વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 704 ) બે અછાંદસ ચિંતન કાવ્યો …( મારી નોધપોથીમાથી )

મારી નોધપોથીમાથી મારા વિચાર મંથનના પરિપાક રૂપ બે અછાંદસ કાવ્ય

રચનાઓ આજની પોસ્ટમાં પ્રસ્તુત છે .

આશા છે આપને એ ગમશે.—વિનોદ પટેલ 

 

 

Mirror

આત્મખોજ 

જ્યારે લોકો તમારી વાહ વાહ કરે

એક દિનના બાદશાહ બનાવી દે તમને  

તમારા વિના અંધારું છે એમ જ્યારે કહે

પ્રસંસાનાં ફૂલોથી તમને બધાં ઢાંકી દે 

તમે જ્યારે ફુલાઈને ફાળકા થઇ જાઓ 

એવા સમયે મનમાં સહેજ પણ શંકા જો જાગે

દોડીને ઉભા રહી જાઓ એક અરીસા સામે

એમાં સામે જે દેખાય છે એ છે તમારો મિત્ર

જેને તમે તમારા જન્મથી જ ઓળખો છો

બધી તમારી બારીક વાતોથી એ છે જ્ઞાત 

પૂછો એને ગળું ખોંખારી એ શું કહે છે ?

 દુનિયાને મુર્ખ બનાવી હશે તમે કદાચ 

પણ એ મિત્રને બનાવી નહિ શકો તમે મુર્ખ   

એ તમારો મિત્ર કદી જુઠ્ઠું નહી બોલે,

 કેમ કે,અરીસો કદી જુઠ્ઠું બોલ્યો છે ખરો ?

વિનોદ પટેલ 

 When I look back and ,,,,,,,,mirror

====================

 

જીવનની સફળતા 

જીવનમાં જે મળ્યું એનાથી જિંદગી જીવાઈ જાય છે 

જીવનમાં જે આપ્યું એનાથી જિંદગી બની જાય છે 

બે હાથે સદા ભેગું કરીને જિંદગી વેડફી  ના નાખીએ 

કદીક એક હાથ કોઈ દુખી તરફ પણ લંબાવીએ 

જગતમાં આવ્યા ત્યારે ખાલી હાથે જ આવ્યા હતા 

જ્યારે જઈશું ત્યારે બધું જ પાછળ મુકી જવાના છીએ 

જ્યારે જીવો છો ત્યારે કંઇક એવું કરીને જ જાઓ 

લોકો યાદ કરે કે જનાર એક સાચો ઇન્સાન હતો . 

વિનોદ પટેલ

 

6 ETHICS OF LIFE-

આ પોસ્ટના સંદર્ભમાં અગાઉ પોસ્ટ કરવામાં આવેલી આ પોસ્ટ પણ જોશો.

( 641 ) ” હું કોણ છું ?” ……એક ચિંતન લેખ …… વિનોદ પટેલ

 

3 responses to “( 704 ) બે અછાંદસ ચિંતન કાવ્યો …( મારી નોધપોથીમાથી )

 1. Hemant Bhavsar એપ્રિલ 25, 2015 પર 2:58 પી એમ(PM)

  Both are an excellent positive affirmation messages , Thank you for sharing among with us .

  Like

 2. pragnaju એપ્રિલ 26, 2015 પર 5:43 એ એમ (AM)

  બેઉ સુંદર કાવ્યો

  કોઈ માણસ એવો નહીં હોય જેને કોઈ પણ બાબત માટે કદી પસ્તાવો ન થયો હોય. કાંઈક ખોટું થાય … તમે જુઠ્ઠા છો તો અહંકારને ચોટ લાગી જશે. … અંતરના આ અરીસામાં ચહેરો બિહામણો લાગશે એટલે તેમાં ડોકિયું કરવાનું કોઈ સાહસ કરતું નથી.વળી આ અરીસો પણ કેટલો મેલો થઇ ગયો છે !
  …………………………………………………………………………………
  સદા યાદ રાખો
  જ્યારે જીવો છો ત્યારે કંઇક એવું કરીને જ જાઓ
  લોકો યાદ કરે કે જનાર એક સાચો ઇન્સાન હતો .

  Like

 3. સુરેશ જાની એપ્રિલ 26, 2015 પર 12:14 પી એમ(PM)

  જ્યારે જીવો છો ત્યારે કંઇક એવું કરીને જ જાઓ
  લોકો યાદ કરે કે જનાર એક સાચો ઇન્સાન હતો .
  ———–
  કરે કે ના કરે કોઈ યાદ, બધી ચિંતા ફગાવી દો.
  અવરનું સુખ પોતીકું ગણે, એ જ ઈન્સાન છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: