વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(349 )ભારતીય ક્રિકેટના ભૂતકાળના ઇતિહાસની કેટલીક ઝળકતી પળો ઉપર એક નજર – 1932 to 1976

આ અગાઉની પોસ્ટ નંબર 348 માં  આપણે એની ૧૬ વર્ષની વયે નવેમ્બર ૧૯૮૯ થી પાકિસ્તાન સામે પ્રથમ ટેસ્ટથી શરુ કરીને ૨૪ વર્ષ સુધી સમગ્ર વિશ્વમાં ભારતીય ક્રિકેટર તરીકે છાઈ જનાર સચિન તેન્ડુલકરની નિવૃત્તિ પ્રસંગે એના કીર્તીમાનો અને એના જીવનની ઝાંખી કરી .

ભારતમાં ભૂતકાળમાં સચિન પહેલાં ઘણા ક્રિકેટરો થઇ ગયા છે એમના વિષે પણ જાણવું જરૂરી છે .આપણા દેશમાં અંગ્રેજોએ બસો વર્ષ શાશન કર્યું એ દરમ્યાન તેઓ એમના દેશ ઈંગ્લેન્ડમાં ખુબ રમાતી ક્રિકેટની રમત આપણને વારસામાં આપતા ગયા .

આપણને ૧૯૪૭ માં સ્વરાજ મળ્યું એ પહેલાં સન ૧૯૩૨ થી આપણા કેટલાક ક્રિકેટના ખેલાડીઓ આ રમતમાં પાવરધા થયા હતા અને આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે ઝળકી ઉઠ્યા હતા.આ વિષે આજની યુવા પેઢી બહું ઓછું જાણતી હશે .

ભારતની  ક્રિકેટ  ટીમે ૧૯૩૨થી ટેસ્ટ મેચ રમવાની શરૂઆત કરી એ પછી એણે વર્ષો વર્ષ ઘણી પ્રગતી કરી અને વિશ્વમાં આગલી હરોળની પ્રથમ ચાર ટીમોમાં પોતાનું સ્થાન નક્કી કરી દીધું .

ભારતીય ક્રિકેટ ટીમે કપિલદેવની આગેવાની હેઠળ જુન ૧૮૮૩માં અને ધોની મહેન્દ્રસિંગની આગેવાની હેઠળ એપ્રિલ ૨૦૧૧માં એમ બેવાર વિશ્વ કપ જીતીને વિશ્વની શ્રેષ્ઠ ક્રિકેટ ટીમ પણ બની હતી .

સને ૧૯૩૨ થી ૧૯૭૬ દરમ્યાન રમાયેલ ભારતીય ક્રિકેટનો ઇતિહાસ, ક્રિકેટના ખેલાડીઓ અને એમની રમતની ઝળકતી પળોને આવરી લેતા એક દસ્તાવેજી વિડીયોની લીંક કલાગુરુ રવિશંકર રાવલના સુપુત્ર અને મારા ૮૪ વર્ષના બુઝુર્ગ મિત્ર ડૉ . કનકભાઈ રાવળએ મને એકવાર ઈ-મેલમાં મોકલી આપી હતી એ મને ગમી ગઈ  હતી  . 

સચિન તેન્ડુલકર અંગેની આ અગાઉની પોસ્ટના અનુસંધાનમાં આજની પોસ્ટમાં આ  વિડીયો રજુ કરતાં આનંદ થાય છે  .

આ વિડીયો ભૂતકાળની ટેસ્ટ મેચો અને આપણા ભુલાતા જતા જુના અને જાણીતા ક્રિકેટરો સાથેના કોઈએ અગાઉ ભાગ્યે જ જોયા કે સાંભળ્યા હોય એવા ઇન્ટરવ્યુંની ખુબ જ રસપ્રદ અને અપ્રાપ્ય માહિતી પૂરી પાડે છે .

ભારતીય ક્રિકેટમાં રસ ધરાવતા વાચકોને આ એક કલાક ચાલતી ભારતીય ક્રિકેટના ઈતિહાસની ઝાંખી કરાવતી ડોક્યુમેન્ટરી જરૂર ગમશે .

આવા  સરસ વિડીયોની લીંક મોકલી આપવા માટે હું ડૉ . કનક રાવળનો આભારી છું .

ડૉ. રાવલનો પરિચય અહીં વાંચો .

Seminal moments in Indian cricket’s history from 1932 to 1976

( Presented by Ashis Ray –Duration 01-01-06)

 

વિકિપીડિયાની નીચેની લીંક ઉપર ભારતીય ક્રીકેટ ટીમનો ઇતિહાસ અંગ્રેજીમાં વાંચો . 

History of the Indian cricket team

____________________________________________________________

મહાન ક્રિકેટર સચિન રમેશ તેંડુલકરનું એક અદભૂત ચિત્ર !

Sachin Tendulkar's  Amazing Picture..... ( click on this picture to see it enlarged)

Sachin Tendulkar’s Amazing Picture…..
( click on this picture to see it enlarged)

( ફોટો સૌજન્ય- planet JV- જય વસાવડા )

આ ચિત્રમાં તાંજેતરમાં જ ક્રિકેટની રમતમાંથી નિવૃત્તિ લેનાર મહાન ખેલાડી સચિન તેંડુલકરના એક અનોખા ખેલાડી તરીકેના ગુણો અને એની ૨૪ વર્ષની કારકિર્દી દરમ્યાન એણે સ્થાપિત કરેલ અનેક રેકોર્ડને આવરી લઈને કોઈ અજ્ઞાત ચિત્ર સર્જકે કમાલ કરી છે .

સચિન ખરેખર શું છે, એ જાણવા સમજવા માટે

આ અનોખા પોસ્ટર ઉપર ક્લિક કરી ચિત્રને એન્લાર્જ કરીને વાંચો  .

Tendulkar’s 3 unbelievable 6’s . Can you judge which 6 is the best

5 responses to “(349 )ભારતીય ક્રિકેટના ભૂતકાળના ઇતિહાસની કેટલીક ઝળકતી પળો ઉપર એક નજર – 1932 to 1976

  1. pragnaju નવેમ્બર 23, 2013 પર 8:45 એ એમ (AM)

    સરસ સંકલનમાં નવું જાણી મઝા આવી

    Like

  2. nabhakashdeep નવેમ્બર 23, 2013 પર 2:17 પી એમ(PM)

    આદરણીય શ્રી વિનોદભાઈ..ક્રિકેટ રસિયા જીવોને રાજી કરી દીધા. સરસ પ્રસ્તુતિ માણી આનંદ થયો.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  3. chandravadan નવેમ્બર 24, 2013 પર 1:46 એ એમ (AM)

    ભારતની ક્રિકેટ ટીમે ૧૯૩૨થી ટેસ્ટ મેચ રમવાની શરૂઆત કરી એ પછી એણે વર્ષો વર્ષ ઘણી પ્રગતી કરી અને વિશ્વમાં આગલી હરોળની પ્રથમ ચાર ટીમોમાં પોતાનું સ્થાન નક્કી કરી દીધું ……………………..
    Very Informative Post !
    Chandravadan
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

    Like

  4. pravina Avinash નવેમ્બર 24, 2013 પર 8:23 એ એમ (AM)

    Cricket is my most fevorite game. In the high scoll and during college time I used to go for Test Matches in Bombay. Sachin T. is The Land Mark in Team. He is Jewel of India.

    Like

  5. ગોદડિયો ચોરો… નવેમ્બર 30, 2013 પર 7:56 એ એમ (AM)

    આદરણીયવડિલ શ્રી વિનોદકાકા

    ભારતીય ક્રિકેટ્ના ઇતિહાસને જીવંત કરી ઘણી અનન્ય માહિતિ આપી છે.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.