વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 280 ) ગુરુ પૂર્ણિમા અથવા વ્યાસ પૂર્ણિમા અને એનો મહિમા ….

Guru-Purnima- 2

તારીખ ૨૨મી જુલાઈ, ૨૦૧૩ એટલે ગુરૂપુર્ણીમાનો પાવન દિવસ .

ગુરુ પૂર્ણિમાનાં દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે.

ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ અષાઢ પૂનમના દિવસે આવે છે.

ગુરુપૂર્ણિમાનો દિવસ ગુરુ વંદના માટેનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવ્યો છે.

ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખુબ વર્ણવ્યું છે.

હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.જેમ કે,

શ્રી ગુરુ: બ્રહ્મા ગુરુ:વિષ્ણુ,ગુરુદેવો મહેશ્વર: |

ગુરુ: શાક્ષાત્પરમ બ્રહ્મ, તસ્મૈ ગુરુવે નમઃ ||

વળી,

“ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય,

બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય “

વળી, મોક્ષની પ્રાપ્તિ માટે પણ ગુરુની કૃપા જરૂરી માનવામાં આવી છે .

ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ,

પૂજા મૂલમ ગુરુ પદમ,

મંત્ર મૂલમ ગુરુ વાક્યમ,

મોક્ષ મૂલમ ગુરુ કૃપા..

ગયા વર્ષેની વિનોદ વિહારની નીચેની લિંક ઉપર ગુરુ પૂર્ણિમા અંગેનો લેખ આજની પોસ્ટમાં વાંચો .

 

ગુરુ પૂર્ણિમા અને ગુરુ મહિમા

( નીચે ક્લિક કરીને વાંચો )

ગુરુ પૂર્ણિમા અને ગુરુ મહિમા

 

————————————————————

 

શ્રી અશોકકુમાર- ‘દાસ’ ના બ્લોગ  દાદીમાની પોટલીમાં શ્રી વિનોદભાઈ માછીએ ગુરુ પૂર્ણિમા વિષે

ખુબ જ સુંદર અને નવીન  માહિતી આપી છે એ માણવા યોગ્ય હોઈ એ બન્ને મહાનુભાવોના

આભાર સાથે એ લેખને નીચે વાંચશો .

 

વ્યાસપૂજા … ગુરૂપૂર્ણિમાનો મહિમા ….

 

( નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચો .)

વ્યાસપૂજા … ગુરૂપૂર્ણિમાનો મહિમા 

 

   ————————————————————

 

ગુરુ પૂર્ણિમાના પાવન અવસરને અનુરૂપ ગુરુની મહત્તાનું ગુણ ગાન કરતો “ગુરુ મેરી પૂજા” નામનો સુર અને

 

સંગીત મઢ્યો યુ-ટ્યુબની નીચેની લિંક ઉપર  એક સુંદર વિડીયો માણો.

  Guru Meri Puja -Video

 

guru-purnima-2012-greeting-1024x773

આ ગુરુ પૂર્ણિમાના દિને મારા જીવનના ઉત્કર્ષમાં શરૂઆતથી આજદિન સુધી પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે

અગત્યનો ભાગ ભજવનાર સૌ ગુરુજનો અને મહાનુંભાવોને યાદ કરું છું અને કોટી કોટી હાર્દિક વંદન કરું છું.

“If all the land were turned to paper and all the seas turned into the ink

and all the forests into pens to write with, they would still not suffice to

describe the greatness of Guru.”
—– Saint Kabir

4 responses to “( 280 ) ગુરુ પૂર્ણિમા અથવા વ્યાસ પૂર્ણિમા અને એનો મહિમા ….

  1. chaman જુલાઇ 24, 2013 પર 7:38 એ એમ (AM)

    આ બધા ગુરૂઓ વિષે નકારક સાંભળવામાં નથી આવ્યું એટલે એમને બે હાથ જોડી વંદન કરવામાં દિલ મારૂ જરુર હરખે. પ્રગટ થાય તો પગે પણ પડું.

    આવા ગુરૂ આજે પણ મને મળેતો મને બે હાથ જોડવામાં અને પગ સ્પર્થ કરવાનો ઉમંગ અનેરો મારા માટે રહેશે.

    આ બધા સાચા ગુરૂઓને મારા હાર્દિક વંદન.

    ચીમન પટેલ ‘ચમન’

    Like

  2. pragnaju જુલાઇ 24, 2013 પર 1:11 પી એમ(PM)

    તસ્મૈ ગુરુવે નમઃ

    Like

  3. Anila Patel જુલાઇ 25, 2013 પર 3:06 એ એમ (AM)

    અજ્ઞાન તિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા, ચક્ષુ: ઉન્મિલતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમ:॥

    Like

  4. nabhakashdeep જુલાઇ 25, 2013 પર 11:25 એ એમ (AM)

    જીવનનું કલ્યાણ હો!…ગુરુવે નમઃ

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.