વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 152 ) વિજયી બનનાર ગુજરાતના સુકાની નરેન્દ્ર મોદીને અભિનંદન

સતત ત્રણ વાર વિજયી બનનાર મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી

સતત ત્રણ વાર વિજયી બનનાર મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતાએ ભાજપને ફરી એકવાર જંગી બહુમતીથી વિજયી બનાવી છે .

ગુજરાતમાં ૧૮૨ બેઠકોની વિધાનસભા માટે બે તબક્કે થયેલી ચૂંટણીમાં શાસક ભાજપે ૧૧૫ બેઠકો પર જીત મેળવી લઈને

બહુમતી પ્રાપ્ત કરી છે.આમ, ગુજરાતમાં બીજા પાંચ વર્ષ માટે ભાજપ પક્ષે સત્તા જાળવી રાખી છે .

મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે ૬૧ બેઠક જીતી છે.૨૦૦૭ની ચૂંટણીમાં મોદીના નેતૃત્વ હેઠળ ભાજપે ૧૧૭ બેઠકો જીતી હતી જ્યારે

કોંગ્રેસના ઉમેદવારોએ ૫૯ બેઠકો જીતી હતી .આમ, ભાજપને બે સીટનું નુકસાન થયું છે જ્યારે કોંગ્રેસને બે સીટનો ફાયદો

થયો છે.

ભાજપમાંથી છૂટા થઈને ગુજરાત પરિવર્તન પાર્ટી નામે અલગ પક્ષ રચનાર ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ (૮૩)

વિસાવદરમાંથી જીતી ગયા છે.તેમની પાર્ટીએ માત્ર ત્રણ  જ બેઠક જીતી છે .

૭ ઑક્ટોબર ૨૦૦૧ના દિવસે ગાદીનશીન થયેલા નરેન્દ્ર મોદી જુલાઈ ૨૦૦૭માં ૨૦૬૩ દિવસ સળંગ સત્તા પર રહીને લાંબો

સમય ગુજરાત ખાતે સત્તા પર રહેવાનો રેકૉર્ડ બનાવી ચૂક્યા હતા.

ગુજરાતમાં ભાજપ પક્ષએ 1995માં સતા ગ્રહણ કરી ત્યારબાદ સતત પાંચમી વખત આ જીત મળી છે .આમ ગુજરાતમાં

વિરોધી કોંગ્રેસ પક્ષ ૧૭ વર્ષથી ગુજરાતમાં સતા મેળવવાના બધા જ પ્રયત્નો કરવા છતાં સતા હાંસલ કરી શક્યો નથી .

 7 મી ઓક્ટોબર, 2001 માં મુખ્યમંત્રી પદ મેળવ્યા પછી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2002, 2007 અને આ વખતે 2012માં

ચૂંટણીઓ યોજાઈ   એમાં શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સતત ત્રીજી વખત સત્તા મળતાં એમણે હેટ્રીક નોંધાવી છે.

 આ વિજયથી સમગ્ર પક્ષમાં આનંદ-ઉત્સાહનું વાતાવરણ સર્જાયુ છે.ગુજરાતભરમાં ભાજપના કાર્યાલયોમાં અને તેની બહાર

કાર્યકરોમાં આનંદ અને ઉત્સાહ વ્યાપી ગયો છે. સૌએ ફટાકડા ફોડી ઢોલ-નગારા વગાડીને નાચીને પોતના આનંદની

અભિવ્યક્તી કરી હતી .વિદેશમાં રહેતા ગુજરાતીઓમાં પણ મોદીના આ વિજયથી આનંદ ફેલાયો છે.

૨૫ ડિસેંબરે ભાજપના નવા ચૂંટાયેલા વિધાનસભ્યો વિધિસર નરેન્દ્ર મોદીને ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટી

કાઢશે.મોદીની  મુખ્ય પ્રધાન તરીકેની શપથ ગ્રહણ વિધિ સમારંભ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં 26 મી ડિસેમ્બર

૨૦૧૨ના દિવસે યોજાય એવી ધારણા છે.

 નરેન્દ્ર મોદીએ ભાજપને સત્તા અપાવવા બદલ ગુજરાતની ૬ કરોડની જનતાનો આભાર માન્યો છે અને એમની નેતાગીરીમાં

આવતા પાચ વર્ષોમાં ભવ્ય ગુજરાતના નિર્માણનું સ્વપ્ન સાકાર કરવાની ખાતરી આપી છે..

વિજય મેળવ્યા બાદ નરેન્દ્ર મોદીએ એમનાં પૂજ્ય માતુશ્રી હિરાબેનની મુલાકાત લઈને એમના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા.

આ ચૂંટણીમાં એમના કટ્ટર વિરોધી બની ભાજપમાંથી છૂટા થઈને ગુજરાત પરિવર્તન પાર્ટી નામે અલગ પક્ષ રચનાર ભૂતપૂર્વ

મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ (૮૩)ના ગાંધીનગરના નિવાસ સ્થાને જઈને એમના પણ આશીર્વાદ એમણે પ્રાપ્ત કર્યા એ

મોદીની ખેલદિલી બતાવે છે .

વિજય પછી એમની માતા હિરાબેનના આશીર્વાદ મેળવતા શ્રી નરેન્દ્ર મોદી

વિજય પછી એમની માતા હિરાબેનના આશીર્વાદ મેળવતા શ્રી નરેન્દ્ર મોદી

વિજય પછી કેશુભાઈ પટેલને ત્યાં જઈને આશીર્વાદ લેતા અને મો મીઠું કરાવતા નરેન્દ્ર મોદી

વિજય પછી કેશુભાઈ પટેલને ત્યાં જઈને આશીર્વાદ લેતા અને મો મીઠું કરાવતા નરેન્દ્ર મોદી

આ અગાઉ શ્રી નરેન્દ્ર મોદી વિશેની મારી પોસ્ટ નમ્બર  145 – નરેન્દ્ર મોદી અને એમનું અનોખું વ્યક્તિત્વ અહીં વાંચો 

___________________________________________________________________

શ્રી નરેન્દ્ર મોદી અંગે શ્રી ઉત્તમભાઈ ગજ્જર તરફથી ઈ-મેલમાં શ્રી મૃગાંક શાહની સુંદર કાવ્ય રચના પ્રાપ્ત થઇ છે  એ

મને ખુબ ગમી છે .આ કાવ્ય રચનાને શ્રી મૃગાંક શાહ અને મિત્ર શ્રી ઉત્તમભાઈના  આભાર સાથે નીચે રજુ કરું છું.

કોંગ્રેસના ભ્રષ્ટાચારે  આખા દેશની ઘોર ખોદી  છે,

દેશને વિકાસની દિશા બતાવનાર એકમાત્ર મોદી છે.

દિલ્હીની ગાદી પર બેઠેલા બધા મહમ્મદ લોદી છે,

ગદ્દારોને એમની જગ્યા બતાવે એવા એકમાત્ર મોદી છે.

કેન્દ્રના સત્તાવાળાઓએ તો ગુજરાતની પ્રગતી રોકી છે,

ગુજરાતને પ્રગતિના પંથે આગળ લઈ જનાર માત્ર મોદી છે.

વારસાગત શાસન ચલાવનારા લોકશાહીના વિરોધી છે,

જેને આગળ પાછળ કોઈ વારસ જ નથી એ માત્ર મોદી છે.

કોલગેટ ને ટુજી જેવા કૌભાંડોમાં દેશને અબજોની ચોંટી છે,

‘ખાય નહિ અને કોઈને ખાવા ના દે’ એવા એકમાત્ર મોદી છે.

પાકિસ્તાન અને ચીનની રોજની ધમકીઓ કેટલી ખોટી છે,

એ બંનેને મુંહતોડ જવાબ આપી શકે એવા એકમાત્ર મોદી છે.

ગુજરાતમાં જે આવે એને માટે પુરતી રોજીરોટી છે,

ભારત દેશના પીએમ બની શકે એવા એકમાત્ર મોદી છે.

–મૃગાંક શાહ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સતત  ત્રીજી વાર વિજયી

બનીને હેટ્રિક સર્જનાર ગુજરાતના સુકાની નરેન્દ્ર મોદીને

અભિનંદન અને અનેક શુભેચ્છાઓ

સંકલન- વિનોદ પટેલ 

4 responses to “( 152 ) વિજયી બનનાર ગુજરાતના સુકાની નરેન્દ્ર મોદીને અભિનંદન

  1. aataawaani ડિસેમ્બર 22, 2012 પર 6:04 એ એમ (AM)

    પ્રિય विनोदभाई,उत्तम भाई અને મૃગાંક ભાઈ તમને અને નરેન્દ્ર મોદીને અને એમના ચાહકોને મારા હાર્દિક અભિનંદન વહાલા પરાક્રમી નરેન્દ્ર મોદી તેતો ગદ્દાર રાજકારણીઓની ઘોર ખોદી અને સરકાર ને સાબિત કરી બોદી .ધન્ય નરેન્દ્ર મોદી .

    Like

  2. pragnaju ડિસેમ્બર 22, 2012 પર 7:03 એ એમ (AM)

    સરસ સંકલન
    આપણા ગુજરાતીઓમા સારાનરસા પારખવાનો વિવેક છે તેથી ન મો એ પહેલા માના અને પછી જનતાના આશીર્વાદ માંગ્યા!હેટ્રિક સર્જનાર ગુજરાતના સુકાની નરેન્દ્ર મોદીને અભિનંદન અને અનેક શુભેચ્છાઓ. ચાણક્યનીતિ,વલ્લાભભાઇનીતિ બાદ તેમની રાજ્યનીતિ પ્રમાણે પ્રજા સુખી રહે તેવી પ્રભુ પ્રાર્થના
    ચાણક્યનીતિના એક સૂત્રથી પૂર્ણ કરીએ
    આ સંસારમાં બધું જ અસ્થાયી છે, લોકો આવે છે અને જતા રહે છે. પરંતુ જયારે પણ કોઈ સ્વજન પરલોક સિધાવે છે ત્યારે લોકો રડે છે, આક્રંદ કરે છે. પણ રડવાથી આક્રંદ કરવાથી કોઈ લાભ નથી. આ દુનિયા તો ચાલતી રહેવાની, એક આવશે તો બીજો જશે.
    બુદ્ધિને શક્તિથી અલગ ન કરી શકાય. જેની પાસે બળ છે તે જ બુદ્ધિવાળો છે. બુદ્ધિહીન પાસે જો બળ હોય તો એનાથી શો લાભ ? બુદ્ધિના બળે જ એક નાનકડા સસલાએ સિંહને કુવાની પાસે લઈ જઈ તેનો પડછાયો બતાવી તેને એની સાથે લડવા ઉશ્કેર્યો હતો. ઉશ્કેરાયેલો સિંહ જેવો હુમલો કરવા ધસ્યો તો કુવામાં પડી મરી ગયો.

    Like

  3. Ramesh Kshatriya ડિસેમ્બર 22, 2012 પર 6:33 પી એમ(PM)

    congretulation to real leader-politician-path maker and path director-Chote Sardar and future P.M. of India. If we have more politicians like N.Mody and if they were active like N.Mody our India will be No.1 and roll model for world. My salute to real son of Gujrat-India.

    Like

  4. kirit bhagat ડિસેમ્બર 22, 2012 પર 11:21 પી એમ(PM)

    HEARTIEST CONGRATULATION TO SHRI MODI SAHEB ON HIS HATTRIC

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.