વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 678 ) લંડનના પાર્લામેન્ટ સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ

તારીખ ૧૪ મી માર્ચ, ૨૦૧૫ ના રોજ લંડનના પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે ચર્ચિલ અને સાઉથ આફ્રિકાના ગાંધી નેલ્સન મંડેલાની પ્રતિમાઓની જોડાજોડ ભારતના મહાત્મા ગાંધીની પ્રતિમાની અનાવરણ વિધિ ભારતના નાણાં મંત્રી અરૂણ જેટલી અને બ્રિટનના વડા પ્રધાન કેમેરોનના શુભ હસ્તે કરવામાં આવી હતી.

આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતાં શ્રી જેટલીએ કહ્યું હતું કે ૧૯૪૭ની મધ્યરાત્રિ પછી ભારત અને ઈંગ્લેન્ડે ઘણી લાંબી મંઝિલ કાપી છે.આજે વિશ્વની સૌથી જૂની લોકશાહી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી એકસાથે ભેગી મળી છે.

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલ બ્રિટનના વડા પ્રધાન કેમેરોને ગાંધીજીની વિચારધારા વિષે બોલતાં કહ્યું હતું કે ગાંધીજી ના વિચારો અનુસાર આપણે માનવજાતમાંથી ક્યારેય વિશ્વાસ ગુમાવવો જોઈએ નહીં. માનવજાત એક વિશાળ સમુદ્ધ જેવી છે . જો સમુદ્રમાં કેટલાંક ટીપાં ગંદા હોય તો એથી આખો સમુદ્ર કઈ ગંદો બની જતો નથી .

પ્રસંગે ખાસ હાજરી આપવા લંડન પહોંચી ગયેલા સુપર સ્ટાર અમિતાભ બચ્ચને એના વિખ્યાત સ્વરમાં ગાંધીજીના પુસ્તક ‘ધ વર્લ્ડ ઓફ ટુ મોરો’માંથી કેટલાક અંશો વાંચી સંભળાવ્યા હતા.

આ પ્રસંગને આવરી લેતા ત્રણ વિડીયો નીચે પ્રસ્તુત છે.

Mahatma Gandhi’s statue unveiled at London’s Parliament Square

આ પ્રથમ વિડીયોમાં ગાંધીજીની આ ઐતિહાસિક પ્રતિમાનો પરિચય આપવામાં આવ્યો છે.

આ વિડીયોમાં નાણાંમંત્રી શ્રી અરુણ જેટલી , બ્રિટનના વડા પ્રધાન કેમેરોન અને  અમિતાભ બચ્ચનની સ્પીચના કેટલાક અંશો સાંભળવા મળશે 

સુપર સ્ટાર અમિતાભ બચ્ચનની આખી સ્પીચ આ વિડીયોમાં સાંભળવા મળશે.

અમિતાભ બચ્ચનની આ સ્પીચમાં એમણે વાંચેલાં ગાંધીજીના લેખનાં ટૂંકાં અવતરણોમાં વિશ્વ શાંતિ માટે એમણે જે વિચારો અને સંદેશ વિશ્વ સામે રજુ કર્યા છે એ આ આજની વૈશ્વિક પરિસ્થિતિમાં પણ એટલું જ મહત્વ ધરાવે છે .

વિશ્વ ઇતિહાસની આ કેવી વિચિત્ર ઘડી (Irony ) કહેવાય કે જે વ્યક્તિએ બ્રિટીશોની ગુલામીની ઝઝીરમાંથી દેશને મુક્ત કરવા અને દેશમાંથી એમને તગેડી મુકવા માટે “કવિટ ઇન્ડિયા “ની લડત ચલાવી હતી  એ જ વ્યક્તિ મહાત્મા ગાંધીની પ્રતિમા એ જ બ્રીટીશની પ્રજા એના પાર્લામેન્ટ હાઉસની સામે જ એક બ્રિટીશ વડા પ્રધાનના હસ્તે ખુલ્લી મુકાઈ છે.!

ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન જેમણે એક વખત મહાત્મા ગાંધીની ‘અર્ધનગ્ન ફકીર’ કહીને ઠેકડી ઉડાવી હતી તે બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલના પૂતળાની બાજુમાં જ ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

સમય સમય બળવાન છે, નહિ મનુષ્ય બળવાન એ આનું નામ !સમયે સમયે વિશ્વના રાજકીય ઈતિહાસનાં પાનાં પલટાતાં રહે છે અને એમાં નવો ઈતિહાસ લખાતો રહે છે.

દરેક માનવીના જીવન ઇતિહાસનું પણ એવું જ નથી શું ?

વિનોદ પટેલ

6 responses to “( 678 ) લંડનના પાર્લામેન્ટ સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ

  1. Dhanesh Bhavsar માર્ચ 14, 2015 પર 6:55 પી એમ(PM)

    Very much pleased. Thanks Vinodbhai, for sharing such valuable videos.

    Liked by 1 person

  2. pravinshastri માર્ચ 15, 2015 પર 5:39 એ એમ (AM)

    ગૌરંવવંતા સમાચાર અને વિનોદભાઈનું સરસ સંકલન.

    Liked by 1 person

  3. pragnaju માર્ચ 15, 2015 પર 9:51 એ એમ (AM)

    દરેક માનવીના જીવન ઇતિહાસનું પણ એવું જ નથી શું ?
    વિચાર માંગી લેતો વિચાર…

    Liked by 1 person

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.