વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 824 ) બાળ ઉછેર વિષય પર હિરલ શાહના બે મનનીય લેખો ..

EVidyalay  નાં સ્થાપક સભ્ય યુ.કે. નિવાસી  બેન હિરલ શાહ એમની સારી જોબ છોડીને ત્રણ -સાડાત્રણ વર્ષની એમની દીકરી જીનાનો યોગ્ય રીતે ઉછેર થાય એ માટે હાલ એમાં સંપૂર્ણ સમય આપી રહ્યાં છે.

 

હિરલબેનની ત્રણ વર્ષની પુત્રી જીનાની બે બોલતી તસ્વીરો   

ઈ-વિદ્યાલય એ એમનું માનસિક બાળક છે તો જીના એમનું બાયોલોજીકલ બાળક છે.બન્નેના ઉછેરનું કામ તેઓ એક સાથે જે ઉત્સાહથી સંભાળી રહ્યાં છે એ અભિનંદનીય છે.એમનાજ શબ્દોમાં જ કહીએ તો Children are not a distraction from more important work. They are the most important work.

એમના ગુજરાતી બ્લોગHiral’s Blog માં આપેલ એમના પરિચય-હિરલ એક નજરે માં જણાવ્યા પ્રમાણે તેઓ સ્વભાવે ઉત્સાહી, લાગણીશીલ, મહેનતુ, વિચારશીલ, દેશપ્રેમી, મિલનસાર અને છતાં એકાંતપ્રિય છે.

બાળકોના આંતરિક તથા બાહ્ય વિકાસ માટે અને એમના સારા ઉછેર માટે ઈ-વિદ્યાલય એક ખુબ જરૂરી અને ઉપયોગી માધ્યમ છે.

હિરલના બ્લોગમાં ઈવિદ્યાલય એ આપણા બધાની શાળા છે એ લેખમાં આપેલ માહિતી પ્રમાણે EVidyalay પર હાલ

૨૮૫+શૈક્ષણિક વિડીયો છે.

૨૦થી વધુ પ્રેરક જીવનચરિત્રો આલેખાયેલ છે.

અઢળક બાળવાર્તાઓ છે.

વિજ્ઞાન વિષયક માહિતી અને પ્રાયોગિક પ્રોત્સાહન માટે પ્રયોગઘર છે.

જન્મજાત કુતુહલ, અને આંતરિક તથા બાહ્ય વિકાસમાં સહાયક કરતી હોબીલોબી છે.

બાળ ઉછેર વિષે હિરલ શાહ ના લેખો 

હીરલ શાહના ઉપરોક્ત બ્લોગમાં બાળ ઉછેરના એમના અંગત અનુભવ ઉપર આધારિત એમણે જે કેટલાક વિચાર કરવા જેવો લેખો લખ્યા છે એમાંથી મારી પસંદગીના નીચેના બે લેખો આજની પોસ્ટમાં રજુ કરતાં આનંદ થાય છે.

૧.બાળઉછેર માત્ર માતાની જવાબદારી?

બાળકોને માત્ર સ્કીલ ડેવલેપમેન્ટ જ નહિં પણ મૂલ્યો અને રીતભાત પણ પ્રેમથી , ધીરજથી એમને બિલકુલ અભાવ ના આવે અને સમજીને આચરણમાં મૂકે તેવું માહોલ આપવું પડે.આ માટે માત્ર માતા જ નહિં, પરિવારનાં સભ્યોનું વર્તન, આડોશ-પાડોશ, સામાજિક માળખું, બાળકો માટેની સપોર્ટ સિસ્ટમ બધું જ જોઇએ અને જોઇએ અને જોઇએ જ.માત્ર માતાનો વાંક કેવી રીતે કાઢી શકાય? એ રીતે બાળઉછેર માત્ર માતાની જવાબદારી કેવી રીતે કહી શકાય?

આખો મનનીય લેખ આ લીંક પર ક્લિક કરીને વાંચો.

૨.બાળકો અને ઘરમાં કંકાસ

બાળક ઘરમાં જેટલું પ્રફુલ્લિત વાતાવરણ જોશે અથવા તો જેટલી પ્રફુલ્લિતતા માતાના ચહેરા પર જોશે એટલું જ પ્રફુલ્લિત બનશે.એક માતા સો શિક્ષકની ગરજ સારે છે.

આખો મનનીય લેખ આ લીંક પર ક્લિક કરીને વાંચો.

આમાં ઉમેરો કરતાં હિરલબેન જણાવે છે …

ભારતમાં ધીમે ધીમે બહુ જ નાની ઉંમરથી પ્લેગ્રુપ વગેરેની જરુરિયાત (બિઝનેસ) વધતો જાય છે એ અનુસંધાને ઘણુંખરું લોકો આજની માતાઓને દોષિત ગણે છે.

પરંતુ ખરું જોતા, પહેલાં જ્યારે સંયુક્ત કુટુંબ હતાં અને એક જ છત નીચે ઘણાં બાળકો એક સાથે ઘણાં લોકોની કાળજી-દેખરેખ હેઠળ મોટાં થતાં આથી માતાની જવાબદારી કૌટુંબિક સ્તરે વહેંચાયેલી હતી. બાળકોને પણ એકસાથે એમની ઉંમરનાં ઘણાં બાળકો સાથે હળવું-ભળવું સરળતાથી પ્રાપ્ય હતું.

હવે આ આખું માળખું તૂટી ગયું છે. નવજુવાનિયાઓ વ્યવસાય અર્થે સ્થળાંતર કરે છે. બધાનાં માતા-પિતા શરુઆતથી જ સાથે નથી રહી શકતાં. અથવા સાથે રહે તો પણ નાનાં ભૂલ કાંઓની ઉંમરના બાળકોને શોધવા ક્યાં જવું? એવી બીજી માતાઓની કંપની શોધવા ક્યાં જવું? આના વિકલ્પો ખાસ વિચારાયા જ નથી.

આથી જ કદાચ પ્લેગ્રુપ ની જરુરિયાત દોઢ-બે વરસના બાળકને વર્તાય છે. પોસાય કે ના પોસાય, તાણમાં આવીને પણ બાળકની સામાજિક જરુરિયાતને અનુલક્ષીને એ દિશામાં પૂરપાટ બિઝનેસ વધી રહ્યો છે.

એ અનુસંધાને મેં આખો લેખ લખેલો કે કેવી રીતે આ પ્રશ્નનો ઉકેલ વિચારી શકાય.અહિં કોઇ દેશની કોઇ પધ્ધતિ સારી કે ખોટી એવી કોઇ તારવણી નથી. પરંતુ જ્યાં જે સારું અને ઉપયોગી છે અથવા અમલ કરવા યોગ્ય છે એ દિશામાં અંગુલી નિર્દેશ માત્ર છે.

ખાસ કરીને ૧ થી ૫ વર્ષનાં બાળકોના માતા -પિતા માટે આ લેખો અને લેખના અંતે મુકાએલ પ્રતિભાવો જરૂર માર્ગ દર્શક બનશે એવી આશા છે.

આ લેખો અને એમના બ્લોગમાં પોસ્ટ થયેલા બીજા લેખો પણ તમે વાંચશો તો તમને પ્રતીતિ થશે જ કે હિરલ શાહ એક સારાં લેખિકા પણ છે. 

 

આજની આ પોસ્ટમાં પ્રસ્તુત બેન હિરલના ઉપરના બે મનનીય લેખો ઉપર એમના વિચારો પ્રતિભાવ રૂપે જણાવવા માટે વિનોદ વિહારના સુજ્ઞ વાચકોને આમંત્રણ છે.

સુ.શ્રી હિરલ શાહનો પરિચય

હિરલ-જીના -મિલન

                   હિરલ-જીના -મિલન

 

અગાઉ વિનોદ વિહારની નીચેની પોસ્ટમાં મુકેલ એમનો પરિચય આ રહ્યો …

( 526 ) હીરલ શાહ…..મળવા જેવા માણસ ….પરિચય …પી.કે.દાવડા

 

વિનોદ પટેલ

 

1 responses to “( 824 ) બાળ ઉછેર વિષય પર હિરલ શાહના બે મનનીય લેખો ..

  1. hirals ડિસેમ્બર 12, 2015 પર 3:05 એ એમ (AM)

    મારી વાત અનેક લોકો સુધી પહોંચાડવા બદલ આપનો આભાર.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.