વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 694 ) પાક્કો સેલ્સમેન ! ……. શ્રી મુર્તઝા પટેલ

જે સેલ્સમેન પોતાની જાતને  ખુબીથી વેચી શકે એ પછી કઈ પણ વેચી શકે !!

મૂળ અમદાવાદી પણ હાલ વ્યવસાય અર્થે કેરો, ઈજીપ્ત નિવાસી ,મારા ફેસબુક મિત્ર શ્રી મુર્તઝા પટેલની મારા પેજ ઉપર મુકાએલી નીચેની સત્ય કથા મને ગમી ગઈ . શ્રી મુર્ત્ઝાભાઈના આભાર સાથે એ પ્રેરક લેખ વાચકોને માટે નીચે પ્રસ્તુત છે. –વિનોદ પટેલ 

અમેરિકાના એક શહેરમાં ન્યુઝપેપરમાં નવા ખુલનારા હાયપર-માર્કેટમાં ‘સેલ્સ ઓફિસર’ ના ઇન્ટરવ્યુ માટે ની જાહેરાત આપવામાં આવી.

૧૭૦૦ જેટલી રિઝ્યુમ/બાયોડેટાનો ખડકલો ૩ દિવસમાં થઇ ગયો. લખાણની ઓલમોસ્ટ એક જ સ્ટાઈલ. પેપર અલગ-અલગ, નોકરી માટે હમ્બલ રીક્વેસ્ટ, ભલામણોનું સ્પામીંગ, વગેરે… વગેરે… વગેરે…

રીક્રુટમેન્ટ ઓફિસરની વાંચીને થાકી ગયેલી આંખોમાં ચમક ત્યારે આવી જ્યારે એના હાથમાં અમેરિકન ધ્વજની ડીઝાઈનનું એક કવર આવ્યુ. એક ‘હટકે’ લેટર હતો…જેમાં આ રીતે લખ્યું હતું:

|| “મી.સેમસન, મને દેખાઈ રહ્યું છે કે તમે બીજા લેટર્સ-બાયોડેટા વાંચીને ઘણાં થાકી ગયા હશો. પણ મારો આ નાનકડો લેટર જ્યારે પણ વાંચો ત્યારે પૂરેપુરો વાંચજો. પછી તમને લાગે તો જ મને જોબ ઓફર કરજો. કોઈ ઉતાવળ ના કરશો.

આપ જે કંપનીને કુરીયરનો કોન્ટ્રાક્ટ આપવાના છો એ જ કંપનીની આ શહેરની ઝોનલ ઓફીસમાં હાલમાં હું આસીસ્ટન્ટ વેર-હાઉસ મેનેજર તરીકે જોબ કરું છું. મારા વાળ બ્લ્યુ રંગના છે. પગમાં જાંબલી રંગના મોજા અને બૂટની આજુ-બાજુ નાનકડી પાંખો ભરાવેલી રાખું છું.

જ્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે તમે અમારી કંપનીના મેઈન ગેટ પાસેથી પસાર થાવ ત્યારે થોડેક જ દૂર લાલ રંગની પેન્ટ અને યલો ટી-શર્ટ પહેરેલો ફક્ત એક જ વ્યક્તિ તમને હાથમાં વોકી-ટોકી લઈને કામ કરતો દેખાય તો સમજી જશો કે એ હું જ હોઈશ.

તમે મને રૂબરૂ મળવા બહાર બોલાવશો તો ૧૦ મીનીટ માટે મળવા આવી શકીશ. એ વખતે એટ લીસ્ટ તમને જ્યુસ પીવડાવવાની ઓફર પણ કરી શકું છું. મારો મોબાઈલ છે…………………….” ||

દોસ્તો, કહેવાની જરૂર ખરી કે ત્રીજે દિવસે આ ‘યંગમેન’ નવા જ જન્મેલા હાયપર માર્કેટના ‘ચીફ સેલ્સ મેનેજર’ તરીકે ડબલ પગારે જોડાઈ ચુક્યો હતો.

(નેટવેપાર બ્લોગ પર લખેલા એક આર્ટિકલમાંથી)

murtza patel

મુર્તઝા પટેલ   

અગાઉ વિનોદ વિહારમાં પ્રકાશિત શ્રી મુર્તઝાભાઈ લિખિત ત્રણ ચોટદાર વાર્તાઓ નીચેની લીંક ઉપર ક્લિક કરી આસ્વાદો.

 ( 528 ) શ્રી મુર્તઝા પટેલની ત્રણ ટૂંકી પણ ચોટદાર વાર્તાઓનો આસ્વાદ

શ્રી મુર્તઝા પટેલના લેખો વાંચવા માટે એમના બ્લોગની આ બે લીંક ઉપર ક્લિક કરી ત્યાં પહોંચી જાઓ .

ઇન્ટરનેટ પર વેપાર …
https://netvepaar.wordpress.com/

નાઈલને કિનારેથી …..
https://nilenekinarethi.wordpress.com/

 

3 responses to “( 694 ) પાક્કો સેલ્સમેન ! ……. શ્રી મુર્તઝા પટેલ

  1. pragnaju એપ્રિલ 11, 2015 પર 9:28 એ એમ (AM)

    જે સેલ્સમેન પોતાની જાતને ખુબીથી વેચી શકે એ પછી કઈ પણ વેચી શકે !! જેવા અનેક સૂત્રો પહેલા પાન પર લખી રાખવા જેવા…

    Liked by 1 person

  2. મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! એપ્રિલ 11, 2015 પર 1:32 પી એમ(PM)

    દિલ સે શુક્રિયા વિનોદદાદા.કેરોમાં તમે આવો ને આવો હસતો ‘ટોપીવાળો’ વ્હોરો દેખાય તો બોલજો કે ‘લ્યા આ તો આપડો મુર્તઝા!!!” 🙂

    Liked by 1 person

  3. Navneet Patel એપ્રિલ 11, 2015 પર 10:43 પી એમ(PM)

    સેલ્સ મેન = વેચતો માણસ
    આજ્નો જ્માનો વેચ્વાનુ જ કામ કરે છે

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.