વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 649 ) મમ્મી, હું હ્યૂસ્ટન યુનિ.ની વાઈસ ચાન્સેલર બની ગઈ …….- દેવેન્દ્ર પટેલ

કાનપુર યુનિર્વિસટીની એક વિર્દ્યાિથની તરીકે કારકિર્દી શરૂ કરનાર રેણુ હ્યૂસ્ટન યુનિર્વિસટીની વાઈસ ચાન્સેલર બની ગઈ. તેની કહાણી તેના જ શબ્દોમાં:

Renu khator”હું એક નાનકડા શહેરમાં રહેતા મધ્યમ વર્ગના પરિવારની પુત્રી હતી. અમે ત્રણ ભાઈ-બહેનો હતા. પિતા વકીલાત કરતા હતા જ્યારે મા ઘર સંભાળતી હતી. અમે ઉત્તર પ્રદેશના ફરુખાબાદ જિલ્લામાં રહેતા હતા. હું હિંદી માધ્યમમાં ભણી. આઠમા ધોરણ બાદ મારી માએ મને ભણવાની સાથે રસોઈ, સીવણ વગેરે શીખવવાની શરૂઆત કરી, તે મને સર્વગુણ સંપન્ન બનાવવા માગતી હતી, જેથી કોઈ સારા ઘેર મને પરણાવી શકાય, પરંતુ મને પુસ્તકોમાં જ વ્યસ્ત રહેવાનું ગમતું હતું. શરૂઆતનો અભ્યાસ તો નજીકની સ્કૂલમાં જ કર્યો, પરંતુ તે પછી મેં કાનપુર યુનિર્વિસટીમાં પ્રવેશ લીધો.

હું ગ્રેજ્યુએટ થઈ ગઈ. પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યા પછી હું પીએચ.ડી. કરવા માગતી હતી. મને ખ્વાહિશ હતી કે મારા નામની આગળ ડો. શબ્દ લાગે અને લોકો મને ડો. રેણુ કહીને બોલાવે. હું કોલેજમાં લેકચરર બનવા માગતી હતી.

મારા આ બધા સ્વપ્નોથી અજાણ મારા ઘરવાળા મારા માટે વર શોધી રહ્યા હતા. એક દિવસ વહેલી સવારે હું ઊઠી અને એ જ વખતે મારી માએ મને કહ્યું : ”તારી સગાઈ નક્કી કરી દીધી છે. છોકરો અમેરિકામાં રહે છે. દસ દિવસ પછી તારું લગ્ન છે.”

આ સાંભળતાં જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મેં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું: ”હું લગ્ન નહીં કરું.”

મારી માએ મને સમજાવવા કોશિશ કરી : ”બેટા ! દરેક છોકરીએ લગ્ન તો કરવાનું જ હોય છે. કોઈપણ માતા-પિતા પોતાની પુત્રીને કાયમ માટે પોતાની પાસે રાખી શક્તા નથી.”

મેં કહ્યું: ”પરંતુ, મને પહેલાં ભણવા દો. નોકરી કરવા દો. પછી લગ્ન કરીશ.”

મારી મમ્મી મને સારી રીતે સમજી શક્તી હતી. એણે પપ્પાને વાત કરી. તેમની સામે મોટો સવાલ એ હતો કે છોકરો સારું ભણેલો છે. પરિવાર પણ સારું છે. ભવિષ્યમાં આવું ઘર ના મળે તો ? અંદરોઅંદર ચર્ચા કર્યા બાદ મમ્મી- પપ્પાએ છોકરાવાળાઓ સાથે વાત કરીઃ અમારી દીકરી હમણાં આગળ ભણવા માંગે છે.” તો એમણે ખુશ થઈને કહ્યું : ”આ તો સારી વાત છે કે તમારી પુત્રી આગળ ભણવા માંગે છે. અમે ખાતરી આપીએ છીએ કે લગ્ન પછી પણ અમો તેને ભણવા જવા દઈશું.”

અમે ફરૂખાબાદમાં રહેતા હતા. મેં જોયું હતું કે, અહીં છોકરી એક વાર પરણી જાય પછી કોઈ તેને ભણવા દેતું નહોતું. આમ છતાં મારી પાસે મારા મમ્મી- પપ્પાની વાત માનવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. મેં લગ્ન માટે હા પાડી દીધી.

મારા લગ્ન થઈ ગયા. લગ્ન બાદ હું અમેરિકા પહોંચી. મને સારું લાગ્યું. મારા સાસરિયા ખૂબ ઉમદા અને ખુલ્લા વિચારો ધરાવતા હતા. હું આગળ ભણું તે માટે તેઓ રાજી હતા. મારા માટે સહુથી મોટો પડકાર અંગ્રેજી ભાષા શીખવાનો. હું હિંદી મીડિયમમાં ભણીને આવી હતી. હિંદી મીડિયમની છોકરીને કોઈ અમેરિકન યુનિર્વિસટીમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ વાત હતી. મારા હસબન્ડ મારી આ મુશ્કેલી સમજતા હતા. તેમણે મને કહ્યું કે અમેરિકામાં ભણવા માટે મારે અંગ્રેજી શીખવું જરૂરી છે. મારા દિમાગ પર હવે અંગ્રેજી શીખવાનું જુનૂન સવાર થઈ ગયું. આમેય કોલેજમાં હું અંગ્રેજી વ્યાકરણ તો ભણી હતી, તેથી અંગ્રેજી શીખવામાં કોઈ મુશ્કેલી નહોતી. હા,અસ્ખલિત અને રુઆબદાર અંગ્રેજી બોલવા- વાંચવાનું શીખવાનું બાકી હતું.

મેં અંગ્રેજી શીખવા માટે અંગ્રેજી ટીવી- ટોક શો સાંભળવાનું ચાલુ કર્યું. ટીવી પર અમેરિકન શૈલીથી બોલાતા અંગ્રેજીને હું ધ્યાનથી સાંભળવા લાગી. રોજ અંગ્રેજી અખબાર પણ વાંચવા લાગી. મારા સાસરિયાઓએ અને મારા પતિએ મને ભરપૂર સહયોગ આપ્યો. બસ, થોડાક મહિનાઓમાં હું સારું અંગ્રેજી બોલવા લાગી. છેવટે મારો પરિશ્રમ રંગ લાવ્યો. મને પૂરડિયું યુનિર્વિસટીમાં પ્રવેશ મળી ગયો. આ યુનિર્વિસટી દ્વારા ૧૯૭૫માં પોલિટિકલ સાયન્સના વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. એ પછી એ જ યુનિર્વિસટી દ્વારા મેં પીએચ.ડી. પણ કર્યું.

૧૯૮૫થી મેં ફલોરિડા યુનિર્વિસટી દ્વારા મારા કારકિર્દીની શરૂઆત કરી. ફલોરિડા યુનિર્વિસટીમાં પહોંચ્યા બાદ મને લાગ્યું કે, મારા સ્વપ્ન હવે સાકાર થઈ રહ્યાં છે. અહીં હું લેકચરર બની. પૂરા વીસ વર્ષ સુધી હું અહીં ભણાવતી રહી. આ એક શાનદાર સફર હતી. આટલા વર્ષો દરમિયાન ફલોરિડા યુનિર્વિસટીએ મને કેટલીયે મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સોંપી. મેં પૂરા આત્મવિશ્વાસ સાથે એ નિભાવી.

આ સમયગાળા દરમિયાન હું બે દીકરીઓેની માતા બની. આ એક સુખદ અહેસાસ હતો. મારી પુત્રીઓ પૂજા અને પારૂલ આંખોની ડોક્ટર છે. મેં મારી દીકરીઓ પર મારી અપેક્ષાઓ લાદી નથી. મેં તેમની કારકિર્દી પસંદ કરવા તેમને પૂરી સ્વતંત્રતા આપી.

મારો કારકિર્દીનો મહત્ત્વપૂર્ણ મુકામ ૨૦૦૭માં આવ્યો. આ જ વર્ષે હ્યુસ્ટન યુનિર્વિસટીમાં વાઈસ ચાન્સેલરની જગા ખાલી પડી. આ સ્થાન હાંસલ કરવા અનેક દિગ્ગજો સ્પર્ધામાં હતા. એ બધા જ એક એકથી ચઢિયાતા હતા. મેેં પણ આ પદ હાંસલ કરવા અરજી કરી. ઈન્ટરવ્યૂ પહેલાં હું થોડીક નર્વસ હતી. પરંતુ ઈન્ટરવ્યૂની પેનલ સમક્ષ જતાં જ મારો બધો ડર સમાપ્ત થઈ ગયો. મને પેનલમાં બેઠેલા મહાનુભાવો દ્વારા હ્યૂસ્ટન યુનિર્વિસટીનું રેન્કિંગ વધારવાની બાબતમાં પ્રશ્નો પૂછવામાં આવ્યા. મેં પૂરા આત્મવિશ્વાસ સાથે રેંકિંગ વધારવાના પ્લાન્સ રજૂ કર્યા. મારા પ્લાન્સ તે બધાને પસંદ આવ્યા. તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૦૭ના રોજ મને હ્યૂસ્ટન યુનિર્વિસટીના વાઈસ ચાન્સેલર અને પ્રેસિડેન્ટ તરીકેની નિયુક્તિ બાદ મને કહેવામાં આવ્યું કે આ હોદ્દો હાંસલ કરનાર હું પહેલી ભારતીય મૂળની મહિલા છું. આ એવી કામિયાબી હતી જેની મેં કદી કલ્પના કરી નહોતી. 

યુનિર્વિસટીના બોર્ડ ઓફ ગવર્નરના આ નિર્ણયની મને જાણ કરવામાં આવી ત્યારે અમેરિકાથી મેં સહુથી પહેલો ફોન મારી મમ્મીને લગાડયો. મારી મમ્મી ફરુખાબાદમાં રહેતી હતી. હું જાણતી હતી કે એ વખતે ભારતમાં રાત હશે અને મારી મા ઊંઘતી હશે, પણ મારાથી રહેવાયું નહીં. ફોન પર મમ્મીનો અવાજ સાંભળતા જ મેં કહ્યું, ”મમ્મી ! હું વાઈસ ચાન્સેલર બની ગઈ અને તે પણ હ્યૂસ્ટન યુનિર્વિસટીની.”

આજે પણ હું માનું છું કે, ભાષા આપના વિકાસ માટે અવરોધ બની શકે નહીં. હા, મેં શરૂથી જ અંગ્રેજીનો અભ્યાસ કર્યો હોત તો મારે આટલી બધી મહેનત કરવી ના પડત. પરંતુ સહુથી અગત્યની વાત છે પાયાનું શિક્ષણ. અગર બાળકોના શિક્ષણનો પાયો જ મજબૂત હોય તો પછી તે કયા માધ્યમમાં ભણે છે તેનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી.

અમેરિકા ગયા પછી મને એ વાતનો અહેસાસ થયો કે આપણી-ભારતની શિક્ષણ વ્યવસ્થા મજબૂત છે. આજે હું અહીં જે હોદ્દા પર છું, તેનો શ્રેય હું આપણા દેશની શિક્ષણ વ્યવસ્થાને આપું છું.”

“ભારતમાં બધું જ ખરાબ છે”- તેવું કહેનારાઓને આ કથા અર્પણ છે.

– દેવેન્દ્ર પટેલ 

http://www.devendrapatel.in/?p=2021

 

4 responses to “( 649 ) મમ્મી, હું હ્યૂસ્ટન યુનિ.ની વાઈસ ચાન્સેલર બની ગઈ …….- દેવેન્દ્ર પટેલ

  1. aataawaani ફેબ્રુવારી 6, 2015 પર 10:18 પી એમ(PM)

    રેણું ખટોર ને જબરદસ્ત હિંમતવાન કહેવાય
    આવી દીકરીના માબાપને પણ ખુબ ખુબ ધન્યવાદ આપવા પડે . રેણુની વાત ઉપરથી એટલું સાબિત થયું કે માણસની તીવ્ર ઈચ્છા ને પરમેશ્વર સંપૂર્ણ મદદ કરે છે . . મારા કુટુંબમાં મારી બે ગ્રાન્ડ ડોટર પાવર ફૂલ છે .ચાર ગ્રાન્ડસન માં એકે કોલેજ પ્રવેશ કરેલો છે . દીકરીયોમાં એક નેચરો પથીની ડોક્ટર છે . બીજી સારી રીતે કોલેજ કરી રહી છે . અમારા ગામના પૂજારીનો દીકરો હાઇસ્કુલમાં બે વખત નાપાસ થયો . એટલે હાઇસ્કુલ વાળાઓએ ભણાવવાની નાં પડી દીધી છે જયારે એની જોડે જન્મેલી બેન કોલેજમાં ભણવા માંડી ગઈ . આનું નામ સ્ત્રી શક્તિ

    Like

  2. સુરેશ જાની ફેબ્રુવારી 7, 2015 પર 7:42 એ એમ (AM)

    ગજબનાક વાત લઈ આવ્યા. આને તો ઈ-વિદ્યાલય પર સ્થાન આપવું પડશે.

    Like

  3. dee35 ફેબ્રુવારી 7, 2015 પર 7:53 એ એમ (AM)

    સાબાસ, બહેન રેણુને અને તેના વિલપાવરને!

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.