વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1148- બે હાથ વિનાની વિમાન ચાલીકા જેસિકા કોક્સ -Jessica Cox- ની પ્રેરણાદાયી જીવન કથા

 

“Handicaps are mindsets. Whatever it is that stands in the way of achieving something, that’s when it’s a handicap. I prefer to see them as obstacles or challenges. This is how I’ve been my whole life.  I don’t know any different. I just live my life through my feet.”– Jessica Cox

 

હાલ ૩૪ વર્ષની ફિલિપિનો અમેરિકન જેસિકા કોક્સનો જન્મ તારીખ ૨,ફેબ્રુઆરી, ૧૯૮૩ ના રોજ Sierra Vista, Arizona ,યુ.એસ.એ.માં થયો હતો.

જન્મથી જ એ બે હાથ વિનાની શારીરિક ખોડ સાથે જન્મી હતી. હાલ એ Tucson, Arizonaમાં રહે છે.

જેસીકાએ એરિજોના યુનીવર્સીટીમાં અભ્યાસ કરીને Bachelor of Science in Psychology ની ડીગ્રી ૨૦૦૫ માં પ્રાપ્ત કરી છે.

બે પગની મદદથી સિંગલ એન્જીનનું પ્લેન ૧૦૦૦૦ ફૂટની ઊંચાઈ સુધી ઉડાવીને Guinness World Record પ્રાપ્ત કરનાર  જેસિકા દુનિયાની પ્રથમ સર્ટીફાઈડ પાઈલેટ છે .૨૦૦૮,ઓક્ટોબરમાં જેસીકાએ એનું પાઈલેટ તરીકેનું સર્ટીફીકેટ પ્રાપ્ત કર્યું હતું. Plane and Pilot Magazin દ્વારા જાહેર કરેલ પ્રથમ ૧૦ પાઈલેટોમાં બે હાથ વિનાની જેસિકા એકલી જ મહિલા છે.

વધુમાં જેસિકા  certified scuba diver છે અને American Taekwondo Association ની માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટ બનનાર જેસિકા દુનિયાની પ્રથમ મહિલા છે.

 જેસિકા કોકસ વિશેના નીચે પ્રસ્તુત કેટલાક યુ-ટ્યુબ વિડીયો અને એના વિશેની વેબ સાઈટની મદદથી આ અનોખી બહાદુર મહિલાના પ્રેરક વ્યક્તિત્વનો વધુ પરિચય કરીએ. 

આ વિડીયોમાં બે હાથ વિનાની જેસીકાને બે પગની મદદથી વિમાન ઉડાડતી જોઈ શકાશે.

Armless Pilot Jessica Cox on Inside Edition

Jessica Cox, International Motivational Speaker 

Jessica Cox  એક  International Motivational Speaker  તરીકે પણ ખુબ પ્રખ્યાત થઇ ગઈ છે.અનેક દેશોમાં જુદા જુદા પ્રોગ્રામોમાં એ ભાગ લઇ ઘણા દીવ્યાંગ ભાઈ-બહેનો માટે પ્રેરણામૂર્તિ બની છે.

નીચેના વિડીયોમાં જેસિકાને મોટીવેશનલ સ્પીકર તરીકે પ્રવચન આપતી  જોઈ/સાંભળી શકાશે.

જેસિકાનું પ્રથમ આત્મકથાત્મક પુસ્તક-’’ DISARM YOUR LIMITS’’

Jessica Cox talks about her Book ” Disarm Your Limits”

જેસિકા કોકસના આ પુસ્તકમાં રસ ધરાવતા વાચકો  Amazon  પરથી ખરીદી શકશે.

Right Footed Star Jessica Cox and Husband Patrick Talk Marriage and Partnership

 

જેસિકાના જીવન ઉપરથી બનેલ એવોર્ડ વિજેતા ડોક્યુમેન્ટરી ફિલ્મ-Right Footed – Trailer

Jessica is also the subject of the multi-award-winning documentary Right Footed that aired on National Geographic in more than 80 countries.

 

જેસિકા કોક્સ ના બ્લોગ પર આપેલ એનો પરિચય

વિકિપીડિયા પર આપેલ પરિચય- Jessica Cox 

 

Top 10 Jessica Cox Quotes | Motivational Quotes |

Inspirational Quotes

જેસિકાની ડીક્શનેરીમાં” IMPOSSIBLE” અને ” I CAN’T ”  જેવા શબ્દો અસ્તિત્વ ધરાવતા નથી. બીજા સાજા લોકો જેમ બે હાથથી કામ કરે છે એમ જ એના બે પગને જ બે હાથ બનાવી બાળપણથી જ મનમાં કોઇપણ જાતની નિરાશા વિના એનું રોજ બરોજનું બધું જ કાર્ય આ જવાંમર્દ મહિલા જેસીકાને મુખ પર હાસ્ય સાથે જુસ્સાથી કરતી જોઇને કોઈને પણ એના પ્રત્યે માન ઉપજે એ સ્વાભાવિક છે.હેલન કેલરની જેમ એના જીવનમાં આવેલ મુશ્કેલ શારીરીક પડકારને એક તકમાં ફેરવીને જેસીકાએ એની આંતરિક શક્તિથી અને મજબુત મનોબળથી આજે આંતર રાષ્ટ્રીય કીર્તિ પ્રાપ્ત કરી લીધી છે.

જન્મથી જ બે હાથ ગુમાવ્યા હોવા છતાં એના અનોખા વ્યક્તિત્વથી આંતરરાષ્ટ્રીય કીર્તિ પ્રાપ્ત કરનાર અનેક દિવ્યાંગોની પ્રેરણામૂર્તિ ઝીંદાદીલ જેસિકા કોક્સને સલામ 

 ==============================================

 આ પોસ્ટ વાંચ્યા બાદ બે હાથ અને બે પગ વિહીન જીંદાદિલ નીક વુજીસીક -Nick Vujicic નો અગાઉ વિનોદ વિહારની નીચેની પોસ્ટમાં પરિચય કરાવેલ એ પણ જરૂર વાંચશો.

Nick Vujicic

143-”હાથ અને પગ વિહીન જીંદાદિલ નીકની અજબ દાસ્તાન-એક પરિચય ”

 

 

 

 

 

 

 

 

 

 

 

 

1 responses to “1148- બે હાથ વિનાની વિમાન ચાલીકા જેસિકા કોક્સ -Jessica Cox- ની પ્રેરણાદાયી જીવન કથા

  1. સુરેશ ફેબ્રુવારી 1, 2018 પર 3:46 પી એમ(PM)

    અને….
    આપણને આપણી નાની નાની હરકતો માટે ગમગીની થાય છે !

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.