વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: સપ્ટેમ્બર 3, 2014

( 522 ) શેરને માથે સવા શેર — બીલ ક્લીન્ટન-હિલરી જોક/ પતિ-પત્ની જોક્સ ( હાસ્ય યાત્રા )

અમેરિકાના ૪૨મા પ્રેસીડન્ટ બીલ ક્લીન્ટનની ૬૮મી જન્મ જયંતી  એ  બોલીવુડના એક એકટરે ક્લીન્ટન સાહેબના અવાજની નકલ કરીને એમના પત્ની ઉપર ફોન કરીને એમની મજાક કરી હતી એનો એક વિડીયો અગાઉ પોસ્ટ નંબર  509 માં તમે માણ્યો હશે .

આ પોસ્ટને અંતે મુકેલ આ બે વિખ્યાત પતી- પત્નીને લગતી એક મિત્રના ઈ-મેલમાં મળેલ એ સરસ અંગ્રેજી જોકનો ગુજરાતીમાં અનુવાદ કરીને નીચે આપેલ છે .

પ્રેસીડન્ટ ક્લીન્ટનનાં પત્ની અને ૨૦૧૬ ની પ્રેસીડન્ટની ચુંટણીમાં એક સંભવિત ઉમેદવાર મનાતાં હિલરી ક્લીન્ટન બુદ્ધિ ચાતુર્યમાં એમના પતિની ચોટી મંત્રે એવાં ચબરાક છે . અમેરિકાની જનતા અને દુનિયાની નજર જેમની તરફ હમ્મેશાં તકાયેલી રહે છે એવાં આ બે પતી- પત્નીને લગતી જોક આજની આ પોસ્ટમાં આપને જરૂર માણવી ગમશે .

સ્ત્રીની બુદ્ધિ પાનીએ જેવી સ્ત્રીને ઉતારી પાડતી કહેવતોનો જમાનો તો ક્યારનો વહી ગયો છે. સદીઓ જૂની ટેવના માર્યા પુરુષો સ્ત્રીઓ તરફ હીણપતની દ્રષ્ટીએ જોતા હોય છે . આજે મહિલાઓ પુરુષ સમોવડી જ નહી પરંતુ એમના કરતાં એક કદમ આગળ રહેતી થઇ ગઈ છે .સ્ત્રીની બુદ્ધિને પડકારવાની હરકત પુરુષોને કોઈ વાર ભારે પણ પડી જાય છે એ તમે નીચેની ત્રણ જોક્સમાં જોઈ શકશો .

આજની પોસ્ટનો હેતુ વાચકોને રમુજ પીરસી હળવા બનાવવાનો તો છે જ એની સાથે  સાથે સ્ત્રી શશક્તિકરણને આવકારવાનો પ્રયત્ન પણ છે .  

– વિનોદ પટેલ 

=================================================

શેરને માથે સવા શેર – જોક નમ્બર-૧

 પ્રેસીડન્ટ બીલ ક્લીન્ટન અને હિલરી ક્લીન્ટનની એક લાજવાબ જોક  

hILLARY-bILL

ઉનાળાની એક બપોરે અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસીડન્ટ બીલ ક્લીન્ટન એમના વતન

આર્કાન્સાસ સ્ટેટના એક સ્થળે ઉનાળુ વેકેશન માણતાં હતાં . 

રોડ ઉપર કારમાં લાંબી મુસાફરી કર્યા પછી રસ્તામાં આવતા એક ગેસ સ્ટેશન ઉપર તેઓ

ગાડીમાં ગેસ પુરાવવા માટે અટક્યાં. 

ગેસ સ્ટેશન ઉપર એના માલિક સાથેની વાતચીત દરમ્યાન હિલરીને આશ્ચર્ય સાથે

માલુમ પડ્યું કે એનો માલિક અને હિલરી ક્લીન્ટન બન્ને હાઈસ્કુલમાં એક સાથે અભ્યાસ 

કરતાં હતાં અને એ વખતે એ એમનો બોય ફ્રેન્ડ હતો.   

આ ગેસ સ્ટેશનના માલિકની સાથે થોડી ઔપચારિક વાતચીત પતાવી ભૂતકાળમાં

વાઈટ હાઉસમાં રહેતી આ પ્રખ્યાત બેલડીએ ફરી રોડ ઉપર એમની મુસાફરી શરુ કરી દીધી .  

એમનું કામ પતાવી જ્યારે તેઓ બન્ને એમની ગાડીમાં એ જ રસ્તે પાછાં ફરતાં હતાં ત્યારે

બીલ ક્લીન્ટને દુરથી પેલું અગાઉ નીચે ઉતરી ગેસ પુરાવેલો એ ગેસ સ્ટેશન જોયું .

એ જોઇને એમને એમની પત્નીની થોડી મજાક કરી ચીડવવાનું મન થયું . 

બીલ ક્લીન્ટને પ્રેમથી હિલરીના ખભે પોતાનો હાથ વીંટાળીને  કહ્યું : 

” હની, જો તું હાઈસ્કુલના તારા બોય ફ્રેન્ડ પેલા ગેસ સ્ટેશનના માલિક સાથે વધુ સમય

રહી હોત તો તું એક ગેસ સ્ટેશનના માલિકની પત્ની બની ગઈ હોત !”

ક્લીન્ટનના શબ્દો સાંભળી હિલરી થોડો આંચકો તો ખાઈ ગઈ પણ પછી થોડા સ્મિત સાથે

ક્લીન્ટનને  લાગલું જ ચોપડાવ્યુ : 

” ના બીલ , ત્યાં જ તારી ભૂલ થાય છે . જો હું એ બોય ફ્રેન્ડ સાથે વધુ સમય ટકી હોત તો

એ એક દિવસ અમેરિકાનો પ્રેસીડન્ટ બની ગયો હોત ! ” 

મૂળ અંગ્રેજીમાંથી અનુવાદ …..વિનોદ પટેલ  

————————————-

શેરને માથે સવા શેર – જોક નમ્બર-૨ 

આ જોક મેં હાસ્ય દરબારમાં લખી મોકલી હતી એને અહીં ફરી પ્રસ્તુત છે.

સ્ત્રીઓ પુરુષો કરતાં બમણું કેમ બોલે છે ?

આનંદ અને મંજરી સાંજનું ડીનર પતાવીને હંમેશના નિત્યક્રમ પ્રમાણે નિરાંતે પોતાના હાઉસમાં સોફા ઉપર 

અલકમલકની વાતો કરતાં બેઠાં છે.આનંદ સોફ્ટવેર  એન્જીનીયર છે અને મંજરી પણ એક લેબમાં

મેનેજરની જોબ કરે છે. નવે નવાં પરણેલાં છે. દિવસે તો જોબને લીધેવાતો કરવાનો બહું સમય મળતો નથી

એટલે સાંજે ડીનર પતાવીનેદિવસ દરમ્યાનની ગતિવિધિઓ અંગે વાતો કરી 

ટીવી જોઇને સુઈ જવાનો  નિત્યક્રમ થઇ ગયો છે.

મંજરી આનંદને પૂછે છે : બોલ આજની શી નવાજુની.?”

આનંદ : અરે હા, મંજરી આજે જોબ પર રીસેસમાં મેં ન્યુજ પેપરમાંવાંચ્યું  કે સામાન્ય રીતે પુરુષો દરરોજ

જેટલા શબ્દો બોલે છે એનાથી બમણા શબ્દો  સ્ત્રીઓ બોલતી હોય છે.

હું જાણું ને ,દરેકસ્ત્રી સ્વભાવે જ બોલકી  હોય છે.”

મંજરી થોડી વારચુપ રહી ,

પછી કઇક વિચારીને આનંદ તરફ જોઇને બોલી : 

“આનંદ ,સ્ત્રીઓ પુરુષો કરતાં બમણું  બોલે છે એનું એક કારણ છે .”

આનંદ:બોલ, શું કારણ છે ?”

મંજરી :કારણ એ કે સ્ત્રી જ્યારે એક વાર પોતાના પતિને કોઈ વાત કરે છે ત્યારે પહેલી વખત

તો જાણે એને કશુંસમજાતું ન હોય એમ એજ વાત ફરી પૂછે છે. 

પછી પત્નીને એજ વાત ફરી કહેવી પડે છે.”

આનંદ :શું કહ્યું ?”

મંજરી :જો, મારી વાત સાચી નીકળી ને ?”

હવે ચુપ રહેવાનો વારો આનંદનો હતો!

__________________________________________

શેરને માથે સવા શેર – જોક નમ્બર-૩ 

પતિ-પત્ની સંવાદ

એકવાર પતિએ પત્નીને કહ્યું :“મને એ નથી સમજાતું કે તું એક સાથે આટલી સુંદર

અને બુધ્ધુ બન્ને કઈ રીતે હોઈ શકે ?”

પત્નીએ જવાબ આપ્યો :“જુઓ હું તમને સમજાવું, ભગવાને મને સુંદર બનાવી કે જેથી તમે

મારા તરફ આકર્ષાવ  અને ભગવાને મને બુધ્ધુ એટલા માટે બનાવી

જેથી હું તમારા તરફ આકર્ષાઉં !”

HA...HA....HA....HUMOUR