વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જાન્યુઆરી 31, 2015

( 646 ) ત્રણ ચિત્ર કાવ્યો …… ચીમન પટેલ ….”ચમન “

હ્યુસ્ટન નિવાસી જાણીતા હાસ્ય લેખક અને કવિ શ્રી ચીમન પટેલએ નીચેનાં ત્રણ ચિત્રો એમની કાવ્ય રચનાઓ સાથે ઈ-મેલમાં મોકલેલ છે .

ચીમનભાઈના આભાર સાથે આ ચિત્રો/કાવ્યો આજની પોસ્ટમાં વાચકોના આસ્વાદ માટે પ્રસ્તુત છે.

ચીમનભાઈ નો પરિચય અને એમની સાહિત્ય કૃતિઓને માણવા માટે એમના બ્લોગ –“ચમન કે ફૂલ “  ની મુલાકાત અવશ્ય લેશો.

વિનોદ પટેલ

ત્રણ ચિત્રો/કાવ્યો 

Fire fighters

Fire fighters shave heads in support of chief’s ailing wife.

NEW CANEY, TX ,USA ના આ બહાદુર ફાયર ફાઈટરો છે .તમને મનમાં સવાલ થશે કે આ ચિત્રમાં દેખાય છે એમ બધાએ એક સામટા માથે મુંડન કેમ કરાવ્યું હશે !

આ ફાયર ફાઈટરોના બોસ -ચીફ નાં પત્ની કેન્સરની બીમારીથી પીડાય છે.એક કુટુંબી જનની જેમ તેઓ બધા એમને ચાહે છે. આ પરિસ્થિતિમાં એમને મોરલ સપોર્ટ આપવા માટે સૌએ એક સામટા માથે મુંડન કરાવીને ચીફ અને એમનાં પત્ની પ્રત્યે પ્રેમ અને સહાનુભુતિ પ્રદર્શિત કરી છે.

આ આખી વાત અંગ્રેજીમાં આ લીંક ઉપર વાચો. 

આ ચિત્ર જોઇને શ્રી ચીમન પટેલ રચિત એક તાન્કા કાવ્ય રચના

એક તાન્કાઃ

મમતા માટે

કર્યુ મૂંડણ સૌએ;

જાણી કેન્સર-

ફાયર ફાઈટર

‘ચીફ’ની એ પત્નીને!

*ચીમન પટેલ ‘ચમન’ (૧૧જન્યું’૧૫)

[તાન્કાનું બધારણઃ અક્ષ્રરો અનુક્રમે ૫/૭/૫/૭/૭]

(અડધો અક્ષ્રર ગણાતો નથી)

 બે બીલાડીઓનો સંપ 

Chiman patel -two cats

[ચિત્ર પ્રાપ્તિઃ વિજય ધારિયા ]

ઉપરનું ચિત્ર કેટલો સુંદર સંદેશ આપી જાય છે! લાકડાની કમ્પાઉન્ડ વોલ ની પાતળી ધાર ઉપર બે બિલાડીઓ કેવી સિફતથી ,સંપીને ,બેલેન્સ રાખીને એક બીજાને ક્રોસ કરે છે એ કાબિલે દાદ છે.

બિલાડી જેવા મુંગા પ્રાણીઓ પણ એક બીજાને સહકાર આપી સામે આવેલ પ્રશ્નને ઉકેલવાની કેટલી  આવડત ધરાવે છે અને કામમાં સફળતા મેળવે છે એનું આ સરસ ઉદાહરણ છે.આ બે બિલાડીઓ આપણને મનુષ્યોને મુશ્કેલીમાં એક બીજાના સહકારથી, ધીરજ રાખીને મુશ્કેલ લાગતો જીવનનો રસ્તો હોંશિયારીથી કેમ પાર કરાય એ શીખવી જાય છે.

આ ચિત્ર ચિત્ર પર શ્રી ચીમન પટેલ રચિત અછંદાસ કાવ્ય રચના  

                                  અછંદાસ કાવ્ય                                    

આ ચિત્ર જોઈ

સ્તબ્ધ ન થતા!

આ બેઉનો

સહકાર

સહિષ્ણુતા

ને

સફળતા

શીખવે સહુને;

સંપ ત્યાં સદા જંપ!

ચીમન પટેલ ‘ચમન’ (૨૩જાન્યુ’૧૫)

આજની જ ઈ-મેલમાં ચીમનભાઈએ એક બીજું આ સુંદર ચિત્ર  મોકલ્યું છે ,

અને બે શબ્દોના કાવ્ય જેવું  – દીર્ઘાયુ ભવ – એવું યોગ્ય શીર્ષક આપ્યું છે.

CHIMAN PATEL- DOG-BOY FRIEND

 દીર્ઘાયુ ભવ !

આ ચિત્ર પર મારી એક રમુજી હાઈકુ રચના- ચિત્રકુ !

ઓ મારા મિત્ર,

તું નીચો નમ,તારા 

વાળ કાપીએ !

આ ચિત્રનું બીજું કોઈ શીર્ષક અથવા હાઈકુ રચના-ચિત્રકુ- આ પોસ્ટની કોમેન્ટ

બોક્ષમાં લખી જણાવવા વિ.વિ. ના વાચકોને આમન્ત્રણ છે.

વિનોદ વિહાર 

આજ સુધીમાં 201,182 મુલાકાતીઓ !

આભાર દર્શન 

મને જણાવતાં ખુશી થાય છે કે સપ્ટેમ્બર ૨૦૧૧ થી વિનોદ વિહારની શરૂઆત થઇ ત્યારથી આજ સુધીમાં  બ્લોગના મુલાકાતીઓની સંખ્યા ૨૦૦૦૦૦ નો જાદુઈ આંકડો વટાવી ગઈ છે !

આવો સુંદર પ્રતીસાત દર્શાવવા માટે વી.વી.ના સૌ વાચકોનો

અંતરથી આભાર માનું છું. 

વિનોદ પટેલ