વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ડિસેમ્બર 6, 2013

(359)દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્ર પિતા નેલ્સન મંડેલાનું દુખદ અવસાન – શ્રધાંજલિ

Nelson_Mandela_1918_2013

(૧૮ જુલાઈ ૧૯૧૮ – ૫ ડિસેમ્બર ૨૦૧૩ )

“What counts in life is not the mere fact that we have lived. It is what difference we have made to the lives of others that will determine the significance of the life we lead.”

— Nelson Mandela

દક્ષિણ આફ્રિકાના પ્રથમ બિનગોરા પ્રમુખ અને પ્રખર ગાંધીવાદી વિચારસરણી ધરાવનાર નેતા નેલ્સન માંડેલાનું તારીખ ૫મી ડિસેમ્બર ૨૦૧૩ના રોજ, તેમના નિવાસસ્થાન હૌગટન, જહાનિસબર્ગ ખાતે ૯૫ વર્ષની ઉંમરે,પરીવારજનોની ઉપસ્થિતિમાં અવસાન થયું.હતું .

ફેફસાંના ચેપને કારણે છેલ્લા ત્રણેક મહિનાથી તેઓ હૉસ્પિટલના આઇસીયુમાં સારવાર હેઠળ હતા .

દક્ષીણ આફ્રિકાના હાલના પ્રમુખ જેકબ ઝુમાએ મંડેલાના અવસાનના સૌ પ્રથમ ખબર વિશ્વને આપતાં જણાવ્યું હતું કે-

“પાંચ ડિસેંબરની રાત્રે ૮.૫૦ વાગ્યે મંડેલાએ અંતિમ શ્વાસ લીધો હતો.તેમણે શાંતિપૂર્વક દેહત્યાગ કર્યો હતો. He is now resting .He is now at peace.”

એક રાજકીય કેદી બન્યા રાષ્ટ્રના પ્રથમ અશ્વેત પ્રમુખ .

નેલ્સન મંડેલાએ ફોર્ટ હેર વિશ્વવિદ્યાલય અને વિટવોટરસ્ટ્રાન્ડ વિશ્વવિદ્યાલયમાંથી કાયદાનું શિક્ષણ મેળવેલું હતું.

તેઓ જહોનિસબર્ગમાં રહીને સંસ્થાનવાદ વિરોધી રાજકારણ સાથે સંકળાયેલા, આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસમાં ( એ.એન.સી માં ) જોડાયા અને તેની યુવા પાંખના  સ્થાપક સભ્ય હતા .

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જ્યાં ગોરી સરકાર સામે સવિનય વિરોધ અને અહિંસક સત્યાગ્રહ કર્યો હતો એ સાઉથ આફ્રિકામાં ગાંધીજીના જ પગલે ચાલીને માંડેલાએ પણ અહિંસક લડત ચલાવી હતી .

દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ વિરુદ્ધ ચળવળ શરૂ કરનાર મંડેલાને ૨૭ વર્ષ જેલમાં વીતાવવાં પડ્યાં હતાં . જેમાંનાં અમુક વર્ષ કુખ્યાત ગણાતી રોબેન આયલેન્ડ પીનલ કોલોની જેલમાં વિતાવ્યાં હતાં .

આ જેલમાં એમને પત્થર તોડવાની મજુરી પણ કરવી પડી  હતી .આવા   આકરા કારાવાસ દરમ્યાન વિરોધ કર્યા સિવાય ત્યાની લઘુમતી ગોરી સરકાર તરફથી અનેક પ્રકારે અપાતો ત્રાસ સહન કરી લીધો હતો.

૧૯૬૨માં જ્યારે જેલમાં ગયા ત્યારે તેઓ ૪૫ વર્ષના એક તરવરીયા યુવાન હતા અને  આંતરરાષ્ટ્રીય માંગ અને દબાણ પછી ૧૯૯૦માં જ્યારે ત્યાની લઘુમતી ગોરી સરકારે તેમને જેલમુક્ત કર્યા ત્યારે તેઓ ૭૨ વર્ષના વૃદ્ધ બનીને મુક્ત અને સ્વતંત્ર બનીને કુટુંબીજનો વચ્ચે રહી શક્યા હતા .

દેશની સ્વતંત્રતા અને વર્ષો જૂની રંગભેદની ગોરી લઘુમતી સરકારની અન્યાયી અને ક્રૂર નીતિ દુર કરવા માટે પોતાના જીવનનો આ કેટલો મહાન ત્યાગ કહેવાય !

Nelson Mandela Statue, Victor Verster Prison, Wemmershoek, South Africa

Nelson Mandela Statue, Victor Verster Prison, Wemmershoek, South Africa

એમના એમના આવા મહાન વ્યક્તિત્વ, ત્યાગ અને રંગભેદ દુર કરવાના એમના પુરુષાર્થની કદર તરીકે ૧૯૯૩ માં એમને નોબેલ પ્રાઈઝ પ્રાપ્ત થયું હતું .

૧૯૯૪ માં યોજાએલી ચૂંટણીમાં એમની એ.એન.સી, પાર્ટી વિજયી બનતાં મે, ૧૦ ૧૯૯૪ ના દિવસે તેઓ દક્ષીણ આફ્રિકાના પ્રથમ બિનગોરા પ્રમુખ બન્યા .

સાઉથ આફ્રિકાના  પ્રથમ પ્રમુખ બન્યા પછી દેશને અને વિશ્વને સંબોધીને

નેલ્સન મંડેલાએ જે પ્રથમ પ્રવચન કરેલું  એ નીચેના વિડીઓમાં સાંભળો  .

 Nelson Mandela’s Inauguration Speech (Full) – May 10, 1994

૧૯૯૪ થી ૧૯૯૯ સુધી એક સેવાભાવી, પરગજુ વ્યક્તિ તરીકે દક્ષિણ આફ્રિકાના  પ્રમુખપદે રહીને દેશમાં જરૂરી સુધારા શરુ કરી દીધા .

નેલ્સન મંડેલા વધુ સમય પ્રમુખ પદે રહી શક્ય હોત પરંતુ દેશની બાગડોર નવી પેઢીને સાંપીને 1999માં સ્વેચ્છાએ સત્તા ત્યાગ કરી બહાર રહીને કામ કરતા રહ્યા .

જીવનભર સંઘર્ષ કરી એક દક્ષીણ આફ્રિકાના નાના ગામમાં ઘેટાં

ચરાવનાર બાળકથી શરુ કરી દેશના પ્રમુખ પદ સુધીની નેલ્સન મંડેલાની

રંગારંગ ભાતીગર જીવન યાત્રાની ઝલક નીચેના વિડીયોમાં નિહાળો .

Nelson Mandela’s Life Story

નેલ્સન મંડેલાના અવસાનના સમાચારથી આખું દક્ષિણ આફ્રિકા અને વિશ્વ શોકમાં ગરકાવ થઈ ગયું છે .

દક્ષીણ આફ્રિકાના હાલના પ્રમુખ જેકબ ઝુમાએ આ શબ્દોમાં એમને ભાવભરી અંજલિ આપી છે .

“WE HAVE LOST OUR GREATEST SON.OUR NATION HAS LOST ITS GREATEST SON . OUR PEOPLE HAVE LOST A FATHER .”

દુનિયાભરના ટોચના નેતાઓ પણ દક્ષીણ આફ્રિકાના “ગાંધી ” જેવા મંડેલાના જીવન અને કાર્યોને યાદ કરીને દુઃખની લાગણી સાથે સુંદર શબ્દોમાં એમને શ્રધાંજલિ આપી રહ્યા છે .

અમેરિકાના હાલના પ્રથમ અશ્વેત પ્રમુખ બરાક ઓબામાએ પણ મંડેલાના નિધનના સમાચાર અંગે જે શબ્દોમાં દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી એ નીચેના વિડીયોમાં જોઈ /સાંભળી શકાશે .

ભારતે ૧૯૯૦માં મંડેલાને દેશના સર્વોચ્ચ નાગરિક સમ્માન, ‘ભારત રત્ન’થી સમ્માનિત કર્યા હતા.

મંડેલાને આશરે ૨૫૦ કરતાં વધુ સન્માનો પ્રાપ્ત થયા હતા.

ભારતના વડા પ્રધાન મનમોહનસિંહે મંડેલાને ‘સાચા ગાંધીવાદી’ તરીકે ઓળખાવતાં કહ્યું છે-

“મંડેલાની વિચારસરણી તેમના નિધન બાદ પણ ભાવિ પેઢીઓને પ્રેરણા આપતી રહેશે.મંડેલા માનવીઓમાં મહામાનવ હતા. તેમના નિધનથી દક્ષિણ આફ્રિકાની જેમ ભારતને પણ ખોટ ગઈ છે. એ સાચા ગાંધીવાદી હતા. હું તમામ લોકોની સાથે મળીને એમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું.”

આપણા રાષ્ટ્રપિતા ગાંધીના પગલે ચાલીને ૯૫ વર્ષનું લાંબુ કાર્યશીલ જીવન

જીવીને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્ર પિતાનું માન મેળવનાર ગાંધીવાદી

વિશ્વ નેતા સ્વ. નેલ્સન મંડેલાને વંદન અને ભાવભરી હાર્દીક શ્રધાંજલિ .

પ્રભુ એમના આત્માને ચીર શાંતિ અર્પે એવી હાર્દીક પ્રાર્થના .

વિનોદ પટેલ

———————————————————————-
Mandela means —

              d e t e M i n a t i o n
c o u r A g e
s t r e N t h
                      D i g n i t y
     f o r g i v E e n e s s
h u m i L i t y
      g r A c e

Personal details

Nelson Rolihlahla Mandela

Nelson_Mandela-Personal Detils

Born
Rolihlahla Mandela
18 July 1918
Mvezo, Union of South Africa

Died
5 December 2013 (aged 95)
Johannesburg, South Africa

Nationality
South African

Political party
African National Congress

Spouse(s)
Evelyn Ntoko Mase
(m. 1944–1957; divorced)
Winnie Madikizela
(m. 1958–1996; divorced)
Graça Machel
(m. 1998–2013; his death)

Children

Madiba Thembekile Mandela
Makaziwe Mandela
Makgatho Lewanika Mandela
Makaziwe Mandela
Zenani Mandela
Zindziswa Mandela

Alma mater
University of Fort Hare
University of London External System
University of South Africa
University of the Witwatersrand

Religion
Christianity (Methodism)

Read more details on Nelson Mandela on following web sites –

http://en.wikipedia.org/wiki/Nelson_Mandela

Nelson mandela’s Website

  www.nelsonmandela.org
  

Pictorial Quotes of Nelson Mandela