વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: સપ્ટેમ્બર 10, 2012

(88) સ્વ.હીરાભાઈ ઠક્કરનું જાણીતું પુસ્તક ‘કર્મનો સિદ્ધાંત’ Theory of Karma – હવે ગુજરાતી ઈ-બુકમાં

આ વર્ષની પ્રથમ બે પોસ્ટમાં આપણે હાસ્ય યાત્રા કરી હળવા થયા.

આજની પોસ્ટમાં ખુબ જ ગંભીર  વિષય કર્મનો સિદ્ધાંત ઉપર જ્ઞાન મેળવીએ અને એની ફિલસુફી ઉપર વિચાર અને મનન કરીએ

Late Harilal Thakkar (1918-2001)

“કર્મનો સિદ્ધાંત “એ સ્વ.હીરાભાઈ ઠક્કરનું આધ્યાત્મિક જગતમાં ઘણા વર્ષોથી ખુબ જ જાણીતું બનેલું પુસ્તક છે. સ્વ.હીરાભાઈ ઠક્કર ગુજરાતમાં આડત્રીસ વર્ષ રેવન્યુ ખાતામાં નોકરી કરીને ૧૯૭૬મા ડેપ્યુટી કલેક્ટરની ગ્રેડમાં નિવૃત થયાં એ દરમ્યાન જ્યાં જ્યાં બદલીઓ થઇ ત્યાં ત્યાં અને રીટાયર મેન્ટ પછી પણ એમણે વેદાંત,ઉપનીષદો ,ગીતા ,ભાગવત ,રામાયણ એમ અનેક આધ્યાત્મિક વિષયોમાં પ્રવચનો આપેલાં છે.આમાંનાં ઘણાં આજે ગ્રંથસ્થ થયેલાં છે. કર્મનો સિદ્ધાંત એ વિષય ઉપર આપેલ એમનાં અનેક પ્રવચનોની નોધ એમના નજીકના પ્રસંસકોએ કરેલી એનો ટૂંકસાર એમણે ૧૯૭૩મા છપાવીને પ્રસિદ્ધ કરેલો અને ત્યાર બાદ ૧૯૭૭મા આ પુસ્તકનું વિધિસર પ્રકાશન થયેલું હતું.ઘણા લોકો એમનાં સ્વર્ગસ્થ સગાં–સંબંધીઓના સ્મરણાર્થે આ પુસ્તકને પોતાના ખર્ચે છપાવીને વિના મુલ્યે મુમુક્ષુઓને વહેંચતા .આમ લોકોને ગમતા આ પુસ્તકમાં એમણે કર્મના સિદ્ધાંત ઉપર એમની આગવી રીતે રમુજી શૈલીમાં ખુબ જ સરસ ચર્ચા કરી છે.

ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જ્ઞાન આપતાં કહ્યું છે કે કર્મની ગતી ગહન છે, કારણ કે આપણું આ જીવન અટપટું છે.આપણને ઘણી વાર વિચાર આવતો હોય છે કે એક માણસ કેમ સુખી હોય છે અને એક માણસ કેમ દુખી હોય છે.કવિ કરસનદાસ માણેકના શબ્દોમાં –

મને એ સમજાતું નથી કે આવું શાને થાય છે ?

ફૂલડાં ડૂબી જતાં ને  પથ્થરો તરી જાય છે !

ગીતામાં વધુમાં કહેવાયું છે કે કર્મ કરવામાં તમે સંપૂર્ણ સ્વતંત્ર છો, તો તેનું ફળ-પરિણામ ભોગવવામાં પણ તેટલા જ પરતંત્ર છો.પ્રત્યેક કર્મ કરતાંની સાથે જ તે તમને બંધનમાં જકડી દે છે.. ગીતા તો કહે છે કે કર્મ ફળ આપ્યા સિવાય છોડશે નહિ. કર્મના ફળનો વિચાર નહિ કરવો, એનો અર્થ એવો છે કે કર્મના ફળમાં આસક્તિ-લોભ નહિ રાખવો.પરંતુ કર્મનું ઉત્તમ પ્રકારનું ફળ પ્રાપ્ત થાય તેવો સમજપૂર્વકનો પુરુષાર્થ તો કરવો જ જોઈએ.

કર્મે જ અધિકારી તું, ક્યારે ય ફળનો નહીં

મા હો કર્મ ફ્લે દ્રષ્ટિ ,મા હો રાગ અકર્મમાં .

સ્વ. હીરાભાઈ ઠક્કરે સરસ શબ્દોમાં કહ્યું છે કે –

“ગીતાનો યોગ સામાન્યમાં સામાન્ય માણસના રોજિંદા જીવનમાં ક્ષણે ક્ષણે ઉપયોગમાં ના આવે તો પછી ગીતના સાતસોએ સાતસો શ્લોકો માત્ર મોઢે કરવાનો કશો જ અર્થ નથી. જીવનવ્યવહારમાં ઉપયોગી એવી સાદી અને દરેક માણસને સુલભ એવી યોગની વ્યાખ્યા સમજીને જીવનનું પ્રત્યેક કર્મ કરતાં કરતાં માણસનું એકેએક કર્મ ભક્તિમય બની જાય તો પછી તેનો ભગવાન સાથે યોગ થતાં વાર ના લાગે.”

ઈલિનોઈસ ,યુ.એસ.એ. રહેતાં સ્વ. હિરાભાઈનાં સુપુત્રી શ્રીમતી મીનાબેન કાપડીયા એમના પિતાના પ્રવચનોના આધ્યાત્મિક વારસાને લોક ભોગ્ય કરવા માટે વર્ષોથી પ્રવૃત છે.મીનાબેન પાસેથી મેં હીરાભાઈ લિખિત શ્રીમદ ભગવદ ગીતા ભાવાર્થના ત્રણ ભાગ મેળવ્યા છે અને એમનાં બીજાં પુસ્તકો જેવાં કે મૃત્યુનું મહાત્મ્ય અને વેદાંત વિચાર પણ મારા પુસ્તક સંગ્રહમાં છે.મીનાબેને એમના પિતાના પ્રવચનો ઉપરથી બનાવેલી શ્રીમદ ભાગવત કથા ભાગ ૧થી ૭ની MP3 CD મને ભેટ તરીકે મોકલી આપી હતી એ માટે એમનો આભારી છું.

સ્વ.હીરાભાઈ ઠક્કરનું આ ખુબ પ્રખ્યાત થયેલું પુસ્તક હવે ઈ-બુકમાં ઉપલબ્ધ

એ ખુશીની બાબત છે કે સ્વ. હિરાભાઈ કે જેમણે એમની આખી જિંદગી વૈદિક ફિલોસોફીના અભ્યાસ અને પ્રવચનો પાછળ ખર્ચી છે એમના નજીકના સ્વજનોએ એમનું સાહિત્ય લોકો વાંચતા થાય એ આશયથી  એક વેબ સાઈટ http://www.janki.org/ નું નિર્માણ કર્યું છે.

આ વેબ સાઈટ ઉપર હિરાભાઈના ખુબ જાણીતા પુસ્તક કર્મનો સિદ્ધાંત –Theory of Karma  ની ઈ-બુક વેબ સાઈટના મથાળે Read e-book ઉપર ક્લિક કરવાથી આખું પુસ્તક ડાઉનલોડ કરીને આ પુસ્તકના ૧ થી ૪૧ પ્રકરણો વાંચી શકાશે.

આ ઈ-પુસ્તકમાં વ્યક્ત થયેલી કર્મના સિદ્ધાંતની ફિલસુફીને બરાબર સમજી લઇને એને જીવનમાં ઉતારવા માટે  પ્રયત્નશીલ થશો એવી આશા છે.

ઈ–પુસ્તક વાંચવા માટે નીચે ક્લિક કરો.

‘કર્મનો સિદ્ધાંત’ Theory of Karma”

__________________________________________________________

 વિનોદ વિહારના વાચકોને એક ખુશ ખબર

વિનોદ વિહારની પોસ્ટ  વર્ડપ્રેસ.કોમ ના

બ્લોગોમાં  પ્રથમ સ્થાને 

મારા સદા જાગૃત સ્નેહી મિત્ર સુરેશભાઈએ એમના ઈ-મેલમાં મને અભિનંદન આપ્યા  ત્યારે જ મને ખબર પડી કે વર્ડપ્રેસ.કોમના બ્લોગ જગતમાં વિનોદ વિહારની પોસ્ટને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે.

મને પ્રોત્સાહિત કરનાર બ્લોગર મિત્રો અને વાચકોનો હું આભારી છું.

મને વર્ડ પ્રેસના રીપોર્ટની નકલ  ઈ-મેલમાં મોકલીને આ ખબર આપવા માટે શ્રી સુરેશભાઈનો ખાસ આભાર.

વિનોદ આર. પટેલ

આ રહ્યો નીચે વર્ડપ્રેસ.કોમનો રીપોર્ટ