા – Dying Father’s last Dance .

Father-Daughter Dance

 
એક પિતા અને એમને વ્હાલી પુત્રી વચ્ચેનો પ્રેમ સંબંધ તો જેણે
 
જીવનમાં એને અનુભવ્યો હોય એ જ એને જાણી અને માણી શકે .
 
 
આજની પોસ્ટમાં આવા એક પિતા અને એની પુત્રીના જીવનની
 
એક દિલ હલાવી નાખે એવી સત્ય ઘટના આલેખી છે  .
 
 
આ વાર્તાનું મુખ્ય પાત્ર ૨૫ વર્ષની ઉંમરની યુવતી રીચેલ વુલ્ફ
 
અને એના પિતા ડો. જેમ્સ વુલ્ફ છે .
 
પિતા ડો. જેમ્સ વુલ્ફ પેન્ક્રીયાટીક કેન્સરથી પીડિત છે અને હોસ્પિટલની
 
પથારીમાં જીવનના છેલ્લા દિવસો પસાર કરી રહયા છે . ડોક્ટરોના
 
અભિપ્રાય પ્રમાણે એ માંડ ત્રણ મહિનાના આ જગતના મહેમાન છે .
 
 
દીકરી રીચેલ પિતાની સ્થિતિ જોઈને મનમાં ખુબ દુખી છે . એ મનમાં
 
વિચાર કરે છે કે મારાં જ્યારે લગ્ન લેવાશે ત્યારે મારા પિતા મને વિદાય
 
આપવા અને લગ્ન પ્રસંગે મારી સાથે ડાન્સ કરવા હાજર નહી હોય .
 
હજુ રીચેલની સગાઈ પણ થઇ નથી .
 
 
રીચેલ મનમાં એક નિર્ણય લઇ લે છે . જાણે આજે એના લગ્નનો જ
 
દિવસ હોય એમ એ લગ્નનો કિંમતી સિન્ડ્રેલા જેવો ડ્રેસ પહેરીને લીમોમાં
 
બેસી મુકરર કરેલા સ્થળે આવે છે .રીચેલે પિતાને એના નિર્ણય બાબતે
 
કોઈ વાત કરી નથી .એમના માટે આ એક આશ્ચર્ય છે .
 
 
સગાં સ્નેહીઓની હાજરીમાં રીચેલ માંડ ચાલી શકતા એના
 
પિતા સાથે ડાન્સ કરે છે .
 
થોડા સમય માટેના આ જગતના મહેમાન એવા એના પિતાના માટે
 
એમના જીવનનો આ છેલ્લો ડાન્સ બનશે .
 
આ રેકોર્ડ કરેલ ડાન્સની ફિલ્મ જ્યારે રીચેલનાં હકીકતમાં લગ્ન લેવાશે
 
ત્યારે ત્યાં રજુ કરવામાં આવશે .
 
 
આ રીતે એ વખતે આ કોડીલી કન્યા રીચેલ જાણે પિતા એના લગ્નમાં
 
હાજર છે એવો અહેસાસ કરશે. પિતાની યાદને આ રીતે તાજી રાખીને
 
એમના મુક આશીર્વાદ પ્રાપ્ત કરશે .
 
 
નીચેના વિડીયોમા એક પુત્રીના એના પિતા પ્રત્યેના અદભૂત પ્રેમની આ
 
આખી સવેદનશીલ કથા નિહાળો .
 
આ વિડીયો તમે જોશો ત્યારે તમારી આંખો ભીની જો ન બને તો જ
 
નવાઈ !
 
Daughter Surprises Dying Father With Special Father Daughter Wedding
 
 
 
 
 
 
 
 
 
 
 

( 282 ) લોસ એન્જેલસ , કેલિફોર્નીયાના ચાર સાહિત્ય પ્રેમી મિત્રોનું પુન: મિલન

Radha Raman temple Idol photo

Radha Raman temple Idol photo

 

જીવનમાં કેટલાક શુભ સંજોગ અણધાર્યા અને અનાયાસે જ બનતા હોય છે .
આવો જ એક શુભ સંજોગ તારીખ ૧૪મી જુલાઈ ૨૦૧૩ની રવિવારની ઢળતા દિવસની રમણીય સાંજે  લોસ એન્જેલસના પ્લેસેન્સીયા ખાતે આવેલ શ્રી રાધા રમણ વેદિક મંદિરના પવિત્ર વાતાવરણમાં બની ગયો .
હું જુન ૨૨, ૨૦૧૩ થી જુલાઈ ૧૯,૨૦૧૩ દરમ્યાન ઉનાળાની રજાઓમાં સાન ડીયેગોથી લોસ એન્જેલસ મારી દીકરીને ત્યાં રહેવા ગયો હતો .
લોસ એન્જેલસ ,એનેહેમમાં  રહેતાં મારી દીકરી અને જમાઈ ઘણીવાર એમની નજીક પ્લેસેન્સીયા ખાતે આવેલ શ્રી રાધા રમણ વેદિક મંદિરમાં મંદિરની મૂર્તિઓને શણગારવા માટે ફ્લાવર સેવા અને રવિવારે મંદિરમાં એકત્રિત થતા લગભગ ૪૦૦ હરી ભક્તો માટેની રસોઈ (પ્રસાદ ) એમના તરફથી સેવા તરીકે આપતાં હોય છે . આવો પ્રસાદ એમના તરફથી તારીખ ૧૪મી જુલાઈના રોજ આપવાનો નક્કી કર્યો હતો .
આ પ્રસંગે મને વિચાર સુજ્યો કે લોસ એન્જેલસમાં રહેતા શ્રી આનંદરાવ લિંગાયત(સંપાદક – ગુંજન ), શ્રી
ગોવિંદભાઈ  (ગોદડીયો ચોરો )  અને નજીકમાં જ કોરોના રહેતા શ્રી
રમેશભાઈ (આકાશદીપ )   ને આ દિવસે રાધા રમણ મંદીરમાં સહ કુટુંબ પધારવા માટે આમંત્રિત કર્યા હોય તો
આ બહું સરસ તક છે .
આ શુભ વિચારની પૂર્તિ રૂપે મારા આમંત્રણને માન આપી શ્રી આનંદરાવ , શ્રી ગોવિંદભાઈ , શ્રી રમેશભાઈ ( સહ કુટુંબ ) શ્રી રાધા રમણ વેદિક મંદિર ખાતે પધાર્યા અને એ દિવસની સાંજની મંદિરની બધી ધાર્મિક પ્રક્રિયામાં ઉલટભેર ભાગ લીધો એ બદલ એમનો આ પોસ્ટ દ્વારા આભાર માનું છું.
આ પ્રસંગે કેલીફોર્નીયા, લોસ એન્જેલસમાં રહેતા શ્રી નરેન્દ્રભાઈ ફણસે ( જીપ્સીની ડાયરી ) અને ડો. ચંદ્રવદનભાઈ ( ચંદ્ર પુકાર ) ને પણ આમંત્રણ આપ્યું હતું પણ એમને અનુકુળ ન હોઈ હાજર રહી શક્યા ન હતા .
આ રીતે આ ચાર સાહિત્ય રસિક ચાર મિત્રોનું મંદિરના પવિત્ર વાતાવરણમાં ફરી મિલન અને સહ ભોજનનો એક યાદગાર સંજોગ બની ગયો એ કેવું કહેવાય !
આ પ્રસંગે આ ચાર સાહિત્ય રસિક મિત્રોના પુનઃ સ્નેહ મિલનની યાદગીરી રૂપે શ્રી રમેશભાઈના જમાઈએ કેમેરામાં કેદ કરેલી તસ્વીરોમાંની બે તસ્વીરો આ રહી .ઉપર પોસ્ટને મથાળે મુકેલ રાધા-કૃષ્ણની સુંદર તસ્વીર એમણે જ લીધી છે જે માટે એમનો આભાર માનું છું .
From left- Rameshbhai , Anandrao , Vinodbhai, Govindbhai

From left- Rameshbhai , Anandrao , Vinodbhai, Govindbhai

4 Bloggers- Friends- Half Photo

અમારા આ મધુર મિલનને ગોદડિયા ચોરા ફેઈમ શ્રી ગોવિંદભાઈ પટેલે એમના  પરાર્થે સમર્પણ બ્લોગમાં તારીખ ૨૦મી જુલાઈ ૨૦૧૩ની એમની પોસ્ટમાં સુંદર રીતે એમની આ કાવ્ય  રચનામાં   આ રીતે મઢી લીધેલ છે .
આકાશદીપ અજવાળે આનંદ વિનોદ…કાવ્ય
હેજી અમે ગયાતા રાધા રમણ કેરા આંગણે રે લોલ
નીરખી એનું રુપ મનમંદિરીયું આનંદ માણે રે લોલ
અષાઢ સુદી ચોથ ને જુલાઇ ચોદ રવિવાર રે લોલ
જાગૃતિ અને સંજય કેરી ભક્તિ ભાવનાં પુર રે લોલ
પધાર્યા આકાશદીપ પ્રેમ થકી એ પ્રકાશતા રે લોલ
ને  હરખથી આનંદ-વિનોદ મિત્રો મહાલતા રે લોલ
આ ગોદડિયે વડિલોને નમી પામી ધન્યતા રે લોલ
બ્લોગ જગતની ચર્ચા ને પ્રસાદી આરોગતા રે લોલ
  સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ ) પરાર્થે સમર્પણ બ્લોગ
આ અગાઉ  ત્રણ સાહિત્ય પ્રેમી મિત્રોનું  પ્રથમવાર લોસ એન્જેલસમાં જ સ્નેહ મિલન થયેલું એની વિગતો
નીચેની લિંકથી તમોને મળશે .
——————————————-
Radha Raman Vedic Temple 
1022 N. BradFord Ave Placentia, CA 92870
 
આ મંદિર વિષે વધુ માહિતી એની  આ વેબ સાઈટ  ઉપર વાંચો .
આ મંદિરની ખુબ જ આકર્ષક મૂર્તિઓ અને ૪૦૦ થી ય વધુ હરિભક્તો માટે પ્રસાદ આપનાર અને એમના કુટુંબીજનો અને મિત્રો મંદીરના જ પટાંગણમાં માં જ એ દિવસે કેવી રીતે સાંજ માટેની રસોઈ -પ્રસાદ જાતે બનાવે છે એ દર્શાવતો વિડીયો ભજનની ધૂન સાથે નીચે જુઓ . 
 
Radha Raman Mandir and Cooking at the Mandir 
 
આ મંદિરની વેબ સાઈટની  આ લિંક ઉપર કેટલાંક સુંદર ભજનોના વિડીયો મુક્યા છે એ સાંભળો અને માણો .
 

( 281 ) કારણ વિના કશું બનતું નથી – ભૂપત વડોદરિયા

 
 

 દુનિયામાં પારાવાર અસમાનતાઓ અને અન્યાયો આપણે જોઈએ છીએ. કેટલાક આપણને અનેક બાબતમાં ‘ભાગ્યશાળી’ લાગે છે. આવા ભાગ્ય માટેની એમની કોઈ ખાસ લાયકાત પણ આપણી નજરે પડતી નથી. બીજી બાજુ જે સારા ભાગ્ય માટે અનેક રીતે લાયક છે અને ગુણવાન છે એવા માણસો બિચારા જાતજાતની કમનસીબીઓ વેઠતાં આપણે જોઈએ છીએ. એક બાળક રૂપાળું કે કાળું જન્મે છે, એક બાળક બુદ્ધિશાળી કે મંદબુદ્ધિનું જન્મે છે. એક બાળક મહેલ જેવા બંગલામાં જન્મે છે, બીજું એક બાળક ઝૂંપડામાં જન્મે છે. એક કુટુંબ કંઈ કરે કે ન કરે, તેની સુખસાહ્યબીનો સૂરજ જાણે આથમતો નથી. પડોશમાં એક બીજું કુટુંબ છે તેને રોજેરોજ ભોજનનો સવાલ હોય છે.

હવે આ પ્રકારની વિષમતાઓ અને અન્યાયોનો કોઈ સંતોષકારક ખુલાસો આપણી પાસે નથી- સિવાય કે કર્મનો સિદ્ધાંત. માણસ જેવું કરે તેવું પામે. ક્રિયા અને પ્રતિક્રિયા, કાર્ય અને તેની અસર, શબ્દ અને પડઘો – આ બિલકુલ વૈજ્ઞાનિક બાબત છે. કારણ વિના કશું બનતું નથી. તમે જેવું વાવો તેવું લણો છો- આ કર્મનો સિદ્ધાંત લગભગ બધા ધર્મોએ સ્વીકારેલો છે. આમ તો તે એક વૈજ્ઞાનિક તથ્ય લાગે છે, પણ બીજાં અનેક વૈજ્ઞાનિક તથ્યોની જેમ તે કંઈક અપૂર્ણ લાગે છે. વાવો તેવું લણો, પણ જેણે બરાબર વાવ્યું હોય, વાવેલાની માવજત પણ કરી હોય અને છતાં તેનો પાક નાશ પામે અને તેના હાથમાં કશું જ ન આવે એવું બનતું આપણે જોઈએ છીએ; બીજી બાજુ કેટલાય માણસો જાણે વાવ્યા વગર જ સારો પાક લણતા હોય તેવું આપણે સગી આંખે જોઈએ છીએ.

પણ જો કર્મનો સિદ્ધાંત બિલકુલ જડ હોય અને ગયા જન્મમાં માણસે કરેલાં પાપ કે પુણ્ય, અને સત્કર્મો કે દુષ્કર્મોનું ફળ તેણે ત્રાજવે તોળીતોળીને ભોગવવાનું હોય તો પછી આ જન્મનો- જીવનનો અર્થ શું ? ગયા જન્મનાં ફળો જ મારે ભોગવવાનાં હોય તો મારે કાંઈ પણ કરવાનો અર્થ જ શું રહ્યો ? હું કંઈ પણ સારું તો કરી શકવાનો નથી, કેમ કે ગયા જન્મનાં મારાં કર્મોએ મારા માટે કોઈ સ્વતંત્રતા રહેવા જ દીધી નથી ! છતાં હું ગમે તેમ કરીને સારાં કર્મો કરવા જાઉં તો તેનો બદલો તો મને હવે પછીના જન્મમાં જ મળે ! ખરેખર કર્મનો આ જ સિદ્ધાંત છે ? સિદ્ધાંત જો આટલો બધો ચુસ્ત અને ‘યાંત્રિક’ હોય તો મારા જીવનનો કોઈ અર્થ જ રહેતો નથી. મારા માટે સારા માણસ બનવાની પણ કોઈ ચાનક રહેતી નથી. મારે શા માટે ‘સારા’ બનવું જોઈએ ? ગયા જન્મનાં કુકર્મોનું જ ફળ મારે ભોગવવાનું છે. હું સારું કરું કે ખરાબ કરું તો તેની કોઈ અસર મારા વર્તમાન જીવન પર તો પડવાની નથી. કંઈ પણ પરિણામ મારા આ જિંદગીના કોઈક પુરુષાર્થનું આવવાનું હોય તો તે આવતા જન્મમાં જ આવવાનું !

એક બીજી વાત પણ સમજવા જેવી છે. આપણી ઉપર જે કંઈ સુખ-દુઃખ આવી પડે છે તે આપણા ઈરાદાપૂર્વકના કોઈ કાર્યનું સીધું જ પરિણામ હોતું નથી. ‘જિંદગી અને મૃત્યુનું ચક્ર’ નામના પુસ્તકના લેખક ફિલિપ કેપલેવે એક દષ્ટાંત આપ્યું છે. માનો કે એક માણસ રસ્તા ઉપર ચાલ્યો જાય છે. સખત પવન ફૂંકાય છે અને તેની ઉપર ઝાડની એક ડાળી તૂટી પડે છે. એમાં એ માણસનો દોષ શું ? કોઈ કહે તે પવન ફૂંકાતો હતો અને ઘરની બહાર નીકળ્યો અને તેથી તેટલા પૂરતી તેની જવાબદારી, પણ માણસ કંઈ આવો વિચાર કરીને પોતાના ઘરમાં પુરાઈને રહી ન શકે. કોઈ કહે કે તેના ગતજન્મના કોઈક કર્મનું તેને ફળ મળ્યું. આમ જુઓ તો અકસ્માત બનવાનું કારણ તો ફૂંકાતો પવન અને ઝાડની નબળી ડાળ જ છે, પણ તેનું પરિણામ એક નિર્દોષ માણસને ભોગવવું પડે છે. પણ માણસ એમ વિચારી શકે કે આવું તો બની જ શકે છે. માણસ પોતાના ઘરમાં બેઠો હોય અને તેની ઉપર કોઈક વજનદાર વસ્તુ પડે તેવું બની શકે છે. આમાં પૂર્વજન્મના કર્મ માટે અફસોસ કરીને દુઃખી થવાની જરૂર નથી. જિંદગીની આવી અચાનકતાઓને પહોંચી વળવાની, સહી લેવાની શારીરિક, માનસિક સુસજ્જતા માણસે કેળવવી જ જોઈએ.

ટૂંકમાં કર્મના સિદ્ધાંતને અફર ભાગ્ય કે અફર નિયતિરૂપે જોવાની જરૂર નથી. માણસ પોતાની સ્વતંત્ર ઈચ્છાશક્તિ અને વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને પુરુષાર્થ વડે ભાગ્ય તથા સંજોગોને બદલી શકે છે. ભલે પૂર્વજન્મનાં કર્મોનાં ફળ ભોગવવાં પડે, પણ માણસ સાથેસાથે આ જન્મમાં પુરુષાર્થ વડે, પોતાની સુસજ્જતા વધારીને પોતાના જીવનની દિશા બદલી શકે છે અને ખરાબ ફળને ઓછું કરી શકે છે.

[‘જાગરણ’ પુસ્તકમાંથી સાભાર.]

( 280 ) ગુરુ પૂર્ણિમા અથવા વ્યાસ પૂર્ણિમા અને એનો મહિમા ….

Guru-Purnima- 2

તારીખ ૨૨મી જુલાઈ, ૨૦૧૩ એટલે ગુરૂપુર્ણીમાનો પાવન દિવસ .

ગુરુ પૂર્ણિમાનાં દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે.

ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ અષાઢ પૂનમના દિવસે આવે છે.

ગુરુપૂર્ણિમાનો દિવસ ગુરુ વંદના માટેનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવ્યો છે.

ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખુબ વર્ણવ્યું છે.

હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.જેમ કે,

શ્રી ગુરુ: બ્રહ્મા ગુરુ:વિષ્ણુ,ગુરુદેવો મહેશ્વર: |

ગુરુ: શાક્ષાત્પરમ બ્રહ્મ, તસ્મૈ ગુરુવે નમઃ ||

વળી,

“ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય,

બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય “

વળી, મોક્ષની પ્રાપ્તિ માટે પણ ગુરુની કૃપા જરૂરી માનવામાં આવી છે .

ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ,

પૂજા મૂલમ ગુરુ પદમ,

મંત્ર મૂલમ ગુરુ વાક્યમ,

મોક્ષ મૂલમ ગુરુ કૃપા..

ગયા વર્ષેની વિનોદ વિહારની નીચેની લિંક ઉપર ગુરુ પૂર્ણિમા અંગેનો લેખ આજની પોસ્ટમાં વાંચો .

 

ગુરુ પૂર્ણિમા અને ગુરુ મહિમા

( નીચે ક્લિક કરીને વાંચો )

ગુરુ પૂર્ણિમા અને ગુરુ મહિમા

 

————————————————————

 

શ્રી અશોકકુમાર- ‘દાસ’ ના બ્લોગ  દાદીમાની પોટલીમાં શ્રી વિનોદભાઈ માછીએ ગુરુ પૂર્ણિમા વિષે

ખુબ જ સુંદર અને નવીન  માહિતી આપી છે એ માણવા યોગ્ય હોઈ એ બન્ને મહાનુભાવોના

આભાર સાથે એ લેખને નીચે વાંચશો .

 

વ્યાસપૂજા … ગુરૂપૂર્ણિમાનો મહિમા ….

 

( નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચો .)

વ્યાસપૂજા … ગુરૂપૂર્ણિમાનો મહિમા 

 

   ————————————————————

 

ગુરુ પૂર્ણિમાના પાવન અવસરને અનુરૂપ ગુરુની મહત્તાનું ગુણ ગાન કરતો “ગુરુ મેરી પૂજા” નામનો સુર અને

 

સંગીત મઢ્યો યુ-ટ્યુબની નીચેની લિંક ઉપર  એક સુંદર વિડીયો માણો.

  Guru Meri Puja -Video

 

guru-purnima-2012-greeting-1024x773

આ ગુરુ પૂર્ણિમાના દિને મારા જીવનના ઉત્કર્ષમાં શરૂઆતથી આજદિન સુધી પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે

અગત્યનો ભાગ ભજવનાર સૌ ગુરુજનો અને મહાનુંભાવોને યાદ કરું છું અને કોટી કોટી હાર્દિક વંદન કરું છું.

Read more of this post

( 279 ) ત્રિવાયુ ( જ્ઞાન સાથે ચિંતનનો લેખ ) લેખક- શ્રી સુરેશ જાની

Sureshbhai  Jani

Sureshbhai Jani

ગુજરાતી બ્લોગ જગતમાં એમના ચિંતનશીલ લેખોથી જાણીતા સૂર સાધના અને અન્ય બ્લોગોનું કુશળતાથી સંપાદન કરતા મારા સહૃદયી મિત્ર શ્રી સુરેશભાઈ જાનીએ  લંડનના શ્રી વિપુલ ક્લ્યાણીના ખુબ વંચાતા સામયિક ઓપીનીયન(Opinion Online) માં પ્રગટ થયેલો  ત્રિવાયુ નામનો એમનો લેખ મને વાંચવા માટે ઈ-મેલથી મોકલી આપ્યો છે .

આ લેખ વાંચતાં જ મને ગમી ગયો એટલે એને આજની પોસ્ટમાં શ્રી સુરેશભાઈ અને શ્રી વિપુલભાઈના આભાર સાથે વિનોદ વિહારના વાચકોને પહોંચાડતાં આનંદ અનુભવું છું .

આ લેખમાં ત્રિવાયુ એટલે કે નાઈટ્રોજન , હાઈડ્રોજન અને ઓક્ક્ષિજન ઉપરની જ્ઞાન વાર્તા તો છે જ પણ એને ખૂબીપૂર્વક રજુ કરી છે . આ લેખમાં એમની કલ્પનાઓને એમની કલમના જાદુનો સરસ સાથ મળ્યો છે .

શ્રી સુરેશભાઈ આ લેખ અંગે સ્પષ્ટતા કરતાં લખે છે કે –

“પહેલી નજરે બાળવાર્તા લાગે તેવો આ લેખ માનવ સ્વભાવના

ત્રણ  પાસાંઓને ઉજાગર કરતું રૂપક છે-

•ગુરૂતા ગ્રન્થિ

•લઘુતા ગ્રન્થિ

•સમતાભાવ

એ છેલ્લા પાસામાં માનવ ચેતનામાં કયો વળાંક અને ઉત્ક્રાન્તિ શક્ય છે- એ તરફ અંગુલિનિર્દેશ છે.”

 

આ ત્રિવાયુ લેખનો અંત પણ જુઓ કેટલો સુચક છે !

 

” પણ આ શું?  એ શ્વાસ/ ઉચ્છ્વાસની સાથે જ આ શેનો નાદ ચાલુ થઈ ગયો?

सोsहम्……. सोsहम्……. सोsहम्……. सोsहम्…….

રોમે રોમમાં આ શેની ઝણઝણાટી? શરીરનો એકે એક કોશ રૂમઝુમ નાચતો શીદ ભાળું? હા! હવે ગેડ બેસી.તારો વાયરો બધે ય ફરી વળ્યો. કોશે કોશને તેં તો ભઈલા નવપલ્લવિત કરી દીધો. મારો હજાર હાથવાળો બેલી તો ભાઈલા તું જ. તું જ આ ઘડીનો મારો પરમેશ્વર.”

છેને જ્ઞાનની વાતો સાથો સાથ પણ એમને હ્મ્મેશનું ગમતું “સૂર સાધના ” મય ચિંતન !

 

વિનોદ પટેલ

________________________________________________________________

   ત્રિવાયુ   ( જ્ઞાન સાથે ચિંતનનો લેખ )    લેખક- શ્રી સુરેશ જાની

નાઈટ્રોજન

ઘનઘોર કાળાં વાદળ ઘેરાયેલાં હતાં. આભ જાણે હમણાં જ ટૂટી પડશે તેવો માહોલ સર્જાયો હતો. કાંઈક અવનવું આજે બનવાનું છે, તેવો ભયજનક ઓથાર વાતાવરણમાં ઝળુંબી રહ્યો હતો.

નાઈટ્રોજન મહાશય પાણીની થયેલી દુર્દશા જોઈ મુખમાં મલકાતા હતા. કેવું એ ક્ષુદ્ર ! સહેજ તાપ અડ્યો અને બાષ્પીભવન થઈ જાય. વાયરો તેને ક્યાંયથી ક્યાંય ખેંચી જાય. બિચારું પાણી! જો ને, પૃથ્વીના ચુંબકત્વની પણ તેની ઉપર અસર થઈ જાય અને સાથે કાળઝાળ વિજભાર વેંઢારવો પડે. ધૂળના રજકણ પણ તેને ચોંટીને મલીન બનાવી દે. બીજા વાયુઓ ય પાણીમાં ભાડવાત તરીકે રહી જાય. શું વસવાયાં જેવી પાણીની જિંદગી?

( આગળ પુરો લેખ અહીં ઓપીનીયન ઓન લાઈનની આ લિંક   ઉપર વાંચો .)

( 278 ) જૂની પેઢી અને નવી યુવા પેઢી અંગે એક વિચાર વિનિમય

 A young  man offering drugs to others. (Photo courtesy- Google image )

A young man offering drugs to others.
(Photo courtesy- Google image )

 

ફ્રિમોન્ટ , કેલીફોર્નીયામાં વસતા અને નિવૃતિનો આનંદ માણતા ૭૬ વર્ષીય મિત્ર શ્રી પી.કે.દાવડા અનેક

વિષયોમાં એમના મનમાં જાગતા વિચારોને મિત્રોને વિચારવા માટે એમના ઈ-મેલમાં ગદ્ય કે પદ્ય સ્વરૂપે

અવાર નવાર વહેંચતા રહે છે .

નવી યુવા પેઢી અને જૂની પેઢીના પેચીદા પ્રશ્ન અંગે એમના વિચારો એમણે એમના એક ઈ-મેલમાં નીચે

પ્રમાણે જણાવ્યા છે .

 

સેપોમા

 

સેક્સ-પોકેટ મની-માદક દ્ર્વ્યો  યુવાનોની નવી સંસ્કૃતિ બની ગઈ છે.

આ કરુણકથની એક ઘરની નથી, ઈંગ્લેંડ-અમેરિકાના અનેક ઘરની છે. અહીં બાર વર્ષની વયના છોકરા

-છોકરીઓય સેક્સ ભોગવી ચૂક્યાં હોય છે, પૉકેટમની માટે મમ્મી પપ્પા સામે રાડો પાડતાં હોય છે,  ડ્રગ્સ અને

ડ્રીંક્સ તો તેમને માટે શોખ બની ગયાં છે.

 

આવી સેપોમા ની બીમારી ભારતની કિશોર-યુવા પેઢીમાં પણ પ્રવેશ કરી ચૂકી છે. 

પારિવારિક જીવનમાં ઘણા ફેરફારો થઈ રહ્યા છે. છૂટાછેડાનું પ્રમાણ વધી ગયું છે. આપણા ઘણાં ગુજરાતી

પરિવારોમાં કાં તો પરણેલી દીકરી પિયરમાં પાછી ફરી છે અથવા પુત્રવધૂ તેને પિયર જતી રહી છે. કોઈને

ક્યાંય સમાધાન કરવું નથી. મુક્ત અને સ્વચ્છંદી જીવન જીવવું છે.

 

વડિલોનું માન રાખવાનું ખુબ જ ઓછું જોવા મળે છે. ફેમેલી એટલે માત્ર પતિ-પત્ની અને એમનાં બાળકો .

પહેલાની જેમ કુટુંબની વ્યાખ્યામાં માતા-પિતા, સાસુ-સસરા, દાદા-દાદી,ભાઈ-બહેન આમાં આવતાં જ નથી.

અહીં સાસુ કે નણંદ નામની ચીજનું મહત્વ જ નથી. 

 

હવે વડિલો માટે ટ્રેનિંગ સ્કૂલો, કે જેમાં તેમને નવી પેઢીનાં પુત્રો, વહુઓ અને પૌત્રો સાથે કેમ વર્તવું તેની

તાલીમ અપાય તે જરૂરી છે.

 

-પી. કે. દાવડા

_________________

 

આજની આ પોસ્ટ એ મિત્ર શ્રી દાવડાજીનો ઉપરનો ટૂંકો પણ અગત્યનો લેખ વાંચીને મારા મનમાં જે વિચાર

વમળો ઉત્પન્ન થયાં એની  એક નીપજ છે .

 

કોઇપણ સાહિત્ય -ગદ્ય કે પદ્ય – એ વિચારોને સુંદર રીતે શબ્દોમાં ઢાળીને રજુ કરવાની કળા છે !

વિચાર વલોણામાંથી શબ્દ સ્વરૂપે સુપેરે નીપજેલું મધુરું નવનીત  એટલે જ સાહિત્ય . 

 

શ્રી દાવડાજીએ એમના ઉપરના ટૂંકા લેખમાં  એક ચિંતન માંગતા વિષયને છેડ્યો છે .

 

એમણે આધુનિક કુટુંબ વ્યવસ્થા અને નવી પેઢી અંગેનો જે ચિતાર રજુ કર્યો છે એ બદલાતાં જતાં સામાજિક

મૂલ્યો અને વલણોની તાસીર છે .

 

જૂની પેઢીને એમની જૂની આંખે આ “ગુગલ જનરેશન ” ની બદલાતી જતી રીતિ નીતિ જોઈને દુખ થાય એ

સ્વાભાવિક છે .

 

આજની ગુગલ જનરેશન એમના પ્રશ્નોનો ઉકેલ મેળવવા માટે પહેલાંની જેમ  જૂની પેઢી પાસે દોડી જતી નથી

પણ નવી ટેકનોલોજી અપનાવી કોમ્પ્યુટરને પૂછીને જવાબ મેળવે છે .

 

આજે અમેરિકામાં વસતાં ઘણા કુટુંબોમાં સંસ્કાર બળે વડીલોની આમન્યા રાખતી નવી પેઢી પણ

એક રણ દ્વીપની જેમ ઉછરી રહી છે એ જોઈને  આંખ ઠરે છે .

 

કેટલાંક મા-બાપો પોતાનાં સંતાનોને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સંસ્કાર આપી નવી પેઢીને દુષણોથી

બચાવવા માટે પ્રયત્ન કરતાં હોય છે .

 

દાવડાજીએ કહેલાં નવી પેઢીમાં વ્યાપક બનેલ દુષણો અંગે વડીલોને સતત ચિતા રહેતી હોય

જ છે.

 

અહીંની જે સારી વસ્તુ છે તેનો સહજ સ્વીકાર કરી ,જે બદલી ન શકાય એની સાથે સમજુતી કરી લઇને શક્ય

હોય એને બદલવા પ્રયત્નો કરતાં જોવા મળે છે.

 

એમના આ પ્રયત્નોમાં જ્યારે એમને નિષ્ફળતા મળે છે ત્યારે તેઓ ખુબ દુખી થતાં હોય છે .

 

પુ. પ્રમુખ સ્વામીની સંસ્થા બાસ્પ અને શ્રી પાંડુરંગ શાસ્ત્રીની સ્વાધ્યાય જેવી સંસ્થાઓ અમેરિકામાં નવી

ઉછરતી પેઢીમાં ભારતીય સંસ્કારો ઉતરે એ માટે યોજનાપૂર્વક ખુબ પ્રયત્નશીલ છે .

 

એમની આ અગત્યની સેવા બદલ આવી ધાર્મિક સંસ્થાઓને ધન્યવાદ ઘટે છે .

___________________

 

 જૂની અને નવી પેઢીના વિષયે લેખિકા શ્રીમતી કાજલ ઓઝાનો એક મનનીય લેખ

 

એમની આધુનિક વિચાર સમૃદ્ધિથી યુવાનોમાં ખુબ લોકપ્રિય લેખિકા શ્રીમતી કાજલ ઓઝા-વૈદ્યએ

રીડ ગુજરાતી .કોમમાં પ્રગટ એમના નીચેના લેખમાં જૂની પેઢી અને નવી પેઢીના વિષયે

ખુબ જ મનનીય અને પેટ છુટ્ટી વાત કરી છે. એમનું આ રસિક વિશ્લેષણ વાંચવા અને વિચારવા જેવુ છે .

લેખિકા  શ્રીમતી કાજલ ઓઝા અને રીડ ગુજરાતી બ્લોગના શ્રી સુભાષ શાહ ના આભાર  સાથે આ સુંદર

લેખને  નીચેની લિંક ઉપર વાંચો

 

આઈ ડોન્ટ લાઈક ઈટ – કાજલ ઓઝા વૈદ્ય

 

નવી પેઢી અને જૂની પેઢીનો કલેશ અને પડકાર તો ચાલતો જ રહેવાનો . બન્ને પક્ષે એક

તંદુરસ્ત સમાજ વ્યવસ્થા માટે ફેરફાર જરૂરી બને છે .

 

નવી પેઢી અને જૂની પેઢીના સતત ચાલતા કલેશનો પ્રશ્ન માત્ર ચિંતા નહી પણ એક

ચિંતન માંગતો વિષય છે .

 

મહાત્મા ગાંધીજી માનતા હતા કે સમાજમાં જે બદલાવ તમારે લાવવો હોય એની શરૂઆત તમારાથી જ કરો .

સ્વ દોષ પરીક્ષણ અને અંદરની જાગૃતિ વિના માત્ર ઉપદેશથી બદલાવ  શક્ય બનતો નથી એ ખરું છતાં

સમાજમાં એની બીમારીઓ અંગે જાગૃતિ લાવવા માટે ચર્ચા અને ચિંતન કરવું પણ જરૂરી બને છે .  

આ અંગે આપ શું વિચારો છો ? આપના વિચારોને પ્રતિભાવ સ્વરૂપે જણાવવા વિનંતી છે .

 

વિનોદ પટેલ  

 

______________________________________________
 
 
 લેખિકા શ્રીમતી કાજલ ઓઝા-વૈદ્યનો એક બીજો સરસ લેખ અને પરિચય વિનોદ વિહારની
 
આ પોસ્ટમાં વાંચો.   
 
 
શ્રી પી.કે.દાવડાના વિનોદ વિહારમાં આજ દિન સુધી પોસ્ટ થયેલા લેખો/કાવ્યો