વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જાન્યુઆરી 19, 2015

( 637 ) શ્રી નરેન્દ્રભાઈ મોદીની દિનચર્યા–એમાંથી થોડું શીખવા જેવું …… સંકલિત

આજે સવારે ચા-નાસ્તા પછી દૈનિક ક્રમ પ્રમાણે કોમ્પ્યુટર ખોલી આજની ઈ-ટપાલ બોક્ષમાં આવેલ ટપાલ  એક પછી જોતો-વાંચતો હતો. એમાં ભારતના વડા પ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીના દૈનિક કાર્યક્રમ વિશેનો  નેટ જગતમાં ફરતો કોઈ અજ્ઞાત લેખકનો એક માહિતી પૂર્ણ લેખ  જે મિત્ર શ્રી સુરેશભાઈ જાનીએ મોકલેલ  એને વાંચતાં જ એ ગમી ગયો.

શ્રી નરેન્દ્ર મોદી આજે જે જગાએ છે એ શા કારણે છે એ સમજવા માટે આ લેખ ઉપયોગી થાય એવો છે.શ્રી મોદીના અંગત જીવનની આપણે જાણતા ના હોઈએ એવી કેટલીક  માહિતી એમાં છે.

શ્રી સુરેશકાન્ત પટેલ / શ્રી સુરેશભાઈ જાનીના આભાર સાથે આજની પોસ્ટમાં વી.વી.ના સૌ વાચકોને આ  લેખ શેર કરતાં આનંદ થાય છે.

૨૦૧૫ ના નવા વર્ષની શરૂઆતમાં નવા વર્ષના એક રીઝોલ્યુસન તરીકે આ લેખ દ્વારા આપણા ગુજરાતી દેશ નેતા શ્રી નરેન્દ્રભાઈ પાસેથી થોડું ઘણું પણ જો શીખવા જેવું મળશે  તો આ પોસ્ટનો અર્થ લેખે લાગશે.

વિનોદ પટેલ

—-———————————————————————

શ્રી નરેન્દ્રભાઈ મોદીની દિનચર્યા-એમાંથી થોડું શીખવા જેવું

NAMO-DAILY WORK

કોઈ માણસ સફળ થાય ત્યારે આપણે નસીબ નામની અદ્રશ્ય વસ્તુનેતેની ક્રેડીટ આપતા હોઈએ છીએ

પણ તેનું સમર્પણ અને હાડવર્કિંગઆપને નથી દેખાતું.

-તમનો સુવાનો સમય ગમે તે હોય ઉઠવાનો સમય ફિક્સ છે સવારે4.45 વાગે,

– રોજ સવારે ૩૦ મિનીટમાં તેમના દૈનિકકાર્ય પૂર્ણ કરી ( ટોઇલેટમાંમુખ્ય પેપર વાંચી લે છે )

૩૦ મિનીટ કસરત કરે છે અને તે સમયેઆગાઉના દિવસે દુનિયા ભરની ન્યુઝ ચેનલમાં ભારત અને

ભાજપનેલાગુ પડતા સમાચારનું રેકોડીંગ સાંભળી લે છે.

– 10 મિનીટ મંદિર સામે બેસી ધ્યાનધરે છે
.
– એક કપ ચાય સાથે કોઈ જ નાસ્તો લેતા નથી.

– ૬ .૧૫ની આસપાસ એક સરકારી વિભાગ તેમનાં ઘરમાં મીટીંગરૂમમાં પ્રેજન્ટેશન માટે તૈયાર જ હોય છે.

– ૭ થી ૯ તેમના ઘરે આવેલ મહત્વની ફાઈલો ચેક કરે છે. તથાતેમના માતૃશ્રીને ફોન કરી

ખબર અંતર પૂછે છે

NAMO BOWS TO MOTHER

 ( ભારતનાવડાપ્રધાનને મા માટે સમય છે. આપને ?)

– ૯ વાગે ગાજર અથવા અન્ય સલાડનો નાસ્તો કરે છે તથા પંચામૃતપીણું પીવે છે

( રેસીપી – 20 ml મધ , 10 ml દેશી ગાયનું ઘી, તથાફુદીના, તુલસી અને લીમડાના

મોરનું મિક્સ જ્યુસ અને એક લીંબુ )

– ૯.૧૫ કાર્યાલય પર પહોંચી મહત્વની મીટીંગો પતાવે છે.

– બપોરે જમવામાં ૫ જ વસ્તુ લે છે ( ગુજરાતી રોટલી, શાક,દાળ, સલાડ, છાશ )

– સાંજના ૪ વાગે દુધ વગરની લીંબુ ચાય

– સાંજે ૬ વાગે ખીચડી અને દૂધનું ભોજન

– રાત્રે ૯ વાગે દેશી ગાયનું દૂધ એક ગ્લાસ સુંઠ નાખી,

– મુખવાસમાં કાયમ લીંબુ મારી નાખેલો શેકેલો અજમો, ( તેનાથીવાયુ ન થાય )

– ૯ થી ૯.૩૦ ચાલે છે, સાથે એક વિષયના જાણકારને રાખી તેનીસાથે ચર્ચા કરે છે.

– ૯.૩૦ થી ૧૦ સોશ્યલ મીડિયા તથા સિલેક્ટેડ પત્રોના જવાબ આપેછે.

નરેન્દ્રભાઈએ જિંદગીમાં ક્યારે ય:

– સોફ્ટ ડ્રીંક પીધું નથી કે ફાસ્ટ ફૂડ ખાધું નથી.

– ભારતના ૪૦૦ જીલ્લાનો તેમણે પ્રવાસ કરેલો છે.

– તેઓ ગુજરાતથી દિલ્લી ગયા ત્યારે માત્ર બેજ વસ્તુ સાથે લઇ ગયા:

એક કબાટ કપડા અને ૬ કબાટ પુસ્તકો

– તેઓ આટલા સતત પ્રવાસ દરમ્યાન રાત્રી વસો કાયમ કોઈ સંતસાથે આશ્રમમાં કે કોઈ નાના કાર્યકરને ઘેર રોકાતા હોટલમાં ક્યારેયનહિ, વડનગરની લાઈબ્રેરી ના તમામ પુસ્તકો તેમણે વાંચી નાખ્યાહતાં.

– તેઓ કોઈ પણ પ્રસંગે અંગત ભેટ આપે તો તે પુસ્તક જ હોય.છેલ્લા એક દાયકાથી ગુજરાતમાં નવ વિવાહીતો ને સીહ્પુરુષ પુસ્તકભેટમાં આપતા.

આજે ભારતના વડાપ્રધાન તરીકે સહુને તેઓ ભગવદગીતા ભેટ આપે છે.

– તેઓ ટુથ બ્રસ નહિ પણ કરંજનું દાતણ કરે છે.

– તેમના રસોડામાં મીઠાંને બદલે સિંધાલુણ વપરાય છે.

– પ્રવાસ દરમ્યાન ફાઈલો તથા ચર્ચા કરાવવા વાળા મંત્રી, અધિકારીસતત સાથે હોય છે.

– 64 વર્ષની ઉમરે સીડી ઉતરતા તેઓ ક્યારેય રેલીંગ નથી પકડતા,

– એક દિવસની 19 સભાઓ તેમણે કરેલી છે.

– આંખ કાયમ ત્રિફલાના પાણીથી ધોવે છે .

( હરડે, બહેડે, આમળાઆખા રાત્રે પલાળી સવારે તેનું પાણી )

– ગુજરાતના મુખ્ય મંત્રી હતાં ત્યારે એક વાર સ્વાઈન ફ્લુ સમયે અનેએક વાર દાઢના દુખાવા સમયે જ ડોક્ટરની તેમણે જરૂર પડી હતી.

– વડાપ્રધાન બન્યા બાદ પણ ગુજરાત ભાજપના કાર્યકરોને દુખ:દપ્રસંગે સાંત્વના પાઠવવા

જરૂર ફોન કરે છે.

( મોટા બન્યા બાદ ભૂલાયનહિ, ભાઈ…તે શીખો )

– તેમના અંગત સ્ટાફના તમામ દીકરા દીકરીનું એજ્યકેશન સ્ટેટસતેમને ખબર હોય છે .

અને તેનું ફોલોપ રાખે છે

( સમાજ સેવામાંઅંગત લોકો બાદ ના થઇ જાય તે શીખો )

WHAT A CO-INCIDANCE !

COINCIDANCE !

Thanks- Dhiren