વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની ઓન લાઈન આનંદ યાત્રા

( 647 ) અમેરિકન પ્રેસીડન્ટ ઓબામાની ભારત યાત્રા પર થોડી હાસ્ય યાત્રા

અમેરિકાના ૪૪ મા પ્રેસીડન્ટ બરાક ઓબામા ભારતના રાષ્ટ્રીય પર્વ -૨૬ મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસના આમંત્રિત મુખ્ય મહેમાન તરીકે એમનાં પત્ની મિશેલ ઓબામા સાથે પાટનગર દિલ્હીમાં પધાર્યા હતા.એમનું ધમાકેદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

૨૫ મી જાન્યુઆરી ૨૦૧૫ ના રોજ સવારે એમના આગમનથી ૨૭મી જાન્યુઆરીની બપોરે વિદાય થયા ત્યાં સુધી તેઓ લગભગ ૫૨ કલાક દિલ્હીમાં રોકાયા હતા. આ વખતે ઓબામાએ ભારતના પ્રેસીડન્ટ મુખર્જી અને વડા પ્રધાન મોદી સાથે સારો એવો સમય વિતાવી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી સૌ ભારતીયોનાં દિલ જીતી લીધાં હતાં અને ભારત અને અમેરિકાની મૈત્રી સંબંધોને વધુ મજબુત બનાવ્યા હતા.

એમના દિલ્હીના રોકાણ પ્રસંગની અનેક તસ્વીરો તમે અખબારો. ટી.વી. ઈન્ટરનેટ ,વિડીયોમાં જોઈ હશે. પણ આજની પોસ્ટમાં જે તસ્વીરો મૂકી છે એ કદાચ તમે ના પણ જોઈ હોય !

તમોને કદાચ ખબર નહીં હોય કે ઓબામા-મિશેલ એમના વ્યસ્ત કાર્યક્રમોમાંથી ગાપચી મારીને છુપા વેશે કાશ્મીર ,દિલ્હી શહેર તથા આગ્રાના તાજ મહાલ તથા ઊંટ સવારી જેવી સહેલની મજા માણી આવ્યા હતા !

માન્યામાં નથી આવતું ? તો જોઈ લો એક બેખબરપત્રીએ ઝડપેલ  એમની  ભારત યાત્રાને આવરી લેતી શ્રી ચીમન પટેલ (હ્યુસ્ટન )એ ઈ-મેલમાં મોકલેલ ઈન્ટરનેટમાંથી પ્રાપ્ત કેટલીક અદભૂત તસ્વીરોનો આ સ્લાઈડ -શો.

ઓબામા -મિશેલ ભારત યાત્રા – સ્લાઈડ શો.

(Photoshop skill- Hitesh Mathur)

બરાક ઓબામા અને મિશેલએ વેશ પલટો કરીને કરેલી આ બધી સહેલગાહો વિષે વિગતે માહિતી અંગ્રેજીમાં વાંચવા માટે

 Mike Ghouse for India ની આ લીંક પર ક્લિક કરશો.

પ્રેસીડન્ટ ઓબામા અને મિશેલ ઓબામા ૨૦૧૦ માં પણ સાથે ભારતની યાત્રાએ આવ્યા હતા .ભારતની બે વાર યાત્રા કરનાર ઓબામા અમેરિકાના પ્રથમ પ્રેસીડન્ટ છે.એમની ૨૦૧૦ની યાત્રા વખતે મુંબઈની એક શાળામાં વિદ્યાર્થીઓ સાથે તેઓ બન્ને મન મુકીને  નાચ્યા હતા એનો આ વિડીયો જોઇને તમને જરૂર રમુજ પડશે.

Michelle Obama dance with Indian children in Mumbai, 2010

https://www.youtube.com/watch?v=mxpvoPdi52E

યુ-ટ્યુબના સૌજન્યથી પ્રસ્તુત “અમેરિકાથી આયા મેરા દોસ્ત નામનો નીચેનો  કાર્ટુન વિડીયો પણ ખુબ મજાનો છે.

અમેરિકાથી આયા મેરા દોસ્ત- કાર્ટુન વિડીયો 

So Sorry: America se aaya mera dost

અમેરકામાં વાઈટ હાઉસના  વહીવટી તંત્રે ઓબામાની ભારત યાત્રાને આવરી લેતો એક સરસ એક વિડીયો બનાવ્યો છે, એમાં પણ છેલ્લે ઉપરના કાર્ટુનનો એક અંશ પણ બતાવ્યો છે.

આ વિડીયોમાં રીક્ષામાં બેસીને જે ભાઈ વાત કહી રહ્યા એ KAL PENN એ ઓબામા વહીવટી તંત્રમાં જે ઘણા ભારતીય અમેરિકનો કામ કરે છે એમાંના એક છે .વળી એ હોલીવુડની ફિલ્મોમાં એક એકટર તરીકે પણ જાણીતા છે.  

એમનો આ વિડીયો આ રહ્યો. 

 

4 responses to “( 647 ) અમેરિકન પ્રેસીડન્ટ ઓબામાની ભારત યાત્રા પર થોડી હાસ્ય યાત્રા

 1. Pingback: [vijaykudal] OBAMA VISIT TO INDIA | Vijay Kudal Blog

 2. P.K.Davda ફેબ્રુવારી 4, 2015 પર 8:00 એ એમ (AM)

  આ તસ્વીરો તો વાઈરલ બનીને ઘરે ઘરે પહોંચી ગઈ છે અને તેમાં તમે સરસ કોમેન્ટરી જોડી છે.

 3. Vinod R. Patel ફેબ્રુવારી 4, 2015 પર 6:58 એ એમ (AM)

  આતાજી નો ઈ-મેલ પ્રતિભાવ

  himatlal joshi To me

  પ્રિય વિનોદભાઈ

  ઓબામાની ભારતની રંગ બેરંગી યાત્રા તમે દેખાડી બહુ ગમી તમારો આભાર .

  Ataai

 4. smdave1940 ફેબ્રુવારી 3, 2015 પર 4:27 પી એમ(PM)

  I too had seen personally in Sabaramati River boating. I had though the couple might be a twin ones. I know Obama has a twin brother who had been lost in a festival in Indonesia. But I do not know how a twin sister of Michel could marry a the twin brother of Obama? Any way when I heard the reality about the real visits of real Obama and real Michel with the proofs of the photos, my all the confusions have been resolved.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: