ગુજરાત સાહિત્યસભા, અમદાવાદ , તરફથી ઇ. સ. ૨૦૧૨નો શ્રી રણજીતરામ સુવર્ણચંદ્રક સોમવાર, તા. ૧ સપ્ટેમ્બર ૨૦૧૪ ના રોજ અમદાવાદ ખાતે ૮૦ વર્ષના ભારતીય ક્લાસિકલ ડાન્સ ક્રિટિક ડો .સુનિલ કોઠારીને અર્પણ કરવામાં આવ્યો હતો .તેઓ મૂળ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે પરંતુ નૃત્ય પ્રત્યે લગાવને લીધે શાસ્ત્રીય નૃત્યના લેખન-વિવેચન ક્ષેત્રે ઝંપલાવીને ૧૨ જેટલાં પુસ્તકો એમણે આપ્યાં છે .

Dr Sunil Kothari
શ્રી કોઠારીનો અંગ્રેજીમાં પરિચય આ લીંક ઉપર વાચો .
રણજિતરામ સુવર્ણચંદ્રક એ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ૧૯૨૮ થી દર વર્ષે આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. આ પુરસ્કાર ૧૯મી સદીના પ્રખર સાહિત્યકાર શ્રી રણજિતરામની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે.
૧૯૨૮માં આ ચન્દ્રક પહેલીવાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને અર્પણ થતો હતો. . છેલ્લો ૨૦૧૧ નો ચંદ્રક ધીરેન્દ્ર મહેતાને અર્પણ થયો હતો .
એક શિરસ્તા પ્રમાણે દર વર્ષે કોઈ ને કોઈ શ્રેષ્ઠ સાહિત્યકારને આ ચંદ્રક એનાયત કરવામાં આવે છે.પરંતુ, આ વખતે એક ક્લાસિકલ નૃત્યના ક્ષેત્રે સિધ્ધિઓ પ્રાપ્ત કરનાર અને પ્રદાન કરનાર ડૉ. સુનીલ કોઠારી જેવી બહુમુખી પ્રતિભાને આ સન્માન મળ્યું છે.
મારા મિત્ર સુરત નિવાસી શ્રી ઉત્તમભાઈ ગજ્જર ઉપર અમદાવાદથી એમના સ્નેહી શ્રી ઉપેન્દ્રભાઈ ગુર્જરએ આ સુવર્ણ ચન્દ્રક અર્પણ પ્રસંગનો અહેવાલ મોકલ્યો છે એને ઈ-મેલમાં મારી જાણ માટે મોકલવા માટે એમનો અને શ્રી ઉપેન્દ્રભાઈ ગુર્જર નો પણ આભારી છું .
‘ગુજરાતીલેક્સિકોન’ ના પ્રતિનિધિ તરીકે એમણે આ સમારંભમાં હાજરી આપી હતી .
શ્રી ઉપેન્દ્રભાઈના આ અહેવાલને વિનોદ વિહારના સાહિત્ય રસિક વાચકોની જાણ માટે આજની પોસ્ટમાં નીચે સહર્ષ પ્રસ્તુત કરું છું.
આ અહેવાલમાં શ્રી ઉપેન્દ્રભાઈ ગુર્જર લખે છે :
આદરણીય મહાનુભાવો,
અમદાવાદ અનેક સાહિત્યકારોની નગરી છે. અહીં રોજબરોજ સાહિત્યના અનેક કાર્યક્રમો – સમારંભો થયા કરે છે. તેમાંનો એક વિશેષ સમારંભ ગઈ કાલે સાંજે યોજાયો.
ગુજરાત સાહિત્યસભા ( અમદાવાદ ) તરફથી ઈ. સ. ૨૦૧૨નો
સમયઃ સોમવાર, તા. ૧ સપ્ટેમ્બર ૨૦૧૪
શ્રી હીરાલાલ ભગવતી સભાગૃહ ,ગુજરાત વિશ્વકોષ ,રમેશપાર્ક સોસાયટી પાસે,
ઉસ્માનપુરા અમદાવાદ.
કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોઃ
પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી કુમારપાળ દેસાઈ, જાણીતા આર્કિટેક્ટ શ્રી બી.વી. દોશી, ખ્યાતનામ નૃત્ય સાધિકા સુશ્રી કુમુદિનીબેન લાખિયા તથા કવિશ્રી પ્રફુલ્લ રાવલ
આ કાર્યક્રમમાં શહેરના ૧૦૦થી વધુ સાહિત્ય અને કલારસિકો શ્રી સુનિલભાઈ કોઠારીને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવા પઘાર્યા હતા.
‘ગુજરાતીલેક્સિકોન’ તરફથી હું ગુર્જર ઉપેન્દ્ર ત્યાં હાજર રહ્યો હતો અને શ્રી સુનિલભાઈને મળીને અભિનંદન તથા હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.
ક્લાસિકલ ડાન્સ ક્રિટિક સુનિલ કોઠારીને શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવાના પ્રસંગે નૃત્યસાધિકા કુમુદિની લાખિયાએ તેમનો વિશેષ પરિચય આપ્યો હતો.
મૂળ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ; પરંતુ નૃત્ય પ્રત્યે લગાવને લીધે શાસ્ત્રીય નૃત્યના લેખન-વિવેચન ક્ષેત્રે ઝંપલાવીને ૧૨ જેટલાં પુસ્તકો આપનાર સુનિલ કોઠારીને ગુજરાત સાહિત્ય સભાના ઉપક્રમે ૮૩મો રણજિતરામ સુવર્ણચંદ્રક ગુજરાત વિશ્વકોષ ખાતે સોમવારે એનાયત કરવામાં આવ્યો હતો.
જાણીતા આર્કિટેક્ટ બીવી દોશીએ જણાવ્યું કે સુનિલ કોઠારી ઊડતો માણસ છે. તેમની ભાળ મેળવવી મુશ્કેલ છે. આજે દિલ્હી તો કાલે પેરિસ. જો કે એક પગ તો અમદાવાદમાં હોય જ. જો કે ડાન્સમાં સ્થિર થવું પડે તે સાધના તેમણે સારી રીતે પાર કરી છે. સ્વૈરવિહારી આ માણસમાં કુદરતના ભાવ છે.
પદ્મશ્રી સુનિલભાઈ કોઠારીના ઉદ્ગારોઃ

ડૉ . સુનીલ કોઠારી
મારી પસંદગી માટે હું આભારી છું.
રણજિતરામ એવોર્ડ મારા માટે એક નોબેલ પ્રાઈઝ સમાન છે. ગુજરાતી સાહિત્ય અને અસ્મિતા માટે આજીવન કામ કરનાર રણજિતરામની યાદમાં આ એવોર્ડ અપાય છે. આ વર્ષે તે માટે મારી પસંદગી થઈ છે તે બદલ હું હદયના ઉમળકા સાથે આ માટે આભાર માનું છું. ૧૯૬૪માં મેં એમ.એ. અને સી.એ. પછી મારે ડાન્સમાં જ આગળ વધવું હતું એટલે ૧૯૭૭માં નૃત્યનાટકો અને રસસિદ્ધાંત પર પીએચ.ડી. કર્યુ. પછીથી મારી આ ડાન્સયાત્રા શરૂ થઈ જે આજે પણ અવિરત ચાલુ છે.
Like this:
Like Loading...
Related
ખૂબ સરસ દર્શન માણો રીવ્યુ
‘જર્ની થ્રૂ બ્યૂટિફુલ પરસોના નારી’નું પરફોર્મન્સ
‘ઇલાક્ષીબેન ગુરુ કુબેરનાથ તાંજોરકર પાસેથી તાલીમ લીધેલી, જેનો ગ્રેસ અને ક્રિએટિવિટી ચંદન ઠાકોરને વારસામાં મળી હોય તેમ આ કાર્યક્રમ જોઇને લાગ્યું હતું. હું ચંદન ઠાકોરનાં આ નિર્દેશનથી ખૂબ જ પ્રભાવિત થયો છું. કારણ કે ‘નારી’ના ભારતનાટયમના પરફોર્મન્સમાં જે પ્રકારનું કો-ઓર્ડિનેશન રાખવામાં આવ્યું હતું, તે ખરેખર વખાણવાને લાયક છે. તેમાં ક્યાંય કોઇ પણ પ્રકારની અથડામણ વગર તેમનું નૃત્ય પૂર્ણ હતું.
આ ક્ષતિરહિત પરફોર્મન્સમાં ચંદને ખૂબ જ સાદા મૂવમેન્ટ રાખ્યાં હોવા છતાં તેમનું નૃત્ય ઘણું આકર્ષક બની રહ્યું હતું. મને લાગે છે કે આ નૃત્યને લોકભોગ્ય બનાવવા માટેનો જે હિન્દી ભાષાનો પ્રયોગ છે તે પણ ઘણો નવો અને ક્રિએટિવ છે. લોકોએ તેને આવકારવો જોઇએ અને તેને અપનાવવો જોઇએ. ફ્યૂઝનનાં કનફ્યૂઝન કરતાં ભારતનાટયમમાં તમિલની જગ્યાએ હિન્દી ભાષાથી ગુજરાત તેમજ સાઉથ સિવાયનાં અન્ય રાજ્યોમાં તેના માટેની સમજ અને રસ વધ્યો છે. વળી, ભારતનાટયમમાં હિન્દી ભાષાના પ્રયોગને લીધે જે ઓડિયન્સમાં ડિસિપ્લીન મેં જોઇ તે પણ અદ્ભુત હતી. કારણ કે લોકોને તેમાં રસ જાગ્યો હતો, તેમને સમજ પડતી હતી.
નૃત્યમાં આંગિક્ય, વાચિક્ય અને અહાર્યનું મહત્ત્વ હોય છે. તેમનો આ ડાન્સ પૂર્ણ ત્યારે બન્યો જ્યારે તેમનાં અહાર્ય એટલે કે તેમનાં કોસ્ચ્યુમ્સ-ડ્રેસિંગ્સને પણ જુદી રીતે રાખવામાં આવ્યો હતો. બીજા પરફોર્મન્સમાં ગાના સ્મિરનોવાની વાત કરું તો, તેમને મેં અગાઉ રશિયામાં પર્ફોમન્સ આપતાં ત્રણ વર્ષ પહેલાં જોયાં હતાં. તેઓ મૂળ યુક્રેનનાં છે, પરંતુ ભારતમાં જયાલક્ષ્મી ઇશ્વર પાસેથી તેમણે તાલીમ લીધેલી છે.
તેમનાં નૃત્યમાં એટલી હદે આત્મસાત ઝળકતું હતું કે તેમને જોઇને લાગે કે આ તો ગયા જનમમાં ચોક્કસથી ભારતીય હશે અને તે પણ નૃત્યાંગના જ હશે. તેમણે જે નૃત્ય કર્યું હતું, તેમાં બ્રહ્મ કૌત્વમ અને મીરા ભજન હતું. મીરા ભજનને સમજીને તેના પર નૃત્ય કર્યું તે ખૂબ જ રસપ્રદ રહ્યું. મને લાગે છે કે ગયા વખતે મેં તેમને જોયાં તેના કરતાં તેમનામાં ઘણું ઇમ્પ્રૂવમેન્ટ મેં જોયું હત
રિવ્યૂ: પદ્મશ્રી ડો.સુનિલ કોઠારી: ડાન્સ સ્કોલર, ક્રિટિક
LikeLike
સમારંભની વિગત આ મુજબ છેઃ
શ્રી સુનિલ કોઠારીને
ગુજરાત સાહિત્યસભા ( અમદાવાદ ) તરફથી ઈ. સ. ૨૦૧૨નો
શ્રી રણજીતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવાનો કાર્યક્રમ.
સમયઃ સોમવાર, તા. ૧ સપ્ટેમ્બર ૨૦૧૪
સાંજના ૫-૩૦ વાગ્યે
સ્થળ
શ્રી હીરાલાલ ભગવતી સભાગૃહ ,ગુજરાત વિશ્વકોષ ,રમેશપાર્ક સોસાયટી પાસે,
ઉસ્માનપુરા અમદાવાદ.
Read !
So happy for Sunilbhai Kothari
Abhinandan !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !
LikeLike
અહેવાલ વાંચ્યો. નવું કઈક જાણવા મળ્યુ, મારે માટે ડો. સુનિલ કોઠારી સાહેબનું નામ અને કામ અજાણ્યું હતું. વિનોદભાઈનો બ્લોગ એટલે એક અનોખી જ્ઞાન યાત્રા.
LikeLike