દીપાવલિનો દીપ પ્રગટાવી અંતરમાં અજવાળાં કરીએ
નવા વરસનું નવલા રૂપે સહર્ષ સ્વાગત કરીએ
નવા વર્ષે મનન કરવા જેવા અને જીવનમાં યાદ રાખવા જેવા કેટલાક ચૂંટેલા
સુવિચારો.- રત્ન કણિકાઓ આજની નવા વર્ષની પોસ્ટમાં પ્રસ્તુત છે .
વર્ષ દરમ્યાન ઘણા મિત્રો એમને ગમેલા સુવિચારો ઈ-મેલથી મોકલતા હોય છે . એ બધા
સંગ્રહિત સુવિચારોમાંથી ચયન કરીને કેટલાંક સુવિચારો નીચે આપું છું .
અજ્ઞાત લેખકોના આ એક લીટીના સુવિચારોમાં જીવનના અનુભવોનો
નિચોડ સમાયો છે .આશા છે આ સુવિચારો આપને ગમશે અને પ્રેરક જણાશે .
We have a duty to encourage one another. Many a time a word of praise or thanks or appreciation or cheer has kept a man on his feet. Blessed is the man who speaks such a word.
– ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે,
પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે.
– કોઈ પણ સંપુર્ણ સંસ્કારી નથી હોતું, અંતિમ સંસ્કાર તો બીજા જ આપે છે !
– મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો દુર્ગતિથી.
– જીભ કદાચ ‘તોતડી ‘ હશે તો ચાલશે, પરંતુ ‘તોછડી’ હશે તો નહિ ચાલે.
– સૌને મન ભરીને માણવું છે, જીવવું છે- પણ મન ક્યારેય ભરાતું નથી, પેટની જેમ !
– ‘આત્મપ્રશંસા ‘જેવું કોઈ ઝેર નથી, ‘આત્મનિંદા ‘જેવું કોઈ અમૃત નથી !
— ‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો.
-દુખના બે પ્રકાર છે: એક કર્મ અનુસારનું આવી પડતું દુખ અને બીજું
બીજાના સુખની સરખામણીથી થતું દુખ!
– એટલા કડવા ના બનો જેથી લોકો થૂંકી નાખે ,
એટલા મીઠા ના બનો જેથી લોકો ચાવી નાખે!
– સ્વ માટે પ્રાથીએ તે તો માત્ર યાચના છે, સૌ માટે યાચીએ તે જ સાચી પ્રાર્થના છે!
-અન્યાય, અસત્ય અને કપટના પાયા પર સ્થાયી શક્તિની સ્થાપના કરવી અશક્ય છે
-અપવિત્ર કલ્પના પણ એટલી જ ખરાબ હોય છે, જેટલું અપવિત્ર કર્મ
– અભિમાની માણસને કદી સાચા મિત્રો હોતા નથી, જયારે તેઓ તવંગર હોય છે ત્યારે તેઓ
કોઈને ઓળખતા નથી અને જયારે તેઓ વિપત્તિમાં હોય છે ત્યારે તેમને કોઈ ઓળખતું નથી
– જેની આંખોમાં અમી તેને દુનિયા ગમી, જેની વાણીમાં અમી તેને દુનિયા નમી!
-ઉપર જવા માટે પ્રત્યેક પગથીયે સાવધ રહેવું પડે છે ,
પરંતુ નીચે જવા માટે એક જ ગલત પગથીયું બસ છે
– મોટી વાત તમારા જીવનમાં વરસો ઉમેરવાની નહી પણ તમારા
વરસોમાં જીવન ઉમેરવાની છે.
-જીવનનો દાખલો એવી રીતે ગણો કે મરણનો જવાબ સાચો આવે
– કોઈનો ય સ્નેહ ક્યારે ય ઓછો નથી હોતો, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.
– બીજાની ખામીઓને સહન કરો,તમારી ઘણી ખામીઓને બીજા સહન કરે છે.
– સામાન્ય માણસની પરીક્ષા એ અસામાન્ય પ્રસંગોમાં કેવી રીતે વર્તે છે તે
ઉપરથી કરવી,પરંતુ અસામાન્ય માણસની પરીક્ષા એ સામાન્ય બાબતોમાં
કેવી રીતે વર્તે છે તે પરથી કરવી .
-સહન કર્યા વિના છુટકો જ નથી,તો હસતા મુખે સહન કરો.
જેનો ઉપાય નથી તેનું સમાધાન કરે જ છુટકો.
– સફળતા પ્રાપ્તિનાં ત્રણ પગલાં:બીજા કરતાં વધુ જાણો .
બીજા કરતાં વધુ કામ કરો.બીજા કરતાં ઓછી અપેક્ષા રાખો.
– પ્રસન્નતા કરતાં વધારે સારું પોષણ કોઈ નથી.
– પ્રકાશ ભણી પગ માંડો, પડછાયો પાછળ રહેશે.
વિદ્વાન માણસોના સુવિચારો
નથી ગમતું ઘણું, પણ કૈક તો એવું ગમે છે
બસ, એને કારણે આ ધરતીમાં રે’વું ગમે છે!
– કરસનદાસ માણેક
આજ ભલેને તારી હોડી મજલ કાપતી થોડી થોડી,
યત્ન હશે તો વહેલી મોડી, એ જ ઊતરશે પાર,
ખલાસી! માર હલેસાં માર.
– ગની દહીંવાલા
કોઈ માણસ એમ કહે કે એણે કદી ભૂલ કરી નથી, તો ચોક્કસ માનજો કે એણે
જાતે કદી કોઈ કામ કર્યું નથી.
– થોમસ હકસલી …
પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાંય અધિક છે. રત્ન બહારની ચમક બતાવે છે.
જ્યારે પુસ્તક અંત:કરણને ઉજ્જવળ કરે છે. – ગાંધીજી
મહાન વિચેચક ભર્તુહરિએ કહે છે કે–
भोगा न भुक्ताः वयमेव भुक्ता: तपो न तप्तं व्यमेव तप्ताः
कालो न यातो वयमेव यातास्तृष्णा न जीर्णा व्यमेव जीर्णाः
“આપણે ભોગો નથી ભોગવતા, પણ આપણે જ ભોગવાઈ જઈએ છે.
આપણી ઈચ્છાઓ કયારે જીર્ણ નથી થતી , પણ આપણે જીર્ણ થઇ જઈએ છે.
કાળ પસાર નથી થઇ રહ્યો, આપણે કાળમાંથી પસાર થઇએ છીએ.”
“All things are difficult before they are easy.” ~John Norley
‘There are many languages on earth, Smile speaks them all.
Keep Smiling…
————————————————————————————
હ્યુસ્ટનથી શ્રી ચીમનભાઈ પટેલે એમને મળેલ એક અંગ્રેજી સંદેશામાંથી
પ્રેરિત થઈને ગુજરાતીમાં કરેલ એમની એક રચના ઈ-મેલથી મોકલેલ એને
એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે .
નવા વર્ષે !
આભાર માનું એમનો;
જેમણે- સંભાળ ખૂબ તો મારી લીધી,
મૂંઝવણ મારી હટાવી દીધી.
આભાર માનું એમનો;
જેમણે- ચિંતા કરી છે આજ સુધી મારી,
સાથ, એકલતામાં આપી ભારી.
આભાર માનું એમનો;
જેમણે- તરછોડી મને,
એવી તો ખરી સમજણ દીધી,
ગયા નથી દિવસ કોઇના સરખા, આજ સુધી.
આભાર માનું એમનો;
જેમણે- ધીક્કાર્યો છે,
મને એકલાને આજ સુધી,
મજબૂત બનવાની એમણે જ સૂઝ દીધી.
આભાર માનું એમનો;
જેમણે- રસ, મારા જીવનમાં ઊતરી લીધો;
હું જે છું,એમણે તો બનાવી દીધો!
• ચીમન પટેલ ‘ચમન’
( શ્રી ચીમનભાઈનો પરિચય –એમના બ્લોગ “ચમન કે ફૂલ “ની આ લિંક ઉપર વાંચો .)
___________________________________________
An inspirational video
When Life has you feeling Down, Keep these Words in Mind…
VIDEO
ફરી, આપ સૌને નવા વર્ષની શુભ કામનાઓ
વિનોદ પટેલ
(બેસતું વર્ષ : સંવત ૨૦૭૦ , સાન ડિયેગો ,કેલીફોર્નીયા )
Like this: Like Loading...
Related
Wishing everybody a very happy new year , may god fill all our hearts with success and show all of all of us healthy and prosperous life , Saal Mubarak
Hemant
LikeLike
નવા વર્ષની શુભેચ્છાઓ
રત્નકણીકાઓનું સુંદર સંકલન
LikeLike
વિનોદભાઈ,
નુતન વર્ષાભિનંદન !
આજના રત્નકણિકાની પોસ્ટ..ખુબ સરસ !
વાંચી, ચંદ્ર કહે ઃ
નવા વર્ષે રત્નકણિકાઓનો વરસાદ વિનોદ વિહારમાં,
હૈયું થયું આનંદભરપુર અને ભીનો થયો છું વિનાદ વિહારમાં,
હવે, આનંદભર્યો, આવીશ ફરી ફરી હું વિનોદ વિહારમાં,
મળશે ચંદ્રને વધુ આનંદ વાંચી નવી પોસ્ટો વિનોદ વિહારમાં !
..ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !
LikeLike
– મોટી વાત તમારા જીવનમાં વરસો ઉમેરવાની નહી પણ તમારા
વરસોમાં જીવન ઉમેરવાની છે.
નવા વર્ષની શુભેચ્છાઓ …. સુંદર સંકલન
Ramesh Patel(Aakashdeep)
LikeLike
વાંચેલી, વિચારાયલી સદ્ભાવનાઓ સંપૂર્ણપણે વર્તનમાં આકાર પામે તો જીવન ધન્ય બની જાય.
LikeLike
Happy Diwali & Happy New year.
LikeLike
એક એકથી ચડીયાતી આ કણીકાઓ વજનમાં મણીકાઓ છે !! સરસ ને કીમતી સંગ્રહ કર્યો છે……આભાર.
LikeLike
नव वर्ष की हार्दिक शुभकामनाए !
वर्ष नव
हर्ष नव
जीवन उत्कर्ष नव
नव उमंग
नव तरंग
जीवन का नव प्रसंग
नवल चाह
नवल राह
जीवन का नव प्रवाह
गीत नवल
प्रीति नवल
जीवन की रीति नवल
जीवन की नीति नवल
जीवन की जीत नवल
– हरिवंश राय बच्चन
सप्रेम ,
मुकेश मेहता
LikeLike