વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 637 ) શ્રી નરેન્દ્રભાઈ મોદીની દિનચર્યા–એમાંથી થોડું શીખવા જેવું …… સંકલિત

આજે સવારે ચા-નાસ્તા પછી દૈનિક ક્રમ પ્રમાણે કોમ્પ્યુટર ખોલી આજની ઈ-ટપાલ બોક્ષમાં આવેલ ટપાલ  એક પછી જોતો-વાંચતો હતો. એમાં ભારતના વડા પ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીના દૈનિક કાર્યક્રમ વિશેનો  નેટ જગતમાં ફરતો કોઈ અજ્ઞાત લેખકનો એક માહિતી પૂર્ણ લેખ  જે મિત્ર શ્રી સુરેશભાઈ જાનીએ મોકલેલ  એને વાંચતાં જ એ ગમી ગયો.

શ્રી નરેન્દ્ર મોદી આજે જે જગાએ છે એ શા કારણે છે એ સમજવા માટે આ લેખ ઉપયોગી થાય એવો છે.શ્રી મોદીના અંગત જીવનની આપણે જાણતા ના હોઈએ એવી કેટલીક  માહિતી એમાં છે.

શ્રી સુરેશકાન્ત પટેલ / શ્રી સુરેશભાઈ જાનીના આભાર સાથે આજની પોસ્ટમાં વી.વી.ના સૌ વાચકોને આ  લેખ શેર કરતાં આનંદ થાય છે.

૨૦૧૫ ના નવા વર્ષની શરૂઆતમાં નવા વર્ષના એક રીઝોલ્યુસન તરીકે આ લેખ દ્વારા આપણા ગુજરાતી દેશ નેતા શ્રી નરેન્દ્રભાઈ પાસેથી થોડું ઘણું પણ જો શીખવા જેવું મળશે  તો આ પોસ્ટનો અર્થ લેખે લાગશે.

વિનોદ પટેલ

—-———————————————————————

શ્રી નરેન્દ્રભાઈ મોદીની દિનચર્યા-એમાંથી થોડું શીખવા જેવું

NAMO-DAILY WORK

કોઈ માણસ સફળ થાય ત્યારે આપણે નસીબ નામની અદ્રશ્ય વસ્તુનેતેની ક્રેડીટ આપતા હોઈએ છીએ

પણ તેનું સમર્પણ અને હાડવર્કિંગઆપને નથી દેખાતું.

-તમનો સુવાનો સમય ગમે તે હોય ઉઠવાનો સમય ફિક્સ છે સવારે4.45 વાગે,

– રોજ સવારે ૩૦ મિનીટમાં તેમના દૈનિકકાર્ય પૂર્ણ કરી ( ટોઇલેટમાંમુખ્ય પેપર વાંચી લે છે )

૩૦ મિનીટ કસરત કરે છે અને તે સમયેઆગાઉના દિવસે દુનિયા ભરની ન્યુઝ ચેનલમાં ભારત અને

ભાજપનેલાગુ પડતા સમાચારનું રેકોડીંગ સાંભળી લે છે.

– 10 મિનીટ મંદિર સામે બેસી ધ્યાનધરે છે
.
– એક કપ ચાય સાથે કોઈ જ નાસ્તો લેતા નથી.

– ૬ .૧૫ની આસપાસ એક સરકારી વિભાગ તેમનાં ઘરમાં મીટીંગરૂમમાં પ્રેજન્ટેશન માટે તૈયાર જ હોય છે.

– ૭ થી ૯ તેમના ઘરે આવેલ મહત્વની ફાઈલો ચેક કરે છે. તથાતેમના માતૃશ્રીને ફોન કરી

ખબર અંતર પૂછે છે

NAMO BOWS TO MOTHER

 ( ભારતનાવડાપ્રધાનને મા માટે સમય છે. આપને ?)

– ૯ વાગે ગાજર અથવા અન્ય સલાડનો નાસ્તો કરે છે તથા પંચામૃતપીણું પીવે છે

( રેસીપી – 20 ml મધ , 10 ml દેશી ગાયનું ઘી, તથાફુદીના, તુલસી અને લીમડાના

મોરનું મિક્સ જ્યુસ અને એક લીંબુ )

– ૯.૧૫ કાર્યાલય પર પહોંચી મહત્વની મીટીંગો પતાવે છે.

– બપોરે જમવામાં ૫ જ વસ્તુ લે છે ( ગુજરાતી રોટલી, શાક,દાળ, સલાડ, છાશ )

– સાંજના ૪ વાગે દુધ વગરની લીંબુ ચાય

– સાંજે ૬ વાગે ખીચડી અને દૂધનું ભોજન

– રાત્રે ૯ વાગે દેશી ગાયનું દૂધ એક ગ્લાસ સુંઠ નાખી,

– મુખવાસમાં કાયમ લીંબુ મારી નાખેલો શેકેલો અજમો, ( તેનાથીવાયુ ન થાય )

– ૯ થી ૯.૩૦ ચાલે છે, સાથે એક વિષયના જાણકારને રાખી તેનીસાથે ચર્ચા કરે છે.

– ૯.૩૦ થી ૧૦ સોશ્યલ મીડિયા તથા સિલેક્ટેડ પત્રોના જવાબ આપેછે.

નરેન્દ્રભાઈએ જિંદગીમાં ક્યારે ય:

– સોફ્ટ ડ્રીંક પીધું નથી કે ફાસ્ટ ફૂડ ખાધું નથી.

– ભારતના ૪૦૦ જીલ્લાનો તેમણે પ્રવાસ કરેલો છે.

– તેઓ ગુજરાતથી દિલ્લી ગયા ત્યારે માત્ર બેજ વસ્તુ સાથે લઇ ગયા:

એક કબાટ કપડા અને ૬ કબાટ પુસ્તકો

– તેઓ આટલા સતત પ્રવાસ દરમ્યાન રાત્રી વસો કાયમ કોઈ સંતસાથે આશ્રમમાં કે કોઈ નાના કાર્યકરને ઘેર રોકાતા હોટલમાં ક્યારેયનહિ, વડનગરની લાઈબ્રેરી ના તમામ પુસ્તકો તેમણે વાંચી નાખ્યાહતાં.

– તેઓ કોઈ પણ પ્રસંગે અંગત ભેટ આપે તો તે પુસ્તક જ હોય.છેલ્લા એક દાયકાથી ગુજરાતમાં નવ વિવાહીતો ને સીહ્પુરુષ પુસ્તકભેટમાં આપતા.

આજે ભારતના વડાપ્રધાન તરીકે સહુને તેઓ ભગવદગીતા ભેટ આપે છે.

– તેઓ ટુથ બ્રસ નહિ પણ કરંજનું દાતણ કરે છે.

– તેમના રસોડામાં મીઠાંને બદલે સિંધાલુણ વપરાય છે.

– પ્રવાસ દરમ્યાન ફાઈલો તથા ચર્ચા કરાવવા વાળા મંત્રી, અધિકારીસતત સાથે હોય છે.

– 64 વર્ષની ઉમરે સીડી ઉતરતા તેઓ ક્યારેય રેલીંગ નથી પકડતા,

– એક દિવસની 19 સભાઓ તેમણે કરેલી છે.

– આંખ કાયમ ત્રિફલાના પાણીથી ધોવે છે .

( હરડે, બહેડે, આમળાઆખા રાત્રે પલાળી સવારે તેનું પાણી )

– ગુજરાતના મુખ્ય મંત્રી હતાં ત્યારે એક વાર સ્વાઈન ફ્લુ સમયે અનેએક વાર દાઢના દુખાવા સમયે જ ડોક્ટરની તેમણે જરૂર પડી હતી.

– વડાપ્રધાન બન્યા બાદ પણ ગુજરાત ભાજપના કાર્યકરોને દુખ:દપ્રસંગે સાંત્વના પાઠવવા

જરૂર ફોન કરે છે.

( મોટા બન્યા બાદ ભૂલાયનહિ, ભાઈ…તે શીખો )

– તેમના અંગત સ્ટાફના તમામ દીકરા દીકરીનું એજ્યકેશન સ્ટેટસતેમને ખબર હોય છે .

અને તેનું ફોલોપ રાખે છે

( સમાજ સેવામાંઅંગત લોકો બાદ ના થઇ જાય તે શીખો )

WHAT A CO-INCIDANCE !

COINCIDANCE !

Thanks- Dhiren  

 

5 responses to “( 637 ) શ્રી નરેન્દ્રભાઈ મોદીની દિનચર્યા–એમાંથી થોડું શીખવા જેવું …… સંકલિત

 1. દિનકરરાય જાન્યુઆરી 20, 2015 પર 5:44 એ એમ (AM)

  મારા અંગત અભિપ્રાય પ્રમાણે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણો ધરતી -પુત્ર તો ખરો જ પરંતુ તેથી વધારે કહું તો આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કહેવાય છે -સરહદ ના ગાંધી સર અબ્દુલ ગફાર અને રાષ્ટ્ર-પુત્ર તરીકે ગણના કરવી હોય તો તે માત્ર -ને માત્ર નરેન્દ્રભાઈ મોદી જ કહેવાય …જે વર્તમાન પણે આપણા સદભાગ્ય થી આપણા ભરત દેશ ના વડાપ્રધાન છે……..જય જય ગરવી ગુજરાત…..જય ભારત …

  Like

 2. smdave1940 જાન્યુઆરી 20, 2015 પર 9:45 એ એમ (AM)

  ૨૦૧૫ ૦૧ ૨૦ દિનકરભાઈ, મને એક વાતનું આશ્ચર્ય થાય છે કે નરેન્દ્ર મોદી જેવી વ્યક્તિ ગુજરાતને મુખ્ય મંત્રી તરીકે મળી અને તે પછી સમગ્ર ભારતને એક વડા પ્રધાન તરીકે મળી, તેની કદર સમાચાર માધ્યમો અને મૂર્ધન્યો કેમ કરી શકતા નહીં હોય?
  કદરની વાત તો જવા દો, નરેન્દ્ર મોદીની વિરુદ્ધ સમાચાર માધ્યમો એવા મથાળાઓ બાંધીને લખે છે જાણે કે એ એક ઠગ હોય.
  નરેન્દ્ર મોદી ટેક્નોલોજીની મદદ લે તો તેને આ સમાચાર માધ્યમો “નરેન્દ્ર મોદીની પોલ” એ રીતે સમાચારના મથાળાં બાંધે છે. નરેન્દ્ર મોદી એક કામગરા, મહેનતુ, નીતિમાન, જ્ઞાની અને કૌશલ્યવાળા આર્ષદૄષ્ટા છે. તેઓશ્રીએ સમાજના દરેક સ્તરમા જીવન જીવ્યું છે. દેશને આવા નેતા મળવા એ ઈશ્વરની આપણા દેશ ઉપર કૃપા જ છે.
  નહેરુવીયન કોંગ્રેસને અને તેમના મળતીયાઓની વાત જવા દો તેઓના તો એવા સંસ્કાર જ છે. પણ સમાચાર માધ્યમો ના સંસ્કાર જોઇને આઘાત લાગે છે.
  ગાંધીજીને ગાળો આપનારા લોકો પણ હતા. પણ તેઓ તો વાચન પ્રિય ન હતા અને તે વખતે સમાચાર અને સંવાદના ઉપકરણો પણ ઉપલબ્ધ ન હતા. તે કારણ હતું, કે હોઈ શકે. પણ અત્યારે તો એવું છે જ નહીં. એટલે સમાચાર માધ્યમોના વર્તન ઉપર સંશોધન થવું જોઇએ.

  Like

 3. nabhakashdeep જાન્યુઆરી 20, 2015 પર 10:59 પી એમ(PM)

  શ્રી નરેન્દ્રભાઈ સો ટચનું સોનું છે..તપશે એટલું નીખરશે. ભ્રસ્ટ હજુરીયાઓએ દેશની દાટવાળવાની હોડ બકી હતી..તેને આ સપૂતે ખાળી બતાવી છે..મને તો રૂબરૂમાં મળવાનો મોકો મળ્યો છે..ગુજરાતની વીજ સમસ્યાઓને નાથવાના સહયોગી થઈને…

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 4. માલતી મગનલાલ (કવિ) પતીલ. અંકલેશ્વર. ડિસેમ્બર 5, 2017 પર 10:50 પી એમ(PM)

  Khub sundar. આપને નમસ્કાર. પણ મારી એક વિનંતી છે. કે અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિધાઉટ પી. ટી. સી. શિક્ષકોની છટણી કરો . અબઘડી કારણ માત્ર શિક્ષણના પવિત્ર વ્યવસાયમાં વર્ષોથી વ્યાપેલા ભ્રષ્ટાચારને દૂર કરવા માટે નમ્ર વિનંતી છે. હું અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં તા16-12-88થી29-2-12સુધી પ્રાથમિક શાળામાં નોકરી કરનાર શિક્ષક છુ. મે આપશ્રીને 2010માં ઘણા પત્રો લખ્યા હતા. તથા મે રાજીનામું આપ્યું હતું ત્યારે પણ વારંવાર રજૂઆત કરતો પત્ર લખ્યો હતો

  Like

 5. સોલંકી રણજીત જીવરાજ ભાઇ મે 8, 2018 પર 9:04 પી એમ(PM)

  ખુબજ સારુ લખયૂ સે મને ખુબજ ગમયુ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: