વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 504 ) ૧૫ મી ઓગસ્ટ, ૨૦૧૪ – ભારતના ૬૮મા સ્વાતંત્ર્ય દિનની હાર્દિક શુભકામનાઓ

PM’s address to the nation on 15th August

PM’s address to the nation on 15th August

PM MESSAGE

દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા ઉપરથી ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રાષ્ટ્ર જોગ પ્રેરક સંદેશ

નીચેની યુ-ટ્યુબ વિડીયોની લીંક ઉપર ક્લિક કરીને સાંભળો .

PM Narendra Modi’s Independence Day Speech at Red Fort

 

૧૫ મી ઓગસ્ટ, ૨૦૧૪ ના રોજ ભારતને અંગ્રેજી શાશનમાંથી મુક્ત થઈને

એક સાર્વભૌમ સ્વતંત્ર બન્યાને ૬૭ વર્ષ પુરાં થયાં .

ભારતના આ ૬૮ મા સ્વાતંત્ર્ય દિનના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે દેશના ૧૫ મા વડા પ્રધાન તરીકે

ઐતિહાસિક લાલ કિલ્લા ઉપરથી દેશ અને પરદેશમાં રહેતા કરોડો ભારતીયો જોગ આપેલા પ્રેરક

સંદેશમાં શ્રી નરેન્દ્ર મોદીએ દેશના વિકાસ માટે ઘણી નવી મુદ્દાની વાતો અને સૂચનો કર્યા.

એમનો આ સંદેશ  બધી રીતે ધ્યાન ખેંચે એવો છે .

દેશમાં પાયાનાં પરિવર્તનો લાવવા માટે એમણે સરસ ભાવી બ્લુ પ્રિન્ટ રજુ કરી .

એમની ઈચ્છિત યોજનાઓનો અમલ થાય અને એમાં સૌનો સહકાર પ્રાપ્ત થાય એવી આશા રાખીએ .

સૌનો સાથ સૌનો વિકાસ

દેશના સર્વાંગી વિકાસ માટેના શ્રી મોદીએ સેવેલાં સ્વપ્નો સાકાર બને એવી આજના

દિવસે આપણે એમને શુભેચ્છાઓ પાઠવીએ .

Arvind ghosh-2

 

૧૫મી ઓગસ્ટ એ મહર્ષિ અરવિંદ ઘોષ નો પણ જન્મ દિવસ છે . તેઓ યોગી બન્યા એ પહેલાં

દેશની આઝાદી માટે એક સક્રિય સેનાની હતા અને જેલવાસ પણ ભોગવ્યો હતો. એમણે આગાહી

કરી હતી કે ૧૫મી ઓગસ્ટને દિવસે જ દેશ આઝાદ બનશે અને એ સાચું પણ પડ્યું.

આવા એક મહા યોગી મહર્ષિ અરવિંદને આજના એમના જન્મ દિવસે હાર્દિક પ્રણામ .

સૌ વાચક મિત્રોને ……

 ભારતના ૬૮ મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સૌને હાર્દિક શુભકામનાઓ  

વિજયી વિશ્વ તિરંગા પ્‍યારા… ઝંડા ઉંચા રહે હમારા

થોડો સમય લઈને ૧૫મી ઓગસ્ટની ઉજવણી પ્રસંગે દિલ્હી દુરદર્શએ તૈયાર કરેલ એક સરસ

બે કલાકનો વિડીયો પણ નીચેની લીંક ઉપર ક્લિક કરીને જોવા જેવો છે. એના અંતે વડા પ્રધાનનો સંદેશ છે .

 

Happy independence day

ભારત માતાકી જય,  ….વન્દે માતરમ 

વિનોદ પટેલ, ૧૫ મી ઓગસ્ટ,૨૦૧૪

 

 

 

 

 

 

15 responses to “( 504 ) ૧૫ મી ઓગસ્ટ, ૨૦૧૪ – ભારતના ૬૮મા સ્વાતંત્ર્ય દિનની હાર્દિક શુભકામનાઓ

  1. સુરેશ ઓગસ્ટ 15, 2014 પર 6:03 એ એમ (AM)

    આજની સવારે આની જ શોધ હતી. તમે એ પટ કરતાંકને મેળવી દીધું. ખુબ ખુબ આભાર.
    નમોની ખુબી છે – કોઈ તૈયાર કાગળિયામાંથી નીચી મુડીએ બોલતા નથી. બધું સીધું દિલમાંથી.
    આશા રાખીએ કે, એમનાં સપનાં સાકાર બને.
    જ્યારે વ્યક્તિઓ આઝાદ બનશે ત્યારે..
    સાચી સ્વતંત્રતાની ઉષા પ્રગટશે.

    ચાલો ‘આઝાદ બનીએ.’

    Like

    • Vinod R. Patel ઓગસ્ટ 15, 2014 પર 1:39 પી એમ(PM)

      આભાર આપનો પણ સુરેશભાઈ , આપના પ્રથમ અને મનનીય પ્રતિભાવ માટે.

      દરેક વ્યક્તિઓ માટે આઝાદ બનવું સહેલું નથી . કોઈ વિરલા જ એ કરી શકે . છતાં એ માર્ગે ચાલવાથી

      લાભ જ લાભ છે . આપના ઈ-પુસ્તક -બની આઝાદ – માં એ માટેની કેટલીક ચાવીઓ તમે બતાવી છે એ વાં ચવા

      જેવી છે .

      Like

  2. પરાર્થે સમર્પણ ઓગસ્ટ 15, 2014 પર 11:11 એ એમ (AM)

    આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

    સ્વાતંત્ર્ય દિનની શુભ કામના

    Like

  3. smdave1940 ઓગસ્ટ 15, 2014 પર 2:13 પી એમ(PM)

    મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પછી ભારતને મળ્યો એક એવો પ્રથમ પ્રધાન મંત્રી જે પક્ષ કે ગ્રુપ રહિત અને કોઈના પણ દબાણ વગર, ફક્ત ભારતની જનતાના દબાણને કારણે પક્ષને તેને પ્રધાન મંત્રીના ઉમેદવાર તરીકે પ્રસ્તૂત કરવો પડ્યો અને જનતાએ તેને બહુમતિથી ચૂંટાવી દીધો. આ એક ઈશ્વરીય સંકેત છે કે દેશને નીતિમાન, કાર્યદક્ષ, બહુશ્રુત, આર્ષદૃષ્ટા, વિચારશીલ અને પરિશ્રમી પ્રધાન મંત્રી મળ્યો. તેનું આદર્શ ગામડાં બનાવવાની યોજના બહુલક્ષી પરિણામો લાવશે.

    Like

    • Vinod R. Patel ઓગસ્ટ 15, 2014 પર 2:39 પી એમ(PM)

      આભાર , શિરીષભાઈ,
      આપના અભિપ્રાય સાથે હું સમ્મત છે. આ વડા પ્રધાન ને ગરીબી કેવી હોય છે એનો જાત અનુભવ છે .
      એ એમની જાતને સેવક માને છે .દેશ ની સેવા સિવાય બીજો કોઈ ધ્યેય નથી. દેશના નસીબે ઘણા સમયે
      આવો નેતા પ્રાપ્ત થયો છે.

      Like

  4. chandravadan ઓગસ્ટ 15, 2014 પર 3:04 પી એમ(PM)

    Vinodbhai,
    Happy Independence Day to you.
    Like you there are all other Indians are proud for this Day.
    You have the LINK to the PM Modi’s Speech…Your Post is very nice.
    I.too, have a Post for this day “with my thoughts for this day”.
    The ending words of that Post are>>>
    તો ૨૦૧૪માં બીજેપી અને મોદીજીએ ભારતની જવાબદારી સંભાળવા પહેલ કરી છે. વચનો આપ્યા હતા તે પ્રમાણે પ્રજા પરિણામો નિહાળશે ?
    એ તો સમય જ કહેશે.
    આજે સ્વતંત્રતાના દિવસે સૌ ભારતવાસીઓને મારા અભિનંદન. સૌ હૈયે દેશ માટે “ગૌરવ” અનુભવે.
    ડો. ચંદ્રવદન મિસ્ત્રી
    Hoping you & others visit my Blog @
    http://www.chandrapukar.wordpress.com
    Let us ALL be PROUD of this Day & remember ALL who had sacrificed their lives so that WE enjoy this Day.
    Chandravadan
    See you @ Chandrapukar !

    Like

  5. ગોદડિયો ચોરો… ઓગસ્ટ 15, 2014 પર 4:41 પી એમ(PM)

    આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

    અનેરા દિને ઉલ્હાસ ને ઉંમંગ ભર્યા વાતાવરણમાં અનોખા માનવીનો લાલ કિલ્લેથી લલકાર

    સ્વાતંત્ર્ય દિનની શુભ કામના

    Like

  6. ગોદડિયો ચોરો… ઓગસ્ટ 15, 2014 પર 6:37 પી એમ(PM)

    ” લોક લાગણીના લેખાંજોખાં લઇને લાલ કિલ્લેથી લોક લાડીલા લાખેણા લોહ પુરુષ (નરેન્દ્રભાઇ)નો લલકાર “

    Like

  7. nabhakashdeep ઓગસ્ટ 17, 2014 પર 10:05 પી એમ(PM)

    આઝાદીના આ મંગલ પર્વે અમર લડવૈયાઓને નમન સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.વડાપ્રધાનનું હૈયું ભારતના અદના માનવીના ઉત્થાન કાજે લાગણીથી ધબકી રહ્યું છે ને સાથે સાથે પ્રગતી થકી દેશના ગૌરવ માટે પ્રતિબધ્ધ છે. આવું વિરલ વ્યક્તિત્ત્વ તરફ સૌની મીટ બંધાઈ છે. આવો એક થઈ એ ભાવો માટે મચી પડીએ…જય હો!

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

Leave a reply to Vinod R. Patel જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.