વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: સપ્ટેમ્બર 11, 2012

(89 ) ત્રણ રમુજી હાસ્ય કથાઓ (હાસ્ય યાત્રા ભાગ-૩)

ભાષાનો છબરડો !

 

અમેરિકામાં જ્યારે તમે આપત્તિમાં આવી પડો અને પ્રાર્થના

કરી ભગવાનને યાદ કરો ત્યારે મહેરબાની કરીને બીજી કોઈ

ભાષામાં નહિ પણ અંગ્રેજી ભાષામાં જ કરજો.

કોને ખબર ક્યારે ભાષા ફેરના છબરડામાં તમારે વધારે સહન

કરવાનું પણ થાય !

આવા ભાષાના છબરડામાં સપડાયેલ  આપણા એક દેશી

ભાઈનો અમેરિકામાં બનેલો આ રમુજી પ્રસંગ નીચે વાંચો.

એક સવારે અમેરિકામાં રહેતા બહું જ ધાર્મિક પ્રકૃતિના એક

ગુજરાતી ભાઈ એમની કારમાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ

એમને ભારે હાર્ટ એટેક આવ્યો.

કોઈએ ખબર આપી હશે એટલે એમને લઇ જવા માટે

એમ્બ્યુલન્સ આવી. એમ્બ્યુલન્સમાં અર્ધ બેભાન અને ગંભીર

અવસ્થા સપડાયેલ આ ભાઈને લાગ્યું કે મારો અંત હવે નજીક

છે. એટલે ભગવાનમાં અપાર શ્રધા ધરાવનાર આ ધાર્મિક દેશી ભાઈએ ભગવાનનો જાપ શરુ કરી દીધો:

”હરિ ઓમ ..હરિ ઓમ … હરિ ઓમ ……

એમના પતિને લઈને એમ્બ્યુલન્સ ઘર આગળ ઉભેલી જોઈને

એમનાં પત્ની ઘરમાંથી બહાર દોડી આવ્યાં.આવી સ્થિતિમાં

પતિને હોસ્પિટલને બદલે ઘેર લઇ આવવા માટે 

મ્બ્યુલન્સના મેડીકલ સ્ટાફ ને ઉદ્દેશીને ગુસ્સાથી બરાડી

ઉઠ્યાં:

“તમે લોકો કેવા છો.એમને અહીં લાવવાની શું જરૂર

હતી.સીધા હોસ્પિટલ કેમ ના લઇ ગયા ?.”

અમેરિકન મેડીકલ સ્ટાફના માણસોએ (અંગ્રેજીમાં) કહ્યું:

”અમે શું કરીએ, તમારા પતિ અમને વારંવાર કહી રહ્યા હતા

કે—

‘Hurry home ,Hurry home, Hurry home!’

(મારાં પુત્રવધુ ક્રિષ્ના આશિષ પટેલના ઈ–મેલમાં મૂળ અંગ્રેજીમાં મળેલ આ રમુજી ટુચકાનો ગુજરાતીમાં અનુવાદ કરી અ.સૌ.ક્રિષ્નાના આભાર સાથે અહીં મુકેલ છે- વિ.પ.)

_____________________________________________________________

એક ભૂલકણા સીનીયર સીટીઝન ની  કથા-વ્યથા !

સીનીયર સિટીઝનનું એક જાણીતું લક્ષણ

એ છે કે ધીમે ધીમે  એની યાદશક્તિ

એને દગો દેવા માંડે છે.

આવા એક સીનીયર સીટીઝન મિસ્ટર બ્રાઉનના 

ભૂલકણાપણાની  નીચેની રમુજી અનુભવ કથા

વાંચી તમને હસવું પણ આવશે અને સહાનુભૂતિ પણ થશે .

જોગાનુજોગ ,આવો અનુભવ જ્યારે તમને પણ કોઈ વાર

થાય ત્યારે માનવું કે તમે હવે ખરેખર સીનીયર સીટીઝન

થવા તરફ આગળ વધી રહ્યા છો !

એક રવિવારે સીનીયર સીટીઝન મિસ્ટર બ્રાઉન રવિવારની 

ચર્ચની સભામાંથી બહાર નીકળીને જેવી રીતે વિમાની મથકે

બધી તપાસ થતી હોય છે એ રીતે એમની કારની ચાવીઓ

શોધવા માટે પોતાનાં બધાં ખિસ્સાં ફંફોસી વળ્યા ,પરંતુ

ચાવીઓ ન મળી.કદાચ ચર્ચના સભાગૃહમાં ચાવીઓ પડી

ગઈ હશે એવું ધારીને ત્યાં નજર ફેરવી આવ્યા.ત્યાં પણ કશું ન

મળ્યું.પછી એકદમ એમને યાદ આવ્યું કે તેઓ કારમાં જ

કદાચ ચાવીઓ ભૂલી ગયા હોય .આવું વિચારી પાર્કિંગ લોટમાં

પોતાની કાર તરફ ઉતાવળે પગલે જવા લાગ્યા.

મિસ્ટર બ્રાઉનને કારની ચાવીઓને કારના ઇગ્નિશન હોલમાં

લટકતી રાખી મુકવા માટે એમની પત્ની ડાયેને ઘણીવાર

ઠપકો આપ્યો હતો.પરંતુ બ્રાઉન તો દ્રઢ પણે માનતા હતા કે

ચાવીઓ જલ્દી મળી આવે એ માટે એને કી હોલમાં રાખવી એ

જ ખરો  ઉપાય છે.એમની પત્ની ડાયેનનું માનવું એમ હતું કે

ચાવીઓને ત્યાં રાખવાથી કાર ચોરાઈ જવાની શક્યતા વધી

જાય છે.

ચર્ચના પ્રવેશદ્વારમાંથી ઉતાવળે બહાર આવી પાર્કિંગ લોટ

તરફ નજર કરતાં જ એમને ધ્રાસકો પડ્યો.એમણે   જોયું તો

પાર્કિંગ લોટ ખાલી થઇ ગયો હતો, ત્યાં કોઈ કાર નજરે દેખાતી

ન હતી .

મિસ્ટર બ્રાઉને તરત જ પોલીસમાં ફોન જોડ્યો.તેઓ ક્યાં છે એ

જગ્યાનું અને એમના ઘરનું સરનામું આપ્યું.એમણે  પોલીસ

સ્ટેટમેન્ટમાં કબુલ્યું કે કારની ચાવીઓ ભૂલથી કારની અંદર

રહી ગઈ હતી અને કારને કોઈ ચોર ઉઠાવી ગયો છે.

ત્યારબાદ એમણે એમની પત્ની ડાયેનને ફોન જોડ્યો.જો કે

વાત કરતાં થોડું થોથવાયા.જ્યારે જ્યારે આજના જેવી તેઓ 

ભૂલ કરતા ત્યારે હમેશાં પત્નીને હની કહીને સંબોધન કરતા.

એમણે ફોનમાં કહ્યું “હની,કારની ચાવીઓ મારાથી કારમાં રહી

ગઈ હતી ને કારને કોઈ ઠગ ચોરી ગયો લાગે છે.”

બ્રાઉનનાં પત્ની ડાયેન જવાબ આપવાને બદલે શાંત હતાં.

બ્રાઉનને થયું ફોન કપાઈ ગયો હશે પણ પછી સામેથી

ડાયેનનો  ઘાંટો સંભળાયો”બ્રાઉન,તને પાર્કીગ લોટમાં

ઉતારીને, કાર લઈને તો હું પાછી આવી છું.”

હવે શાંત થવાનો વારો મિસ્ટર બ્રાઉનનો હતો.આ સાંભળીને તે

ખરેખર ભોંઠા પડી ગયા .એમણે પત્નીને કહ્યું :

“ખેર, જે થવાનું હતું તે થયું, તું આવીને મને હવે અહીંથી ઘેર

લઇ જા.”

ડાયેને સામેથી જવાબ આપ્યો:

”તમે ફરિયાદ કરી એટલે આપણા ઘેર પોલીસ આવી છે.તેઓ

એમ કહે છે કે કારની ચોરી કરીને હું ભાગી આવી છું. પોલીસને

હું બરાબર ખાતરી કરાવું કે હું ચોર નથી,ત્યારબાદ  આવીને

લઇ જાઉં છું !”

(મૂળ અંગ્રેજી ઉપરથી ભાવાનુવાદ- વિનોદ આર. પટેલ)

______________________________________________

(૩ ) સ્ત્રીઓ પુરુષો કરતાં બમણું કેમ બોલે છે ?

આનંદ અને મંજરી સાંજનું ડીનર પતાવીને હંમેશના નિત્યક્રમ

પ્રમાણે નિરાંતે પોતાના હાઉસમાં સોફા ઉપર 

અલકમલકની વાતો કરતાં બેઠાં છે.આનંદ સોફ્ટવેર 

એન્જીનીયર છે અને મંજરી પણ એક લેબમાં મેનેજરની જોબ 

કરે છે. નવે નવાં પરણેલાં છે. દિવસે તો જોબને લીધેવાતો 

કરવાનો બહું સમય મળતો નથી એટલે સાંજે ડીનર 

પતાવીનેદિવસ દરમ્યાનની ગતિવિધિઓ અંગે વાતો કરી 

ટીવી જોઇને સુઈ જવાનો નિત્યક્રમ થઇ ગયો છે.

મંજરી આનંદને પૂછે છે : 

બોલ આજની શી નવાજુની.?”

આનંદ : 

અરે હા, મંજરી આજે જોબ પર રીસેસમાં મેં ન્યુજ

પેપરમાંવાંચ્યું  કે સામાન્ય રીતે પુરુષો દરરોજ જેટલા શબ્દો

બોલે છે એનાથી બમણા શબ્દો  સ્ત્રીઓ બોલતી હોય છે.હું જાણું

ને ,દરેકસ્ત્રી સ્વભાવે જ બોલકી હોય છે.”

મંજરી થોડી વારચુપ રહી ,

પછી કઇક વિચારીને આનંદ તરફ જોઇને બોલી : 

“સ્ત્રીઓ પુરુષો કરતાં બમણું  બોલે છે એનું એક કારણ છે .”

આનંદ:

બોલ, શું કારણ છે ?”

મંજરી :

કારણ એ કે સ્ત્રી જ્યારે એક વાર પોતાના પતિને કોઈ વાત

કરે છે ત્યારે પહેલી વખત તો જાણે એને કશુંસમજાતું ન હોય

એમ એજ વાત ફરી પૂછે છે. પછી પત્નીને એજ વાત ફરી

કહેવી પડે છે.”

આનંદ :

શું કહ્યું ?”

મંજરી :

જો, મારી વાત સાચી નીકળી ને ?”

હવે ચુપ રહેવાનો વારો આનંદનો હતો!

સંકલન –વિનોદ આર. પટેલ

__________________________________________________________

હાસ્યેન સમાપયેત !

પતિ-પત્નીની એક જોક

એકવાર પતિએ પત્નીને કહ્યું :

“મને એ નથી સમજાતું કે તું એક સાથે આટલી સુંદર અને બુધ્ધુ

બન્ને કઈ રીતે હોઈ શકે ?”

પત્નીએ જવાબ આપ્યો :

“હું તમને સમજાવું.ભગવાને મને સુંદર બનાવી જેથી તમે

મારા તરફ આકર્ષાવ  અને ભગવાને મને બુધ્ધુ એટલા માટે

બનાવી જેથી હું તમારા તરફ આકર્ષાઉં !”

_____________________________________________________________

colors-that-only-nature-can-make-peacock