વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: સપ્ટેમ્બર 25, 2014

( 539 ) નવરાત્રી મહોત્સવ અને શ્રી નરેન્દ્ર મોદી

Navratri_

ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જગત જનની મા અંબા પ્રત્યે અખૂટ શ્રધા અને ભક્તિ ધરાવે છે .તેઓ માતાજીના અદના આરાધક છે .

આર.એસ.એસ ના પ્રચારક હતા ત્યારથી એટલે કે છેલ્લા ૩૫ વર્ષથી નરેન્દ્ર મોદી ચૈત્ર અને આસો મહિનાની બન્ને નવરાત્રીઓમાં નવ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરે છે .ફક્ત પાણી કે જ્યુસ ઉપર જ રહે છે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના ૧૩ વર્ષના સમયકાળ દરમ્યાન કોઈપણ કાર્યક્રમ કે વિદેશ પ્રવાસ હોય તો પણ મોદીનો આ દ્રઢ નિયમ કદી તુટ્યો નથી.

હાલ ૨૫મી સપ્ટેમ્બરના રોજ જ્યારે નવરાત્રી શરુ થાય છે ત્યારે મોદી અમેરિકાના પાંચ દિવસના પ્રવાસે આવ્યા છે . આ પ્રસંગે પ્રેસીડન્ટ ઓબામા અને ભારતીય પ્રસંશકો તરફથી એમના માનમાં યોજાએલ ભોજન સમારંભો વચ્ચે પણ તેઓ એમના નકોરડા ઉપવાસના વ્રત માટે મનથી બિલકુલ મક્કમ છે .

અમેરિકાના પાંચ દિવસના પ્રવાસ માટે સે ભારતથી રવાના થયા એ પહેલાં શ્રી મોદીએ ભારતની જનતા જોગ નવરાત્રીનો આ સદેશ પાઠવ્યો છે .

PM has greeted the nation on the beginning of the

festival of Navratri

September 25, 2014

“As the auspicious festival of Navratri begins, I convey my warm greetings to everyone. We bow to Maa Jagdamba and seek her blessings. May Maa Jagdamba enrich our lives with strength, well-being, good health and may she keep inspiring us to serve the poorest of the poor.

नवरात्रि की हार्दिक शुभकामनायें। माँ जगदंबा सबके जीवन मे सुख, समृद्धि और

शांति का वरदान दे। जय माता दी,”

— Prime Minister said. 

—————————

શ્રી મોદીનું અંબા માતાને ઉદ્દેશીને લખેલા પત્રોનું પુસ્તક “સાક્ષીભાવ  ‘

Sakshibhaav

ઈમેજ પબ્લીકેશન , મુંબાઈ પ્રકાશિત આ ‘સાક્ષીભાવ’ પુસ્તકમાં ૩૬ વર્ષ અગાઉ મોદી જ્યારે પ્રચારક હતા એ વખતે એમણે લખેલી ડાયરી અક્ષરસઃ તેમાં ઉતારવામાં આવી છે. એમાં મોદીએ  જગત જનની અંબા માતાને ઉદ્દેશીને પત્રો લખ્યા છે . આ આખું પુસ્તક એમના હૃદયની અંતર યાત્રા અને માની ભક્તિનું દર્શન કરાવે છે .
 
આ પુસ્તકનું વિમોચન આર્ટ ઓફ લીવીંગ ના પ્રણેતા પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજીના વરદ હસ્તે એક સમારંભમાં કરવામાં આવ્યું હતું.‘

શ્રી નરેન્દ્ર મોદીના બ્લોગની નીચેની લીંક ઉપર આ પ્રસંગનો અંગ્રેજીમાં અહેવાલ તસ્વીરો અને પ્રવચનોના વિડીયો સાથે વાંચો 

http://www.narendramodi.in/gu/sri-sri-ravi-shankar-launches-sakshibhaav-written-by-narendra-modi/    

શ્રી નરેન્દ્ર મોદી એક વિચક્ષણ રાષ્ટ્ર નેતા અને વડા પ્રધાન હોવા ઉપરાંત એક સારા લેખક અને કવિ પણ છે એ તો  એમનાં આજસુધી પ્રકાશિત અનેક પુસ્તકો ઉપરથી જોઈ શકાય છે.

આજથી જ્યારે નવરાત્રી મહોત્સવ શરુ થાય છે ત્યારે એના  પ્રથમ દિવસની ઉજવણી આપણે શ્રી નરેન્દ્ર મોદી રચિત  નીચેના સુંદર ગરબાને વિડીયોમાં સાંભળીએ અને માતાજીને પ્રેમથી વધાવીએ  .ગરબા ઉપરાંત શ્રી મોદી રચિત બીજાં બે અંબે માતાની સ્તુતિ કરતાં ગીતો પણ નીચે વાંચવા મળશે .

garbo-Narendra modi

ગાય એનો ગરબો અને ઝીલે એનો ગરબો  …….. રચના -નરેન્દ્ર મોદી

આ ગરબા સિવાય  અંબા માતાની સ્તુતિ કરતી શ્રી નરેન્દ્ર મોદી રચિત

આ રહી  અન્ય કાવ્ય રચનાઓ  

Navratri grbo -NAMO -2

Navratri-git NAMO

Source-http://www.narendramodi.in/celebrating-navratri-may-maa-jagadamba-give-shakti-to-all/

વિનોદ વિહારના વાચકોને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ .

યા દેવી સર્વ ભૂતેષુ, માતૃ રૂપેણ સંસ્થિતા

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ

જય અંબે .

વિનોદ પટેલ