શ્રી પી..કે.દાવડાજી તરફથી એમની” મળવા જેવા માણસ” ની પરિચય શ્રેણીમાં ઈ-વિદ્યાલયના સર્જક હીરલબહેનનો પરિચય કરાવતો લેખ ઈ-મેલમાં મળ્યો એને આજની વિનોદ વિહારની પોસ્ટમાં રજુ કરતાં આનંદ થાય છે .
આ અગાઉ વી.વી. ની પોસ્ટ નમ્બર ૪૩૦માં હિરલ શાહના ઈ-વિદ્યાલયના વિચાર ઉપર વધુ પ્રકાશ પાડીને એમનો પરિચય કરાવતો મારો એક લેખ હિરલ શાહ અને એમના સ્વપ્નનું સર્જન ઈ-વિદ્યાલય ( એક પરિચય ) એ નામે પ્રગટ થયો હતો .આ લેખને અહીં ક્લિક કરીને વાંચો .
ઈ-વિદ્યાલયની શરૂઆત વખતે શ્રી સુરેશભાઈ જાની અને અન્ય મિત્રો સાથે મને પણ આ યજ્ઞ કામમાં થોડી ઘણી આહુતિ આપવાની તક મળી હતી. આ વખતે મને બેન હિરલ અને એની ઈ-વિદ્યાલય માટેની ધગશનો પ્રથમ પરિચય થયો હતો. ત્યારબાદ એના ઈ-મેલ મળતા એથી પરિચય વધુ બળવત્તર થતો રહ્યો.
વિનોદ પટેલ
======================================================
હીરલ શાહ…..મળવા જેવા માણસ ….પરિચય …પી.કે.દાવડા

હીરલબહેનનો જન્મ ૧૯૮૦ માં અમદાવાદમાં થયો હતો. માતા-પિતાને વરસોની ઈંતેજારી બાદ સંતાન પ્રાપ્તિ થઈ એટલે દીકરીને પુષ્કળ લાડમાં ઉછેરી. હીરલબેનના પિતાએ ઈલેક્ટ્રીકલ એંજીનીઅરીંગના ડિપ્લોમા સુધીનો અભ્યાસ કરેલો, પણ બાંધકામના વ્યવસાયમાં કાર્યરત હતા. હીરલબેનના માતાએ ઈતિહાસનો વિષય લઈ બી.એ. ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.
હીરલબહેનનો બાળમંદિરથી ૧૨ મા ધોરણ સુધીનો શાળાનો અભ્યાસ અમદાવાદના નવરંગપુરાની એક ગુજરાતી માધ્યમની શાળામાં થયો.અભ્યાસમાં તેજસ્વી હોવાથી કોઈ મુશ્કેલી ન આવી. અભ્યાસ ઉપરાંત શાળાની ઈત્તર પ્રવૃતિઓમાં પણ ઉત્સાહથી ભાગ લીધો. સામાન્ય અભ્યાસ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ લેવાતી હીંદી, સંસ્કૃત અને ડ્રોઈંગ જેવી પરીક્ષાઓમાં પણ ભાગ લઈ સફળતા મેળવી. ગણિતના શિક્ષક શ્રી યજ્ઞેશભાઇની ઘણીવાતોએ એમના માનસપટ પર ઉંડી અસર છોડી.
મધ્યમવર્ગી કુટુંબ હોવા છતાં મા-બાપ હીરલની ઈતર પ્રવૃતિના ખર્ચની બાબત આનાકાની ન કરતા. એમના પિતા કહેતા, “આ બધા અનુભવો તને ઘણું શીખવશે. જરૂર પડશે તો અમે વધારે મહેનત કરીશું,” ધાર્મિક કુટુંબમાં જન્મેલી હીરલ ૧૦મા ધોરણ સુધી રોજ સવારે દેરાસર અને સાંજે પાઠશાળામાં જતી. વેકેશનમાં પણ તે પ્રવૃત્તિમય રહેતી. ઘણીવાર વેકેશનમાં પણ આવતા ધોરણના પુસ્તકો ખરીદીને અગાઉથી વાંચી અને સમજી લેવાની એની આદત એને વર્ગમાં આગળ રહેવામાં મદદરૂપ થતી. ૧૦મા ધોરણમાં સારૂં પરિણામ આવવાથી માતા-પિતાએ હીરલને લ્યુના સ્કૂટર ભેટ તરીકે આપેલું અને ત્યારે ઉત્સાહમાં હિરલે ભણી ગણીને ખૂબ પૈસા કમાઈ પિતાને કાર ભેટ આપવાનું વચન આપેલું.
૧૨મા ધોરણમાં થોડા ઓછા માર્કસ આવવાથી હીરલબહેનને એંજીનીઅરીંગના ડીગ્રી કોર્સમાં એડમીશન ન મળ્યું. એમણે તરત બીજો રસ્તો વિચારી લીધો અને એંજીનીઅરીંગના ડીપ્લોમા કોર્સમાં એડમીશન લઈ લીધું. સારા નશીબે ડીપ્લોમાના આખરી વર્ષમાં એમનો ગુજરાતમાં ચોથો નંબર આવ્યો. નિયમ અનુસાર પ્રથમ છ વિદ્યાર્થીઓને ફ્રી સીટ સાથે ડીગ્રી કોર્ષના બીજા વર્ષમાં એડમીશન મળે એટલે હીરલબહેનને ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનના ડીગ્રી કોર્ષમાં એડમીશન મળી ગયું. આ અભ્યાસ એમણે સ્કોલરશીપ અને ફેલોશીપ મેળવી પુરો કર્યો. આ અભ્યાસ દરમ્યાન હીરલબહેન પાંચમા સેમીસ્ટરમાં હતા ત્યારે એમના પિતાને એક ગંભીર અકસ્માત નડ્યો. ત્યારે આર્થિક મુશ્કેલીઓ વેઠીને હીરલબહેને B.E. ની ડીગ્રી ડીસ્ટીંકશન સાથે મેળવી.
ભણતર પૂરૂં થયું કે તરત જ એમને નિરમા કોલેજમા વિઝીટીંગ લેકચરરની નોકરી મળી. થોડા સમય બાદ એક નાની સોફટ્વેર કંપનીમાં નોકરી મળી.આ સમય દરમ્યાન પૂજ્ય અજય સાગરજી મહારાજ સાહેબનો પરિચય થયો અને એમની પાસેથી જીવન ઘડતર માટે ઘણું ઉપયોગી ભાથું બાંધ્યું.
૨૦૦૬માં એમને બૅંગલોરમાં મલ્ટી નેશનલ કંપની લ્યુસન્ટ ટેકનોલોજીમાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે ખુબ જ સારા પગારની જોબ મળી. હવે એમનું મમ્મી-પપ્પા માટે કાર ખરીદવાનું સ્વપ્ન સાકાર થતું લાગ્યું, સાથે સાથે એમની બહેન અને ભાઇની કારકિર્દી માટે પણ મદદરૂપ થવાની તક મળી. અહીં એક વરસમાં જ એમનું સિનિયર સોફ્ટવેર એન્જીનિયર તરીકે પગાર વધારા સાથે પ્રમોશન થયું.
એમની બૅંગલોરમાં જોબ પોસ્ટીંગ દરમ્યાન હીરલબહેન, મિલન શાહના પરિચયમાં આવ્યા અને આ દોસ્તી પ્રેમલગ્નમાં પરિણમી. મિલનભાઇ પૂનાની સિમેન્ટેક કોર્પોરેશનમાં નોકરી કરતા હતા. ૨૦૦૮ માં લગ્ન જોબમાં ખલેલ ન પડે એટલે મિલનભાઇએ પોતાની નોકરી છોડી. પણ ઘણાં પ્રયત્નો બાદ હીરલબેનની ના છતાં મંદીના મોજા નીચે, મિલનભાઇનું નવી જોબનું લોકેશન પૂના જ રહ્યું. હીરલબહેન પૂના જાય તે પહેલાં જ મિલનભાઈને ઓન-સાઈટ એસાઇન્મેન્ટ માટે યુ.કે. જવાનું થયું. હવે હીરલબેને પોતાની નોકરી છોડીને મિલનભાઈ સાથે યુ. કે. પ્રયાણ કર્યું. આ બધું લગ્ન પછીનાએક વર્ષમાં જ બન્યું.
યુ. કે. માં બન્ને પાસે વર્ક પરમીટ હતી એટલે હીરલબહેને પણ એક સ્ટાર્ટઅપ કંપનીમાં R & D માં નોકરી લીધી. અહીંના હવામાન અને નોકરીની દોડધામની હીરલબહેનના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ. એમણે વિચાર્યું, “કારકિર્દી માટે જિંદગી નથી પણ જિંદગી માટે કારકિર્દી છે”, આથી એમણે કારકિર્દીમાંથી વિરામ લીધો.
પ્રવૃતિ વગર બેસી રહેવાનું હીરલબહેનના સ્વભાવમાં નથી. નોકરી છોડ્યા બાદ તરત તેઓ યુ.એસ.એ. ની ઈ-જૈના લાયબ્રેરીની એજ્યુકેશન કમિટીમાં મેમ્બર બનીને પુસ્તક સંપાદન અને અનુવાદના કામમાં લાગી ગયાં .http://www.jainlibrary.org/ અને લીડ્સમાં જૈન સત્સંગ અને ઉત્સવોમાં સક્રીય રીતે ભાગ લેવાનું શરૂ કર્યું. સાથે સાથે ઇ-વિદ્યાલય અંતર્ગત યુ-ટ્યુબચેનલ પર ગણિત અને ગુજરાતી વિષયના વિડીયો બનાવવા શરુ કર્યા.
દરમ્યાન પ્રેગનન્સી વખતે ડોકટરી સલાહ મુજબ અમદાવાદ માતા-પિતા સાથે રહેવા જતાં રહ્યાં . મા-બાપ પાસે ફરી લાડ-કોડમાં સમય પસાર કરી દીકરી જિના ના જન્મ બાદ યુ. કે. પાછા આવી ગયાં .
ઇવિદ્યાલયના કાર્યને વધુ વ્યાપક અને અસરકારક બનાવવા હીરલબેન યુ.કેમાં રહીને પણ મથામણ કર્યા કરતાં. એકલા હાથે એમણે લગભગ ૩૦૦ જેટલા વિડીયો બનાવ્યા. તેઓ વિચારે છે કે સરકારી શાળાના બાળકોને આપણાં બાળકો જેવી સગવડ ક્યારે નસીબ થશે? બધાને એક સમાન ભણતર કેવી રીતે મળે? અંગ્રેજીમાં તો ઘણું સહજતાથી ઉપલબ્ધ છે પણ ઉંચા સ્વપ્ના સેવતા, ગુજરાતી માધ્યમમાં ભણતા ગરીબ વિદ્યાર્થીના અંતરમનમાં કેટલો વલોપાત થતો હશે? આ પ્રશ્નોના જવાબરૂપે એમણે વિચાર્યું કે ટેકનોલોજીનો લાભ ગુજરાતના પ્રત્યેક ગામને મળે, અને જ્યાં વ્યવસ્થિત શાળાઓ નથી, ત્યાં ટેકનોલોજીની મદદથી શિક્ષણનો પ્રસાર થઈ શકે એટલા માટે એક સહિયારૂં આયોજન કરવું. ૨જી ઓકટોબર ૨૦૧૩માં શ્રી સુરેશભાઈ જાની અને અન્ય મિત્રોની મદદથી એમણે ઈ-વિદ્યાલયને નેટજગત પર ગુંજતુ કર્યું. આ કામ હજી શરૂઆતની સ્થિતિમાં છે, એમ છતાં એક વર્ષમાં સાડા ચાર લાખ લોકોએ મુખ્ય વેબ સાઈટ http://evidyalay.net/ અને બે લાખ લોકોએ યુ ટ્યુબમાં મૂકાયલા વિડીયોસની મુલાકાત લીધી છે.

ઈ-વિદ્યાલયનો લોગો
ઇ-વિદ્યાલય યુ-ટ્યુબ ચેનલને યુટ્યુબ-એજ્યુકેશન વિભાગમાં સમાવવામાં આવી છે. જે ગુજરાતી ભાષાનું આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ છે. આ કાર્યને સફળ બનાવવા એમણે સૌને આગળ આવી શક્ય હોય તે મદદ કરવાની અપીલ કરી છે.
જિનાની દેખભાળને વધારે મહત્વનું ગણી હમણાં નોકરીમાં ન જોડાવાનો નિર્ણય લીધો હોવાથી, ઘરે બેસીને M.B.A. નો અભ્યાસ અને શોખ ખાતર હાઈડ્રોફોનિક ખેતીમાં સમયનો સદઉપયોગ કરે છે.

(હીરલબહેન, પતિ મિલન અને પુત્રી જિના સાથે)
–પી. કે. દાવડા
Like this:
Like Loading...
Related
Thanks Uncle.
Within a week you and Ramesh Uncle did miracle to the project last year by uploading all videos on website from Youtube.
Without knowing me in person, getting blessings from elderly people like you is real earning of my life.
wish me luck that one day EV should have all math, science, social study (our history, geography, economics etc), important gujarati lectures videos.
I wish once i start job, will concentrate on it (making videos) by paying money to good + needy college going students.
LikeLike
I wish there were more service minded Hirals . You are an inspiration for the young generation to think about needy persons in society also while earning money.I wish you
all success in your noble work and for all your dreams to materialise soon through e-vidyalay with co-operation of all .
LikeLike
અમારી પૌત્રી જેવી હકીકત ધરાવતી ચિ હીરલના ઇ વિદ્યાલયના પ્રોજેક્ટની વાત જાણતા જ આનંદ થયો અમારા બ્લોગ પર પણ ભાઇ સુ જાએ ગોઠવી આપ્યો . પ્રોજેક્ટ સમજવા પ્રયત્ન કર્યો.બધાનું ધ્યાન દોર્યું પણ અમારા ધારવા જેવો ટેકો આપી શકાયો નથી તેનો અફસોસ છે.તેના હાઈડ્રોફોનિક ખેતી અને આધ્યાત્મિક અભિગમ અંગે જાણી સહજ વંદન થાય.
LikeLike
આપનો ઘણો આભાર. તમે પણ ઇવિનો લોગો તમારા બ્લોગ પર મૂકીને અને આ કાર્ય માટે આશિષ આપીને મદદ કરી જ છે એટલે અફસોસનો તો કોઇ પ્રશ્ન જ નથી.
LikeLike
શ્રીમતી હિરલબેનનો પરિચય વાંચ્યો. તેમણે બહુ પ્રગતિ કરી છે તથા તેમના ઈ-વિદ્યાલયના કાર્ય- પ્રોજેક્ટ માટે તેમને ધન્યવાદ અને આ કાર્યમાં તેઓ ઉત્તરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ…
LikeLike
thanks uncle.
LikeLike
સુશ્રી હિરલબેન એટલે સંસ્કાર વાડીનું પુષ્પ . ઉમદા ઘડતર ને સમાજલક્ષી સ્વપ્નોની મૂડીથી , જરૂર એ નવયુગની દાર્શનિક સાબિત થશે. તેમના ઈ-વિદ્યાલયના શ્રી ગણેશમાં સહયોગી થવાનો આનંદ અમે સૌની સાથે માણતા રહીશું. શ્રી દાવડા સાહેબે..તેમના પરિચય લેખથી ,તેમના કૌશલ્ય અને વતનની દિકરીઓની પરાયી ધરાપર સ્વબળે આગળ વધવાની કુનેહની ઝાંખી કરાવી દીધી.તેઓ માતપિતાની આશિષ સાથે , પોતાના કુટુમ્બને યશથી ભરી દે ,એવી Ramesh uncleની શુભેચ્છા.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
Many Thanks for your appreciation and for your best wishes uncle. and thanks to you as well for your timely help.
LikeLike
એક શિક્ષક થવું અને પરોક્ષ રીતે ભણાવવું, ઘણી મોટી જવાબદારી છે. મેં આ કામ સમયના સદઉપયોગ માટે અને સમાજનું રુણ ચૂકવવાના આશયથી શરુ કરેલું. મારું એવું અંગત મંતવ્ય ખરું કે જો અર્થ ઉપાર્જનને બ્રેક વાગે તો શિક્ષિત સ્ત્રીઓએ અને શિક્ષિત વડીલોએ આશીર્વાદ ઉપાર્જનનું ધ્યેય પકડી લેવું. આ દુનિયામાં સાવ આરામમાં કોઇ રહી શકે જ નહિં. બસ જે કરીએ તેને કંઇક અલગ રીતે, કોઇના કામ આવે તે રીતે કરવું. અને મારું આ નિઃસ્વાર્થ કામ, સુ.દાદાના અને આપ સૌ બ્લોગ મિત્રોના સહકારથી દીપી ઉઠ્યું. એક બીજ વાવ્યું હવે બધાએ ભેગા મળીને એને ખાતર-પાણી આપવા જ રહ્યા. દરેક જણ જે ઇવિદ્યાલય પ્રોજેક્ટ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા છે. તે સર્વેનો દિલથી આભાર.
LikeLike
બેન હિરલ વિશેની આ પોસ્ટનો વી.વી. ના વાચકોએ સારો પ્રતીસાત દર્શાવ્યો છે .ઈ-મેલમાં પણ આ વિષે
તેઓએ રસ બતાવ્યો છે . આ સૌનો હું આભાર માનું છું.
LikeLike
Pingback: ( 824 ) બાળ ઉછેર વિષય પર હિરલ શાહના બે મનનીય લેખો .. | વિનોદ વિહાર