વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 630 ) હાલ ગુજરાત બન્યું છે ત્રણ ઇન્ટરનેશનલ ઇવેન્ટનું યજમાન

ગુજરાત હાલમાં એના આંગણે યોજાનાર ત્રણ આંતર રાષ્ટ્રીય ખ્યાતી ધરાવતી ઇવેન્ટ, સાતમી વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૧૫ ઈન્વેસ્ટર સમિટ ,પ્રવાસી ભારતીય દિવસ અને આંતરરાષ્ટ્રીય પતંગોત્સવના યજમાન બનતાં ગુજરાતનાં મુખ્ય શહેરોમાં એક વિશ્વ ઉત્સવનું જેવું વાતાવરણ બરાબર જામ્યું છે.

સાતમી વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૧૫ ઈન્વેસ્ટર સમિટ ,ગાંધીનગર (૧૧-૧૩ જાન્યુઆરી,૨૦૧૫)

Vibrant Gujarat

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં રવિવાર,તારીખ 11 મી જાન્યુઆરી ૨૦૧૫ થી 13 મી જાન્યુઆરી ૨૦૧૫ દરમ્યાન યોજાનાર સાતમી વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૧૫ ઈન્વેસ્ટર શિખર સંમેલનનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે

વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૧૫ ની આ અંગ્રેજી વેબ સાઈટ ઉપર છેલ્લામાં છેલ્લી માહિતી ફોટાઓ, વિડીયો પ્રવચનો સાથે મેળવી શકાશે.

વાઈબ્રન્ટ ગુજરાત વિષેનો  પ્રમોશનલ વિડીયો આ લીંક ઉપર જુઓ.

વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૧૫નું  સ્વાગત ઉદબોધન કરશે.શ્રી મોદીએ  જ ૨૦૦૮માં જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે આ સમિટનો આરંભ કરાવ્યો હતો.

આ શિખર સંમેલનમાં સૌથી મોટું બિઝનેસ પ્રતિનિધિમંડળ અમેરિકામાંથી 

આ સમિટમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, વિશ્વના પ્રથમ નંબરના ધનિક બિઝનેસમેન બિલ ગેટ્સ અને ફેસબુકના સંસ્થાપક માર્ક ઝૂકરબર્ગ જેવા દિગ્ગજો એક મંચ પર જોવા મળશે.

એક સમાચાર પ્રમાણે આ રવિવારથી શરૂ થનાર વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૧૫ ઈન્વેસ્ટર શિખર સંમેલન માટે અમેરિકામાંથી સૌથી મોટું બિઝનેસ પ્રતિનિધિમંડળ આવનાર છે, એવી જાહેરાત યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલે (USIBC)  આજે કરી છે.USIBCના કાર્યવાહક પ્રેસિડન્ટ ડાએન ફેરલે કહ્યું કે આ વખતે અમે વાઈબ્રન્ટ ગુજરાત માટે ગયા વખતના સમિટની તુલનાએ ત્રણ ગણું મોટું પ્રતિનિધિમંડળ લાવવાના છીએ. માસ્ટરકાર્ડના સીઈઓ અને પ્રેસિડન્ટ અજય બંગ, જે યુએસઆઈબીસીના ચેરમેન છે, તે અમેરિકામાંથી એક્ઝિક્યૂટિવ બિઝનેસ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ લેશે. તેમાં અનેક ફોર્ચ્યૂન 500ના સીઈઓ અને સિનીયર એક્ઝિક્યૂટિવ્સનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ભારતના આ સૌથી મોટા ઈન્વેસ્ટર સમિટમાં અમેરિકાના વિદેશ પ્રધાન જોન કેરી અને યુનાઈટેડ નેશન્સના મહામંત્રી બાન કી-મૂન હાજર રહેશે.તે ઉપરાંત દેશ-વિદેશની અનેક આંતરરાષ્ટ્રીય સ્તરની કંપનીઓના સીઈઓ અને કોર્પોરેટ મહારથીઓ પણ હાજર રહેશે.આ જ દર્શાવે છે કે અમેરિકાને ભારતના આર્થિક વિકાસમાં સહભાગી થવાનો કેટલો બધો રસ છે.

જાપાન, કેનેડા, ઈંગ્લેન્ડ, હોલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર અને સાઉથ આફ્રિકા બાદ અમેરિકા વાઈબ્રન્ટ ગુજરાતમાં જોડાનાર આઠમો દેશ છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૩ની વાઈબ્રન્ટ સમિટમાં માત્ર બે જ દેશો જોડાયા હતા.ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની કામગીરી દરમિયાન વર્ષ ૨૦૦૫માં સૌપ્રથમ આ સમિટની શરૂઆત થઈ હતી.

વર્ષ ૨૦૧૫ની સમિટમાં લગભગ ૧૨૦ દેશોના પ્રતિનિધિ સામેલ થાય એવી ધારણા છે.આ રીતે આ વર્ષની વાઈબ્રન્ટ ગુજરાત સમિટ  પર 11થી 13 જાન્યુઆરી સુધી વિશ્વ આખાની નજર રહેશે અને અનેક અર્થમાં એ એક ઐતિહાસિક ઇન્ટરનેશનલ ઇવેન્ટ બનશે.

આ પ્રસંગે પધારનાર ખાસ આંતર રાષ્ટ્રીય મહેમાનોના સ્વાગત અને એમની સુરક્ષા માટે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં જબરદસ્ત તૈયારીઓ હાથ ધરાઈ છે. 

પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી (૭-૮-૯ જાન્યુઆરી ૨૦૧૫ )

વાઈબ્રન્ટ ગુજરાત સમિટને આ વર્ષે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી સાથે જોડવામાં આવી છે.

દક્ષિણ આફ્રિકામાં ૨૫ વર્ષ ગાળ્યા પછી પ્રવાસી મહાત્મા ગાંધી ૯ મી જાન્યુઆરી ૧૯૧૫ ના રોજ સદાના માટે ભારતમાં પાછા ફર્યા હતા એના ૧૦૦ વર્ષ નિમિત્તે ગુજરાતમાં પહેલી વાર પ્રવાસી ભારતીય કાર્ય મંત્રાલય દ્વારા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી યોજાઈ છે .

સાતમી જાન્યુઆરી મંગળવારના રોજ ગાંધીનગરમાં જ મહાત્મા મંદિર ખાતે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીનો પ્રારંભ થયો એ કેટલું સૂચક છે.

Pravasi bhartiy - modi lmp

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ગાંધીનગરમાં 13મા પ્રવાસી ભારતીય દિવસ સમારંભનું દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુયાનાના પ્રમુખ રોનાલ્ડ રામોટોર અને વિદેશમંત્રી સુષમા સ્વરાજ સહિત અન્ય મહાનુભાવો મંચ પર હાજર હતા.

મારા કવિ મિત્ર શ્રી રમેશ પટેલના બ્લોગ આકાશદીપની આ લીંક ઉપર  પ્રવાસી ભારતીય દિવસ વિષે વધુ જાણો.સાથે સાથે એમના એક પ્રસંગોચિત કાવ્યને પણ માણો.

PM Modi’s Inaugural Address at Pravasi Bharatiya Divas in Gandhinagar

કાંકરિયા ખાતે પ્રવાસી ભારતીય દિવસની રંગારંગ કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

kankaria-pravaasi BD.

વિશ્વ પ્રવાસી ભારતીય દિવસમાં ભાગ લેવા આવેલા વીવીઆઇપી અને ડેલિગેટસ માટે અમદાવાદ મ્યુનિ. અને રાજ્ય સરકારના સંકલન સાથે કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો અને જમણવારનું આયોજન કરાયું હતું એ પ્રસંગની એક તસ્વીર.

પ્રવાસી ભારતીય દિવસ અને વાઇબ્રન્ટ સમિટના કારણે સરકારી તંત્ર પણ વાઇબ્રન્ટ બન્યું છે. આ બે મેગા ઇવેન્ટના કારણે ગાંધીનગરના મહાત્મા મંદિરને દુલ્હનની જેમ શણગારાયું છે.

 અમદાવાદના કેટલાક ખખડધજ રસ્તા રાતોરાત નવા બની ગયા છે. લોકો પણ ઇચ્છે છે કે સરકાર આવા કાર્યક્રમો કરે એટલે કમ સે કમ તંત્ર સજાગ બને અને શહેર પણ ચોખ્ખું થાય !!!

  દિવ્ય ભાસ્કરની આ લીંક ઉપર  ગાંધીનગર અને તેની આસપાસ જોવાલાયક સ્થળોની સુંદર તસ્વીરો  અને ગુજરાતની રાજધાની ગાંધીનગર સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો જાણવા મળશે.

૮ મી જાન્યુઆરીથી ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય

પતંગોત્સવનો આરંભ

લોકપ્રિય બનેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ (ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ)નું ૮ જાન્યુઆરીથી ગુજરાતના ચાર શહેરમાં આયોજન કરાશે. તેનો આરંભ વડોદરામાં કરવામાં આવશે.

તે ઉપરાંત રાજકોટ, અમદાવાદ અને સુરત જિલ્લાઓમાં પણ આ પતંગોત્સવ યોજવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા જિલ્લા કચેરી, ગુજરાત ટૂરિઝમના સહયોગમાં નવલખી કમ્પાઉન્ડમાં પતંગોત્સવનું આયોજન કરશે.

ગુજરાતના ટૂરિઝમ પ્રધાન સૌરભ પટેલે કહ્યું કે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું મહત્વ દર વર્ષે વધતું રહ્યું છે. ગુજરાતની સંસ્કૃતિનું વિશ્વ સમક્ષ પ્રદર્શન કરવા માટે આ એક મોટું મંચ બન્યો છે. આ વર્ષે પણ પતંગોત્સવ માટે વિદેશીઓ તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે. મલેશિયા, આર્જેન્ટિના, યુકે, બેલ્જિયમ, પોલેન્ડ, ફ્રાન્સ, યુક્રેન અને અમેરિકમાંથી પતંગપ્રેમીઓ એક મહિનો ચાલનારા મહોત્સવમાં ભાગ લેવા આવી રહ્યા છે.

કયા શહેરમાં કયા દિવસે ઉજવાશે પતંગોત્સવ

-વડોદરા- 8 જાન્યુઆરી
-અમદાવાદ- 10થી 13 જાન્યુઆરી
-રાજકોટ – 13 જાન્યુઆરી
-સુરત- 13 જાન્યુઆરી

5 responses to “( 630 ) હાલ ગુજરાત બન્યું છે ત્રણ ઇન્ટરનેશનલ ઇવેન્ટનું યજમાન

 1. Vinod R. Patel January 13, 2015 at 10:02 AM

  આતાજીએ ઈ-મેલમાં મોકલેલ પ્રતિભાવ

  himatlal joshi
  To me

  વિનોદભાઈ ગુજરાતની પ્રગતિની પ્રશંશા સાંભળી વિડીયો જોયો . ગુજરાત ઘણું પ્રગતિ કરી ગયું નરેન્દ્ર મોદીના પ્રતાપમાં હવે ભારત દેશ આખોદેશ બહુજ પ્રગતિ કરશે એમાં શંકા નથી .

  Ataai

 2. vimala January 12, 2015 at 7:33 PM

  ખૂબ સરસ માહિતી આપતી પોસ્ટ ,સાથે માનન્ય નરેન્દ્રભાઈના સંબોધનની વિડિઑ દ્વારા
  ભારતમાં હાજર હોવાનો અહેસાસ કરાવ્યો!!!! ધન્યવાદ.

 3. jagdish48 January 10, 2015 at 8:41 PM

  FB અને વર્તમાનપત્રોમાં કેટલાક નરેન્દ્ર મોદીને ‘ફેંકુ’થી નવાજે, એમની સમજણને આપણે શું કહેશું ?

 4. chandravadan January 10, 2015 at 3:54 PM

  ગુજરાત હાલમાં એના આંગણે યોજાનાર ત્રણ આંતર રાષ્ટ્રીય ખ્યાતી ધરાવતી ઇવેન્ટ, સાતમી વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૧૫ ઈન્વેસ્ટર સમિટ ,પ્રવાસી ભારતીય દિવસ અને આંતરરાષ્ટ્રીય પતંગોત્સવના યજમાન બનતાં ગુજરાતનાં મુખ્ય શહેરોમાં એક વિશ્વ ઉત્સવનું જેવું વાતાવરણ બરાબર જામ્યું છે.
  Very Nice Post !
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar to read NEW Posts !

 5. Dilip Gajjar January 10, 2015 at 3:42 AM

  Dear Vinodbhai khub j sunder mahitiprad post vanchi aanand..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: