વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1067 -ફાધર્સ ડે ઉપર પિતૃ વંદના ….. વિનોદ પટેલ  

દરેક માતા સંતાનને  નવ માસ ઉદરમાં રાખે છે અને પ્રસુતિની પીડા ભોગવે છે. જન્મપછી આપણે પહેલું મુખ માતાનું જોઈએ છીએ.આમ માતાનો આપણા ઉછેર અનેજીવનમાં અગત્યનો હિસ્સો છે એની ના નહી,પણ એની સાથે સાથે આપણા જીવનનાઉત્કર્ષમાં અગત્યનો ફાળો આપનાર પિતાને પણ કદી ભૂલવા જોઈએ .

 

આપણે માતાની સ્મૃતિમાં મધર્સ ડે જે રીતે  ઉજવીએ છીએ રીતે આપણા જીવનઉપરના પિતાના ઉપકારોને યાદ કરી ફાધર્સ ડે એટલાજ ભાવથી ઉજવવાની દરેકસંતાનની એક ફરજ બને છે .

 

બહોળા સંયુક્ત કુટુંબની જવાબદારી વહન કરી એક કર્મયોગી જેવું પ્રેરણાદાયી જીવનજીવી જનાર અને મારા જીવનના પાયામાં સંસ્કારનું સિંચન કરનાર મારા સ્વર્ગસ્થ પૂજ્યપિતાશ્રીને  ફાધર્સ ડે ઉપર નીચેની કાવ્ય રચના દ્વારા સ્મરણાંજલિ અર્પું છું .

 

ફાધર્સ ડે ઉપર પૂજ્ય પિતાને કાવ્યાંજલિ

 

સ્વ.રેવાભાઈ શી.પટેલ  

મુજ જીવનમાં ખુબ અગત્યનું અંગ તમે હતા પિતા,

પિતૃ દિને, યાદ કરી સ્મરણો ,વંદુ હૃદયના ભાવથી.

 

બહારથી ભલે તમો રુક્ષ અને કઠોર જણાતા હતા,

કિન્તુ ભીતરમાં સ્નેહનો  દરિયો લહેરાતો હતો.

 

બાળ વયમાં રખડતા આખડતા કે કદી ભૂલો કરતા,

બોધ આપી સાચા રસ્તે દોરનાર તમે પિતા હતા.

 

આંગળી પકડી તમારી ઘર મૂકી શાળાએ અમો ગયા,

પછી વધુ અભ્યાસ કરી અમે પ્રગતી કરતા રહ્યા.

 

શાબાશી તમે આપતા જ્યારે કશુંક અમે સારું કરતા,

તમને ગમતું જ્યારે કરીએ ત્યારે કોઈ વાર ટપારતા.

 

પિતા તમારા પ્રેરક શબ્દો  ચાનક ચડાવતા હતા,

રાહ ભૂલીએ તો તમો સીધો રસ્તો બતાવતા હતા.

 

મિત્ર, ફિલસૂફ ને ભોમિયો તમે બનતા હતા ઓ તાત,

અમ હૃદયમાં ગુંજી રહી છે હજી તમારી બધી વાત.

 

પડકારો ભર્યા તમ કંટક પંથે તમે પગ ઠેરવીને  ધૈર્યથી ,

ગુલાબ ફૂલો ખીલવી ગયા અમ જીવન પંથમાં પ્રેમથી.

 

ચંદન સમું જીવન તમારું ઘસાયું હતું કાળના  પથ્થરે,

કરી લેપ એનો અંતરમાં,એની સુગંધ  આજે માણી રહ્યાં.

 

જીવન નિર્મિત કર્મો કરતા રહ્યા તમે નિષ્કામ ભાવે પ્રેમથી,

ગીતા ભાખ્યા કર્મ યોગી જેવા તમારા જીવનને વંદી રહ્યાં.

 

વિશાળ વડલા જેવી શીતલ છાયા ગુમાવી તમારા જતાં ,

અમારો વિનોદ વિલાયો, ચમન પણ ખાલી પડ્યો.

 

જીવનનું  ગીત ભલે તમારું બંધ થયું છે તમારા જતાં,

પણ સંગીતના સુરો આજે પણ,આસપાસ ગુંજી રહ્યા.

 

પિતા તમો  ભલે  હાલ સદેહે અહીં હાજર નથી,

કિન્તુ ભૂતકાળની બધી યાદો કદી ભુલાવાની નથી.

 

એક પિતા પણ  માતાની જેમ  ખરેખર મહાન છે,

માતાપિતા મળીને સૌનું જીવનચિત્ર પૂર્ણ થાય છે.

 

જીવનનું અગત્યનું અંગ છે સહુ કોઈનાં માતાપિતા,

બન્નેની સેવા અને ત્યાગ કોઈ ભોગે વિસારતા.

 

શબ્દો બહુ ઓછા પડે ,ગણવા ઉપકારો  પિતા આપના,

કિન્તુ,અલ્પ શબ્દો થકી,અંજલિ આપી રહ્યો પિતૃ દિને,

 

વિનોદ પટેલ,સાન ડીએગો

 આ જ રચના નીચેની પ્રતિલિપિની નીચેની લીંક પર પણ વાંચી શકાશે. 

http://gujarati.pratilipi.com/vinod-patel/pitru-vandana

 

 સ્વ.માતા – પિતા  સાથેની  અમે   ચાર ભાઈ અને ત્રણ બહેનોની એક  સંયુક્ત તસ્વીર 

 આ  બધાં  ભાઈ-બહેનો  હાલ  અમેરિકામાં  સ્થાયી  થયાં  છે. 

આ સૌમાં હું વરિષ્ટ છું -૮૧ વર્ષ 

 

7 responses to “1067 -ફાધર્સ ડે ઉપર પિતૃ વંદના ….. વિનોદ પટેલ  

  1. Manubhai Ratilal Shah જૂન 17, 2017 પર 6:11 પી એમ(PM)

    Khub khub sunder rachna
    Dhanyavad

    Like

  2. shirish dave જૂન 18, 2017 પર 2:25 એ એમ (AM)

    We miss our parents a lot. After their death, the pleasure reduces to 1/4. When they are alive are fully happy. Now under any good circumstances our pleasure rmains to 25% or even less.

    Like

  3. pravinshastri જૂન 19, 2017 પર 3:07 પી એમ(PM)

    વડીલશ્રીને ખૂબ જ સરસ કાવ્યાંજલિ. ગદગદ થઈ જવાય.

    Like

  4. pragnaju જુલાઇ 29, 2017 પર 10:07 એ એમ (AM)

    સાચેજ
    શબ્દો બહુ જ ઓછા પડે ,ગણવા ઉપકારો એ પિતા આપના,

    કિન્તુ,અલ્પ શબ્દો થકી,અંજલિ આપી રહ્યો આ પિતૃ દિને,

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: